Love you yaar - 26 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 26

Featured Books
Categories
Share

લવ યુ યાર - ભાગ 26

મિતાંશના પપ્પાની ઈચ્છા મિતાંશના લગ્ન સાદાઈથી કરવાની બિલકુલ ન હતી તેથી મિતાંશના આ નિર્ણય ઉપર તે થોડા નિરાશ થઈ ગયા અને તેમણે આમ કરવાની બિલકુલ ના પાડી દીધી કારણ કે, તેમની વાત પણ સાચી હતી કે મિતાંશ તેમનો એકનો એક દીકરો માત્ર હતો અને તેને પણ જો બિલકુલ સાદાઈથી પરણાવી દેવામાં આવે તો પોતે બીજાનાં ત્યાં જઈ આવ્યા હોય અને પોતાને ત્યાં કોઈને ન બોલાવે તેવું થાય. પરંતુ મિતાંશ પોતાની વાત ઉપર અડગ જ હતો અને સાંવરીએ પણ મિતાંશની વાતમાં પોતાની પૂરેપૂરી સંમતિ આપી હતી. મિતાંશના મમ્મી અલ્પાબેન શું કરવું તે વિચારમાં પડી ગયા હતા અને મિતાંશને સમજાવી રહ્યા હતા કે, " બેટા, તારા પપ્પાની વાત સાચી છે. પપ્પાની વાત માની જાને બેટા. "
મિતાંશ: મમ્મી તારી વાત સાચી છે. હું પપ્પાની વાતને સમજુ છું પણ તું અને પપ્પા હું જે કહું તે સાંભળો... હું અને સાંવરી મને જે વર્લ્ડબેસ્ટ બિઝનેસ મેનનો એવોર્ડ મળ્યો હતો તે લેવા માટે લંડન પહોંચ્યા બરાબર જે દિવસે પહોંચ્યા તેનાં બીજે દિવસે તો સેમિનાર હતો અને તેનાં પછીના દિવસે મારી તબિયત થોડી બગડી પહેલા તો થયું કે, ઈન્ડિયાનું અને લંડનનું વેધર ચેઈન્જ થયું છે અને ટ્રવેલીંગ કર્યું છે કદાચ એટલે જ મારી તબિયત બગડી હશે પરંતુ દવા લેવા છતાં તે પછી બીજે દિવસે ત્રીજે દિવસે મારી તબિયત તો વધારે ને વધારે બગડતી જ ગઈ અને અમે આપણાં પરિચિત ડૉક્ટર ચોપરાને બતાવવા માટે ગયા તેમણે પણ બેત્રણ દિવસ તો દવા જ આપી પરંતુ તે દવાથી મને કોઈ ફરક પડ્યો નહિ અને ત્યારે જ ડૉક્ટર ચોપરાને મને થતી તકલીફોને લીધે સામાન્ય ખ્યાલ આવી ગયો હતો કે, મને કેન્સર હોઈ શકે છે અને ત્યારે તેમણે મને બધાજ રિપોર્ટ કરાવવા કહ્યું અને બીજે દિવસે તે રિપોર્ટ આવી ગયા પછી અમે તે રિપોર્ટ લઈને ડૉક્ટર ચોપરા પાસે પહોંચી ગયા. ડૉક્ટર ચોપરાને રિપોર્ટ જોઈને સમજાઈ ગયું કે, તેમને જે ડાઉટ હતો તે સાચો છે મને કેન્સર જ હતું પછી તેમણે મને થોડીવાર માટે તેમની કેબિનની બહાર બેસવા કહ્યું અને સાંવરીને મારી દવા વિશે તેમજ મારે ખાવા પીવામાં શું ચળી પાડવાની તે બધુંજ સમજાવી દીધું.

આટલું બોલીને મિતાંશ નીચે પોતાની મમ્મી પાસે બેસી ગયો અને પોતાની મમ્મીના હાથ તેણે પોતાના હાથમાં લઈ લીધા અને આગળ બોલવા લાગ્યો કે, મોમ હું તને કેટલો વ્હાલો છું ?

અલ્પાબેને જવાબ આપ્યો કે, "મારા જીવથી પણ વધારે વ્હાલો બેટા..."

મિતાંશ: મોમ હું તારો એકનો એક દીકરો છું ને ?
અલ્પાબેન: હા બેટા.
મિતાંશ: મને જો કંઈપણ થાય તો તારી શું દશા થાય ?
અલ્પાબેન: હું સહન જ ન કરી શકું બેટા.
મિતાંશ: બસ, હું તને અને પપ્પાને એ જ સમજાવવા માંગુ છું મોમ. મને કેન્સર ડીટેક્ટ થયું ત્યારબાદ સાંવરીએ ખૂબજ હિંમત રાખીને કાળજીપૂર્વક મારી ટ્રીટમેન્ટ કરી છે અને મને જણાવ્યું પણ નહોતું કે મને કેન્સર છે અને તેણે અહીંની ઓફિસ અને લંડનની ઓફિસ બંને એકલે હાથે સંભાળીને મારી ચાકરી કરી છે અને મને જીવંત રાખ્યો છે.
મને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે હું ખૂબજ હિંમત હારી ગયો હતો અને સાંવરીને મને છોડી દેવા માટે પણ મેં ખૂબ સમજાવી હતી પરંતુ સાંવરીના પ્રેમે અને તારી ભક્તિને કારણે જ હું આ કેન્સર જેવા ભયાનક રોગમાંથી મુક્તિ પામી શક્યો છું અને જીવતો જાગતો હેમખેમ તારી સામે તારો દિકરો ઉભો છે.

મને કેન્સર છે તેવી ખબર પડ્યા પછી મેં જે ખરાબ દિવસો કાઢ્યા છે પ્રભુ તેવા દિવસો કોઈને પણ ન બતાવે અને માટે જ મોમ હું સાદાઈથી લગ્ન કરવા માંગુ છું અને એ જે તમામ પૈસા મારા લગ્નમાં આપણે ખર્ચ કરવાના હતા તે હું કેન્સર હોસ્પિટલમાં દાન કરવા માંગુ છું હવે હું ખોટો હોઉં તો તું અને પપ્પા બંને મને આમ કરતાં રોકી શકો છો.. ઓકે ?
અલ્પાબેન અને કમલેશભાઈની આંખમાં પાણી આવી ગયા પોતાના દીકરા ઉપર અને સાંવરી ઉપર જે વીતી ચૂક્યું છે તે જાણે તેમને તાદ્રશ્ય થઈ ગયું અને મિતાંશની જીદને તેઓ અવગણી ન શક્યા અને મિતાંશ અને સાંવરીના સાદાઈથી લગ્ન કરવાનું નક્કી કરી દેવામાં આવ્યું.
વધુ આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
4/10/23