Maahi - 3 in Gujarati Horror Stories by Nidhi Satasiya books and stories PDF | માહી - એક ગાઢ રહસ્ય - 3

Featured Books
Categories
Share

માહી - એક ગાઢ રહસ્ય - 3

રાતના બાર વાગવાની તૈયારી જ હતી. ગામ આખું સુમસામ હતું માત્ર રસ્તે રખડતાં બે ત્રણ કુતરાનો ભસવાનો અવાજ અને તમરાં ની તમ તમ ચારેબાજુએ ફેલાયેલી હતી. ગામના પ્રવેશદ્વાર પાસે આત્માના ઘેરા ફરતે કાળી બિલાડી સતત તે જમીન ખોદવાની કોશિશ કરી રહી હતી અને તેના તીક્ષ્ણ પણ ધારદાર અવાજ થી ગામમાં એક અલગ જ ભયનો ભેંકાર ઊભો થ‌ઈ રહ્યો હતો.


આ અસીમ શાંતી વચ્ચે કેવિન લગભગ ઘરની પાછળ તે બધી વસ્તુઓ લઈને તેને સળગાવવા માટે પોતાના પગરણ માંડી ચુક્યો હતો અને એક તાવીજ ને સપનાં નાં રૂમની બહાર મુકી બીજું પોતાની સાથે રાખ્યું હતું એટલે જ્યારે આ બધી વસ્તુઓ સળગી જાય પછી એને હાથે બાંધી લે. બધી તૈયારીઓ કરીને એણે વજુભાઈને ફોન કર્યો અને એમને પણ તૈયારીઓ કરવાનું કહ્યું સાથે ત્યાં એક સન્નાટો ઉભો થ‌ઈ રહ્યો હતો જે ડરથી કંપાવા માટે પૂરતો હતો.


નક્કી કર્યા મુજબ જ વજુભાઈ અને કેવિને એકસાથે બધી વસ્તુઓ સળગાવવાનું ચાલું કરી દીધું અને તાંત્રિકે આપેલા મંત્રો પણ ઉચ્ચારવા લાગ્યાં. થોડીજ વારમાં ત્યાં ભંયકર ચીસો સંભળાવવા લાગી અને એ આત્માની ભયંકર ચિસોથી આખું ગામ ડરથી થરથર ધ્રૂજી રહ્યું હતું અને ત્યાં ફેલાયેલી અસીમ શાંતીમાં ડર નું માતમ અને આત્માના પડઘાઓ પડી રહ્યાં હતાં પણ છતાંય વજુભાઈ અને કેવિનના મંત્રો સતત ચાલું જ હતાં જેથી તે આત્મા કંઈ કરી ના શકે...





*. *. *. *. *. *. *.





" માહી , ભાગ ત્યાંથી. જલ્દી કર એ તારી પાછળ જ છે.‌" આ એક અજાણ્યા અવાજ સાથે તેને બીજો પણ અવાજ મહેસુસ થયો." મા......હી......... મા.........હી.........હા...... હા......હા...‌.‌‌‌‌...હા.......‌હા..........તને શું લાગે છે તું અહીં થી ભાગી શકીશ." એક અજીબ હાસ્ય અને તે જગ્યાથી ડરીને અચાનક માહીની આંખો ખોલી પણ તેના ચહેરા પર ડર ના હાવભાવ ચોક્કસપણે જોઈ શકાતા હતાં. તેણે પહેલાં પોતાને ઠીક કરી કે એકાએક તેને યાદ આવ્યું કે ટ્રેનમાં છે. તેણે આજુબાજુ નજર ફેરવી ને જોયું પણ તે જે ડબ્બામાં હતી ત્યાં એના સિવાય કોઈ નહોતું.


તેણે સમય જોવા પોતાનો ફોન બહાર કાઢ્યો તો રાત ના સવા બાર થયાં હતાં અને લોકેશન ખોલી જોયું કે માધુપુર ને આવવામાં કેટલી વાર છે મેપ લગભગ અડધી કલાકનો રસ્તો બતાવતું હતું પણ ટ્રેન વેગવંતી બનીને પોતાની રફતાર પકડી ચુકી હતી. તેણે કેવિનને ફોન કર્યો પણ કેવિન એનો ફોન સાઇલેન્ટ કરી વિધિ પતાવવામાં મશગૂલ હતો. કેવિન તરફથી કોઈ પ્રતિક્રિયા ના મળતા માહીએ એક વોઈસ મેસેજ છોડી દીધો અને તેમાં તેને સ્ટેશને લેવા આવવા કહ્યું.




માહીએ લગભગ સાડાબાર થતાં રેલ્વે સ્ટેશને પોતાનો પગ મુકી દીધો હતો, પરંતુ ત્યાનું દ્રશ્ય જોઈ એ દંગ રહી ગ‌ઈ . તે એકલી હતી જે એ ટ્રેનમાંથી માધુપુર સ્ટેશને ઉતરી હતી ને ઉતરતાની બે જ મિનિટમાં તે ટ્રેન ત્યાંથી વેગ પકડી ને અદ્રશ્ય થઈ ગ‌ઈ હતી. રાતના સાડાબાર વાગ્યે એ એકલી સ્ટેશન પર હતી ના તો ત્યાં કોઈ ગામવાસી હતા કે ના ત્યાંના કોઈ કર્મચારીઓ બસ હતું તો માહી અને એના અડધી રાત્રે ત્યાં ચાલવાના કારણે સંભળાતા તેના ચંપલ ની ટક ટક.‌


માહી એ ફરી કેવિનને ફોન કરવાની કોશિશ કરી પણ ફરી એ જ થયું ના કેવિને ફોન ઉપાડ્યો કે ના તેના છોડેલા વોઈસ મેસેજનો કોઈ જવાબ આપ્યો. તે પગ પછાડી એક બેગ પોતાના ખભે નાખી અને બીજી બેગ ને ઢસડીને ચાલવા લાગી. તેને થયું કે ટીકીટ કાઉન્ટર પર કોઈક તો હોવું જ જોઈએ કદાચ કોઈક હેલ્પ મળી જાય. તેણે જલ્દી જલદી પોતાના પગ ટીકીટ બારી તરફ માંડયા પણ ત્યાં પણ કોઈ ન હતું


તે સ્ટેશન થી બહારની તરફ આવી કે સ્ટેશનની બહાર જ તેને કોઈ વૃદ્ધ સ્ત્રી નજરે ચડી. જેની વળેલી પીઠ , લાકડીનો સહારો અને કરચલી થી ખરડાયેલુ શરીર સાથે તેના સફેદ થ‌ઈ ગયેલા વાળ તેનો વૃદ્ધ હોવાનો પરીચય આપી રહી હતી. માહી એ તેને થોડે દુરથી જ પુછ્યું ," હેલો , આંટી આપ મને જણાવશો કે માધુપુર જવા કોઈ રીક્ષા કે કોઈ વાહન મળશે.?"

તે વૃધ્ધ સ્ત્રી ની કોઈ પ્રતિક્રિયા ના મળતા માહી તેની નજીક ગ‌ઈ અને પેલી વૃદ્ધ સ્ત્રી ના ખભા પર પાછળ થી હાથ મુક્યો. જેવો માહીએ તેના પર હાથ મુક્યો કે માહીને કોઈ કરંટનો અનુભવ થતા તરતજ એણે પોતાનો હાથ પાછળ તરફ ખેંચી લીધો અને દર્દ થી તેના મોઢામાંથી આહ નીકળી ગ‌ઈ.


માહી ની આહ નીકળતાંજ તે સ્ત્રી પાછળ ફરી અને એક રહસ્ય મય મુસ્કાન સાથે તેને જોવા લાગી. તે સ્ત્રી જોવામાં ખુબ જ ડરાવની અને તેવી આંખો જાણે મૃત્યુ દર્શાવી રહી હોય તેટલી ભયંકર અને ખુબ જ વિશાળ હતી. તેના મોઢા પર ચાર થી પાંચ ઘાવ ના નિશાન દેખાતા હતાં જેમાંથી એક તો તાજેતરમાં જ બનેલું હતું.


" જતી રે અહીંયા થી, જો એકવાર આ માયા તને લાગી ગ‌ઈ તો તારું આખું જીવન તબાહ થ‌ઈ જશે, તું અને તારું પરીવાર બરબાદી ના સંકજામાં સપડાઈ જશે અને મૃત્યુનો તાંડવ થશે આ ગામમાં. " માહી ડરથી તે સ્ત્રી ને જોઈ જ રહી હતી કે તે વૃદ્ધે તેના ડરામણા સ્વરે માહીનો હાથ પકડતાં કહ્યું .


" લીવ મી , છોડ મારો હાથ ! કોણ છે તું ? અને આ શું બકી રહી છે? જવા દે મને ! " કહેતા માહીએ પોતાનો હાથ છોડાવવાની ખુબ કોશિશ કરી.

વૃદ્ધ સ્ત્રી : છોડી દવ એમ....લે છોડી દીધી....પણ એક વાત યાદ રાખજે તારે આ ગામમાં રહેવું હોય તો તારે મારી જરુર તો પડવાની જ છે કહી તે વૃદ્ધ સ્ત્રીએ માહીનો હાથ છોડ્યો અને પોતાના હાથની એક આંગળી સ્ટેશન ની પાછળ વિરાન વિસ્તારમાં રહેલી એક ઝુંપડી બતાવતા કહ્યું અને ત્યાંથી ચાલવા લાગી.


" ઈડિયટ, સમજે છે શું પોતાને એકતો મે એને માન આપી આંટી કહ્યું અને મારી સાથે આવું વર્તન.." માહી મનમાં બબડી અને પોતાના હાથને સહેજ પંપાળી ત્યાંથી બેગ લઈને ચાલવા લાગી કે અચાનક તેને એક મોટું બોર્ડ દેખાયું જેમા લખ્યું હતું,


" માધુપુર ગામ 1 km...."









કોણ હતી એ સ્ત્રી ? શું જાણતી હતી તે માહી વિશે? માહીને જતા રહેવા નું કહેવા પાછળ શું કારણ હતું? શું કેવિન માહીને લેવા આવશે? શું માહી તે ગામમાં પહોંચશે? શું થવાનું હતું માહી સાથે તે ગામમાં એ જાણવા માટે જોડાયેલા રહો માહી એક ગાઢ રહસ્ય સાથે...........



TO BE CONTINUED.............
WRITER:- NIDHI S..............