Project Pralay - 18 - Last Part in Gujarati Fiction Stories by Roma Rawat books and stories PDF | પ્રોજેક્ટ પ્રલય - 18 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

પ્રોજેક્ટ પ્રલય - 18 - છેલ્લો ભાગ

પ્રકરણ ૧૮

અલ-વાસીએ સફેદ ઝભ્ભાધારી આકૃતિને હોલમાં આવતી જોઈ. તે એની પાછળ ફુડ-ટ્રોલી ખસેડતો આવી રહયો હતો.

તલ ધીમેથી ટ્રોલી ખેંચતો આવી રહયો હતા. સફેદ કપડા નીચે તેના હાથ યુઝીની સબમશીનગનો પર હતા.

તેણે માથુ નીચે નમેલું રાખ્યું હતું.

પાછલા ભાગમાં તે સેન્ટર-એઇલમાં પહોંચ્યો અને ધીમેથી બોલ્યો. ‘૫-૩૫’

બે વાગ્યા.

હોલના પાછલા બારણાની બહાર ઈઝરાયલી કમાંડોના જીવ તાળવે ચોંટી ગયા હતા. તેમના કાન રીસીવર સાથે દુઃખાયેલા હતા.

મરડેકાઈ ઓફીરે રીસીવર પકડીને માથું હલાવી ઈશારો કયો. તલ પ્રવેશેલો તે બારણા પાસે દબાતે પગલે ચાલીને ગયા પછી તેણે વોકી-ટોકી ફલોર પર મૂકયું.

તેણે બારણા પર હાથ મૂક્યો. જમણેા હાથ ગન પર હતેા. તેની પાછળ ૨૮ જણ ઉભા હતા.

અલ-વાસી મંચ પરથી ટીવીના પડાદાને તાકી રહ્યો હતો. પ્રેસીડેન્ટનું પ્રવચન ચાલુ હતું.

તલ ડેલીગેટો બેઠા હતા ત્યાં ગયો.

તે ‘દસ વાગ્યા’ બોલ્યેા. તે મંચ તરફ જતો હતો. હોલની બહાર કમાંડોએ યુઝી સબમશીનગનોના ધોડા પર આંગળી ભરાવી.

ટ્રોલી મંચથી ૨૦ ફુટ દુર હતી. અચાનક અલ-વાસીએ તેની સામે જોયું અને બરાડયો, ' કયાં જાશ છે, મુખૅ ? '

તલે મશીનગનના ઘેાડા પર આંગળી ટાઈટ કરી. તેણે મંચ તરફ ચાલવાનું ચાલુ રાખ્યું.

'પાગલ થયો છે?' અલ- વાસી બરાડ્યો.' ટ્રોલી ત્યાં જ રહેવા દે. આ શું કરી રહ્યો છે? ' તલ ઝડપથી ચાલ્યો.

અલ–વાસીએ સબમશીનગન લેવા હાથ લંબાવ્યેા અને બોલ્યો, ' કંઈ બગડયું લાગે-- '

તલે ટ્રીગર દબાવ્યા. યુઝી સબમશીનગન એક સેંકડમાં દસ રાઉન્ડ છોડે છે. પહેલી સેકંડના અંતે અલ-વાસી અને બેકરની અમળાયેલી લાશો મંચ ઉપર પાછળ ફેંકાઈ ગઈ. ગોળીઓના લીધે ઠેકઠેકાણે બાકોરાં પડી ગયા હતા. તેમનાં શરીર ચાડીયાની જેમ ઉછળીને પડયા હતા.

ગોળીબારનો અવાજ સાંભળતાંની સાથે જ મરડેકાઈ ઓફીર પાછલા બારણેથી હોલમાં દોડી આવ્યો અને ૫:૩૫ ની પેાઝીશનમાં ગોળીઓ છોડવા માંડી.તેની બે ગોળીઓ આરબના શરીરમાં ખૂંપી ગઈ ત્યાં સુધી તો તેણે આરબને જોયો પણ નહોતો.

‘દસ વાગ્યા' ની પોઝીશનવાળો આરબ મુંઝાયો.

ઝઈદ ઈબી હરીયા શા માટે અલ–વાસી અને અને બેકરને મારે ?

તેણે ટ્રોલીવાળા શખ્સ ઉપર મશીનગન ફેરવી અને એ જ ટાણે તેણે પાછલા ભાગમાં ગોળીબાર સાંભળ્યેા.

ધડ... ધડ... ધડ.

ધડ... ધડ... ધડ.

ધડ... ધડ... ધડ.

તે ફર્યો.

આ વેળા તેણે અસલ દુશ્મનો જોયા–

બાર ઈઝરાયલી કમાંડો.

તે ફરશ ઉપર આડો સૂઈ ગયો.

તેને વિચાર આવ્યો.

અલ-વાસી મરી ગયો હતો ?

જો એમ હોય તો તે એટલો આખી પલટણ સામે શી રીતે ટકશે ?

ઝઈદ ગદ્દાર નીકળ્યો હતો.

તેણે એના સાથીને હોલના પાછલા ભાગમાં ખત્મ થતો જોયો.

હવે એક જ બીજો બચ્યો હતો.

તેણે હવે બટન દબાવવું જ રહ્યું. અલ-વાસીની સૂચના હતી.

જો હુમલો થાય તો હોલ ઉઠાવી મારો.

જે બચે તે હોલ ઉડાવે.

પછી કોઈ નહિ બચે.

બટન સ્વીચ બંધ કરતું હતું જે સુરંગોને ફોડતું હતું. પછી તો આખો હોલ ભસ્મીભૂત અને જમીનદોસ્ત થઇ જશે.

તે અરબીમાં મોટેથી બોલ્યો. ‘ મુસાબ, બટન ! હું તે દબાવું છું. મને જરા છાવરજે. ’

એક હાથે ગન પકડી, કમરેથી વળી તે સ્ટેજ તરફ દોડયો.

તલે ઝભ્ભો ફાડી ડાબા પગે બાંધેલ હોલ્સ્ટરમાંથી પીસ્તોલ કાઢી. તેણે ઘેાડો દાબ્યો.

આરબે ચીસ પાડી છતાં ખસ્યો.

તલે ફરી ગોળી છોડી.

ગોળી આરબના ભેજાને ફાડી રહી.

મુસાબ ઉમરે ટ્રોલી ઉપર ગોળીઓ વરસાવવાનું શરૂ કર્યું.

તલ ફરશ પર સૂઈ ગયો. શુટીંગ બંધ થયું.

એક સેકંડ.

બે.

તલે ઉંચે જોયું.

ઉમરે હાથ બોંબ કાઢ્યો હતો.

તલ કૂદયો.

તેણે ગોળી છોડી જે ઉમરને પેટમાં વાગી. ઉમર કણસ્યો. તેના હાથમાંથી ગ્રીનેડ છટકીને પગ આગળ પડયેા. પીડાથી તે બેવડ વળી ગયો.

પછી તે ગ્રીનેડ ઉપર પડ્યો.

બે સેકંડ પછી તે ફુટયેા.

ઉમરના શરીરના ફુરદે ફુરદો ઉડી ગયા. પશ્ચિમ તરફની દિવાલમાં પણ એક બાકોરૂ પડ્યું.

ભંગાર અને રોડાં ફેંકાયા.

ટ્રોલી ફેંકાઈ.

તલ ખુરશી પાછળ ઘસડાયો. તેણે પગમાં તીવ્ર પીડા અનુભવી તેણે શ્વાસ રોકયો અને રાહ જોઈ.

ગોળીબાર બંધ થયો.

હુમલો શરૂ થવાની ૩૦ સેકંડ બાદ રૂમ શાંત થઈ ગયો.

ખતરનાક ચૂપકીદી છવાઈ.

ભયંકર સાન્નાટો.

વાતાવરણ થીજી ગયું.

ડેલીગેટો ફરશ ઉપર એકબીજા સાથે લપાયા. તેમણે માથા ઉપર હાથ ઢાંકયા હતા. તેઓ હાલ્યાચાલ્યા વગર પડયા રહયા.

આઠ લાશો!

અલ-વાસી સ્ટેજ પર.

૫:૩૫ ની પેાઝીશનવાળો આરબ પાછલા ભાગમાં.

 

મુસબ ઉમરની છિન્નભિન્ન લાશ.

દસ વાગ્યાની પોઝીશનવાળા આરબના માથામાં ગોળી વાગી હતી અને તે બટનથી માત્ર ત્રણ ફુટ દૂર પડ્યો. હતો.

ગ્રીનેડના લીધે ત્રણ ડેલીગેટો મૃત્યુ પામ્યા હતા. તલે ઉંચે જોયું.

કંઈ હલ્યું નહિ.

શાંત.

તે બેઠો થયો.

તેના પગ લબકારા મારતા હતા. તેણે વોકી-ટોકી હાથમાં લીધો અને ટ્રાન્સમીટર બટન દાબ્યું.

'ક્લિયર?'

'થેંક ગોડ, અવરામ.’

તલ ઉભો થયો.

પીડાથી તેણે દાંત ભીસ્યા તેણે એના સાથીને ઈશારો કરી ડેલીગેટોને સંબોધવા ભૂંગળુ આપવા કહ્યું.

ઈટ હાઉસના પ્રેસ બ્રીફીંગ રૂમમાં ફોન રણક્યો. વીલીસ્ટને તે ઉપાડ્યો.

એક અવાજે કહ્યું, ' ગઢ જીતી લેવાયો છે.'

ફોન બંધ થઈ ગયો,

વીલીસ્ટને કાગળ પર નોંધ લખી અને કારકુનને બોલાવી પ્રેસીડેન્ટને મોકલાવી.

ન્યુયોકૅમાં ટોળાએ પ્રેસીડેન્ટને બોલતા સાંભળયા: 'નાગરિકો કોયડો પુરો થયો છે. ઘેરાનો અંત આવ્યો છે.'

*

૨૧મી ઓકટોબર

એક દિવસ પછી કેરીબ હીલ્ટન હોટલ

સાન જોન

પ્યુએર્ટો રીકો

ખાલીદ અવામને હવે સમજ પડી. તે પીના કોલાડા પી રહયો હતો પ્યુએર્ટો રીકોના સાન જુઆનમાં આવેલી કાબૉઈન હીલ્ટનમાં બાર ઉપર તેણે ગ્લાસ મૂક્યો. તેણે ડેઈલી ન્યુઝમાં છપાયેલા સમાચાર પાંચમી વાર વાંચ્યાં.

તેણે સ્વીમીંગ પુલ તરફ જોયું. તે સ્નાન કરનારાઓથી ભરાયેલો હતો. ડાબી બાજુએ બીચ ઉપર સુયૅ સ્નાન લેનારાઓની ભીડ જામી હતી..

ખાલીદ અવામને તેના એસાઈનમેંટના પુરા પ્રત્યાઘાત હવે સમજાયા તેણે પત્ર પાસે પડેલી શૂટકેસ જોઈ. તેમાં હતી-

બે ઇન્ગ્રામ-૧૦

એમ્યુનીશન.

૧૫ હાથબોંબ.

છાપામાં હવે પ્લેગ ખુબ પ્રચિલત બની ગયો હતો હસીમ અલ-વાસીએ વિશ્વ પર પ્લેગની શ્રંખલા ઉતારી હતી. અવામની ટીમે પ્લેનોનો બીજો રાઉન્ડ શરૂ કરવાનો હતો.

તે ઈચ્છે તો અડધા કલાકમાં પાણી લાલ કરી શકે તેમ હતો.

તેને માત્ર ૩ કોલ કરવાની જરુર હતી.-

જમૈકાના મોન્ટેગો બેની કેવ બીચ હોટલમાં રૂમ નં-૨૭ માં.

બીજો માર્ટીનીકમાં પોઈન્ટી બાઉટમાં મેરીડીયનના રૂન નં ૧૪માં.

ત્રીજો વરજીન આઈલેન્ડઝના સેંટ થોમસમાં આવે રીફ હોટલના રૂમ નં. પ૩૨ માં.

તેની ટીમના સભ્યો આ રૂમોમાં ઉતર્યાં હતા.

શશસ્ત્ર.

આ વેળા લાલ રંગ લોહીનો હશે અને પાણી સ્વીમીંગ પુલનાં હશે.

જો તે ઈચ્છે તો.

જો તે હોટલમાં તેના સાથીઓને કોલ કરે તો.

પાણી લાલ થશે.

મેાતના પડઘમ વાગશે.

લેાકેાના મૃત્યુ સાથે કેરીબીયનની ટુરી ઝમ પણ ખલાસ થઈ જશે. એ સાથે કેરીબીયનની અથૅનીતિ પણ.

પ્લેગનો બીજો રાઉન્ડ !

શું તે જરૂરી હતો ? અનિવાર્ય હતો. અવામ મુઝાયો.

ફક્ત અલ-વાસી જ કહી શકે.

પણ હવે અલ-વાસી નહોતો.

અને અવામ પાસે કોઈ ભગ્ય પ્લાન નહોતો અલ વાસી પાસે હતો તે હવે ઓગળી ગયો હતો.

હવે વધુ સારી યોજના ઘડવી રહી.

જેના કેન્દ્રસ્થાને ખાલીદ અવામ હોય !

અલ-વાસી નિષ્ફળ ગયો ખાલીદ અવામ નિષ્ફળ નહિ જાય.

ધીરજ.

કલ્પના.

બંનેનું મિશ્રણ.

એક નવી ડીઝાઈન,

અવરામ કેરીબ હીલ્ટન પુલ તરફ ફર્યો.

તેણે અંદર તરતા માણસેા ગણવા માંડયા-

એક. બે. ત્રણ. ચાર. પાંચ..... કુલ મળીને ૧૬ જણ હતા.

તેમાં મોટા ભાગના તો બાળકો હતા. ડઝન વાર દૂર ર બીજા ઉપર અસંખ્ય લોકો હતા.

વાડની બહાર દરિયો ઉછાળા મારી રહયો હતો

હજારો વર્ષોથી તેનાં મોજાં ખડકો સાથે અથડાતાં આવ્યા‌ હતા.

અવામે રાહ જોવાનું નકકી કર્યું.

કોઈ નકકર, મજબૂત હાથ ન લાગે ત્યાં સુધી.

એક માસ્ટર પ્લાન.

પેલેસ્ટાઈન મુક્તિ ચળવળના નવા નેતા તરીકે બહાર એવો જેમાં તેની પોતાની ભાત હોય.

બીજા માણસના પ્લાન ઉપર શા માટે શકિત વેડફવી પરંતુ બીજી બાજુ આટલી આયોજન અને તૈયારી પછી તક જતી શા માટે કરવી?

તેના સાથીઓને કોલ કરવાનો સમય થઈ ગયો હતો.

પ્લેગોની જામગરી ચાંપવા.

તેમને કોલ કરવા?

કે પછી માસ્ટર પ્લાન ઘડવા વરસ બે વરસ કે ત્રણ વરસની રાહ જોવી ? શું એવા કમાંડો ટીમો મળશે ?

તેણે ઘડિયાળમાં જોયુ. ૧૨:૩૮ પૂરતો સમય હતો. હજી વિચારી જોવા માટે.

તેણે બીજું ટ્રીંક મંગાવ્યું.

*****

સમાપ્ત

વાંચક મિત્રોને નમ્ર અપીલ:

તમને પુસ્તક પસંદ આવ્યું હોય તો પુસ્તકને રીવ્યુ જરૂર આપજો કેમકે તમારા રીવ્યુથી મારો લખવાનો ઉત્સાહ બમણો થઈ જશે.

આભાર

રોમા રાવત