આજ - કાલ ની પેઢી માં એક ખરાબ દુષણ જોવા મળે છે .
તે છે . સહન શક્તિ ની ખામી .
કઈ પણ નાની એવી વાત થઇ જાય .
સીધો સંબંધ જ પૂરો કરી નાખે છે .
એ વ્હાલા એમ કઈ ઢીંગલાં- ઢીંગલી નો ખેલ છે .
પત્ની થી ના જામ્યું છુટા - છેડા આપી દીધા .
કઈ પણ વિચાર્યા - વગર .
કે પાછળ શું પરિણામ આવશે .
મમ્મી - પપ્પા થી ના જામ્યું અલગ રહેવા ચાલ્યા ગયા .
એ પણ વિચાર્યા વગર કે જેને આખી જિંદગી મને આપી દીધી .
જેને મારા સુખ - સગવડ માટે પોતાની સુવિધા ઓનો પણ ત્યાગ કરી દીધો .
એ મા કે જે ધારત તો આખી જિંદગી આરામ થી વિતાવી શકત .
પણ એને બધી વસ્તુ નો ત્યાગ કર્યો માત્ર ને માત્ર એટલા માટે કે આપણે આ દુનિયા જોઈ શકીએ .
એ પપ્પા કે ધારત તો નવા કપડા ને નવા વાહન લઇ ને રખડી શકત પણ તેને પોતાની ,
બધી ઈચ્છાઓનો ત્યાગ કર્યો માત્ર એટલા જ માટે કે મારો પુત્ર કે પુત્રી ને દુનિયા ની બધી ખુશીઓ પામે .
પણ આપણે તેનો ત્યાગ કરીએ છીએ શાના માટે ,
એક આજ - કાલ ના આવી ગયેલ છોકરા કે છોકરી માટે .
શું આ સમાધાન છે ના આ હર હરતું પાપ છે .
દુનિયા નું સૌથી મોટું પાપ .
એ ભાઈ કે જેને હમેશા પોતાના પહેલા તમારું વિચાર્યું હોય તેને માટે ખરાબ વિચારવું .
અને એ પણ કેના માટે સંપત્તિ માટે .
શું આપણે સંપત્તિ પામવા ની લાલચ માં સાચું ધન નથી ખોઈ બેઠા તે છે .
આપણા સંબંધો .
હવે ઘણા જણા ને મનાવવા જઈએ તો શું કેહેશે ખબર છે .
આ તો એમનું દર વખત નું છે .
એ લોકો નહિ સુધરે .
ભાઈ તારી તો વાત કર કે તું કેટલી હદે ખોટો છે .
દર વખત નું એ લોકો નું છે .
તો તારું પણ એજ છે .
પાછું સમજાવવા ની કોશિશ કરીએ તો શું કહેશે ખબર છે .
સમાધાન ને બહુ મોટા શબ્દો માં વર્ણિત કરશે કેવા શબ્દો ખબર છે .
કહું તમને " SACRIFICE " અને ત્યાગ જેવા શબ્દો વાપરશે .
અરે ભાઈ તું શું આખી દુનિયા ત્યાગ કરે છે .
ઘણા તો એવી ડીબાંગ હાંકે કે એક વાર મેં નિર્ણય લઇ લીધો તો હું પાછો નહિ હટુ .
ભાઈ તું કોય સલમાન ખાન છો કે .
" अगर एक बार मैंने कमीटमेंट कर दिया तो फिर मै अपने आप की भी नहीं सुनता "
એક વાત તો સાચી છે કે જે વ્યક્તિ પોતાની છે .
તેમાં લાખ બુરાઈ કેમ ના હોય .
પણ સમય આવ્યે એનો જ સહારો રહે છે .
જ્યાં દુનિયા આખી હટી જાય છે .
એવા કપરા કાળ માં એક પરિવાર જ હોય છે .
જે આપણી ઢાલ બની ને ઉભો હોય છે .
તો સમાધાન એમાં છે કે .
થોડા સમય માટે તે વ્યક્તિ થી વાત કરવાનું બંધ કરી દ્યો .
ખરાબ બોલી ને કે ખરાબ કરીને કોઈ નું દિલ દુભાવવા કરતા .
તેને તેના હાલ પર મૂકી ધ્યો .
પણ સંબંધ તો કોઈ શરતે ના બગાડવો .
સમય ના એક ભાગ માં તમને ખબર પડી જશે કે .
ભૂલ કોની હતી . તમે સ્પષ્ટ થઇ જશો .
સમય ના બીજા ભાગ માં તમને ખબર પડી જશે કે .
એના જીવન માં તમારું અને તમારા જીવન માં એનું કેટલું મહત્વ છે .
સમય ના ત્રીજા ભાગ માં તમને ખબર પડી જશે કે .
એ વ્યક્તિ જોડે તમારે સંબંધ રાખવો કે તોડી નાખવો .
એ સંપૂર્ણ સમાધાન હશે .