પ્રેમ સમાધિ
પ્રકરણ-7
વિજય ટંડેલ સાથે શંકરનાથની આત્મીયતાથી અંગત વાતો થઇ રહી હતી... સાંજ ઢળી ગઈ હતી રાત્રીની શરૂઆત થઇ અને શંકરનાથ વાતો કરતાં કરતાં મહાદેવનાં મંદિરનાં પગથિયા પર બેઠાં. સમય ક્યાં વીતી રહેલો ખબર નહોતી રહી.. એમણે મહાદેવજી તરફ એક નજર નાંખી, અને વાત આગળ વધારતાં કહ્યું “વિજય સમય ઘણો થઇ ગયો પણ તારી સાથે અંગત વાતો કરતાં કરતાં જાણે મન હળવું થઇ ગયું.....”
વિજયે કહ્યું “પણ તમે મૂળવાત અધૂરી મૂકી... મધુ અને બીજાઓનો હિસાબ કરી પછી શું કરવામાં છો ? નિર્ણય શું લીધો છે ? કહો તો હું તમારી મદદ કરી શકું...”
શંકરનાથે કહ્યું “વિજય હું જુનાગઢ છોડવાનો વિચાર કરુ છું. અહીં ઓફીસમાં અને બધાં હિસાબ કિતાબ થયાં પછી અહીં રહેવાની મને મજા નહીં આવે... મારે નવી જીંદગી શરૂ કરવી છે અત્યાર સુધીની મારી બચત અને કચ્છમાં નાની જમીન છે એક ઘર છે બધુ વેચવા કાઢ્યું છે હું મારી અને મારાં કુટુંબની શાંતિ અને સલામતિની જીંદગી માટે દક્ષિણ ગુજરાત નવસારી કે આસપાસ ક્યાંક જમીન લઇને ઠરીઠામ થવા માંગુ છું. વડીલોનાં આશીર્વાદ અને પરાંપરાગત અમારું કામ કરીશ ખેતી-વાડી કરીશ અને દીકરાનાં ભણતરમાં ધ્યાન આપીશ. દીકરી નાની છે.. પણ.. એ બધાં પર હવે...”.
શંકરનાથને અટકાવતાં વિજયે હસતાં હસતાં કહ્યું “ભૂદેવ જુઓ કેવો જોગાનું જોગ છે હું પણ એ બાજુ હમણા જ્યા વિચારું છું અને તમે પણ ત્યાં... નવસારી, વલસાડ કે દમણ દૂરજ ક્યાં છે ? વાહ સરસ નિર્ણય લઇ રહ્યાં છો હું ત્યાં કંઇક નંબરી, કાયદેસર ધંધો કરવા માંગુ છું મારી સાથેજ જોડાઇ જ્જો. અને આ નિર્ણય મને ખૂબ ગમ્યો છે કંઇ પણ જૂરૂર પડે કહેજો. "કંઇ પણ" એનાં માટે જોર દીધું.
શંકરનાથે કહ્યું “ભલે ચોક્કસ કહીશ... વિજય ખૂબ લેટ થયું હું ઘર તરફ જઊં આપણે વાત કરતાં રહીશું અને મારાં લાયક કામકાજ હોય કહેજો.” વિજય ટંડેલે કહ્યું “મારાં તો તમે કામ કરોજ છો મને હવે મોકો આપજો.. કંઇ નહીં ચાલો જય મહાદેવ ભૂદેવ... ફરી વાત કરીશું” શંકરનાથે જય મહાદેવ કહી ફોન મૂક્યો.
શંકરનાથે મોબાઇલ બંધ કર્યો. એમનાં ચહેરાં પર હળવાશ અને શાંતિ પથરાઈ ગઇ. કોઇ અંગતને બધી અંગત વાત કરી જાણે હળવા થઇ ગયાં. નારણે જ આપેલો ફોન એમણે ચૂમી લીધો પછી મહાદેવ તરફ નજર કરીને કહ્યું “દેવ હવે તમને સોંપ્યું બધુ હવે હું જે કરવાનો છું એમાં તમારાં ફળદાયી આશીર્વાદ આપજો. ભવિષ્ય ઉજવળ રહે અને કટુંબ સુખશાંતિમાં રહે દીકરો ખૂબ ભણે અને પ્રગતિ કરે એવું કરી આપજો..”
એમ મનોમન મહાદેવને વાત કરી ઘર તરફ પ્રયાણ કર્યું ઘરે પહોચતાંજ ડેલીનાં દરવાજો સાંકળ ખખડાવી અને કલરવ દોડતો આવ્યો ડેલીનો દરવાજો ખોલ્યો બોલ્યોં" પાપા તમને ખૂબ લેટ થઈ ગયું ચાલતાં ચલતાં ખૂબ આગળ નીકળી ગયાં હતાં ?”
શંકરનાથ કહ્યું "ના ના દીકરા આજે ચાલવાનું ખૂબ સારું લાગતું હતું બસ એમજ નીકળી પડેલો... મહાદેવ જાણે ફરી ફરી જવું ગમતું હતું તું હજી સૂઇ નથી ગયો ?”
કલરવે કહ્યું “પાપા વાંચવા બેઠો છું આટલો વહેલો ક્યાં સૂઇ જઊં નાનકી સૂઇ ગઇ છે માં જાગે છે તમારી રાહ જુએ છે.”
શંકરનાથ અંદર આવી ગયાં. કલરવે ડેલીનો દરવાજો બંધ કર્યા અને બંન્ને અંદર આવ્યાં. ઉમાબહેને કહ્યું “તમે તો ખૂબ મોડું કર્યું મને ચિંતા થતી હતી.”
શંકરનાથે કહ્યું “મારી ચિંતા થોડી કરવાની હોય ? અમારે હજારો કામ હોય અને લાખો વિચારો.. આખાં દિવસમાં આ સાંજજ એવી હોય છે કે શાંતિથી વિચારો કરવા ગમે.... ટહેલતાં ટહેલતાં ટહેલતાં છેક તળાવ સુધી પહોચી ગયેલો.. ઠંડો પવન હતો સારું લાગ્યું..”
ઊમાબહેન કહે “તમારો ચહેરોજ ચાડી ખાય છે કે તમે હળવાં અને આનંદમાં છો. કઇ નહીં દૂધ ગરમ કરી રાખ્યું છે પી ને સૂઇ જાવ. કંઇક કહેવાનું હોય તો કહી દો.”
શંકરનાથે કહ્યું “લાવ દૂધ... કહેવાનું કઇ નથી ઓફીસમાં ઘણાં કામ છે એક પછી એક નીપટાવવાનાં છે રીટાયર્ડ થંઊં એ પહેલાં બધું સારી રીતે પતી જાય એજ મહાદેવને પ્રાર્થનાં કરુ છું. ચાલ લાવ દૂધ પછી સૂઇ જઊં..” ઉમાબહેન ગયાં અને શંકરનાથ સ્વગત બબડયા... બધું સારું થશે....
******************
વિજય ટંડેલે ફોન મૂક્યો એણે એની વિલાયતી ઇમ્પોર્ટેડ ઘડીયાળમાં જોયું 10.0 વાગી ગયાં હતાં. હાથની જાડીસોનાની ચેઇન ઊંચે ચઢાવી માથે હાથ ફેરવી મનોમન સ્મિત કરી લીધું. એણે વિચાર્યુ ભૂદેવ સારો મામસ છે નિખાલસ છે વફાદર છે પણ હુંશિયાર છે. ચાર કદમ આગળનું વિચારીને ચાલે છે સારી વાત છે એમનો ભવિષ્યમાં પણ ઉપયોગ કરવો પડશે એમ વિચારતાં વિચારતાં જોયું ફોનમાં ફરી રીંગ આવી.
રાજુનાયકનો ફોન હતો. “સર હું તમને ક્યારનો ફોન કરું છું અહીં શીપ પર બધી તૈયારી થઈ ગઇ બધાં કાર્ટન લોડ થઇ ગયાં છે. તમારી રાહ જોવાય છે પછી નીકળવાનો સમય થઈ જશે.” વિજય ટંડેલે વિજયી સ્મિત કરતાં કહ્યું “રાજુ બધુ લોડ થઈ ગયું પણ આખી રાત કેવી રીતે કાઢવાની ? બધી બીજી તૈયારીઓ કરી છે ને ? મુંબઇ પહોચતાં પહેલાં એક સેલીબ્રેશન પણ થઇ જાય અને "પેલાને" બોલાવ્યો છે ને ?”
રાજુએ કહ્યું “બોસ બધી તૈયારો પુરી બસ તમે આવો એનીજ રાહ જોવાય છે. વિજયે કહ્યું હમણાં 10 મીનીટમાં ડોક પર હોઇશ તમે બધી તૈયારી પુરી કરો.”
**************
વિજય ટંડેલ શીપમાં આવી ગયો. ડોક પરથી શીપ ધીમે ધીમે દરિયામાં ગતિ કરવા જાણે થનગની રહી હતી. વિજય ટંડેલનાં સીપ પરનાં શ્યુટમાં એનાં એશોઆરામની બધી વ્યવસ્થા હતી. વિજય ટંડેલે રાજુને કહ્યું “ત્યાં બહાર ફલોર પર મિત્રો અને પેલાને "લઇ આવ બધાં શીપનાં સ્ટાફને પણ આજે મજા કરાવજો ચાંદની રાત છે મજા આવશે”.
રાજુએ હસતાં કહ્યું “બધું તૈયાર છે બોસ તમે આવી જાવ” વિજયે કપડાં બદલી લીધાં અને રેશ્મી સુંવાળો રોબ પહેરીને આપ્યો. પાર્ટી શરૂ થઇ અને વિજયની ખાસ પસંદ "રોઝી" એ બોલીવુડ મ્યુઝીક પર ડાન્સ શરૂ કર્યો. શીપનો સ્ટાફ બધાને મોંઘી જાતનો શરાબ (દારૂ) પીરસી રહેલો. વિજય ટંડેલ એની અસલ અદામાં મોટાં સોફા પર બેઠો બેઠો વિલાયતી વ્હીસ્કી પી રહેલો. રોઝી વારે વારે એની પાસે આવતી અને શારીરીક અડપલાં કરીને ઉશ્કેરતી હતી ધીમું લાઇટનું અજવાળું માદક મ્યુઝીક... યુવાન સેક્સી શરીર...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-8