Shabdo - 2 in Gujarati Short Stories by Mukesh Dhama Gadhavi books and stories PDF | શબ્દો - 2

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

શબ્દો - 2

વ્હાલા મિત્રો ખૂબ ખૂબ આભાર તમે ઘણો બધો સાથ સહકાર આપ્યો અને ઘણું બધું જાણવા પણ મળ્યું અને હજી શિખવા નો ઘણો બધો મોકો મળે છે તો આપ બધા ના સાથ સહકાર અને પ્રતિભાવ થી હું ખૂબ ખુશ છું અને આપનો દિલ થી આભારી છું... 😊♥️🙏

શબ્દો ની મજા જ કંઈ અલગ છે મિત્રો જો તમે ખરેખર સાચા દિલ થી લખવા બેસો તો આપડી આ પવિત્ર ભૂમિ અને સંસ્કૃતિ ને લીધે એક શબ્દો પરથી હજારો શબ્દો ની સરિતા મળી આવે છે... અને જો કેહવુ હોઈ કે શબ્દો શું છે...? તો સાંભળો....
"ધારો તો શબ્દો જીવ છે આપડો..."
"જો ધારો તો શબ્દો શ્વાસ છે આપડો..."
"જો એવું ધારો તો માનસરોવર ના મોતી છે શબ્દો..."
"જો સમજો તો વાક્ય ના પ્રાણ છે શબ્દો..."
" જો લાખો તો તલવાર ની ધાર છે શબ્દો..."
" જો ભણો તો વિદ્યા નું જ્ઞાન છે શબ્દો..."
" જો વિચારો તો વિશ્વ નું તેજ છે શબ્દો..."
" સંભાળો તો કોમલ ફૂલ પુષ્પ છે શબ્દો..."
" જો મારો તો ઘાતક હથિયાર છે શબ્દો..."
વ્હાલા મિત્રો શબ્દો ની બહુ મજા છે એક પંક્તિ મા આપડા પૂર્વજો વડવાઓ હજારો શબ્દો અને એના અર્થ સમજાવી જાય છે જે સમજે તેના માટે સ્વર્ગ છે બહુ મજા નું છે દાત.હું એક પંક્તિ થોડી મારી સમજ મુજબ જો સમજવું તો....
"સરિતા જીઓ સાગર ભણી પાગલ બનીને દોડતી....પાગલ બની ને દોડતી..."
"પછી નામ રૂપ મિટાવી ને...યાદી નથી કાઈ છોડતી...યાદી નથી કાઈ છોડતી..."
આ પંક્તિ મા નદી વિશે નું વર્ણન કર્યું છે સાહબે...પંક્તિ એક જ છે પણ કેટલા બલિદાન ની વાત છે નદી સરિતા અને સાગર એટલે સમુદ્ર ની વાત છે કે નદી સાગર ને જોઈ ને જેમ પાગલ બની ગઈ હોઈ એમ દોડે છે અને સમુદ્ર મા ભરી જાય છે...અને સમુદ્ર મા ભરી ગયા પછી પાછળ કોઈ એનું નામ કે રૂપ કાઈ છોડતી નથી બધું બલિદાન આપી એક સમુદ્ર મય બની જાય છે સાહેબ...એ પણ એક કુરબાની છે કે પોતા નું નામ રૂપ મિટાવી ને સમુદ્ર ને માન આપે છે તો એ શબ્દો ની મજા છે સાહેબ...😊
મિત્રો પંક્તિ એક નાનકડી છે પણ મજા છે એના શબ્દો ની કે આટલી પંક્તિ પણ આપણા જીવન મા ઘણું બધું સિખવી જાય છે જો આપડે સમજી શકીએ તો...
ઘણા મિત્રો શબ્દો ની વાત મા એવું પૂછતા કે તમે કવિરાજ વધારે ગમે તે રાજા હોઈ કે કોઈ દેવી દેવતા ને એની કવિતા મા તુકરો આપો છો એ તોછડી ભાષા છે કે તોતલી... તો બહુ સરસ મજા નું પ્રશ્ન સાંભળી હું બહુ રાજી થયો અને એને બહુ ભાવ થી પ્રેમ થી પ્રત્યુતર આપ્યો....
કે અમે ચારણો જે અમને અતિ પ્રિય અને અતિ વ્હાલું વ્યક્તિ હોઈ એને જ તુકરો દઈએ બાકી આપ અને તમે સિવાય વાતો જ ના કરીએ એટલે ઘણી કવિતાઓ ઘણી પંક્તિ ઓ મા અમારા વિદ્વાનો કવિઓ એ તુંકારો આપી ને જ રચના ઓ કરી છે જેમ કે....." તું તો અંતર ની વાત જાણે છે આઈ તને કાઈ કેહવુ પડે ના માં કાઈ તને કાઈ કેહવુ પડે ના કાઈ...
તારું નામ લઈ લઈ માં રંક ને ડરાવે ગમે નઈ તને તોય તુજ ને ભળાવે...
તો આ પંક્તિ માં માં ભગવતી ને તુંકારો આપ્યો છે પણ માં અને છોરું નો દિલ નો ભાવ વ્યક્ત કર્યો છે એમાં પ્રેમ છે અને માતાજી ના ખોળે અવતાર લીધો છે તો એ નિભાવે છે તો તોછડી ભાષા નહિ પણ અમારી કાલી ઘેલી તોતલી ભાષા છે...
વ્હાલા મિત્રો એક પંક્તિ મા તમે સાંભળ્યું જ હશે કે ચારણ હઠીલો તો હોઈ જ પણ એ હઠ એ જીદ એ પ્રેમ જ્યા ઉપજે ત્યાં જ કરે આમ જ્યાં ત્યાં વળગી ને હઠ કરવી એ અમારું ભાવ નથી અમારી સંસ્કૃતિ નથી અમારો ધર્મ નથી...એટલે "હું નથી બોલતો બધા મારા અણસાર બોલે છે... આતો તમારો પ્યાર બોલે છે બાકી મારી શું તાકાત કે હું સમજાવી સકુ તમારી સમજણ સક્તી ને ધન્યવાદ છે સાહેબ...આપલોકો વાંચો છો સમજો છો અને મારા અસ્તિત્વ ને માન આપો છો બાકી તો હું વગડાનો ચારણ વધુ તો શું કહી સકુ આભાર આપણો દિલ થી♥️🙏 જે આપ મને આટલો પ્રેમ અને આપણો કિંમતી સમય આપો છો...🙏
મિત્રો હજી આપડી શબ્દો ની સરવાણી તો ચાલુ જ રેહવાં ની છે આપ નો ભાવ અને પ્રેમ જ્યા સુધી મળે છે ત્યાં સુધી તો આપ સૌ ખૂબ વધાવજો અને તમારો પ્રત્યુતર જરૂર આપજો જેથી મને અવનવું લખવા મા મદદ મળે અને હું આ પટાંગણ મા મારા ભાવો તમારી સામે રજૂ કરી સકુ.... ખૂબ ખૂબ આભાર દિલ થી...♥️🙏😊