MYSTRY OF MAFIA - 3 in Gujarati Fiction Stories by A K books and stories PDF | MYSTRY OF MAFIA - 3

The Author
Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

MYSTRY OF MAFIA - 3

આજની મીટિંગ બહુ ખાસ હતી એટલે બધા VIP ગેસ્ટ હાજર હતા, બધાનાં ચહેરા પર સ્માઈલ હતી પણ કહેવાય છે ને જે વ્યક્તિ વધુ સ્માઈલ કરે છે એ જ પાછળ થી ખંજર ભોંકે છે. મુખ્યમંત્રી જે સંધિ પર હસ્તાક્ષર કરવાના હતા તેના કારણે ઘણી કંપની નુકસાન સહન કરવાની નોબત આવવાની હતી પણ અશોક ગાયકવાડ વિરુદ્ધ જવાની હિંમત કોઈનામાં ન હતી કારણ કે જે બિઝનેસમેન પાસેથી પૈસા લઇને ઇલેક્શન જીતે તેને સતા જવાનો ડર હોય છે પણ જે લોકોના વિશ્વાસ જીતીને આગળ આવે તેને આની જરૂર ન હતી, અશોક ગાયકવાડે ભારે બહુમતી મેળવી હતી અને એ પણ કોઈના સાથે ગઠબંધન કર્યો વગર એેટલે જ તે બધા નિર્ણયો લઈ શકતા અને બાકીના નેતા પણ તેના સમર્થનમાં જ હતા.

આજે મુખ્યમંત્રી જેનેરીક મેડિસિન બનાવતી કંપની સાથે ડિલ કરવાના હતા જેથી મોંઘી દવા પણ સસ્તા ભાવે મળી શકે છે. ઘણી કંપની આ વાતથી નારાજ હતી પણ શું કરે એ પણ મજબૂર હતા. ધીમે ધીમે કાર્યક્રમ આગળ વધવા લાગ્યો, હેલ્થ મિનિસ્ટર એ આ સંધિ ના ફાયદા જણાવ્યા, થોડી થોડી મિનિટ બધા એ મંતવ્યો રજૂ કર્યો, હવે મુખ્યમંત્રી વિદેશી કંપની સાથે ડોકયુમેન્ટ આપ લે કરીને સિગ્નેચર કરવા ઉભા થયા અને બનેં સામ સામે આવ્યા, મીડિયા કર્મી આગળ આવ્યા અને ફોટો અને વીડિયો રેકોર્ડિંગ કરવા લાગ્યા પણ જેવા જે તે ડોકયુમેન્ટ ની આપલે કરે તે પહેલા જ ગોળી ચલાવવાનો અવાજ આવ્યો, ત્યાં જ બધા સુરક્ષાકર્મી સ્ટેજ પર ચડી ગયા અને મુખ્યમંત્રી ને પ્રોટેક્શન આપી દીધું, બધા પોલીસ કર્મી એ ગન કાઢી અને બધા ગેસ્ટ પર તાકી દીધી, આખા હોલમાં રહેલા પોલીસ એ બધાને ગન પોઈન્ટ પર લાવી દિધા, થોડીવાર તો પોલીસ કમિશ્નર અને ડીસીપી પણ મુંઝવણ માં મૂકાય ગયા કારણ કે એ પણ ગન પોઈન્ટ પર હતા, જે પોલીસ ને રક્ષક સમજી સુરક્ષા માટે રાખી એજ ભક્ષક બની ગઈ એવું લાગી રહ્યું હતું.

આ તરફ મુંબઈ ની ભાગદોડમાં દોડાદોડી કરી રહ્યા હતો એક માસૂમ ચહેરો, રાતે નીંદરમાં એક ભયાનક સ્વપ્ન એ તેની નીંદર ખરાબ કરી અને અંતે તેણે મેડિસિન નો સહારો લેવો જ પડયો અને એ હતો અભિ. એક રીસર્ચ સેન્ટર માં આસિસ્ટન્ટ રીસર્ચ સાયન્ટિસ્ટ તરીકે જોબ કરતો એકદમ સિમ્પલ દેખાતો અને સરળ સ્વભાવ નો વ્યકિતત્વ ધરાવતો હતો અભિ. સવારે નવ વાગ્યે જોબ પર અને સાંજે પાંચ વાગ્યે ઘરે અઠવાડિયામાં એક રજા બસ એજ એની લાઈફ હતી. ના કોઈ બેસ્ટ ફ્રેન્ડ ના કોઈ ફેમીલી મેમ્બર બસ એકલતા ની ખીણમાં સબડતો રહેતો હોય છે. આ દુનિયામાં એકલતા થી મોટો કોઈ શત્રુ નથી જયારે દુઃખ દર્દ વહેંચવા કોઈ ખભો ન મળે તો શું હાલત હોઈ એ હું સારી રીતે જાણું છું. અભિ પણ એ માહોલમાં જ હતો એેટલે એ ડિપ્રેશન નો શિકાર બન્યો હતો અને અંતે તેણે મેડિસિન નો સહારો લેવો પડ્યો. પણ બહુ જલ્દી તેની આ બલ્કે એન્ડ વ્હાઇટ જીંદગી ને કોઈ કલરફુલ કરવા આવી રહ્યું હતું.

બીજી તરફ છોટા શેટી નો ફોન રણકયો અને તેને કંઈક એવી ન્યુઝ મળી કે તે દોડતો દોડતો તેના મોટા ભાઈ પાસે ગયો. આલીશાન ઘરના ગાર્ડનમાં ખુરશી પર એક વ્યક્તિ બેઠો હતો આજુબાજ ચાર બોડીગાર્ડ હતા અને બનેં બાજુ સોફા પર બે બે વ્યક્તિ બેઠી હતી, સફેદ રંગનો શર્ટ અને ધોતી પહેરી હતી એકદમ કાળો વર્ણ રંગ અને કપાળ પર ચંદનનું ટીલક હતું. હાથમાં હાથના કાડાંમાં સોનાનું કડું હતું. બીજા હાથમાં સિગાર હતી, તેણે એક કસ માર્યો અને ધુમાડો બહાર કાઢયો. એકદમ લાલશ પડતી આંખો હતી. એ હતો અન્ના શેટી છોટા શેટી નો મોટો ભાઈ અને મુંબઈના ડોકયાર્ડ નો કિંગ, દરિયાની આસપાસના બધાજ એરિયા પર તેની હુકમત હતી, બધી જગ્યાએ તેની મરજી થી જ મોટા મોટા કન્ટેનર યાર્ડમાં ઉતરતા અને લોકો તેને દરિયા ની શાર્ક કહેતા કારણ કે તે બહુ ઘાતક પણ હતો.

“ભાઈ આપણો પ્લેન ફેલ રહ્યો” છોટા શેટીએ કાન પાસે આવીને કહ્યું

“ખાનને ફોન લગાવ” અન્ના એ કહ્યું

છોટા શેટી એ તરત જ નંબર ડાયલ કર્યો અને કૉલ લગાવ્યો અને સામે છેડેથી ફોન રીસીવ થતાં જ કહ્યું, “હેલ્લો, ખાનભાઈ અન્ના વાત કરવા માંગે છે”

છોટા શેટીએ તરત જ ફોન અન્ના શેટીને આપ્યો, “ખાન આ શૂટર તો ફેલ રહ્યા જલ્દીથી માલ માર્કેટમાં ઉતારવા પડશે નહીં તો પ્રોબ્લેમ થશે”

“અન્ના વાત સાચી છે એટલે જ વિચારું છું કે જલ્દીથી સિન્ડિકેટની મીટીંગ કરવી પડશે” ખાન એ કહ્યું

“પણ એ માનશે????” અન્ના એ કહ્યું

“અત્યારે સિન્ડિકેટનું મળવું જરૂરી છે, હું કોન્ટેક્ટ કરું છું બધાને બને તેટલી જલ્દી મીટિંગ કરવી પડશે” ખાન એ કહ્યું

“ઠીક છે જે પણ કરે જલ્દી કરી, નવું કન્સાઈમેન્ટ આવી રહ્યું છે અને બીજું આપણે અહીં થી મોકલવાનું છે”અન્ના એ કહ્યું

“ઠીક છે ચિંતા ના કર કામ થઈ જશે” આટલું કહીને ખાન એ ફોન કટ કર્યો

“સિન્ડિકેટ...... ” અન્ના એ સિગાર નો કસ મારીને ધૂમાડો છોડતા કહ્યું

આ તરફ પોલીસ એ બધા લોકોને ગન પોઈન્ટ પર લાવી દિધા, બીજી તરફ અભિ કે જેની લાઈફમાં બધું બેલ્ક એન્ડ વ્હાઇટ છે અને ત્રીજી બાજુ અન્ના નો કોઈ પ્લાન ફેલ થઈ ગયો અને ખાન એ સિન્ડિકેટ ની મીટીંગ માટે કહ્યું. હવે બહુ સવાલ છે, આખરે પોલીસે બધાને ગન પોઈન્ટ પર કેમ લીધા, અભિ આખરે છે કોણ અને આ સ્ટોરીમાં એનો શું રોલ અને અન્ના કોણ છે એ તમને ખબર પડી પણ ખાન કોણ છે અને શું છે સિન્ડિકેટ નો મતલબ શું છે એની પાછળ નું રહસ્ય, સવાલ બહુ બધા છે પણ દરેક નો જવાબ મળશે અને જવાબ મેળવવાનો એક જ રસ્તો વાંચતા રહ્યો, “AK - MYSTERY OF MAFIA”