વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે...
1 ) છળ....
" સંધ્યા આજે રાત્રે અમાવસ્યા છે અને જો તુ ચાર રસ્તા પર જઈને તંત્ર વિદ્યા કરીશ તો એ આત્મા તારી બધી વાત માનશે " રીજ સંધ્યાને ફોન પર વિદ્યા કેમ કરવી તેમ સમજાવતા બોલ્યો.
" પણ રીજ એ આત્મા મારૂ કામ કરશે " સંધ્યા મુંજવણમાં સપડાયેલી હતી.
" તુ ટ્રાઇ તો કર.... પછી જે થાય એ જોઈ લઈશુ " રીજ બોલ્યો...
" પણ મને ડર લાગે છે રીજ... " સંધ્યા એ થોડું ગભરાઈ ને કહ્યું. તે સાચે જ આ કરવાથી ડરી રહી હતી.
" કંઈ નહી થાય સંધ્યા ; તુ ભગવાનનું નામ લે અને કામ પર લાગી જા... બીજી બધી વાત વિચારવાની હમણાં કોઈ જરૂરત નથી. " રીજ તેને સમજાવવા લાગ્યો...
" પણ રીજ... "
" સંધ્યા ; કંઈ નહી થાય... તને મારા પર ભરોસ
નથી... " રીજ હવે તેને પોતાની વાતો મા ફસાવવા લાગ્યો...
" છે મને તારા પર ભરોસો ; પણ ડર પણ લાગી રહ્યો છે... " સંધ્યા નુ મન નહોતું માની રહ્યુ.
" બસ સંધ્યા હવે એક ઊંડો શ્વાસ લે અને કામ પર લાગી જા... " રીઝે કહ્યું તો સંધ્યાએ એની વાતમાં હામી ભરી અને બધો સામાન એકઠો કરવા લાગી જેથી રાત્રે તંંત્ર વિધ્યા કરી ને આત્મા બોલાવી શકે.
રાતના એક્ઝેક્ટ બાર વાગ્યે સંધ્યા પોતાના ઘરેથી નીકળી અને તેના ઘરની પાસે આવેલા ચાર રસ્તે જઈને ઊભી રહી ગઈ.. તેને આ બધું કરવું તો નહોતું પણ રીજ ના જોર આપવાથી તે આમ કરવા રાજી થઈ ગઈ અને પહોંચી ગઈ ચાર રસ્તે , આજે અમાવસ્યા હતી અને કોઈક તાંત્રિકે કહ્યું હતું કે આજની રાત આત્માઓ છુટી ભટકે છે અને જો એનું આહવાહન કરી તેને બોલાવવામાં આવે તો એ આપણા કામ કરે છે બદલામાં તે રુહ માંગે છે.....
" યાર , આ રીજે મને ક્યા ફસાવી... મારે એની વાત માનવી જ નહોતી.... આટલી રાત્રે એ પણ એકલા કોઈ ભુતને આમંત્રણ આપવું , કેટલો ડર લાગે છે અને એ ભુતે મારી રૂહમાંગી તો ! તો હુ શુ કરીશ..... " પોતાનામાં જ બબડતા સંધ્યા ચાર રસ્તે આવીને ઊભી રહી અને વિદ્યા માટે સામાન ગોઠવવા લાગી જે પણ રીજે કરવાનુ કહ્યું હતું તે કરવા લાગી કે અચાનકથી તેને આભાસ થયો કે કોઈક તેની એકદમ નજીકથી જતું રહ્યો હોય તેવો આભાસ થયો અને એક ઠંડા પવનની લહેર તેના આખા શરીરને સ્પર્શી ગઈ... પછી તે ડરથી આમતેમ જોવા લાગી અને કોઈના ના હોવાની ખાતરી કરી ફરી સામાન ગોઠવવા લાગી કે તેને લાગ્યું કે કોઈ એકદમ તેની પાછળ ઊભું છે અને તે ડરથી કપ કપાતી ધીમે ધીમે પાછળ ફરી કે એના કાન પાસે એક કાળો પડછાયો આવ્યો અને તેના કાનમા બોલ્યો , " સંધ્યા.... સંધ્યા..... " અને અવાજ સાથે જ સંધ્યા તે તરફ વળી કે એક ભયાનક ચહેરો તેની સામે આવી ગયો અને સંધ્યા ડરથી બે કદમ દુર થઈ ગઈ, તે ચહેરો અડધો બળેલો અને એક આંખ ફાટેલી કે બીજી આંખ શરીરની બહાર હતી , હાથ પગ પર થી અંગારા નીકળી રહ્યા હતા ને બોડી સડી ગયેલી , આ જોઈ સંધ્યા ભાગવાની કોશિશ કરે એ પહેલાં જ એ આત્મા સંધ્યા પર વરસી પડી અને માત્ર દસ સેકન્ડના અંતરમાં જ તેની રૂહ લઈ લીધી....
કે તરત જ રીજ એ આત્મા પાસે આવ્યો અને બોલ્યો , " તને કરેલા પ્રોમીસ અનુસાર મે તને રૂહ આપી હવે તુ મારો ગુલામ છે અને મારા દરેક કામો તારે કરવાના છે "
સમાપ્ત........