પ્રેમ સમાધિ
પ્રકરણ-10
કલરવ ઘરે આવી ગયો એનાં ચહેરાં પર આનંદી સંતોષ હતો સાથે સાથે વિચારો પણ હતાં.... એણે સાયકલ મૂકી અને ઘરમાં પ્રવેશ્યો.. એણે જોયું પાપા આવી ગયાં છે એ જેવો ઘરમાં પ્રવેશ્યો ગાર્ગી દોડતી આવી " ભાઈ કેવી ગઈ પરીક્ષા ? હવે તો તમે તો છૂટા... વાહ હવે લહેર કરજો મારી તો હજી બાકી છે" એમ કહી ચહેરો ચઢાવ્યો....
માં દોડતી આવી પૂછ્યું "કલરવ કેવી ગઇ પરીક્ષા ? બધાં પેરપની જેમ આજે પણ સારુ ગયું છે ને” ? કલરવે કહ્યું "માં મસ્ત પેપર ગયું છે.. બધાં સરસ ગયાં છે ડીસ્ટીક્શન આવશેજ કોઇ ડાઉટ નથી."
પછી પાપાની સામે જોઇને બોલ્યો "પાપા તમે તો વહેલાં આવી ગયાં ? નિશ્ચિંત રહેજો મસ્ત પર્સેન્ટેજ આવશે” શંકરનાથે કહ્યું “મને ખબર છે ડીસ્ટેકશન તારે આવશેજ તારું છેલ્લું પેપર હતું ખબર હતી એટલેજ વહેલો આવ્યો છું કંઇ નહીં હવે થોડા દિવસ આરામ કરજે હરજે ફરજે મજા કરજે. મિત્રો સાથે સેરસપાટા કરજો.. રીઝલ્ટ પછી આગળ જીવનમાં મહેનતજ કરવાની છે."
શંકરનાથે કહ્યું" દીકરા હવેજ સાચો પાયો ચાલુ થશે જે લોકો આ વરસો ખૂબ મહેનત કરે છે એ જીવનભર સુખ આનંદમાં કાઢે છે." હું ક્યાં શિખામણ આપવા બેઠો ? ચાલો મેં તારી માંને રસોઇ બનાવવા ના પાડી છે આપણે મહાદેવનાં આશીર્વાદ લઇને તારું મનગમતું ખાવા જઇએ"
કલરવે ખુશ થતાં કહ્યું "પાપા તો પછી ખાખીનાં ભાજીપાંવ ખાવા છે.. મસ્ત.. પરીક્ષાઓ ચાલુ થઇ એ પહેલાંથી નક્કી કરેલું કે ભાજીપાંઉ ખાવા જઇશું. મારાં મિત્ર પણ ખાવા જવાનાં છે."
શંકરનાથે કહ્યું "તું ફ્રેશ થઇ જા... મહાદેવનાં આશીર્વાદ લઇને ત્યાંજ જઇશું જુનાગઢની સ્વાદીષ્ટ શાન છે" એમ કહી હસ્યાં. પાછાં કંઇક વિચારમાં પડી ગયાં એ એમનાં પત્નિ ઉમાબેને નોંધ્યું...
ઉમાબહેને કહ્યું “તમે પણ કપડાં બદલો.. કોઇ બીજા વિચારો ના કરશો. ઓફીસનાં વિચારો ઓફીસમાંજ મૂકીને આવવાનું ઘણા સમયે બહાર નીકળીશું..” એમ કહી પોતે પણ તૈયાર થવા રૂમમાં જતાં રહ્યાં. શંકરનાથ પાછળ પાછળ ગયાં અને રૂમનો દરવાજો બંધ કરતાં કહ્યું "ઉમા કોઇ વિચારો નથી પણ હવે કલરવ કોલેજમાં આવશે. એને મારે અહીં નથી ભણાવવો... મારાં મનમાં ઘણાં વિચારો ચાલી રહ્યાં છે. રીટાયર્ડ થવાને માંડ ત્રણ વર્ષે રહ્યાં છે.. મોટી ઉંમરે સંતાન થયાં.. અત્યાર સુધી પેટે પાટા બાંધીને બચત કરી છે હવે મહાદેવ સારાં દિવસો દેખાડે.. મને સારી બુધ્ધી સુજાડે.. કોઇક અગત્યનો નિર્ણય લઇશ જેથી પાછળની જીંદગી સુખમાં જાય.. દિકરો સારું ભણે...”
ઉમાબહેન કહે "તમે કેટલાય સમયથી વિચારોમાંજ ફરો છો શા માટે નાહકની ચિંતા કરો છો ? ઘણી બચત છે રીટાયર્ડ થશો તો પેન્શન પણ આવશે જરૂર પડે તો મારાં ઘરેણાં છે.. કલરવ સારું ભણે.. મોટો માણસ બને. ગાર્ગી ગ્રેજ્યુએટ થાય એની સારી જગ્યાએ પરણાવી દેવાય."
શંકરનાથને હસુ આવ્યું "ઉમા હજી ગાર્ગી નાની છે હાં કલરવ હવે મોટો થઇ રહ્યો છે મહાદેવ સાચું જીવાડે આયુષ્ય આપે તો છોકરાઓને સ્વપ્ન પ્રમાણે આગળ ભણાવી શકું.. ત્રણ વરસ ક્યાંય નીકળી જશે એ પછીનું અત્યારથી વિચારી રહ્યો છું... પણ હમણાં તૈયાર થા છોકરાઓ બહાર રાહ જોતા હશે... વાતો કરવા ઘણો સમય છે"
ઉમાબહેને કહ્યું "તમે કપડાં બદલો હું તો વાતો કરતાં કરતાં તૈયાર પણ થઇ ગઇ." શંકરનાથ તૈયાર થયાં બંન્ને બહાર નીકળ્યાં...
શંકરનાથે કહ્યું "ચાલતાં પહેલાં મહાદેવનાં દર્શન કરી લઇએ પછી રીક્ષામાં બજાર પહોંચી જઇશું" મારાં સ્કુટર પર ચારે જણાથી નહી જવાય છોકરાઓ મોટાં થઇ ગયાં છે."
બધાં બહાર નીકળ્યાં મહાદેવ તરફ ગયાં....
************
વિજય ટંડેલે સેટેલાઇટ ફોન લીધો અને ડાયલ કર્યુ સામેથી કોઇનો અવાજ આવ્યો" ઘોધરા અવાજે બોલ્યો "બોસ હુકમ કરો" વિજય ટંડેલે વાત કરતાં કહ્યું “હું કહું છું એ ધ્યાનથી સાંભળ જે કામ સોંપુ છું એમાં કોઇ ભૂલ ના થવી જોઇએ... કામ સારી રીતે પતાવ્યું તો ઇનામ મળશે નહીંતર તને ખબરજ છે." વિજય ટંડેલ વાત કરતો હતો ત્યાં રાજુનાયકો દોડતો આવ્યો અને વિજયનાં કાનમાં કંઇક કહ્યું...
વિજય ટંડેલ સાંભળી રહ્યો... પછી એને જવા માટે ઇશારો કર્યો.. રાજુ બહાર નીકળી ગયો... વિજય ટંડેલે પેલાને કહ્યું." સમય છે તારી પાસે મેં તને તારીખ કીધી એ યાદ રાખજે અને તું ભાવનગર કે ગોધાવી કોઇ સાધન કરીને ત્યાં પહોચી જજો. સાવધાની રાખજે કોઇ ભૂલ ના થાય... એ માણસનો વાળ વાંકો ના થવો જોઇએ... ફરી જરૂર પડે મને ફોન કરજે" એમ કહીને ફોન બંધ કર્યો.
રોઝીએ કહ્યું" એય... દરવાજો બંધ કરોને... તમે તો બધો "મૂડ" બદલી નાંખ્યો શેની ચિંતા છે ? આવી જાઓ મારી પાસે હું ફરીથી મૂડ બનાવી દઊ.”
વિજયે એની સામે જોયું અને બોલ્યો" સાચેજ મૂડ બગડી ગયો પણ બધી વાતો જાણવા મળી જે જરૂરી હતી કંઇ નહીં બધુ. ગોઠવાઇ ગયું છે" "પહેલીવાર એવું કામ કરું છું જેમાં નફો નથી પણ સંતોષ છે"
એમ કહીને બેડ પર આવી ગયો. એણે કહ્યું ચાલ પેગ બનાવ... બધુ ભૂલીને પાછો મોર્ચો માંડીએ એમ કહીને લુચ્ચું હસ્યો".
રોઝીએ કહ્યું. "આપણાં બંન્નેનાં ફુલ પેગ બનાવું છું. હવામાં ઉડતાં કરી દઊં” એમ કહીને હસી. રોઝી પેગ બનાવીને લાવી બંન્ને જણાંએ ચુસ્કીઓ લેવા માંડી....
વિજય ટંડેલે નશીલી આંખે રોઝી સામે જોઇને કહ્યું. "વાહ સાચેજ કડક છે હવામાંજ ઉડાશે હવે” એમ કહી એને ચૂમી લીધી.
બંન્ને જણાંએ પેગ પુરો કર્યો.... રૂમમાં અંધારુ પ્રસરી ગયેલું... બહાર દરિયાનાં પાણીનો અવાજ આવી રહેલો ત્યાં વિજયનો સેટેલાઇટ ફોન રણક્યો.....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-11