Lecture-1 : Where shall we go? On Mars in Gujarati Comedy stories by Gautam Nada books and stories PDF | આપણે તો ક્યાં જવું? મંગળ પર

Featured Books
Categories
Share

આપણે તો ક્યાં જવું? મંગળ પર

૨૧મી સદીમાં જન્મેલો શિક્ષક જયારે વર્ગખંડમાં જાય છે ત્યારે તે જુએ છે તો સમગ્ર શિક્ષણ વ્યવસ્થા બદલી ગઈ હોય છે. હવે એ બાળકો નથી રહ્યાં જે શિક્ષકને જોઈ ને છુપાઈ જતાં, હવેના બાળકો તો શિક્ષકને શોધવાં માટે ઈન્સ્ટાગ્રામ અને ફેસબૂકમાં મિત્ર તરીકેનો પ્રસ્તાવ મોકલતાં હોય છે. ને શિક્ષકે વળી પાછા એવા કહે કે,” લાઈક કરો, ફોલો કરો, સબ્સ્ક્રાઇબ કરો.”
આવાં જ એક વર્ગખંડ માં હું દાખલ થયો. મનમાં ડર હતો અને પ્રશ્ન પણ કે વિદ્યાથીઓ હેરાન કરશે તો? પાઠની તો પુર્ણ કરી હતી. વર્ગખંડમાં દાખલ થતા જ ‘છેલ્લો દિવસ’ ફિલ્મની પંકિત સાંભળી,’ Good morning sirrrrrrrrrrrrrrr…….’
મેં પણ હસતાં-હસતાં કહ્યું,’ Good morning વિદ્યાર્થીઓઓઓઓઓઓ.....’
વિદ્યાર્થીઓ એ વળી પાછું ઉપાડ્યું, ‘Thank you sirrrrrr……”
વિષય હતો,”આપણું પર્યાવરણ”
મેં ભણાવવાનું શરૂ કર્યું,” આપણે આપણા પર્યાવરણને બચાવવા માટે શું કરવું જોઈએ?”
મારા પ્રશ્નની સાથે જ વિદ્યાર્થી ગોખેલા નિબંધ હોય તે પ્રમાણેના જવાબો આપવા માંડ્યા. અમુક વિદ્યાર્થીઓ બસ મને જોઈને હસતા રહ્યા.
ત્યારબાદ મેં ના પાડી અને કહ્યું”આ રીતે થોડું હોય”. વિદ્યાર્થીઓએ પ્રત્યુતર કરતા જવાબ આપ્યો,” અમને તો આજ રીતે ભણાવવામાં આવે છે,તમે વળી કઈ રીતે ભણાવવાના? ઘણા એવા વિદ્યાર્થીઓ હતા તેઓ એકબીજા સાથે વાત કરતા હતા કે “આમાં વળી શું ભણવાનું હોય? પર્યાવરણ વિશે તો આપણને શું ન આવડે?, ફાકા મારી દેવાના.”
વિદ્યાર્થીઓનો આ જવાબ સાંભળીને કહ્યું,”ચાલો જેને આવડે છે કે નથી આવડતું. બધા માટે આપણે શરૂ કરીએ છીએ આજનો વિષય”.
વિદ્યાર્થીઓના મોઢા જાણે કહી રહ્યા હતા,”અરે ભાઈ રહેવા દે ને ,આવું તો કોને ના આવડે”. વિદ્યાર્થીઓના મોઢા પર ૧૨:૦૦ વાગેલા જોઈને મેં વિષયને અલગ રીતે મુદ્દો શરૂ કર્યો.
“ચાલો મારો બીજો એક પ્રશ્ન છે આપણે પૃથ્વી છોડીને બીજા કયા ગ્રહ પર વસવાટ માટે જવાના છીએ”. મેં કહ્યું.
એકાદ બે વિદ્યાર્થીઓ ઊભા થઈને કહ્યું,”તમને નથી ખબર અમને પૂછો છો આવી સરળ વસ્તુ તમને નથી આવડતું, મંગળ પર બીજે ક્યાં?”
“કોણ લઈ જવાનું છે તમને ખબર છે?” મેં કહ્યું.
એક વિદ્યાર્થીએ ઊભા થઈને કહ્યું,”tesla કંપનીના માલિક ઇલોનકાકા. સાહેબ તમે ભૂલતા ન હોય તો આપણો મુદ્દો પર્યાવરણ છે નહીં કે અંતરીક્ષ ઝડપથી શરૂ કરો ને હવે.”
“આપણે આપણા પર્યાવરણને બચાવવા માટે પૃથ્વી પર રહેલા દરેક સ્ત્રોતને ઝડપથી પૂરો કરવો જોઈએ કારણ કે આપણે જવાનું છે મંગળ પર”. મેં કહ્યું.
વિદ્યાર્થીઓ આ સાંભળીને હસવા લાગ્યા. મેં કહ્યું શા માટે આપણે આ બધા સ્ત્રોતોને બચાવવા જોઈએ? બે-ત્રણ હોશિયાર વિદ્યાર્થીઓએ હોશિયારી કરતા જવાબ આપ્યો, “આપણે આ સ્ત્રોતોને નહીં બચાવીએ તો એ આપણા ભાવે પેઢીને ઉપયોગમાં નહીં લઈ શકાય.
મેં જવાબ આપ્યો, “આ tiktok ની instagram ને રીલ ઉપર કુદકા મારવા વાળી પ્રજા માટે તમારે પર્યાવરણ બચાવવું છે. ના ભાઈ આપણે તો પૃથ્વીને ઝડપથી પતાવીને મંગળ પર જવાનું છે ક્યાં જવાનું છે? મંગળ પર
ચાલો આગળ વધીએ આપણે આપણા પર્યાવરણને બચાવવા માટે જરૂર ન હોય તો પણ વાહનોનો ઉપયોગ કરવો શેરી ના નાકેથી દૂધ લેવા જવા માટે પણ ગાડીનો ઉપયોગ કરવો અને ત્રણ ચાર કિલોમીટર ગાડી દોડાવી પેટ્રોલનો બને તેટલો ઝડપથી નાશ કરવો જેના કારણે આપણે ક્યાં જઈ શકીએ?
વિદ્યાર્થીઓએ હસતા હસતા જવાબ આપ્યો,”મંગળ પર”. દરેક વિદ્યાર્થીઓના મનનો ભાવ જાણે એવો હતો કે,” ભાવતું હતું ને વેદે કીધું” કારણ કે આ રીતે ભણવાની તો વળી કોને મજા ન આવે?
તમારે તમારી શાળામાં તથા રસ્તામાં ઉછેરેલા વૃક્ષોને હાલતા ચાલતા પાંદડા તોડતા જવા અથવા બને તો વૃક્ષને આખેઆખું ઉખાડી નાખો. કારણ કે આપણે ક્યાં જવું છે…….
“મંગળ પર” વિદ્યાર્થીઓએ કહ્યું.
પૃથ્વીને પેટાળમાં રહેલ ખનીજતેલ અને ખનીજ કોલસાને બને એટલો ઝડપથી બહાર કાઢી સળગાવી દેવો જેથી આપણે ક્યાં જઈ શકીએ…..
“મંગળ પર”વિદ્યાર્થીઓએ કહ્યું.
જ્યારે પણ તમને કોઈ પશુ, પક્ષી, જીવજંતુ કઈ પણ દેખાય તેને ફટાફટ મારી નાખો કારણ કે આ લોકોના લીધે જ આપણી આહાર શૃંખલા ચાલે છે જો તેઓ નહીં રહે હૈ તો જ આપણે ક્યાં જઈ શકીશું…..
મંગળ પર
જ્યારે આપણે પાણી પીવા જઈએ ત્યારે એક ગ્લાસની જગ્યાએ એક ડોલ ભરાય તેટલું પાણી લેવું અને પીવું હોય એટલું પીવાનું અને બાકીનું નાખી દેવાનું. બને તેટલા પાણીનો બગાડ કરવો કારણ કે જ્યાં સુધી પૃથ્વી પર પાણી હશે ત્યાં સુધી આપણે ક્યાં નહિ જઈ શકીએ……
મંગળ પર
તમારા ઘરનો કચરો અને બીજા કચરાને રોડ રસ્તા ઉપર નાખી દેવો ઉપરાંત બને એટલો પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને જેમ બને તેમ ઝડપથી પ્લાસ્ટિકનો પણ ઉપયોગ વધારવો જેના કારણે જમીન પોતાની ફળદ્રુપતા ગુમાવે અને આપણે ક્યાં જઈ શકીએ……m
મંગળ પર
ખેતી કરતા દરેક વ્યક્તિઓને રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો બને તેટલો ઉપયોગ વધારવા માટે કહેવું જેનાથી પૃથ્વી ઝડપથી બિનખેતીલાયક બને અને આપણે ક્યાં જઈ શકીએ……
મંગળ પર
CNG અને LPG જેવા ગેસ ઉપર પ્રતિબંધ મૂકો અને બને તેટલા લાકડા થી રસોઈ બનાવવાનો પ્રયત્ન કરો જેનાથી જંગલ ઝડપથી કપાઈ અને લાકડાના દહન ના કારણે પ્રદૂષણમાં વધારો થાય જેથી આપણે ક્યાં જઈ શકીએ……
મંગળ પર
રેફ્રિજરેટર અને AC જેવા ગ્રીનહાઉસ વાયુ ઉત્પન્ન કરતા ઉપકરણોનો ઉપયોગ વધારો જેના કારણે ઓઝોન સ્તર ઝડપથી નાશ પામે જેથી પૃથ્વી રેહવા લાયક ન બને, કારણ કે આપણે ક્યાં જવું છે……
મંગળ પર
જંગલોને ઝડપથી કાપીને ત્યાં ખેતી કરવા અને રહેવા લાયક જમીન બનાવો અને જંગલમાં રહેલા પ્રાણીઓને પણ ઝડપથી મારી તેના શરીરના ભાગોનો આપણા મોજ શોખ માટે ઉપયોગ કરો જેના કારણે આપણે ક્યાં જઈ શકીએ..…
મંગળ પર
આપણી ઇન્ટરનેટની સ્પીડ વધારવા માટે બને તેટલા ઇન્ટરનેટના ટાવરો સ્થાપી રેડિયેશનમાં ઝડપથી વધારો કરો. જેના કારણે પક્ષીઓ ઝડપથી મૃત્યુ પામે અને આપણે ક્યાં જઈ શકીએ….
મંગળ પર
પરમાણુ બોમ્બ,અણુબોમ અને હાઈડ્રોજન બોમ્બ જેવા વિનાશકારી હથિયારો બનાવવા માટે દરેક નાગરિકોને સહમતિ આપો. જેથી બંને તેટલો શક્ય ઝડપથી આપણે પૃથ્વીનો નાશ કરી શકીએ કારણ કે આપણે ક્યાં જવું છે……
મંગળ પર
વધારાના કચરાને નદી તળાવ અને સમુદ્ર જેવા સ્થળોએ ફેંકો જેથી જલાવરણનું પ્રદૂષણ ઝડપથી ફેલાય અને ત્યાં વસતા સજીવો ઝડપથી મૃત્યુ પામે જેના કારણે આપણે ક્યાં જઈ શકીએ....
મંગળ પર
ઊર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોતો નો ઉપયોગ પર પ્રતિબંધ લગાવો અને ભવિષ્યમાં પણ તેનો ઉપયોગ ન થાય તેવા કાયદાઓ બનાવો જેથી આપણે ક્યાં જઈ શકીએ......
મંગળ પર
અમે બે અને અમારા બે જેવા સુત્રો નાબૂદ કરીને અમે બે અને અમારા ઢગલો એવા સૂત્રનો પ્રસાર કરો જેના કારણે મનુષ્ય વસ્તીમાં ઝડપથી વધારો થાય અને જગ્યાની અસત પડતા આપણે ઝડપથી કયા જઈ શકીએ.....
મંગળ પર
બને તેટલા ઝડપથી એલિયન્સ સાથેનો સંપર્ક બનાવો જેથી તે પૃથ્વી પર આવીને પૃથ્વીનો ઝડપથી વિનાશ કરી શકે અને આપણે ઝડપથી મંગળ પર જઈ શકીએ.
આ સાથે જ મેં પાઠની પૂર્ણ કરવાની ઘોષણા કરી ત્યાં વિદ્યાર્થીઓ હસતા હસતા માંડ બોલી ઉઠ્યા,”સર હજુ પણ ભણાવો ને મજા આવે છે”. બધા વિદ્યાર્થીઓ લગભગ હસી હસીને ગોટો વળી ગયા હતા.
મેં કહ્યું અત્તરના છાટણા હોય એના ફુવારા ન હોય. મારો આ જવાબ સાંભળીને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાણા આ વળી શું? કારણકે અત્યારના જમાના ના છોકરાઓને વળી કહેવતો ની શું ખબર હોય?
આથી મેં કહ્યું આપણે જેટલું પણ સમજ્યા તેના વિશે તમારે ઘરેથી પોતાની રીતે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને આવવું .આજ પદ્ધતિમાં કાલે હું તમને સવાલ કરીશ.
આ સાથે લેક્ચર એક સમાપ્ત. ટન ટન ટન ટન ટન ટન ટન ટન
આગળના લેક્ચર 2માં વાંચો - ઉત્સર્જન તંત્ર