આજે તો મેં આશા ને કહી જ દીધું કે સારી રીતે થઈને રે જે સાંજે છોકરો અને એના મા બાપ જોવા આવવાના છે .છોકરો નોકરિયાત છે, પત્નીનું અનાયાસે મોત થયું છે એને એક દીકરી પણ છે. હું આટલું બોલી તોય આશાએ હુકારોએ ન ધર્યો.એ બસ એમની એમ જ બેસી રહી ચુપચાપ ખબર નહિ આખો દિવસ શુ વિચાર્યા કરતી હશે.વાત જાણે એમ છે કે આશાના પતિ અને મારા દીકરા અમોલ નું હમણાં જ અવસાન થયું ,અમોલ ઑફિસથી ઘરે આવતો હતો એવામાં કારની બ્રેક બગડી ને અમોલનો ઍક્સિડન્ટ થતા મૃત્યુ થયું એમ તો હવે બે ત્રણ વર્ષ થવા આવ્યા પણ આશા હજુ સુધી આઘાતમાંથી બહાર નથી આવી , ને આવે પણ કેવી રીતે અમોલ અને આશા એ બધા ની વિરુદ્ધ જઈ લવ મેરેજ કર્યા હતા એ વાત જુદી કે થોડા સમય પછી અમે આશા ને વહુ તરીકે સ્વીકારી લીધી હતી પણ આશા નો પરિવાર આ સબંધ સ્વીકારવા તૈયાર ન થયા તે ન જ થયા એટલે જ તો આશા ને સાસરે થી પિયર જવાનો મોકો ક્યારે મળ્યો જ નહીં.
અરે અમોલનું અવસાન થયું ત્યારે પણ આશા ના પિયર થી કોઈ નહિ આવેલું આ વાતનું આશાને તો ધ્યાન પણ ન હતું એણે તો જ્યારથી અમોલ સાથે લગ્ન કર્યા ત્યારથી જ પિયર તરફની બધી આશા છોડી દીધી હતી .ન કોઈ તહેવારે મળવું કે ન ક્યારેય ફોન કરવો કઈ નહિ એના માટે તો બસ અમારો પરિવાર એજ એનું પિયર ને એજ એનું સાસરું. રક્ષાબંધન પર પોતાના દિયર અખિલને જ રાખડી બાંધવા ની, ને ભાઈબીજ પર દિયર ને ભાવતી રસોઈ જ બનાવવાની.વહુ ની જેમ ઘરનું કામ સંભાળવાનું , વહેવાર સમભાળવાના ને દીકરીની જેમ મા બાપ અને ભાઈ ની સંભાળ લેવાની .આવી હતી અમારી આશા.
પણ સમય એ આશા ને કેટલી બદલી નાખી આજે એજ આશા નું ધ્યાન અમારે રાખવુ પડતું હતું.એણે જમ્યુ કે નહીં બધું અમારે જ જોવા જવું પડતું . આશાની આવી હાલત જોઈને અમે બધાએ નક્કી કર્યું કે જો એના પરિવાર ને વાંધો ન હોય તો એના બીજા લગ્ન કરવી લઈએ, અખિલે તો ના જ કહેલી કે શું જરૂર છે ભાભીના મમ્મી પપ્પા ને પૂછવાની એ લોકો ક્યાં ભાભીની ચિંતા કરે છે ? અરે બેટા પણ અમારી તો ફરજ બને ને એમ ને પૂછવા ની આખરે આશા દીકરી તો એમની જ ને ?આવી તો કઈ કેટલીયે ચર્ચા થઈ મારા, અખિલ ને એના પપ્પા વચ્ચે છેલ્લે અખિલે કહ્યું એ લોકોને કઈ ફર્ક નથી પડતો કે આપણે આશા ભાભી સાથે શુ કરીયે ને શુ નહી છતાં તમને બહુ શોખ હોય ને અપમાન કરાવવાનો તો પૂછી લેજો . હું ને અખિલને પપ્પા નક્કી કરેલ દિવસે આશાના મમ્મી પપ્પા ને મળવા ગયા .ત્યાં ન તો એની મમ્મી એ કે ન પપ્પા એ અમને આવકાર આપ્યો ,પાણી પણ અમારે માંગીને જ પીવું પડ્યું હતું. અમને એમ તો થઈ જ આવ્યું કે પુછવાથી ફરક નહિ પડે તોય અમે વાત તો કરી જ. મેં આશા ની મમ્મી ને કહ્યું જોવો જાગૃતિ બેન બન્ને છોકરાઓ ને જે કરવું હતું એતો કરી દીધું, ને હવે તો અમોલ પણ નથી રહ્યો .તમને તો અમોલ થી જ વાંધો હતો ને તો હવે આશા ને શુ કામ દુઃખી કરવી ,આશા તો તમારી દીકરી ને એ પણ સગી તો એના ભવિષ્ય નું તો વિચારો.અત્યારે આશાની હાલત જોઈને અમે એના બીજા લગ્ન કરવાનું વિચારી રહ્યા છીએ , આશા તમારી દીકરી છે એટલે તમને પૂછવા આવ્યા કે જો એના માટે તમે છોકરો શોધવા માંગતા હોવ તો શોધી શકો છો નહિ તો અમે જ એના માટે છોકરો શોધી લઈએ.આટલું બોલી અમે એ બન્ને ના જવાબ ની રાહ જોઈ રહ્યા હતા.અને જેમ અખિલે કહ્યું હતું તેમ જ એ લોકોએ જવાબ આપ્યો. આશા સાથે અમારે કોઈ લેવા દેવા નથી અમારી દીકરી એ અમારા કરતા તમારા દીકરાને વધુ મહત્વ આપ્યું હતું ,હવે તમારે જે કરવું હોય તે કરી શકો ,એની સાથે અમારે કોઈ સબંધ નથી.તમે ઇચ્છો તો એને રાખો, ઈચ્છો તો કાઢી મુકો કે એના લગ્ન કરવો તમારે જેમ કરવું હોય એ કરો પણ ફરી ક્યારે અહીં ન આવતા.
અમે ઘરે આવી ગયા. હવે તો અમારે જ એના માટે કોઈ શોધવાનું હતું એટલે અમે અમારી રીતે જોતા ગયા .એમ તો કેટલાય છોકરા બતાવ્યા પણ આશા કોઈની સામે કઇ બોલે તો ને એ તો બસ એને સામે બેસાડીએ એમની એમ બેસી રહે.એટલે છોકરવાળા એને આમ જોઈને ના જ કહી દે. આજે તો સવારથી જ મેં એણે સમજાવવા પ્રયત્નો શરૂ કરી દીધા હતા.ને ભગવાને પ્રાથના પણ કરી કે આજે આશા સારી રીતે છોકરા સામે આવે ને સારી રીતે વર્તે . ભગવાને મારી પ્રાથના સાંભળી લીધી હોય એમ જ માનો ,સાંજ પડી ને છોકરો મમ્મી પપ્પા સાથે ઘરે આવ્યો .આશા પણ એ લોકો સામે આવી હા બહુ તૈયાર થઇને નહિ પણ પહેલાની જેમ સાવ કઢંગી તો નહીં જ, ને આ વખતે તો એણે એ લોકોએ પૂછેલા સવાલના જવાબ પણ આપ્યા.બન્ને જણા ની મરજી થી ને બન્ને પરિવારની ખુશીથી બન્ને ના લગ્ન કરવા માં આવ્યા .મા બાપે દીકરી સમાન વહુ ની વિદાય કરી .
લગ્ન બાદ આશા થોડા સમયમાં પહેલા જેવી થઈ ગઈ. હવે તો આશા દીવાળી હોય કે કોઈપણ તહેવાર પોતાના પિયર પહોંચી જતી. એ જ પિયર જ્યાંથી એની વિદાય થઈ હતી. જ્યાં દરેક તહેવાર પર એની મમ્મી એનો ભાઈ એની રાહ જોતા હોય છે
આ રક્ષાબંધન પર જ્યારે એ એના પિયર ગઈ તો ખબર નહિ કેમ અખિલે એને પૂછ્યું કે તેને એ દિવસે શુ થયું હતું કેટલા છોકરા બતાવ્યા પણ તું કઈ બોલતી ન હતી ને તે દિવસે તું લગ્ન માટે માની ગઈ. આશા એ જરાક પણ વાર કર્યા વગર જવાબ આપ્યો કારણ કે તે ઘરમાં મારે માત્ર કોઈની પત્ની જ નહીં કોઈની મા બનીને પણ જવાનું હતું.
દીકરી ને જન્મ આપી મા કેહવડાવા કરતા કોઈને દીકરી ની જેમ રાખવી એ જ સાચું માતૃત્વ છે એ વાત મને મારી આ જ મા એ તો શીખવી છે