વરદાન કે અભિશાપ (ભાગ-૧૯)
(વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા અને તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. મણિબા કમલેશ માટે દૂર ને દૂર વાતો કરવા ગયેલા પણ કોઇક વાર તેને છોકરી ના ગમે અને કોઇક વાર છોકરીવાળા તેને ના પાડતા. ધનરાજભાઇ, મણિબેન, નરેશ અને કમલેશ બીજી છોકરી જોવા માટે દૂર જાય છે. છોકરીવાળાના ઘરમાં ધનરાજભાઇના ઘરે જે સુખ-સુવિધાઓ હતી તેમાંથી સાવ નજીવી વ્યવસ્થા તેમના ઘરે હતી. છોકરી દેખાવમાં ખૂબ જ સુંદર હતી મણિબેન અને ધનરાજભાઇને છોકરી ગમી જાય છે. કમલેશના લગ્ન ધામધૂમથી લેવાયા. લગ્ન કરીને આવતાં જ પુષ્પા તેનો જોહુકમ કમલેશ પર ચલાવા લાગે છે જે મણિબેન ચલાવી પણ લે છે. કારણ કે, મણિબા કમલેશના એક વચનથી બંધાયેલા હતા. એવામાં નરેશના નાના ભાઇ ભાનુપ્રસાદની પાછળ એક છોકરી હાથ ધોઇને પડી હોય છે. જયાની વાત સાંભળી તે છોકરીને ફોન કરીને તેને ધમકાવે છે. એ પછી તે છોકરી કોઇ દિવસ ભાનુપ્રસાદને હેરાન કરતી જોવા મળતી નથી. ઘરના બધા આ વાત જાણતા હોય છે એટલે તેને પુષ્પા અને કમલેશના સંબંધો સુધરે એ માટે પ્રયત્ન કરવાનું કહે છે. નરેશ તેનાથી બનતા બધા પ્રયત્નો કરે છે, બંનેને સમજાવે પણ છે અને આખરે કમલેશ પુષ્પાને પત્ની તરીકે સ્વીકાર કરી લે છે. નરેશ અને સુશીલાને ત્યાં પુત્રનો જન્મ થયો. બધા બહુ જ ખુશ હતા. નરેશ પણ ખુશ હતો કેમ કે તેનું આખો પરિવાર હવે પૂરો થઇ ગયો હતો. સુશીલાએ એક દિવસ રજાઓમાં પિયરમાં જવાનું નકકી કર્યું. એ વખતે તેના ગામમાં ભવ્ય મેળો આવ્યો હતો. નરેશ, સુશીલા અને બે બાળકો મેળામાં જવા રવાના થયા. ગરબા જોતાં-જોતાં અને મેળાનો આનંદ લેતાં તેઓ રાત્રે બે વાગ્યે ઘરે આવ્યા. સવાર પડતાં જ ચા-નાસ્તો કરીને બધા ફરીથી પાછા મેળામાં ફરવા નીકળ્યા. અચાનક જ પલક અને તેની સાથેના બંને નાના બાળકોએ ધૂનમાં ને ધૂનમાં તેમની ચાલવાની બીજી દિશા બદલી દીધી. આ વાતની નરેશ કે સુશીલાને ખ્યાલ જ નહિ. હજી તો માંડ પાંચ મિનિટ જ થઇ હશે કે નરેશ અને સુશીલાને તેમની પુત્રી પલક ન હોવાનો ભ્રમ થયો. હવે આગળ...................)
સુશીલા અને તેના પિયરના સગા-સંબંધીઓ તો આમથી તેમ પલકને શોધવા માંડ્યા. નરેશ પણ બેબાકળો બની વ્હાલસોયી દીકરીને શોધવા માંડ્યો. બધે જ આસપાસ તેઓ જઇ આવ્યા હતા. પણ કયાંય પણ પલક અને તેની સાથે જે બાળક હતો તેનો કોઇ પતો જ ન હતો. હવે તો બધાની ચિંતામાં વધારો થઇ ગયો હતો. આખરે તેઓ મેળાના એનાઉ્ન્સમેન્ટ પાસે ગયા. ત્યાં તેઓએ એનાઉન્સ કરાવી દીધો કે એબ બાળકી ખોવાઇ છે. ત્યાં સુધીમાં બીજા લોકો બાળકોને બધે જ શોધવાનો પ્રયત્ન કરે છે.
નરેશ આ બાજુ હાંફળો-હાંફળો શોધતો હોય હોય છે ત્યાં એક ભાઇ એનાઉન્સમેન્ટ સાંભળીને તેની સામે આવીને ઉભો રહી જાય છે અને નરેશને પકડીને શાંત થવાનું કહે છે.
અજાણ્યો ભાઇ : ભાઇ, શું થયું? આમ કેમ ચિંતામાં છો? કંઇ તકલીફ છે?
નરેશ : અરે ભાઇ, મારી ત્રણ વર્ષની બેબી કયાંક ખોવાઇ ગઇ છે. તેને શોધું છું. હમણા જ સાથે હતી ખબર નઇ કયાં ખોવાઇ ગઇ છે.
ભાઇ : ઓહહહહ...... હું તમારી કંઇક મદદ કરી શકું છું તેમ છું. તમારી બેબી કેવી લાગતી હતી?
નરેશ : ગુલાબી કલરનું ફ્રોક પહેર્યું છે અને હાથમાં એક ફૂગ્ગો છે અને તેની સાથે બીજો પણ એક નાનો બાબો છે.
ભાઇ : અરે તે બેબીને તો મે હમણા જ રસ્તા પર જોઇ. તે બાબો અને બેબી હાથ પકડીને ચાલતાં હતા.
નરેશ : (તે ખુશ થઇ જાય છે અને જાણે સાક્ષાત ભગવાન તેની મદદે આવ્યા હોય તેવો તેને આભાસ થાય છે. તે પેલા માણસને ખભેથી પકડીને એકદમ રડમસ અવાજમાં પૂછે છે.) કયાં જોઇ મારી બેબી ને?
ભાઇ : ચલો હું તમને રસ્તો બતાવો.
(બધા જ સગાં-સંબંધીઓ, નરેશ અને સુશીલા તેમજ તેના પિયર પક્ષના લોકો તે રસ્તે તેને શોધવા જવા જાય છે ત્યાં જ નરેશના માતા-પિતા દીકરીના સમાચાર સાંભળીને ત્યાં આવી જાય છે. નરેશ તેમને પેલા ભાઇએ કહેલી બધી જ વાત વિગતવાર કહે છે અને તે ભાઇની પાછળ-પાછળ બધા પલકને શોધવા જાય છે. )
રસ્તામાં આમ થી તેમ નજર કરતાં-કરતાં અને આંસુંની તો નદીઓ વહી રહી હોય તેમ નરેશ અને સુશીલા તેમની વ્હાલસોયી દીકરીને શોધી રહ્યા હતા. એ વખતમાં વાહનોની અવર-જવર બહુ નહિ એટલે રસ્તા પર કોઇ વાહનોની ભીડ જ નહતી. તેઓ આજુબાજુ બધાને પૂછતાં રહેતા હતા જેથી પલકના સમાચાર મળી રહે. એવામાં જ પૂછપરછ કરતાં હતા ત્યાં એક ભાઇને પૂછ્યું તો તેમણે કહ્યું કે, હા એક ગુલાબી ફ્રોક પહેરીલી છોકરી મે જોઇ અને સાથે તે બાબો પણ હતો. પણ તે એક બળદ ગાડામાં જતા હતા. બળદ ગાડામાં તેમના સિવાય એક આખો પરિવાર પણ હતો. હું તેમને ઓળખું છું. ચલો તમને ત્યાં લઇ જઉં. એ લોકોઅહી બાજુના ગામમાં જ રહે છે. નરેશ અને સુશીલા તો બહુ જ ખુશ થઇ જાય છે કે હવે તેમની વ્હાલસોયી દીકરી મળી જશે.
(શું પલક મળી જશે? બળદ ગાડામાં જે પરિવાર હતો તેની સાથે પલક અને પેલો બાબો કઇ રીતે પહોંચી ગયા હશે?
(વધુ આવતા પ્રકરણે ભાગ-૨૦ માં)
- પાયલ ચાવડા પાલોદરા