Dhabkaar - Ek navi sharuaat - 10 in Gujarati Love Stories by Nidhi Satasiya books and stories PDF | ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 10

Featured Books
Categories
Share

ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 10

" જીયા તુ ઠીક છો ને ! તને કંઈ થયુ તો નથી ને !" બધાં ને સરખી રીતે મેથીપાક ચખાડી સમર્થ ની નજર જીયા પર પડી. જે ડરી સહેમી એક બાજુ ઊભી હતી. સમર્થ તરત જ જીયા પાસે આવ્યો અને તેનો ચહેરો પોતાના હાથમાં ભરતા બોલ્યો. જીયાએ સમર્થ ને જોયું તેની આંખોમા જીયા પ્રત્યે ચિંતા સાફ સાફ દેખાઈ આવતી હતી.

જીયા સાથે જે ઘટના થ‌ઈ હતી તેનાથી તે ખૂબ જ ડરી ગ‌ઈ હતી અને સમર્થ ની પોતના પ્રત્યેની ચિંતા જોઈ તે સમર્થ ને વળગી પડી અને રડવા લાગી. સમર્થ જીયાના રીએક્શન થી ચોંકી ગયો પણ જીયાને રડતી જોઈ આપોઆપ સમર્થ નો હાથ જીયાની પીઠ ને સહેલાવવા લાગ્યો અને તે જીયાને શાંત કરવા લાગ્યો કે રીક્કી અને સેમ પણ એ બંને પાસે આવ્યા.

" જીયા , તુ ઠીક તો છે ને !" રીક્કી અને સેમ પણ જીયાની હાલત જોઈ ગભરાઈ ગયા હતા.

જીયા સમર્થ થી દૂર થ‌ઈ અને રીક્કી સેમ સામે જોઈ ગુસ્સે થી બોલી , " નમુનાઓ ક્યા જતા રહ્યા હતા.... મારી સાથે કંઈ થ‌ઈ જાત તો ! "

" પણ કંઈ થયુ તો નથી ને ! સમર્થે તને બચાવી લીધી અને પછી અમે પણ તો તારા પ્લાન મુજબ આ જ કરવાના હતા ને !" ફ્લો ફ્લો મા સેમ બોલી ગયો પણ જેવો તેને અહેસાસ થયો કે તે શુ બોલ્યો તેણે પોતાની જીભ દાંત નીચે દબાવી અને જીયાને સોરી કહ્યું. પણ ત્યાં સુધીમા સમર્થ સમજી ગયો કે જીયાએ સમર્થ ને જાણીજોઈને અહીં બોલાવવા આ બધુ નાટક કર્યું હતું અને હવે તે ગુસ્સામાં આવી ગયો હતો.

જીયાએ સમર્થ સામે જોયું તો એ ગુસ્સે થ‌ઈ એને જ જોઈ રહ્યો હતો અને જીયા કંઈ બોલવા જતી જ હતી કે સમર્થ બોલ્યો , " આ બધું તે મને અહીં બોલાવવા માટે કર્યુ હતું , હા કે ના. "

" સમર્થ..."

" હા કે ના જીયા.. "

" સમર્થ મારી વાત તો સાંભળ..."

" હા કે ના જીયા... "

" પણ સમર્થ મે એ બધું.... "

" હા કે ના... " સમર્થ જોરથી બોલ્યો તો જીયા ડરી ગ‌ઈ અને તે માથુ ઝુકાવી ધીમેથી બોલી ,

" હા , પણ સમર્થ મે એ બધું... " પણ જીયા એની વાત પુરી કરે એ પહૂલા જ સમર્થે તેને જોરદાર તમાચો મારી દીધો અને ચે જીયાને જોઈ બોલ્યો ,

" શુ કામ જીયા ? શુ જરૂરત હતી તારે એ બધું કરવાની ? તને ભાન પણ છે કે તુ તારી સાથે શુ કરી રહી હતી ? તને કંઈ થ‌ઈ જાત તો ! તને ખબર છે , તુ મુસિબત મા છો એ જાણીને ઊભા પગે હુ અહી હાજર થયો છુ અને તુ બસ નાટક કરી રહી હતી‌. મારુ દિલ જાણે છે કે મારા ઘરથી કલ્બ સુધીનો રસ્તો મે કેમ પસાર કર્યો છે. વારંવાર મગજમાં વિચારો આવતા હતા કે તને કંઈ થ‌ઈ જશે તો ! તુ સેઇફ તો હશે ને ! હુ તને બચાવવા ટાઈમ પર તો પહોંચીશ ને ! અને તુ મારી સાથે મજાક કરી રહી હતી જસ્ટ મને અહીં કલ્બ મા બોલાવવા... " સમર્થ વિફરી પડ્યો હતો‌.


" સમર્થ મે નાટક કરવાનો પ્લાન બનાવ્યો હતો પણ એ પહેલા જ પેલા છોકરાઓ મને છેડવા લાગ્યા... આઈ સ્વેયર સમર્થ મારા પ્લાન મા માત્ર રીક્કી અને સેમ જ ઇન્વોલ્વ હતા... પેલા ત્રણેય છોકરાઓને હુ જાણતી પણ નથી... જો તુ ના આવ્યો હોત તો કદાચ આજે મારી સાથે.... પણ આઈ એમ સોરી... તુ મારી દોસ્તી એક્સેપ્ટ જ નહોતો કરી રહ્યો ઉપરથી મારી દરેક વાતને ના કહી દે તો અને એટલે જ તને કલ્બ મા બોલાવવા મે પ્લાન બનાવ્યો હતો પણ મારી સાથે આ થ‌ઈ જશે મે નહોતુ વિચાર્યું... " જીયા જમીન પર બેસી ગ‌ઈ અને પોતાની હથેળીમાં મોઢું છુપાવી રડવા લાગી. જીયાને આણ રડતા જોઈ સમર્થ નુ દિલ પીગળી ગયું અને તે પણ જીયા પાસે ઘુંટણીએ બેસ્યો અને જીયાના હાથ પકડતા બોલ્યો ,

" હવે રડવાનુ બંધ કર નહીતો ક્યારેય દોસ્તી એક્સેપ્ટ નહી કરું. " સમર્થે કહ્યું તો જીયા તેને આંસુ ભરી નજરોથી ટગર ટગર જોઈ રહી તો સમર્થ ફરી બોલ્યો ,

" જીયા , મારી દોસ્ત બનીશ ? " સમર્થે કહ્યું તો જીયા તેને વળગી પડી અને ફરી રડવા લાગી. સમર્થે તેની દોસ્તી સ્વિકારી લીધી એ વાતે જીયા ખુબ જ ખુશ થ‌ઈ... જીયા એ ભલે શરત માટે પહેલા સમર્થ સાથે દોસ્તી કરી હતી પણ આજે પુરા દિલ થી સમર્થને પોતાનો દોસ્ત બનાવ્યો હતો અને જે રીતે સમર્થે જીયાને બચાવી હતી એ પછી સમર્થ માટે જીયાના દિલમા નવા અહેસાસ જાગવા લાગ્યા હતાં. એ પછી સમર્થે રીક્કી અને સેમ સાથે પણ દોસ્તી કરી લીધી અને ધીમે ધીમે કોલેજના ઘણા લોકો સમર્થના દોસ્ત બની ગયા હતા...

ખાસ કરીને સમર્થ અને જીયા એવા મિત્રો બની ગયા હતાં જેમને એકબીજા વગર જરાય ન ચાલતું. એ બંનેની દોસ્તી દોસ્તી કરતા ક્યાંય આગળ વધી ચુકી હતી. બંનેના દિલમા એકબીજા વિશે ફિલિંગ હતી પણ બંને જ ખામોશ હતા કેમકે બંનેને દોસ્તી અને દોસ્ત ખોઈ દેવાનો ડર હતો અને આખરે એ દિવસ પણ આવી ગયો જ્યારે બંનેએ ફાયનલી પોતાના પ્રેમનો એકરાર કરી દીધો...

એ વેલેન્ટાઇન ડે હતો અને જીયાએ સમર્થ માટે એ દિવસે થોડી ખાસ તૈયારીઓ કરી હતી. સમર્થ કોલેજ આવ્યો અને આવીને તરત જ પોતાના મિત્રો ને શોધવા લાગ્યા. કોલેજમાં વેલેન્ટાઇન વીક સેલિબ્રેટ થ‌ઈ રહ્યો હતો એટલે ભણવાનો તો કોઈ સવાલ જ નહોતો , માટે સમર્થ પોતાના મિત્રોને શોધતો શોધતો કેન્ટિનમાં પહોંચ્યો.

પણ ત્યાં પહોંચતા જ તે કેન્ટિનને આશ્ચર્ય થી જોવા લાગ્યો. કારણ કે, કેન્ટિનને લાલ ફુગ્ગા અને લાલ ગુલાબ વડે ખુબ જ સારી રીતે ડેકોરેટ કરવામાં આવ્યું હતું. સમર્થે આસપાસ નજર કરી અને પોતાના મિત્રોને શોધીને તે તેમની પાસે જતો રહ્યો. કોલેજમાં સમર્થના કુલ મળીને છ જ મિત્રો હતાં , જેમાં સૌથી ખાસ મિત્ર હતી જીયા. સમર્થની નજર જીયા પર ગ‌ઈ. જે આજે ખુબજ સુંદર લાગી રહી હતી. રેડ એન્ડ બ્લેક કોમ્બિનેશન માં તેણે એક શોર્ટ ડ્રેસ પહેર્યો હતો જે એના ગોરા રંગ પર ખુબ જ સારો લાગી રહ્યો હતો. સાથે મેચિંગ સેન્ડલ અને હંમેશાની જેમ જ હળવો મેકઅપ. પોતાના વાળને ખુલ્લા જ સ્ટાઈલ કર્યા હતા અને ખુબ જ અદાથી તે સમર્થ ને જોઈ રહી હતી. સમર્થે જીયાને જોઈ સ્માઈલ પાસ કરી અને તેને હાઈ કર્યુઅ. પછી પોતાના બિજા મિત્રો સાથે વાતો કરવા વાગ્યો કે અચાનક થી જીયા તેની સામે ઘુંટણ પર બેસી ગ‌ઈ અને તેને પોતાના દિલના હાલત જણાવી દીધી.


" સમર્થ , છેલ્લા એક વર્ષ થી મારા દિલની દરેક ધડકન બસ તારા જ નામે ધડકી રહી છે. મને નથી ખબર આ કેવી રીતે થયું? પણ હવે તુ મારા જીવવાનું એકમાત્ર કારણ બની ગયો છે. હુ તારા સિવાય બીજું કંઈ વિચારવા જ નથી માંગતી. શુ તુ તારુ આખું જીવન મારી સાથે પસાર કરીશ ? મારો હમસફર બનીને ; મારી જીંદગી બની ને ; મારો પતિ બની ને ; સમર્થ આઈ લવ યુ ! શુ તુ મારી સાથે લગ્ન કરીશ ?"

જીયાએ સમર્થને ડાયરેક્ટ લગ્ન માટે જ પ્રપોઝ કરી લીધું. સમર્થ પણ જીયા ને અંદરો અંદર પ્રેમ કરતો અને આજે જ્યારે જીયા એ સામે ચાલીને પોતાના પ્રેમ નો એકરાર કર્યો હતો ત્યારે સમર્થ તેને ના ન કહી શક્યો અને એ બંનેના જીવનમાં પ્રેમ ની શરૂઆત થ‌ઈ ગ‌ઈ.

સમર્થ અને જીયા દોસ્તી થી ક્યાંય આગળ વધી ગયા હતા અને એ દોસ્તી આજે પ્રેમ મા પરિણમી હતી પણ શુ તેઓની દોસ્તી ટકી રહેશે ?






જાણવા માટે જોડાયેલા રહો....

રેટિંગ કમેન્ટ ના ભુલાય... આવજો શુભ રાત્રી 🙏🏻