ગતાંકથી....
પૃથ્વી સર આકાશ ખુરાના નામ મકાનમાં ગયો એટલે ઇન્સ્પેક્ટર પોતાના મનમાં બબડ્યો : " કેવો ઉસ્તાદ છે ! ઓફિસે નહિ જતાં સર આકાશ ખુરાનાના મકાનમાં જવાની તેને શું જરૂર ? આ તો એમ લાગે છે કે જો તેના ઉપર બરાબર દેખરેખ રખાય નહિ તો તે મને અને મારા ખાતાને ચપટીમાં ઉડાવી દઈ મૂર્ખ બનાવી જાય. હું એના ઉપર અને તેના પેપર ઉપર બરાબર નજર રાખીશ ."ત્યાં બબડયા બાદ સર આકાશ ખુરાનાના મકાન નજીક બેઠો, અને પૃથ્વી ક્યારે પાછો ફરે તેની રાહ જોવા લાગ્યો. પૃથ્વીને તો બિલકુલ શક નહોતો કે ,ઇન્સ્પેક્ટરે તેની પાછળ આવ્યો છે. તે મિસ.શાલીનીને મળ્યો અને તેની સાથે વાતચીત કરવા લાગ્યો.
હવે આગળ....
ત્રીજો કોઈ માણસ અહીં નથી તેની ખાતરી કરી લઈને પૃથ્વી એ શાલીનીને કહ્યું : "હું આપને કોઈ વાંધારૂપ થઈ પડતો નથી ને?"
પૃથ્વીને એક ખુરશી ઉપર બેસવા ઈશારો કરી મિસ.શાલીની બોલી : " ના,ના, સર આકાશ ખુરાનાના ટ્રસ્ટીઓને તેમની મિલ્કતને લગતા કેટલાક કાગળિયાં આપવાના છે તે એકઠાં કરવામાં હું અત્યારે રોકાયેલી હતી. કહો ,તમારે શું કહેવાનું છે?"
પૃથ્વી એ જોયું કે પહેલાંના કરતા તેની રીત ભાતમાં વધારે મીઠાશ હતી.
"હું અહીં આવ્યો તેથી તમને અચરજ પામ્યા હશો?"
"બિલકુલ નહીં! પણ મને લાગે છે કે તમારે આ રીતે આવવાની જરૂર નહોતી."
અમે પેલું ભોંયરું અએટલે કે પહેલી ગટરનું મોઢું શોધી કાઢ્યું ન હોત તો સારું થઈ પડત એમ તમે ધારો છો, ખરું ને ? "
"હા"
પૃથ્વી તેના તરફ જોઈ રહ્યો હતો.બહારથી શાંત જણાતી હતી પણ અંદરખાનેથી કંઈક કંટાળેલી હોય એમ તેને લાગ્યું. શું એવી કોઈ છાની વાત શાલીનીના મનમાં હતી કે જે ખુલ્લી પડવાની તેને ડર હોય ? પોતે હવે અહીં આવ્યો છે તો બરાબર વાતચીત કર્યા વગર જવું નહિ ,એવો પૃથ્વીએ પોતાના મનમાં વિચાર કર્યો. પણ તે સાથે શાલીનીને ખુશ રાખીને જ વાતચીત કરવી એમ ધારીને તે બોલ્યો : " તમને આ વખતે કંટાળારૂપ થઈ પડવા માટે હું ઘણો જ દિલગીર છું. પરંતુ મિસ શાલીની ! હું કોઈ પણ જાતની જીદ્દ નહીં કરું."
શાલીની ની આંખ માં ચમક દેખાણી.
પૃથ્વીએ આગળ ચલાવ્યું : "એ ભોંયરા વિશે તમને કંઈક માહિતી છે એ હું ચોક્કસ માનું છું."
"હું તેની ના પાડું એ નકામું થઈ પડશે. પણ એ ઉપરથી તમે મારા પાસેથી કંઈક હકીકત જાણવા માંગો છો તે વાત હું સમજી શકતી નથી."
એ ભોંયરાને લગતી બધી જ વિગતો મારે જાણવી છે. સર આકાશ ખુરાના નામ મૃત્યુ માટે તમોને જે શક છે. તેમાં હું પણ ભાગીદાર છું .અને આ ભોંયરાને લગતું જે કંઈ પણ તમે કહેશો તેથી તેમના મૃત્યુનુ રહસ્ય ખુલ્લું કરવામાં મને મદદગાર થઈ પડશો, એવું મારું માનવું છે."
મિસ શાલીની થોડીવાર ચૂપ રહી. તે પછી બોલી : " એ વિશે હું તમને વધુ હકીકત કહી શકતી નથી તેનું કારણ એ કે, હું મારા બોસને હું વચન આપી ચુકી હતી કે કોઈપણ પ માણસને એ વાત નહીં કહું..."
"પણ આકાશ ખુરાનાના મૃત્યુથી તમે એ વચન માંથી છુટા થઈ ગયા છો. "પૃથ્વી અધ વચ્ચે બોલી ઉઠ્યો : " વળી આ નાના મુદ્દા ઉપર જો ચુપકીદી પકડશો તો ખરાબમાં ખરાબ ગુનેગાર લોકોની એ ટોળીને તમે ગુનો કરવામાં આડકતરી રીતે મદદરૂપ થઈ પડી ને તમારા બોસને ન્યાય થતો અટકાવશો .એ બદમાશો દરરોજ - અરે? છેલ્લા કલાક સુધી પણ - એ ભોંયરાનો ઉપયોગ કરતા રહ્યા છે."
"પણ પેલો ઇન્સ્પેક્ટર જાણતો નથી કે હું...."
"ના, તમે આજે જોયું હશે કે ,અમે આજે જ્યારે અચાનક બહાર આવ્યા ત્યારે તમે જે મારાથી અજાણ્યા હોવાનો દેખાવ કર્યો તેમ જ મેં કરેલું છે .હું તમને ઓળખું છું કે તમે મને ઓળખો છો, એનો બિલકુલ ઈશારો ઇન્સ્પેક્ટર આગળ કરવામાં આવેલો નથી તેમ જ તેને આપણે ઓળખાણ સંબંધી શક પણ ગયો નથી."
રાહત નો શ્વાસ લેતા તે બોલી : "હું તે માટે તમારો આભાર માનું છું, થેન્ક્યુ વેરી મચ."
મિસ શાલીની ની આ વાતથી પૃથ્વીને ઘણો જ આનંદ થયો. ઇન્સ્પેક્ટરને તેણે ખરેખર કોઈ માહિતી આપી નહોતી. એ બાબત અત્યારે તેને ઘણી ઉપયોગી થઈ પડી. મિસ શાલીની તરફથી તે ફક્ત ઉપકારની લાગણી જ નહીં પણ ભોંયરા વિશેની હકીકત સુધ્ધા મેળવી શક્યો.
શાલીનીએ કહ્યું : "એ ભોંયરાને લગતા બે બનાવો મને યાદ આવે છે. બદમાશોને સજા અપાવવામાં જો હું અડચણરૂપ થઈ પડતી હોત તો મારે તમને એ વાતો કહેવી જોઈએ ;હું તે કહું છું :પહેલો બનાવ ત્રણ મહિના પહેલા બન્યો હતો. એક રાતે હું મારા રૂમમાં સર આકાશ ખુરાના ના એક લખાણને 'ટાઈપ 'કરતી હતી ત્યારે એ બનાવ બન્યો હતો. સર આકાશ ખુરાના ના કાગળિયા ટાઈપ કરી રહીને હું તેમને બતાવવા માટે તેમના રૂમમાં જવા લાગી .તેમના બંધ બારણાં ને મેં ખખડાવ્યું .સર આકાશ ખુરાના હંમેશા મને તરત જ જવાબ દેતા પણ તે રાત્રે મને જવાબ મળ્યો નહિ. હું જવાબની રાહ જોયા વિના તેમના રૂમમાં દાખલ થઈ ;પણ તેઓ ત્યાં નહોતા. મારા મનમાં કે -તેઓ થોડાક વખત માટે બીજા રૂમમાં ગયા હશે હું તરત જ ત્યાંથી પાછી ફરી ,પણ જેવી હું આવતી હતી તેવી મારી નજર આ ગટરના બાકોરાં તરફ ગઈ અને હું જોઉં છું તો સર આકાશપુરા ના તેમાંથી બહાર નીકળતા હતા!!! મારા અચરજનો પાર રહ્યો નહિ હોય એ તમે કલ્પી જ શકશો .
મને અચરજ થયું તે જ રીતે તેઓને પણ અચરજ થયું. મને જોઈને પહેલા તો તેઓ ગુસ્સે થયા હોય એવો તેમના ચહેરામાં ફેરફાર થયો, પણ તરત જ તે ફેરફાર બદલાઈ ગયો અને તેમણે મને કહ્યું : " આ એક જૂની ગટર છે અને કેમિકલ ને લગતો એક ભયંકર અખતરો કરી જોવા માટે હમણાં તેમાં મારે જવું પડ્યું હતું." એ પછી તેમણે મારી પાસેથી વચન લીધું કે :" આ બનાવ અને ગટર વિશે મારે કોઈને કાંઈ કહેવું નહિ."
પૃથ્વી એ પૂછ્યું : "બીજો બનાવ."
બીજો બનાવ આશરે એક મહિના પહેલાં જ થયો બન્યો હતો .હંમેશની માફક હું મારા રૂમમાં 'ટાઈપ' કરતી હતી. ત્યારે બગીચામાં કોઈ ધમાલ કરતું હોય એવું મને લાગ્યું, તેથી હું તે જોવા બહાર નીકળી અને જેવી હું જરાક આગળ વધી કે સર આકાશ ખુરાનાએ પોતાના રૂમમાંથી મને બૂમ મારીને બોલાવી તેવો ઉશ્કેરાઈ ગયેલા હતા. તેમણે પૂછ્યું : ' તે કાંઈ અસાધારણ બનાવ બનતો જોયો કે?" મેં કહ્યું : મને બે માણસો મારામારી કરતા હોય એમ લાગ્યું .મને જોઈને પેલો તેવો પહેલાં ગટરવાળા બાંકોરમાં જતા રહ્યા."
"સર આકાશ ખુરાના એ કહ્યું : " કેટલીક બાબતો એવી છે કે તેની તને સમજણ પડશે નહિ ;તેઓ આપણા જ માણસો હતા .અને તેઓ શા માટે લડતા હતા તે હું તને કહી શકતો નથી, પણ તારે મને બીજીવાર વચન આપવું પડશે કે આ બનાવ વિશે કોઈને પણ કોઈને એક પણ શબ્દ કહેવો નહિ .મારે વચન આપવું પડ્યું હતું ."
પૃથ્વી એ પૂછ્યું : "બસ, આથી વધુ હકીકત તમે નથી જાણતા ?
શું શાલીની આ બાબતે વધુ જાણીતી હશે?, મૃત્યુ ની રહસ્ય ઉકેલાશે?
જાણવા માટે વાંચો આગળ નો ભાગ.....
ક્રમશઃ.....