અરે અજય ..... .. સંભાળી ને..
કોઈ છોકરા ને મોટે થી બુમ પાડી ને કહ્યું એટલે તરત જ મારું ધ્યાન એ છોકરી તરફ ગયું.હું ત્યાં જ બગીચા ના બાંકડા પર બેઠો હતો અને પેલી છોકરી હાથ માં નાળીયેર પાણી લઈ ને બગીચા માં આવતી હતી. એ કોઈ અજય ને બુમ પાડી રહી હતી. પછી એકાએક મારી નજર મારા બાંકડા તરફ આવતા યુવાન છોકરા પર ગઇ, એ જ અજય હતો જેને પેલી છોકરી સંભાળી ને ચાલવા નું કહેતી હતી પહેલા તો ધ્યાન માં ન આવ્યું પણ પછી ખબર પડી કે એ અજય ના હાથ માં ઘોડી નો ટેકો હતો ને બગીચા માં છોકરા રમતા હતા એટલે જ પેલી છોકરી એ આમ બુમ પાડી હતી. મે અજય ને હાથ આપ્યો એણે ટેકો આપવા .એ આવી ને મારી બાજુ માં બેસ્યો અને પેલી છોકરી પણ આવી ને બેસી. બંને એ એક જ નાળિયેર માંથી પાણી પીધું. બંને ધીમે ધીમે એક બીજા સાથે વાત કરી રહ્યા હતા . થોડી વાર માટે પેલી છોકરી ઊઠી ને ખાલી નાળીયેર કચરા પેટી માં નાખવા ગઈ તો મે બાજુ માં બેસેલા અજય સાથે વાત કરવા વિચાર્યું. મને એ જાણવા માં ઉત્સુકતા હતી કે આ બને મિત્રો જ છે કે પછી એ થી કઈ વધારે કારણકે આ જ ના જમાના માં તો પ્રેમ સાવ રમત ની વાત બની ગઈ છે . ના ..હું એમ નથી કહેતો કે ઘોડી પકડી ને ચાલતા માણસ ને કોઈ પ્રેમ ના કરી શકે પણ આજ કાલ જ્યાં સજા સરખા માણસ સાથે લોકો દગો કરી જાય છે ત્યાં આ બિચારા ની તો વાત જ ક્યાં રહી.
હું એ છોકરા ની નજીક ગયો ને વાત ની શરૂઆત કરી.તમે અહી રોજ આવો છો ? મે પૂછ્યું. હું.. ના ..ના અઠવાડિયા માં એકાદ વાર આવી જઇ એ . હું એણે જ પૂછી રહ્યો હતો એવી ખાતરી થતાં જ મારી સામે જોઈ એણે જવાબ આપ્યો. ઓકે . હું બોલ્યો. જો તમને વાંધો ન હોય તો એક પ્રશ્ન પૂછી શકું તમને?મે પૂછ્યું. અજયે તરત જ કહ્યું હા પૂછો ને કોઈ વાંધો નહિ. જોકે આમ તો બાગ માં કેટલાય લોકો આવતા હોય છે અને હું તો અહી રોજ આવું છું એટલે આજુ બાજુ માં લોકો શું વાત કરે છે , કોણ આવે છે,કે કોણ જાય છે એ બધું હું બહુ ધ્યાન માં લેતો નથી , પણ આ તો પેલા બેન જે તમારી સાથે છે એ છેક બહાર થી તમને બુમ પડતા હતા એટલે મારું ધ્યાન ગયું . મે પ્રશ્ન પૂછ્યા પહેલા જ મારી સફાઈ આપી. કોણ..એ એ મીરા ,પેલૉ યુવાન અજય નામ નો છોકરો તરત જ બોલ્યો. અરે એ મીરા તો સાવ ઘેલી જ છે. ઓકે તો એનું નામ મીરા છે . હું બબડ્યો, પણ કદાચ એણે સાંભળ્યુ એટલે એણે કહ્યું હા . ને પછી પોતાની વાત ને આગળ ચાલુ રાખી .મીરા ને તો એવું જ કે મને કઈ જ ના થવું જોઈએ ,જરાય વાગવું ના જોઈએ, અરે એનું ચાલે ને તો મારો પડછયો બની ને મારી સાથે જ રહે એમાંની છે. અજય એક મીઠા સ્મિત સાથે બોલ્યો. એની ખુશી એના ચહેરા પર વર્તાઈ રહી હતી.
’ તું જહાં જહાં રહેગા મેરા સાયા સાથ હોગા’
સામે આવેલી મીરા બોલી. અરે વાહ મેડમ આજે ગીત કેમ ? એ પણ જુનુ અને એય ખોટા લીરિક્સ સાથે? અજયે પાસે આવેલી મીરા સામે જોઇને એણે પૂછ્યું. હા હવે ખબર છે ખોટું ગાયું પણ જાણી જોઈને જ મીરા એ સામે થોડુ ચિડાઈને જવાબ આપ્યો. એવું કેમ વળી,? અજયે સામે પૂછ્યું. યાર ગીત માં એમ ભલે હોય કે ’તું જહાં ચલેગા મેરા સાયા સાથ હોગા , પણ મારે તો સાથે માત્ર ચાલવાનું જ થોડી છે મારે તો સાથે રહેવાનું છે ને મીરા એ પોતાની વાત પૂરી કરતા કહ્યું. હા મારી માં...હા અજય મીઠા ગુસ્સામાં કહ્યું.બેસ હવે .મીરા બેઠી. પણ મારા થી રહેવાયું નહીં એટલે મે એમના આ મીઠા તોફાન માં ખલેલ નાખી અને કહ્યું ઓહ. એટલે તમે પ્રેમી છો એમ જ ને પેલું શું કહો તમે લોકો ગર્લફ્રન્ડ અને બોયફ્રેન્ડ એમ જ ને? ના પણ અને હા પણ આ વખતે મીરા એ જ જવાબ આપ્યો. એટલે?હું કંઈ સમજ્યો નહી મે કહ્યુ. દાદા જી જોવો હું તમને આખી વાત સમજાવું...
દાદાજી અમારી પ્રેમ કહાની કઈ જેવી તેવી નથી એના માટે મારે કેટલીય મહેનત કરવી પડી છે આમ કહી ને મીરા એ એની એને અજય ની વાત કરવાની ચાલુ કરી. દાદાજી આ અજય મારી કોલેજ નો સીધો ને સાદો છોકરો મારા જ ક્લાસમાં પણ હતો પણ દાદાજી આ લાટ સાહેબ નો એક સૌથી મોટો પ્રોબ્લેમ છે કે એ કોઈ સાથે વધારે બોલતા જ નથી આ તો મારા સદનસીબ કે મારી દોસ્તી એમની સાથે થઈ ગઈ ,બાકી આ સાહેબ કઈ આમ દોસ્તી કરે એમ થોડી હતા. બસ કર હવે .અજયે મીરા ને અટકાવતા કહ્યું. હા.. હા .. કરવા દેને તારી થોડી તારીફ મને મીરા એ હસતા હસતા કહ્યું. દાદાજી તમને ખબર છે કોઈ ઇન્ટરવ્યૂ માં જવું હોય તો આ પૂરા વિશ્વાસ સાથે જશે પણ જ્યારે કોઈ છોકરી સાથે વાત કરવાની આવે ને ત્યારે આને અચાનક જ પોતાની પ્રોબ્લેમ , હાથ માં પકડેલી ઘોડી બધું જ યાદ આવી જાય. અમે બન્ને સારા મિત્રો હતા પણ મને ધીમે ધીમે આના માટે એક મિત્ર કરતાં વધારે લાગણીઓ ઉદભવવા લાગી હતી અને તમે જ કહો દાદાજી આના માટે લાગણી કોને ન થાય સારા ઘરનો સંસ્કારી છોકરો ને એથીય વધારે ઓછા બોલો એટલે મને સાંભળ્યા કરશે આવો છોકરો તો દરેક છોકરી શોધતી જ હોય છે ને ?મીરા જવાબ માગતી હોય એમ બોલી એટલે મે પણ હુકરો ભર્યો. ચાલ જઈએ હવે.. અજયે થાકી ને કહ્યું. ના હમણાં નહિ મને હજુ દાદાજી ને વાત તો કહેવા દે.મીરા બોલી. અરે પણ..હા બોલ ને બેટા મે એની વાત માં રસ દર્શાવતા અજય ને અટકાવી કહ્યું.
તો સાંભળો દાદાજી જ્યારે મે પહેલીવાર મારા આ અજય ને મારી લાગણીઓ કહી ને તો ખબર છે એણે કેવું રીએકશન આપ્યું જાણે એના થી કોઈ પાપ ના થયું હોય ,એણે જાણે મારી લાગણી ના દુભાવી હોય. મીરા ને તે સમયે અજયે બોલેલા શબ્દો યાદ આવતા ગયા ને એ શબ્દો જાણે એ મને સં સંભળાવતી હોય એમ બોલતી ગઈ: આ તું શું બોલે છે મીરા મે તો ક્યારેય તારા વિશે આવું વિચાર્યું જ નથી અને તારા થી પણ મને આશા નહતી કે તું આમ વિચારીશ , અરે આપણે તો સારા મિત્રો છીએ , દોસ્તી માં હસી મજાક તો થયા કરે એટલે એવું વિચારી લેવાનું?ને એમ પણ મીરા તું તો જાણે છે કે હું ઘોડી ના ટેકે ચાલુ છું એના વગર હું કંઈ પણ નથી .બસ હું અજય ને દર બે ત્રણ દિવસે મારી લાગણીઓ સમજાવા પ્રયત્ન કરતી અને એ દર વખતે એના જીવન ની મુશ્કેલીઓ ગણાવી મને ચૂપ કરવી નાખતો. એક દિવસ તો મે નક્કી જ કર્યું કે અજય ના મનમાં મારા વિશે કોઈ આ પ્રકાર ની લાગણી છે કે નહીં, એણે મારી સાથે જીવન વિતાવવામાં એના પોતાના ઘડેલા પ્રોબ્લેમ સિવાય બીજા કોઈ પ્રોબ્લમ તો નથી ને? આ બધું હું જાણી ને જ રહીશ, એટલે કોલેજ પહોંચ્યા પછી મે અજય ને મળવા બોલાવ્યો અને સીધું જ કહી દીધું: જો અજય તું સીધે સીધું કહી દે કે તું મને રીજેક્ત કેમ કરે છે શું તને હું નથી ગમતી, તને થોડી પણ લાગણી નથી મારા માટે? આટલું બોલ્યા. પછી મીરા અટકી . હાશ.. બહુ બોલું છું ને હું દાદાજી ?મીરા એ પૂછ્યું. હા .મેડમ હવે બસ કરો હું બોલું એ પહેલા જ અજય બોલ્યો. હા ચાલ મીરા એ પણ હા પડી .પણ મને તો હવે રસ પડ્યો હતો એટલે હું બોલ્યો અરે બેટા વાત પૂરી તો કર. અરે ..દાદાજી તમે પણ શું આને મોકો આપો છો આ તો શોધે જ છે . અજયે કહ્યું. હા તો .તમારે સાંભળવું છે દાદા ?મીરા એ પૂછ્યું .હા એટલે તમારે મોડું ના થતું હોય તો બેસ ને બેટા . મે કહ્યુ . ના. .ના.. કઈ મોડું નથી થતું દાદા ચાલો હું તમને આગળ મે આ ગાંડા ને કેવી રીતે મનાવ્યો એ કહું. ને મીરા એ અટકેલી વાત ને આગળ વધારતા કહ્યું: દાદાજી તે દિવસે મને ખબર પડી કે થોડી થોડી લાગણીઓ અજય ના મનમાં પણ જાગી જ હતી બસ એણે મને ક્યારે જાણ નથી થવા દીધી . તે દિવસે જ્યારે મે આણે સીધું પૂછ્યું ત્યારે જ આ અજયે ( અજય તરફ ઈશારો કરી ને બોલે છે) મને કહ્યું . એણે મને કહ્યું કે :મીરા તું વિચારે છે એવું કઈ જ નથી, તું મને ગમે જ છે,તું સારી છોકરી છે યાર ને જો તું લાગણીઓ વિશે જાણવા જ માગે છે તો એ તો મારા મનમાં તારા માટે ત્યારથી જ સોફ્ટ કોર્નર હતું જ્યારથી તને દોસ્ત માની હતી, પણ તારા જેવી સારી છોકરી નું જીવન હું ખરાબ કરવા નહતો ઈચ્છતો એટલે દોસ્તી ને દોસ્તી જ રાખવા પ્રયત્ન કરતો હતો.આ વાત સાંભળી ત્યારે હું કેટલી ખુશ થઈ ગઈ હતી યાદ છે ને તને ?મીરા એ અજય સામે જોઈ એને પૂછ્યું.હા યાદ તો હોય જ ને જાણે પહેલી. વાર મને જોતી હોય એમ જોતા જોતા નજીક આવી હતી, થોડી શરમાતી પણ હતી અજયે જવાબ આપ્યો .મીરા એક મીઠું સ્મિત આપી ને પાછી મને વાત કહેવા લાગી:દાદાજી પછી તો મે આની એક વાત ન સાંભળી ને રવિવાર ના દિવસે જ્યારે બધા ઘરે હતા હું આના ઘરે પહોંચી ગઈ. હું જાણતી હતી કે આ અજય સીધો સીધો માનશે જ નહિ એટલે મે મારા મનની બધી જ વાતો સ્પષ્ટપણે એના મમ્મી ને કરી,. એના મમ્મી નું પણ એના (અજય)જેમ જ કે પછી કોઈ બીજા ની જેમ જ વિચારવું હતું કે હું શું કામ અજય ને જ પરણવા માગું છું , થોડા સમય સુધી હું અજય ના ઘરે આવતી જતી રહી અને એના ઘરના બધા ને વિશ્વાસ અપાવ્યો કે હું આ અજય ને સાચ્ચે જ પ્રેમ કરું છું અને બધા ના કહેવા થી અજય પણ માની ગયો . મીરા આટલું બોલી ને ચૂપ થઈ પછી એક મંદ હાસ્ય ચહેરા પર લાવતા બોલી :બસ દાદાજી આ જ છે અમારી કહાની. થોડી વાર માટે અમે બધા જાણે મૌન લીધું હોય એમ ચૂપ બેસી રહ્યાં . પછી મીરા અને અજયે ઊભા થતા કહ્યું ચાલો દાદાજી અમે જઈએ . હા બેટા .મે હુંકાર ભર્યો . એ બને જતા જ હતા કે મેં મીરા ને ઊભી રાખી . મીર બેટા સાંભળ . હા દાદાજી મીરા એ પાછળ જોતા કહ્યું .એ મારી પાસે આવી કઈ કામ હતું દાદાજી એણે પૂછ્યું . બેટા તે કહ્યું નહિ કે અજય જ કેમ ? કેમ અજય ની જ સાથે રહેવા નો વિચાર કર્યો,?મારી વાત સાંભળી ને મીરા એ એક મિનિટ પણ વિચાર કર્યા વિના જ જવાબ આપ્યો:દાદાજી એ મારી સરો મિત્ર છે એટલે, મને સમજે છે એટલે. એક પળ માટે મને મનમાં વિચાર આવ્યો શું માત્ર આ જ કારણ હશે,? પણ બીજી જ પળે મને જવાબ મળી ગયો દાદા જી તમને ખબર છે જે માણસ પોતે જીવન માં મુશ્કેલીઓ સામે ઝઝુમી રહ્યો હોય , જેણે પોતે કોઈ અંગ ગુમાવ્યું હોય એ બીજા ના દિલ ને તોડવા નો ગુનો ક્યારે ન કરી શકે . આટલું કહી ને મીરા ત્યાંથી જતી રહી. હું પણ હવે બાગ માંથી બહાર નીકળવા ગેટ તરફ ચાલવા લાગ્યો .આજે મનમાં એક ખુશી હતી . આજે મને લોકો ની એ વાત પર વિશ્વાસ આવતો હતી કે પ્રેમમાં ઉંમર જાતિ, કે રૂપ રંગ જેવું કઈ નથી હોતું બસ સાચી લાગણી ધરાવતા બે વ્યક્તિ નો મેળ થવો જ જરૂરી હોય છે.