“શું તમે અમને એ ઘડિયાળનો સ્કેચ બનાવડાવી શકો?”આ સંભાળતા જ બધા અભયની બુદ્ધિ પર આફરીન થઈ ગયા.બધા ના ચહેરા પર એક ચમક હતી.
“જી જરૂર” કાળું ની હા સંભાળ્યા બાદ બધા જ ખુશી થી ઝુમી ઉઠ્યા. બધાને જ હવે આશા હોઈ છે કે તેઓ કાતીલ ને જરૂર પકડશે.
થોડાજ સમય માં એક સ્કેચ આર્ટિસ્ટ ડિટેક્ટિવ રોય ના બારણે દસ્તક આપી. તેમને આવકાર્યા બાદ રોય એ તેમને સ્કેચ બનાવવા કહ્યું. કાળું ના કહ્યાં મુજબ આશરે એક કલાક બાદ ચિત્ર તૈયાર થઈ ગયું. સ્કેચ બરાબર છે તેની પુષ્ટિ કર્યા બાદ તે વ્યક્તિ પોતાનું તૈયાર કરેલું કામ ઇન્સ્પેક્ટર અજયના હવાલે કરી પાછો ગયો.
ડિટેક્ટિવ રોય એ તે સ્કેચ ધ્યાન થી જોયો.તે જોતા જ તેમને થોડું ઘણું સમજાયું. તેઓ સાચા હતાં કે નઈ તે ચકાસવા પાછાં તેમણે કાળું ને પ્રશ્ન કર્યો.
“કાળું શું તને યાદ છે કે તેને જે ઘડિયાળ પહેરી હતી એ ચાલુ હતી કે બંધ?”
“આ કેવો પ્રશ્ન છે સર? કોઈ માણસ બંધ ઘડિયાળ કેમ પહેરશે?”કામ્યા એ પૂછ્યું.
આ સાંભળતા જ રોયએ એક ગુસ્સાવાળી નજર તેના તરફ નાખી એટલે કામ્યા ચૂપ થઈ ગઈ. તેમણે ફરી કાળું ને એજ પ્રશ્ન પુછ્યો. કાળું થોડું વિચારવા લાગ્યો.
“હા સર! તમે સાચા છો તેની ઘડિયાળ બંધ હતી.કારણ તેની ઘડિયાળ જેમ આ સ્કેચમાં છે એ પ્રમાણે ૯:૦૦ વાગ્યા નો સમય બતાવે છે.પરંતુ હું તેને મળવા બપોરે લગભગ ૨:૩૦ થી ૩ ની વચ્ચે ગયો હતો.”
“હમમ...તો મારો શક બરાબર છે. ૯:૦૦ પર કાટો છે એજ હિસાબે એને નયન અને વાની આ બંનેને પોતાના શિકાર બનાવ્યાં છે. 'ન’ એટલે ‘નયન’ અને ‘વ’ એટલે ‘વાની’.”
“પણ સર પહેલું ખૂન વાની નું અને પછી નયન નું થયું હતું.” પીહુ એ કહ્યું
“હા,તારી વાત બરાબર છે.પણ આ ગુત્થી ની આપણે નજીક જ છીએ. બસ એનો આગલો ટાર્ગેટ કોણ છે એ શોધી લઈએ એટલે એ પણ આપણા હાથ માં આવી જશે.”
“પણ ખબર કંઈ રીતે પડશે એના ટાર્ગેટ વિષે?”પીહુ એ અસમંજસ માં પૂછ્યું.
“બસ એજ વિચારવાનું છે.” ત્યાજ રોયના ફોનમાં મેસેજ આવ્યો.રોય તે વાંચતો જ હતો ત્યાં કાળું કશુંક બોલ્યો જેને રોયના ધ્યાન દોર્યું.
“સર સોરી મારું ધ્યાન હમણાં ગયું પણ ઓલા ભાઈસાહેબ એ મિનિટ કાટો ત્રણના બદલે એક પર દોર્યો છે.”
“શું?”
“હા!! મે તેમને ત્રણ પર જ દોડવા કહ્યું હતું.”
“ડફોળ!! અત્યાર સુધી ક્યાં હતો?”
“સર મારું ધ્યાન નહોતું.”
ત્યાજ ઇન્સ્પેકટર અજય પર એક કોલ આવ્યો.જે સાંભળી તેમના ચહેરાનો રંગ ઊડી ગયો. તેમણે ઓકે કહી કોલ કટ કર્યો અને બધા સામે જોઈ કહ્યું,“જે સ્કેચ આર્ટિસ્ટ આવવા નો હતો એની રસ્તામાં ગાડી ખરાબ થઈ ગઈ છે તો એને આવતા લેટ થશે એવો કંપનીમાંથી કોલ હતો.”
“એટલે મારો ડાઉટ સાચો હતો!” રોય એક વિશ્વાસ સાથે બોલ્યાં.
“ક્યો ડાઉટ?”
“હમણાં જે સ્કેચ કરી ને ગયો એજ કાતીલ હતો.”
“શું...?”બધાં એક સાથે બોલ્યા.થોડા સમય માટે ત્યાં સોપો પડી ગયો.
“પણ સર તમને ખબર હતી તો તમે એને જવા કેમ દીધો?”આચલ બોલી.
“મને ફક્ત શક હતો.પણ હવે મને વિશ્વાસ થઈ ગયો છે.”આમ કહી તેમણે ફરી ફોનમાં મેસેજ જોયો.મેસેજ વાચ્યા બાદ નક્કી થઈ ગયું કે તે જ વ્યક્તિ ખૂની હતો જે વેશ બદલી આવ્યો હતો.
“સર આપણે તેની પાછળ જવું જોવે. એ હજી એટલો પણ દૂર નઈ ગયો હોઈ.” વિવાન બોલ્યો.
“તમને શું લાગે છે,જે વ્યક્તિ બે મર્ડર કર્યા બાદ પણ આપણી સામે આવી ને આ બનાવી જાય છે એણે નીકળવા માટે કોઈ પ્લાનિંગ નઈ કરી હોઈ? એ નઈ આવે આપણા હાથમાં પણ એને એક હિન્ટ આપી છે જે આપણે સમજવાની છે. એને સામે ચાલીને ચુનોતી આપી છે પકડવા માટે.હવે એ નઈ બચે.”કહી ડિટેક્ટિવ રોય એ પોતાનો હાથ જોરથી દીવાલમાં માર્યો. બધા તેમનો ગુસ્સો જોઈ ચકિત થઈ ગયા.
ડિટેક્ટિવ રોય પાછાં તે મિનિટ કાટા ના રાઝને સુલજાવવા લાગ્યા. આ જોઈ બધા એ પાછું પોતાનું મગજ કસવા નું શરૂ કર્યું.ઇન્સ્પેકટર અજયને પોલીસ સ્ટેશનથી કોલ આવે છે માટે તેઓ બધાને કહી પોલીસ સ્ટેશન જવા નીકળી ગયા અને બાકી લોકો આ પહેલી સુલજવવા લાગ્યા.
***
શું પછી સામે આવેલી આ પહેલી ડિટેક્ટિવ રોય સુલજાવી શકશે? કોણ હશે નેક્સ્ટ ટાર્ગેટ? શું હશે મિનિટ કાટાની જગ્યા બદલાવવા પાછળ નું કારણ?
જાણવા માટે વાંચતાં રહો.....