Maahi - 2 in Gujarati Horror Stories by Nidhi Satasiya books and stories PDF | માહી - એક ગાઢ રહસ્ય - 2

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

માહી - એક ગાઢ રહસ્ય - 2

માધુપુર ગામ




ગામમાં થનારી આકસ્મિક મૃત્યુ બાદ જાણવા મળ્યું હતું કે એ હત્યાઓ કોઈ આત્મા દ્રારા કરવામાં આવે છે. ઘણાં પ્રયત્નો કરવા છતાં પણ એ આત્માથી ગામજનો ને છુટકારો નહોતો મળતો. એટલા માટે જ ગામના સરપંચ કેવિને શહેરમાંથી એક તાંત્રિક ને બોલાવ્યા હતાં.


તે તાંત્રિક ખુબ જ શક્તિશાળી હતાં. તેઓ કોઈ પણ આત્માને પોતાની અંદર કેદ કરવાની શક્તિ ધરાવતાં હતાં. તેઓ આ આત્મા થી ગામવાસીઓને મુક્તિ અપાવશે એ આશા એ તેને ગામમાં બોલાવ્યા હતાં , અને થયું પણ એવું જ ચાર કલાક ની અથાગ મહેનત બાદ તે તાંત્રિક આત્માને કેદ કરવામાં સફળ રહ્યાં હતાં.


તે આત્માને કેદ કર્યા બાદ તે તાંત્રીક ગામવાસીઓએ ગામના પ્રવેશ જ્યારે લ‌ઈ ગયાં અને પ્રવેશદ્વાર ની આગળ એક ખાડો ખોદવાનું કહ્યું. તેમના કહેવા મુજબ એ બધું જ કર્યું ગામવાસીઓએ જે તેમને કહેવામાં આવ્યું હતું ત્યારબાદ તે તાંત્રિકે પેલી આત્મા વાળી બોટલને જમીન માં દાટી અને કહ્યું,

" હવે એ પાપી દુષ્ટ આત્મા ફરી આ ગામમાં પ્રવેશ કરવા વિશે વિચાર પણ ન‌ઈ કરે. તેને હંમેશાં માટે બાંધી ને આ પ્રવેશદ્વારના પ્રાંગણમાં દફન કરું છું. બસ તમે ગામના લોકો આ બધી વસ્તુઓને તે વ્યક્તિ ના ઘરે સળગાવજો જેના શરીરમાં એ છેલ્લે પ્રવેશી હતી." કહેતા તાંત્રિકે એક પોટલી આપી જેમાં કાળી ઢીંગલી , થોડા વાળ , સફેદ કપડાં માં વિંટળાયેલા બે શ્રીફળ અને મરેલું ચામાચિડિયું ગામના સરપંચ કેવિનને આપ્યું.



" અને હા , એક વાતનું ખાસ ધ્યાન રાખજો આ બધી વસ્તુ એ બે વ્યક્તિ એ થ‌ઈને સળગાવવાની રહેશે જેના શરીરમાં આત્મા હતી અને જેના પર હુમલો થયો હતો, અને આ દરેક વસ્તુઓ સ્ત્રીઓ થી દુર રાખવી તેના પરીવારજનો એ સળગાવ્યા બાદ આ રક્ષા પોટલી તેમને બાંધી દેવી અને સમગ્ર પરીવારને બાંધવી." કહેતા તાંત્રિકે થોડી રક્ષા પોટલી આપી અને ફરી કહેવા લાગ્યો.


" આ ખાડા પાસે એક ઘેરો કરું છું. એ ઘેરા ની અંદર કોઈનો પણ પગ ના પડવો જોઈએ. ખાસ કરીને સ્ત્રીઓનો. અને જ્યારે પણ આ વસ્તુઓ સળગે ત્યારે સ્ત્રીઓ એ ઘરની બહાર ન‌ઈ નીકળવાનું ને આ બધા વસ્તુઓ રાત્રે બાર વાગ્યે સળગાવજો." કહેતા તાંત્રિકે એક ઘેરો બનાવ્યો અને થોડાં મંત્રો નો જાપ કરી ત્યાંથી ચાલતો થયો.


કેવિન એ બધી વસ્તુ લઈને જતો જ હતો કે માહીનો ફોન આવ્યો , " હેલો , ભાઈ થોડીવારમાં મારી ટ્રેન છે. લગભગ રાત્રે બે ત્રણ વાગ્યે પહોંચી જ‌ઈશ . પહોંચી ને ફોન કરીશ લેવા આવજો. "

" હા , પણ સાંભળ સ્ટેશન ની બહાર ના....."

" ભાઈ પછી અત્યારે ન‌ઈ , મારી ટ્રેન આવી જ ગ‌ઈ છે પછી વાત કરું. " કેવિન વાત પુરી કરે એ પહેલાં જ માહી એ ઉતાવળ માં ફોન કાપી નાખ્યો.


કેવિન ગભરાયો , "આજે રાત્રે સ્ત્રીઓને ઘરની બહાર નીકળવા ની મના‌ઈ હતી અને જો માહી એ સમયે ગામમાં આવી જ્યારે પેલી વસ્તુઓ સળગતી હશે તો ? તો અનર્થ થ‌ઈ જશે કેવિન. ગમે એમ કરીને તારે માહીને સ્ટેશને જ રોકવી જોઈશે. " કેવિન મનમાં બબડ્યો.


" અરે ઓ , કેવિન મિયા સરકારે આ બાબતે સરપંચ નો લેટર માંગ્યો સે....શું કરવાનું હૈ.....? " ગામના એક વ્યક્તિ એ કેવિન ને સવાલ કરતાં કહ્યું.


" એ બધું હું જોઈ લ‌ઈશ તમે આ પોટલી વજુભાઈ ના ઘેર પહોંચાડી દો , અને કહેજો કે ઠીક રાત્રે બાર વાગ્યે ઘરના પાછળ ના ભાગમાં સળગાવી દે , અને જ્યાં સુધી સળગે ન‌ઈ ત્યાં સુધી ત્યાંથી હલે ન‌ઈ , અને સળગ્યા બાદ તેના પર ગંગાજળ છાંટી દે " કહેતા કેવિને પોટલી ગામનાં વ્યક્તિ ને આપતા કહ્યું અને ફરી બોલ્યો ,

" અને આ એક પોટલી હું મારા ઘરની પાછળ સળગાવીશ. પણ તમે બધાં ધ્યાન રાખજો કે કોઈ સ્ત્રી ઘરની બહાર ના હોય." કહેતા કેવિન પોતાના ઘર તરફ નીકળી પડ્યો.


" કેવિન , આવી ગયો દિકરા ? " કોઈના પગલાં નો આભાસ થતાં સપનાં બેન ( કેવિન ના મમ્મી ) એ પુછ્યું અને પોતાના બેડ પરથી ઉભા થયા.

" હા , મમ્મી . " કહેતા તે એમની પાસે ગયો.

" માહી , ક્યારે આવે છે દિકરા ? "

" રાત્રે લગભગ આવી જશે , અને તું સવાલ જવાબ મુક આ તારી દવા લે અને થોડો આરામ કર. " કહેતા તેણે દવા અને પાણીનો ગ્લાસ સપનાં ને આપ્યો અને રૂમની બહાર નીકળી ગયો.


તે પોતાના રૂમમાં ગયો અને તે પોટલી ખોલી કંઈક વિચાર કરવા લાગ્યો. અચાનક જ તેની નજર રક્ષા પોટલી પર પડી , તે એકદમ વિચિત્ર દેખાતી હતી , તેના પર નક્શી કામ કરેલું હતું અને ઉપર કંઈક વિચિત્ર ભાષામાં કંઈક લખેલું હતું.





તે જોઈ જ રહ્યો હતો કે કેવિન નો મિત્ર રાજ ત્યાં આવી પહોંચ્યો , " કેવિન , આંટી ની તબિયત હવે કેમ છે ? સાંભળ્યું કે છેલ્લે એમના પર હુમલો થયો હતો? શું એ વાત સાચી છે ? અરે , હું તો બહારગામ ગયો હતો અત્યારે હજુ આવ્યો કે મને આ જાણકારી મળી ." કહેતા તે કેવિન ની પાસે જ‌ઈ બેઠો.


" હા , રાજ આ બીજી વખત મમ્મી પર હુમલો થયો છે.‌"


" બીજી વખત ! પણ મને તો એમ કે આ આત્મા પહેલી વાર જ તારા મમ્મી પર હુમલો કરવા આવી છે ! " કહેતા રાજે થોડી મુંજવણ અનુભવી.


" હા , બીજી વખત . મને પણ હુમલો થયાં પછી જ ખબર પડી કે આ બીજી વખત આવી છે અને એટલું જ ન‌ઈ સવારે જ્યારે તાંત્રિક આવ્યા તારે મમ્મી કંઈક કહી રહયા હતાં કે જે એ આત્મા ને જોઈએ છે એ ક્યારેય ન‌ઈ મળે. પુરી વાત જાણવાની કોશિશ જ કરતો હતો કે માહી ની ટીકીટ નો મેસેજ આવ્યો મારે ને હું માહીને કોલ કરવા લાગી ગયો." કહેતા કેવિન થોડો હતાશ થ‌ઈ ગયો.


" કંઈ ન‌ઈ યાર હવે તો એ આત્મા વશમાં આવી ગ‌ઈ છે ને..! બસ હવે આ વિધિ તું અને વજુભાઇ સરખી રીતે પુરી કરી દો એટલે આ ચુડેલ નામનું ચેપ્ટર પુરું થાય અને મારા જીવમાં જીવ આવે. " કહેતા રાજે એક નિઃસાસો નાખ્યો.

" હા , હું તો એ ભુલી જ ગયો કે તને તો એ ચુડેલ સાથે પ્રેમ થયો હતો." કહેતા કેવિન જોર જોરથી હસવા લાગ્યો.

" એટલે જ તો હું જીવતો છું ખબર છે ને...!" કહેતા રાજે મોઢું ફુલાવ્યું અને ત્યાંથી જવા ઉભો થયો.

" સારુ ચાલ હવે હું જાવ પછી તારે રાત માટે તૈયારીઓ પણ કરવાની છે ને!" કહી રાજ ત્યાંથી જતો રહ્યો અને કેવિન તે પોટલી લઈને હોલમાં આવી ગયો..






કોની આત્મા સપનાં પાછળ પડી છે? શું જોઈએ છે એને સપનાં પાસેથી ? શું માહી રાત્રે ગામમાં આવશે? શું કોઈ સ્ત્રી રાત્રે બહાર આવી જશે? શું વજુભાઈ બરાબર કામ કરી શકશે? કોણ હતો રાજ અને એને શું કામ થયો હતો ચુડેલ સાથે પ્રેમ?
તમારા દરેક સવાલોના જવાબ માટે જોડાયેલા રહો માહી એક ગાઢ રહસ્ય સાથે.........






TO BE CONTINUED......
WRITER :- NIDHI S.......