ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૮
સરસ તને મજા આવી એ જાણીને મને ખુશી મળી.
“તેજલ ક્યારે આવશે?”
“ખબર નહીં તને હવે તેજલ સાથે વધારે ગમે છે એમ ને?” અને હસવા લાગ્યા.
“શું તમે પણ. ના એવું જરાય નથી. હું તો એમને ક્યાં બહુ ઓળખું છું. એ તો મને એમને કહેવાનું છે હું પ્રદર્શનમાં આવીશ અને મને ક્યાં મળશે કેમ કે અહીંયા તો અમે સાથે ન જઈ શકીએ એટલે પૂછું છું? તમારી વહુ બની જઈશ પછી ચિંતા નહીં રહેશે. “ અને હસવા લાગી. "એ તો છે પણ તને તેજલ ગમે અને તેજલને તું ગમે.” "અચ્છા માસી. એ વાત બરાબર."
ચાલો. હવે આપણે ઉભા થઈએ.
“હા,હા.આજે કામમાં અને તમારી સાથે પણ મજા પડી ગઈ . બે દિવસ હું બરોડા જઈશ તયારે તમે નહીં મળો તો મજા નહીં આવે.”
“ઓહો તેજલ સાથે મજા કરજે.”
“ના ના તમારી જેટલી હું એમને નથી ઓળખતી.”
“એ તો થોડા વખતમાં ઓળખી જઈશ.”
“એ તો છે.એ તો જોઈશું પણ તમારી જેમ સમજી શકશે કે નહીં. એ મને ખબર નથી.”
“ઓહ એવું કેમ?”
“હું એને બહુ મળી નથી એટલે ક્યાંથી ખબર?”
“એ વાત બરાબર.”
“ઠીક તને જ્યાં સુધી ખાતરી ન થાય ત્યાં સુધી તું એને જીવનસાથી બનાવવા હા ન પાડતી.”
“હા પણ મને માસી સાસુ તરીકે મળે તો કદાચ હા પણ પાડી દઉં પ્રેમ તો લગ્ન પછી પણ થઇ શકે.” અને હસી.
“ઓહ પણ કેમ?”
“અહીંયા હું શાંતિથી રહી શકીશ અને કાંઈ તકલીફ નહીં થાય એ મને વિશ્વાસ છે.”
“ઓહો આટલો બધો વિશ્વાસ?”
“હા જેમ મમ્મીને તમારા પર હતો એમ મને પણ થઇ ગયાે.”
“ઓહો પણ તારા પપ્પા દુબઇ બોલાવશે તો શું કહીશ?”
“તે પહેલા નહીં લઇ ગયા તો હવે આટલા વર્ષો પછી ક્યાં લઇ જશે? એમપણ એમનું સંપર્ક હજી ક્યાં થયું છે.”
“એ વાત સાચી લાગે છે પણ સંપર્ક થયું અને તને સાથે જવાનું કહેશે તો તારો શું જવાબ હશે?”
“એ તો મને હમણાં ખબર નથી પણ હું તમને છોડીને ક્યાં પણ નહીં જાઉં. તમે પણ આ જગ્યા છોડીને ન જતા નહીં તો હું ફરી એકલી પડી જઈશ.”
“ઓહો! હા ક્યાં નહીં જાઉં.”
“વાહ શું વાત છે. હવે તો મને ખબર પડી એટલે જ મમ્મી અને તમારું ખુબ જામતું હતું.”
“હા એકદમ. અમારા વિચારો કાયમ મળતા હતા.”
“અરે વાહ એ તો બહુ સારું કહેવાય. હું બહુ ખુશ થઇ.”
“હા હવે તું પણ મળી ગઈ ને.” અને હસી.
“મેં તો આટલા વર્ષથી બહુ તને ઘરમાંથી નીકળતા નથી જોઈ એવું કેમ?”
“અરે તમને કેવી રીતે ખબર?”
“આપણું ઘર બાજુમાં તો છે એટલે ખબર પડે.”
“હા તમારી વાત સાચી મને કાકી બહુ ક્યાં જવા જ દેતા ન હતા મારી મિત્રોને પણ મળી શક્તી ન હતી અને જાઉં તો બહુ ગુસ્સો કરે એટલે મારી પાસે કોઈ વિકલ્પ ન હતું તયારથી મને આદત પડી ગઈ અને પછી હું ઘરની બહાર નીકળતી જ ન હતી.”
“ઓહો તને બહુ અકળામણ થતી હશે ને?”
“હા જે દિવસ તમે મને તમારી સાથે બજાર લઇ ગયા હતા તયારે મને બહુ ગમ્યું પણ કાકીએ આપણી વાત સાંભળી લીધી હતી એટલે મેં કીધું આપણે જઈએ. જોયું ને આપણી પાછળ આવી ગયા આપણે માન માન બચ્યા.”
“હા તારી વાત બરાબર છે. મને એ નથી સમજાતું કાકી તારી સાથે આવું શુંકામ કરે છે?”
“એ તો મને પણ નથી સમજાતું.ઘણી વાર થાય પૂછું પણ પછી રહેવા દઉં કેમ કે હું કાંઈ પણ કહું તો ગેરવર્તન કર્યા કરે છે. તમે જોયું નહીં તે દિવસે. એ તો તમે મને હિમ્મત આપી એટલે એમની સામે બોલી શકી.”
“હા મેં જોયું. એક દિવસ એમને પછતાવો થશે જ.”
“એવું થાય તો સારું. આવી રીતે રહેવા કરતા બીજે રહેવા જવું જોઈએ.”
“તારી બધી વાત સાચી પણ હમણાં તો તે કહ્યું હું તમને છોડીને નહીં જાઉં અને હવે અહિયાંથી જવાની વાત કરે છે.”
“હા પણ તારી બધી વાત સાચી પણ હમણાં તો તે કહ્યું હું તમને છોડીને નહીં જાઉં અને હવે અહિયાંથી જવાની વાત કરે છે.”
“હા પણ મને ત્યાં રહેવાનું ગમતું નથી અને કાકા પણ એમની બધી વાત માને છે અને મારું કાંઈ સાંભળતા નથી .”
“હું સમજુ છું પણ તું અહીંયા રહી શકે છે. હમણાં તો તું અહીંયા જ આવે છે એટલે વાંધો નથી પછી આપણે એનું કોઈ રસ્તો કાઢશું અહિયાંથી જવાની વાત ન કર.”
“ભલે માસી તમે કહેશો એમ કરીશ.”
“સરસ હવે દુઃખી ન થતી. જા ખુશ રહેતા સીખી જા તો તારું કામ પણ બરાબર થશે.”
“હા એ વાત તમારી સાવ સાચી છે. એમપણ માસી મળ્યા પછી હું બધું દુઃખ ભૂલી ગઈ.”
“ઓહો એ તો સારું જ છે પણ માસીને ન ભૂલતી.” અને હસી પડ્યાં.
“હોય કાંઈ માસી. હું તમને કેવી રીતે ભૂલી શકું તમે મારા જીવનમાં પ્રકાશ લઈને આવ્યા છો.”
“ઓહ એમ તો ઉતાવળે કોઈ નિર્ણય ક્યારે ન લેતી સમજી.”
“હા માસી તમને પૂછ્યા વગર હું કાંઈ નિર્ણય નહીં લઉં.”
“હજી તેજલ કેમ ન આવ્યો. મને હવે ઘરે જવું પડશે. આજે તું અહીંયા જ સુઈ જા તારા માસા પણ નથી.” અને હસ્યાં.
“ના ના માસી હું મારા કપડાં પણ નથી લાવી.બીજી વાર જરૂર રહીશ.”
“કેમ માસી તો તને બહુ ગમે છે તો અહીંયા નથી રોકાવું ?”
“એ વાત સાચી પણ આજે નહીં રોકાઈ શકું.”
“અરે તું રોકાઈ જઈશ તો આપણે સાથે મજા કરીશું.”
“હા એ તો મને ગમશે પણ હું અહીંયા રોકાઇશ તો કાકી મોટો હંગામો કરશે અને તમને કાંઈ કહે એ મને નહીં ગમે. સવારે કપડાં લેવા જઈશ અને મને જોઈ જશે તો અહીંયા આવવાનું મુશ્કિલ થઇ જશે.”
“ઓહો એવું કાંઈ થાય. હું છું પછી શુંકામ ડરે છે?”
“તમારા માટે ડરવું પડે કાકી મને કહે તો ચાલશે પણ તમારી સાથે ગેરવર્તન કરે એ ન ચાલે.”
“ઓહો કરવા દે. જો આપણું ફાયદો થતું હોય તો આપણે ગણકારવાનું નહીં.બોલ રોકાવું છે આજે સારો મોકો છે. હું બધું સંભાળી લઈશ.”
“ઠીક છે. મને ખભર છે માસી મારી સાથે છે પછી મને કોઈ ચિંતા નથી પણ મારા કપડાં કેવી રીતે લાવીશ?”
“જા હમણાં તો કાકી સુઈ ગયા હશે ને તો લઇ આવ હવેથી થોડા કપડાં અહીંયા રાખજે જયારે મન થાય રોકાઈ જવાનું.”
“હા પણ માસા શું કહેશે?”
“એ હોય તો કહેશે ને? આજકાલ તે બહારગામ જ રહે છે.”
“ઓહ તો તો મને કાંઈ વાંધો નહીં આવે પણ તેજલ શું કહેશે?”
“એ પણ કાંઈ નહીં કહે એને પણ બહુ કામ હોય છે.”
“સરસ તો તો મને માસી સાથે મજા પડી જશે.”
“આટલા મસ્કા મારવા પડે અહીંયા રોકાવા માટે.”
“ના ના એવું નથી તમે તો મારી પરિસ્થિતિ જાણો છો નહીં તો શુકામ આવું કરું.”અને રડવા લાગે છે.
“અરે શું થયું આમાં રડાય. હું સમજુ છું.”
“મન હોય પણ શું કરું? સોરી મેં તમને નારાજ કર્યા.”
“અરે એવું કાંઈ નથી હવે પહેલા રડવાનું બંધ કર." અને રીનાબેન ગોપીને ગલે લગાવે છે. ચાલ આપણે જમી લઈએ. મને લાગે છે તેજલને વાર લાગશે. હવે આગળથી રડતી નહીં અને કાકી સામે તો જરાય નહીં તો એ સમજશે તું નબળી છે. હિમ્મતી સામનો કરવાનો સમજી.”
“હા માસી સમજી ગઈ. હવે એવું નહીં થાય. મને એના લીધે તમે મને ગલે લગાડી એ તો ખુબ ગમ્યું. મને લાગે છે હવે તમારી સામે રોજ રડવું પડશે કે તમે મને ગલે લગાડશો.” અને હસવા લાગી.
“સરસ અરે હમણાં તો કહ્યું તારે રડવાનું નહીં હવે પાછી રડવાની વાત કરે છે?”
“માસી મજાક કરતી હતી હું રડું તો તમે મને ગલે તો લગાડો એટલે કહ્યું.”
“અરે એના માટે રડવાનું થોડી હોય શું તું પણ?”
“તમારી હૂંફ મળે તો તો હું રોજ રડવા પણ તૈયાર છું.”
“ઓહો એટલો પ્રેમ કરે છે માસીને.”
“હા બહુ જ.”
“ચાલ જમીયે હવે અહીંયા રોકાઈ જા આપણે કાંઈ રસ્તો કાઢશું.”
“હા માસી હવે તમે મારી સાથે છો પછી શુકામ ફિકર કરું”
“આપણે જમી લઈએ પછી તારા કપડાં લઇ આવીએ તને ચાલે તાે મારા કપડાં પહેરી શકે છે.
“ના ના તમારા કપડાં કેમ પહેરાય.”
“એમાં શું થયું. તું પણ મારી જ છે.” અને હસ્યાં.
“અરે વાહ! હા માસી મારા જ છે અને મને બહુ પ્રિય છે. એમના માટે હું કાંઈ પણ કરીશ.”
“ઠીક છે તમે કહેશો એમ કરીશ.”
“સરસ હવે તેજલ પણ આવી ગયો તું વાત કરી લે.”
“હા પહેલા એને જમવા તો દઉં એને ભૂખ લાગી હશે પછી વાત કરીશ.”
“ઓહો તને એની બહુ ફિકર.”
“અરે એવું કશું નથી.”
“ઠીક બસ તું કહે છે એમ કરીશું. યાદ છે ને જયારે બરોડા જાય તયારે કાકીને કાગળ લખજે હું બે દિવસ મારા કામનું શીખવા જાઉં છું એમને જરા પણ ભનક ન થવી જોઈએ કે તું તેજલ સાથે જવાની છો.”
“હા ચોક્કા એવું નહીં થાય.”
રીનાબેને અને ગોપી તેના ઘરે એના કપડાં લેવા અર્ધી રાત્રે જાય છે ત્યારે શું થશે? શું ગોપીના કાકી તેમને જોઈ જશે? એ માટે આગળના ભાગમાં જોડાજો.
ક્રમશ: