ધીમે ધીમે એ ધુમ્મસ ભરી સાંજ હવે કાળી અંધારી રાત થવા લાગી હતી.ઝાડ એટલા ઊંચા હતા કે ચંદ્રનું અજવાળું જમીનને સ્પર્શ પણ નહોતું કરી રહ્યું.ધીમે ધીમે સમય વીતી રહ્યો છે.
એક કલાક.....
બે કલાક....
ત્રણ કલાક.....
પણ હજી શ્રેયસ પરત ફર્યો ન હતો.જે વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટની પણ સુવિધા ન હતી ત્યાં નેટવર્કનું પકડાવવું એ તો અશક્ય જ રહ્યું.ઘરના બધા સભ્યોના ચહેરા પર ચિંતા સ્પષ્ટ જણાઈ આવી રહી હતી.
"પપ્પા સમય વધારે થઈ ગયો છે અને શ્રેયસ હજી પરત નથી ફર્યા,મને ખૂબ ચિંતા થઈ રહી છે.અહીં આસપાસ કોઈ દેખાય પણ નથી રહ્યું કે આપણે એમની મદદ લઈ શકીએ"-રાધિકાએ ચિંતિત સ્વરે કહ્યું.
"દિકરી તું ચિંતા નથી કરે હું જોઈને આવું છું"- કહેતા યશવર્ધનભાઈ ગાડીનો દરવાજો ખોલે છે.
" ના પપ્પા તમે રહેવા દો તમારી તબિયત એમ પણ સારી નથી રહેતી અને આ તમારી ભૂલવાની બીમારીમાં આવું રિસ્ક લેવું અઘરું છે તમે અહીં જ મમ્મી અને કાવ્યાની સાથે રહો હું જોઈને આવું છું"- કહીને રાધિકા કાવ્યા ના માથા પર એક ચુંબન કરે છે અને ગાડીની બહાર નીકળે છે.
ચારે તરફ ફેલાયેલા ડરામણા વાતાવરણને જોઈને તેના મનમાં ગભરાટ ઉભી થાય છે. પરંતુ તે મન મક્કમ કરીને પ્રેસ છે દિશામાં ગયો હતો તે દિશામાં આગળ વધે છે.
"દાદુ મમ્મી પપ્પા ક્યાં ગયા છે?અને આપણે અહીંયા કેમ ઊભા છીએ? બહાર કેટલું અંધારું છે દાદુ મને ખૂબ ડર લાગી રહ્યો છે"- કાવ્યા એ ડરતા ડરતા કહ્યું.
" હા મારી ઢીંગલી કાંઈ નથી થયું બેટા ગાડી બગડી છે ને તો તારા મમ્મી પપ્પા બસ મિકેનિક ને શોધવા માટે ગયા છે. એ હમણાં જ આવી જશે"- કહીને યશવર્ધનભાઈએ કાવ્યા ને ખોળામાં લીધી
દાદુની લાડકી દાદુ ના ખોળામાં જતા જતા જ થોડીવારમાં તો સુઈ પણ ગઈ.
રાધિકાને આમ એકલી દેવાનું મન જશોદાબેન ને બિલકુલ નહોતું માની રહ્યું. પરંતુ તેમની પાસે અન્ય કોઈ રસ્તો પણ ન હતો. તેઓ ભીની આંખથી રાધિકાને જતા જોઈ રહ્યા હતા. ત્યાં જ અચાનક ધુમ્મસભર્યા વાતાવરણની વચ્ચે તેમને ફરીથી જોવા મળી તે જ કાળી બિલાડી.....
શિયાળાની ઋતુ નું આ અંધારું ધીમે ધીમે વધુ અને વધુ ગાઢ થઈ રહ્યું હતું અને આ જંગલમાં તો કાળી રાત પણ એવી લાગી રહી હતી જાણે કોઈ કાળી ડાકણ.....
રાધિકા ટોર્ચ ના અજવાળે ધીમે ધીમે આગળ વધી રહી હતી. તેની નજરો ચારે તરફ જંગલમાં એકમાત્ર શ્રેયસ ને શોધી રહી હતી.ચારે તરફ જંગલમાં એક સન્નાટો છવાયેલો હતો. હવે તો તે તિમિર નો અવાજ પણ બંધ થઈ ગયો હતો અને એટલે શાંતિ છવાઈ ગઈ હતી કે જો ત્યાં એક ખીલ્લી પડે તો તેનો અવાજ પણ ચારે તરફ અવાજ ગુંજી ઉઠે.
"શ્રેયસ.... શ્રેયસ ક્યાં છો તમે???? શું તમે મને સાંભળી રહ્યા છો?? પાછા આવી જાવ ને અમને જરૂર છે તમારી.... ક્યાં છો તમે???? કોઈ છે અહીં????અમારી મદદ કરો."-રાધિકા રડમસ અવાજે શ્રેયસ ને બૂમ પાડીને શોધી રહી હતી અને ધીમા ડગલે તે આગળ તરફ વધી રહી હતી.
ધગ......
ધગ......
ધગ......
અચાનક તેને કોઈના ભારી ભરખમ પગલાનો અવાજ આવ્યો.એ ડગલા ધીમે ધીમે તેની તરફ આગળ વધી રહ્યા હતા. જેમ જેમ એ પગરવ નજીક આવી રહ્યા હતા તેમ તેમ એનો અવાજ વધુ અને વધુ ગાઢ થઈ રહ્યો હતો
કોઈ હતું. ડરના લીધે રાધિકાના ગળું સુકાઈ રહ્યું હતું.....
અને વધી રહ્યા હતા તેના હૃદયના ધબકારા.......
( કોણ હતું રાધિકા ની પાછળ? કોણ કરી રહ્યું હતું તેનો પીછો?)