Dhabkaar - Ek navi sharuaat - 11 in Gujarati Love Stories by Nidhi Satasiya books and stories PDF | ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 11

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 11

જીયા અને પોતાની વાત કરતા સમર્થ એકદમ થી ચૂપ થ‌ઈ ગયો. જીયા અને પોતાનો ભૂતકાળ યાદ કરીને સમર્થ ગળગળો થ‌ઈ ગયો હતો. તેનો અવાજ પણ ભરાઈ ગયો હતો અને પોતાની ભીની આંખોને એ વારંવાર પટપટાવી રહ્યો હતો. સાન્વી નિરંતર બસ સમર્થને જોઈ રહી હતી , તેના હાવભાવ , તેની પ્રક્રિયા, તેની વાત કરવાની રીત. બધું જ આજે જાણે સાન્વીને અલગ લાગી રહ્યું હતું. તે થોડીવાર સમર્થ ને જોઈ રહી અને પછી પાણીનો ગ્લાસ તેને આપતા બોલી ,

" સમર્થ... "

સમર્થે સાન્વી તરફ જોયુ અને તેના હાથ માથી પાણીનો ગ્લાસ લ‌ઈ એક જ ઘુંટડે આખો ગ્લાસ પી ગયો. પાણી પીધા પછી તે ખુદ ને રીલેક્સ મહેસૂસ કરી રહ્યો હતો. તેણે એક ઉંડો શ્વાસ લીધો અને ફરી બોલવાનુ ચાલુ કર્યું.

આ તરફ પરીન પણ સાન્વી અને સમર્થ ની વાતો લાઇવ જોઈ રહ્યો હતો. જે આદમી સાન્વી અને સમર્થ નો પીછો કરી રહ્યો હતો તે સાન્વી અને સમર્થ ની એકદમ પાછળ જ બેઠો હતો જેથી એ બંનેની વાતચીત સ્પષ્ટ સંભળાય અને પરીન પણ એ બંને વચ્ચે થતી વાતચીત સાંભળી શકે.







" એ પછી જીયા મારા માટે વધુ ખાસ બની ગ‌ઈ. મને તેની સાથે એક એક પળ વિતાવવી ગમવા લાગી. પ્રેમમા પડેલો વ્યક્તિ જેમ કંઈ પણ કરવા લાગે છે એમ મને પણ જીયા માટે બધું જ કરવું ગમવા લાગ્યું. હુ તેની નાના મા નાની વાત નુ ધ્યાન રાખતો. તેની કાળજી કરવી , તેની પસંદ નાપસંદ નુ ધ્યાન રાખવું, તેને ગીફ્ટ આપવા , તેની સાથે સમય વિતાવવો બધું જ મને ગમવા લાગ્યું. તો જીયા પણ મારી સાથે પોતાને એડજેસ્ટ કરી રહી હતી. તે ભલે અમીર હતી પણ તે જ્યારે મારી સાથે હોતી ત્યારે કોઈ પણ ખોટી જીદ ના કરતી અને એના કારણે દીવસે ને દીવસે મારો પ્રેમ તેના પ્રત્યે ગાઢ થવા લાગ્યો. એ પછી કોલેજ પુરી થ‌ઈ અને જીયાએ તેના પપ્પાની ઓફિસ જોઈન્ટ કરી લીધી અને હુ મારા સપના તરફ આગળ વધવા લાગ્યો અને મારા સપનાને પામવા મે એક કંપની મા જોબ માટે અપ્લાય કરી દીધું. સુરતની સૌથી મોટી કંપની મા મને મેનેજર તરીકેની પદવી પણ‌ મળી ગ‌ઈ અને સારો એવો પગાર પણ નક્કી થ‌ઈ ગયો. હુ એટલો એક્સાઈટેડ હતો કે સૌથી પહેલા એ ગુડન્યુઝ મે જીયા ને આપી અને તેને મળવા માટે ડુમ્મસ બીચ પર બોલાવી. "

સમર્થ બીચ પર એક અવાવરુ જગ્યા જોઈને ત્યાં બેઠો બેઠો જીયાની રાહ જોઈ રહ્યો હતો , કે કોઈ છોકરીએ પાછળ થી આવીને સમર્થ ની આંખો પર હાથ રાખી દીધો.

" જીયા તુ આવી ગ‌ઈ! " સમર્થ જીયાના દરેક સ્પર્શને ઓળખતો હતો અને માત્ર જીયાના હાથના સ્પર્શ થી જ તે ઓળખી ગયો હતો કે તે જીયા છે. સમર્થના શબ્દો સાંભળી જીયાના ચહેરા પર સ્માઈલ આવી ગ‌ઈ અને તે સમર્થ ની બાજુમાં બેસી ગ‌ઈ.

" તો શુ કામ બોલાવી મને !" જીયાએ સમર્થના ખભા પર માથુ ઢાળતા કહ્યું.

" ગુડન્યુઝ આપવા. " સમર્થ પ્રેમથી બોલ્યો.

" ડોન્ટ ટેલ મી સમર્થ ધેટ યુ આર પ્રેગનેન્ટ... બટ હાઉ ધીસ પોસિબલ... " જીયાની વાતનો મતલબ સમજતા સમર્થ ની આંખો ખુલ્લી જ રહી ગ‌ઈ અને તે આશ્ચર્ય થ‌ઈ જીયાને જોવા લાગ્યો. જીયા આવુ પણ કહી શકે છે એણે વિચાર્યું નહોતુ. સમર્થને ગુસ્સે જોઈ જીયા તરત જ વાત ફેરવતા ફરી બોલી ,

" ઠીક છે , ઠીક છે બોલ તુ શુ ગુડન્યુઝ આપવી છે તારે ?"

" એ જ કે મને જોબ મળી ગ‌ઈ છે. "

" શુ ? આ તો સૌથી મોટી ગુડન્યુઝ છે. આઈ એમ સો હેપ્પી ફોર યુ , કોન્ગ્રેચ્યુલેશન માય લવ..." જીયા તો ખુબ જ ખુશ હતી‌

" થેંક યુ જીયા... બસ હવે એક વાર જોબમાં સેટલ થ‌ઈ જાવ પછી ખુદના બિઝનેસ વિશે વિચાર કરીશ અને જેવો ખુદનો બિઝનેસ સેટઅપ કરી દ‌ઈશ તને હંમેશા હંમેશાં માટે મારી બનાવી લ‌ઈશ... " સમર્થ ની આંખોમા અલગ જ ચમક હતી. તે પોતાના સપના પુરા કરી રહ્યો હતો તેનાથી વધારે ખુશી બીજી કંઈ વાત થી મળે ! જીયાએ સમર્થના ખભે માથુ ટેકાવી દીધું ને બંને ખામોશ થ‌ઈ થોડીવાર એકબીજાની દિલ ની ધડકન ને મહેસૂસ કરવા લાગ્યા.

" સમર્થ , આપણે છે ને ; ડેસ્ટિનેશન વેડિંગ કરીશુ અને આપણા બંનેના આઉટફિટ મેચિંગ રાખીશુ. આપણા લગ્નમાં આપણે છે ને બધી જ વિધિઓ કરીશું. લાઈક મહેંદી, પીઠી , પ્રી વેડિંગ ફોટોશૂટ, સંગિત , સગાઈ બધું જ. " જીયા પોતાના અને સમર્થના ભવિષ્ય માં ખોવાતા બોલી. જાણે એ બધું જ તે ઇમેજીન કરી જીવી રહી હોય.

" બીજું કંઇ? " સમર્થે જીયાના વાળ મા પોતાનુ માથુ નાખતા કહ્યું.

" અમમ.... હા , તુ છે ને આપણા લગ્નમાં શેરવાની ના પહેરતો. શેરવાની તને સુટ નથી થતી. તુ છે ને મારા આઉટફિટ સાથે મેચિંગ શુટ જ લે જે. આમપણ શુટમા તુ છે ને એકદમ હિરો જેવો લાગે છે." જીયાએ ખુશ થતા કહ્યું.

" અચ્છા , હિરો જેવો એમ !" સમર્થે પુછ્યું.

" એકદમ વરુણ ધવન જેવો."‌ જીયાએ ફરી સમર્થના ખભા પર પોતાનું માથું મુકી દીધું.

" સારુ , ચાલ હવે ઘરે જ‌ઈએ. તારે લેટ થ‌ઈ જશે તો‌ તારા પપ્પા આખા સુરતને માથે લેશે. " સમર્થ મશ્કરી કરતા બોલ્યો.

" પપ્પા સુરત માથે લે તો તુ બચાવા આવી જજે... " જીયા એ કહ્યું.

" હા , તારા પપ્પા તો ઉભા જ છે મારૂ સ્વાગત કરવા કે જમાઈરાજ આવે અને એ મારી આરતી ઉતારે... જો એમને તારા અને મારા વિશે ખબર પડી જશે કે તુ એક મીડલ ક્લાસ છોકરાના પ્રેમમા છો તો તારુ તો જે થશે એ થશે મને તો તારા પપ્પા સુરતમા રહેવા લાયક જ નહી રહેવા દે... એટલે જ કહુ છુ કે હુ એકવાર ખુદનો બિઝનેસ સેટ કરી દવ પછી જ આપણે આગળ વધીએ. " સમર્થ બોલ્યો તો જીયા વિચારવા લાગી. સાચું જ તો કહી રહ્યો હતો એ જીયા ના પપ્પા ખુબ જ ગરમ મિજાજ માણસ હતા અને જો તેમને જીયાના પ્રેમ પ્રકરણ વિશે ખબર પડી જશે તો એમ જ થશે જેમ સમર્થ કહી રહ્યો હતો.

" સારુ , ચાલ તુ અત્યારે મને ઘરે મુકી જા બાકી બે દિવસ પછી પિકનિક પર તો આપણે મળવાના જ છીએ ને ! ત્યારે એકબીજા સાથે સમય વિતાવીશુ. " જીયાએ કહ્યું તો સમર્થે તેને હળવુ આલિંગન આપ્યુ અને જીયાને તેના ઘરે છોડવા જતો રહ્યો.


બે દિવસ પછી બંને જ પોતાના કોલેજના જુના મિત્રો સાથે પિકનિકમાં જવાના હતાં અને બંને જ એ પિકનીક માટે ખુબ જ ઉત્સાહી હતાં. કારણ કે સુરત તો બંનેને સાથે રહેવા કે ફરવા માટે સમય ના મળતો કેમકે બંને જ પોતપોતાના કામમા વ્યસ્ત રહેતા અને જ્યારે હવે પિકનિકમાં બંનેને એકસાથે સમય પસાર કરવા નો ચાન્સ મળી રહ્યો હતો તો‌ બંને જ એ ચાન્સ ને છોડવા નહોતા માંગતા... અને બંને જ પિકનિકમાં જવા નીકળી પડ્યા એ વાતથી અજાણ કે એ પિકનિક તેમના જીવનમાં બધું જ બદલી દેવાની છે.







વધુ આવતા અંકે....