Dhup-Chhanv - 114 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 114

Featured Books
Categories
Share

ધૂપ-છાઁવ - 114

ધીમંત શેઠની ઈચ્છા પોતાની સુહાગરાત ફાઈવસ્ટાર હોટેલમાં મનાવવાની હતી પરંતુ અપેક્ષા પોતાના આ નવા આલિશાન સુંદર બંગલામાં જ પોતાની પહેલી રાતની શરૂઆત કરવા માંગતી હતી એટલે અપેક્ષાની ઈચ્છા પ્રમાણે ધીમંત શેઠના આલિશાન બેડરૂમને ગુલાબના ફૂલોથી મઘમઘતો કરવામાં આવ્યો હતો.
એકી બેકી રમવાની વિધિ પૂર્ણ થયા બાદ જે નજીકના સગા સંબંધી હતાં તેમણે પણ પોતાના ઘરે જવા માટે ધીમંત શેઠની રજા માંગી અને અપેક્ષાને આશિર્વાદ આપી તેમણે રજા લીધી.
ધીમંત શેઠની ઓફિસના સ્ટાફમાંથી પણ રિધ્ધિ તેમજ દેવેન્દ્રભાઈ અત્રે હાજર હતા તેમણે પણ પોતાના શેઠની રજા માંગી અને ઘરે જવા માટે નીકળી ગયા તેમજ સાથે સાથે એમ પણ કહેતા ગયા કે, ઓફિસનું બધું જ કામ અમે સંભાળી લઈશું માટે તમે કે અપેક્ષા મેડમ એ બાબતે જરાપણ ચિંતા કરશો નહીં.
બધા જ ચાલ્યા ગયા એટલે ઘર જાણે ખાલી ખાલી ભાસતું હતું અને નિરવ શાંતિ છવાઈ ગઈ હતી પરંતુ તેમાં નવી પરણીને આવેલી દુલ્હનના કંગનનો અવાજ અને તેનાં ઝાંઝરનો રુમઝુમ રુમઝુમ અવાજ આખાયે બંગલામાં ગુંજી રહ્યો હતો કેટલાય વર્ષોથી શાંત રહેલા ઘરમાં એકાએક રોનક છવાઇ ગઇ હતી ઘરની દિવાલો પણ જાણે ખુશીથી મહેંકી ઊઠી હતી અને બગીચામાં આવન જાવન કરતાં પક્ષીઓએ પણ ઘરમાં છવાયેલી રોનકથી ખુશ થઈને કલબલાટ મચાવી મૂક્યો હતો અને ઘરમાં ડોકિયું કરી નવા આગંતુકને નીરખી રહ્યા હતા ફૂલો પણ નમી નમીને આ નવદંપતીને નવાજી રહ્યા હતા આખાયે ઘરનું તેમજ ઘરની આસપાસનું વાતાવરણ સુગંધિત બની ગયું હતું અને ગુંજી રહ્યું હતું.
અપેક્ષાના ઝાંઝરનો ઝણકાર અને ચુડિયોનો રણકાર જાણે ધીમંત શેઠના દિલમાં થનગનાટ મચાવી રહ્યો હતો અને તેમને એક અનેરા રોમાંચનો અનુભવ કરાવી રહ્યો હતો અને તે હવે અપેક્ષાને પોતાની બાથમાં ભીડી લેવા માટે તલપાપડ થઇ રહ્યા હતા.
અપેક્ષા સાવરબાથ લઈને ફૂલોથી મઘમઘતો સુશોભિત પોતાના બેડરૂમમાં પ્રવેશી ધીમંત શેઠ પણ નાહી ધોઈને નાઈટડ્રેસમાં સુસજ્જ થઈને અપેક્ષાની વાટ જોતાં તેના માટે લાવીને તૈયાર કરેલી ભેટને ઓશીકા નીચે છુપાવી રહ્યા હતા.
અપેક્ષા સાટીન સિલ્કના પર્પલ કલરના નાઈટ ગાઉનમાં અતિ આકર્ષક અને મનમોહક લાગી રહી હતી અને ડ્રેસિંગ ટેબલ પાસે ઉભી રહી પોતાના વાળમાંથી પાણી ખંચેરીને તેને કોરા કરવાની કોશિશ કરી રહી હતી પરંતુ વાળ કોરા થાય એટલી વાર સુધી રાહ જોવાની ધીરજ ધીમંત શેઠમાં નહોતી તે અપેક્ષાની નજીક ગયા અને પાછળથી તેને પોતાની બાથમાં ભીડી લીધી અને તેનાં ગુલાબી ગાલ ઉપર એક જોરદાર બચકું ભરી લીધું પછી તેને ઉંચકી લીધી અને ફુલોની શૈયા બીછાવીને તૈયાર કરેલી હતી તેની ઉપર સુવડાવી દીધી અને તેની ઉપર ચુંબનનો વરસાદ વરસાવવા લાગ્યા અપેક્ષા બોલતી રહી, "એક મિનિટ તો ઉભા રહો મને શ્વાસ તો લેવા દો.." પણ તેનું સાંભળે કોણ..?
અચાનક ઓશીકું ખસી જતાં ધીમંત શેઠની નજરમાં પેલી ગીફ્ટ આવી તે જરાક વાર માટે થંભી ગયા અને પોતાના હાથમાં પેલી ગીફ્ટ લઈને બેડ ઉપર સરખા બેસી ગયા અને અપેક્ષાને પોતાની સરખા બેસવા અને પોતાની આંખો બીડી દેવા કહ્યું.
અપેક્ષાએ પોતાની આંખો બીડી દીધી એટલે તેમણે પેલા બોક્સમાંથી આછેરા પ્રકાશમાં પણ પોતાની ચમક ન છોડતો સાડા પાંચ લાખનો હિરાનો હાર અપેક્ષાના સુંવાળા ગળામાં પહેરાવ્યો અને તેને મીરર પાસે લઈ ગયા અને આંખો ખોલીને જોવા માટે કહ્યું.
અપેક્ષાના ચહેરાની ચમક ઓર વધી ગઈ હતી તે અતિ આકર્ષક અને સુંદર લાગી રહી હતી.
પોતાની સુડોળ ડોકમાં શોભી રહેલા આ કિંમતી હિરાના હાર ઉપર અપેક્ષા પોતાનો નાજુક નમણો હાથ તે ફેરવી રહી હતી અને મનભરીને પોતાને અને પોતાના મૂલ્યવાન પતિદેવના અમૂલ્ય પ્રેમને મિરરમાં નીરખી રહી હતી અને તેનાથી બોલાઈ ગયું કે, "આટલી કિંમતી ગીફ્ટ લાવવાની શું જરૂર હતી?"
"અરે ગાંડી, આને તું કિંમતી કહે છે? તેનાં કરતાં પણ મારા માટે તો તું વધારે કિંમતી છે અને સાંભળ પાછી અહીં બેડમાં આવી જા હજુ તો બીજી એક ગીફ્ટ બાકી છે."
"એટલે પાછી મારે મારી આંખો બીડી દેવાની છે?"
અપેક્ષા હસતાં હસતાં બોલતી હતી.
ધીમંત શેઠ પણ હસી પડ્યા, "ના ના આ વખતે તું આંખો બીડી દઈશ તો નહીં ચાલે માટે ખુલ્લી જ રાખ.."
અને ધીમંત શેઠે અપેક્ષાના હાથમાં એક સુંદર કવર મૂક્યું.
"શું છે આમાં?"
ધીમંત શેઠ અપેક્ષાની નજીક ગયા અને તેનાં લાલ ગુલાબી હોઠને ચૂમી લીધાં અને બોલ્યા, "એ તું ખોલે તો તને ખબર પડે ને?"
અપેક્ષાએ કવર ખોલ્યું.
અંદરથી બે ટિકિટ નીકળી.
અને તે પણ યુ એસ એ ની...
અપેક્ષા તો જાણે ઉછળી પડી.
તેની નજર સમક્ષ પોતાનો ભાઈ, ભાભી અને નાનો ટેણિયો ત્રણેય તરવરી રહ્યા.
"શું આપણે?"
"હા આપણે હનીમૂન માટે યુ એસ એ જઈએ છીએ અને પછી તારા ભાઈના ઘરે ચાર દિવસ રોકાઇને પરત આવીશું."
"પંદર દિવસનો આપણો આ પ્રોગ્રામ રહેશે."
"પણ આપણી ઓફિસ?"
"એ બધું જ કામ મેં ગોઠવી દીધું છે અને ઓફિસમાં સી સી ટીવી કેમેરા પણ લગાવી દેવામાં આવ્યા છે એટલે આપણે જ્યાં પણ હોઈશું આપણી ઓફિસમાં થતી તમામ હિલચાલ ઉપર આપણું ધ્યાન રહેશે."
અપેક્ષાએ પોતાના પતિના ગાલ ઉપર એક મીઠું ચુંબન કરી લીધું.
આ સાથે જ ધીમંત શેઠના શરીરમાં જાણે વીજળી વ્યાપી ગઈ હતી અને તેમણે અપેક્ષાના ગળામાં પહેરાવેલો કિંમતી હિરાનો હાર સાચવીને કાઢી લીધો અને તેને બોક્સમાં પાછો ગોઠવી દીધો અને અપેક્ષાના સુડોળ ગળાની નીચેના ભાગમાં પોતાના હોઠ વડે ચુંબનોનો વરસાદ કરવા લાગ્યા અને પોતાના હાથ વડે અપેક્ષાના વાંહાને પ્રેમથી પંપાળવા લાગ્યા અપેક્ષાના હાથ તેમના વાળમાં ફરી રહ્યા હતા અને બંનેનું મન તેમજ શરીર કાબૂ બહાર જઈ રહ્યું હતું.
ધીમંત શેઠના હોઠ અપેક્ષાના નાજુક નમણાં હોઠ ઉપર ચુસ્તરીતે ગોઠવાઈ ગયા અને બંને એકબીજાનામાં ખોવાઈ ગયા.
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
4/10/23