Khalistani Movement Article in Gujarati Motivational Stories by Bhupendrasinh Raol books and stories PDF | ખાલીસ્તાન ચળવળ, આઝાદીનો અપચો

Featured Books
Categories
Share

ખાલીસ્તાન ચળવળ, આઝાદીનો અપચો

હમણાં કેનેડાના વડાપ્રધાન ભારતની મુલાકાતે આવ્યા ત્યારે આપણા વડાપ્રધાનશ્રીએ એમને ખાસ ભાવ આપ્યો નહોતો. ખાલીસ્તાનીઅલગાવવાદીઓ કેનેડા, યુએસમાં અને બીજા દેશોમાં સારા એવા પ્રમાણમાં રહે છે. એવા ખાલીસ્તાની અલગાવવાદીઓને કારણેભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધો તંગ થયા છે. આપણા વિદેશ મંત્રી બધાને જડબાતોડ જવાબ આપી રહ્યા જ છે. નવી પેઢીને આખાલીસ્તાની ચળવળ વિષે ખાસ માહિતી હોય નહિ એ સ્વાભાવિક છે.

ભારતમાં એક સમયે ખાસ તો ૧૯૭૧ના યુદ્ધ પછી કેટલાક અલગાવવાદી શીખોની અલગ ખાલીસ્તાન માંગ માટેની ચળવળ ખૂબ જોરમાંચાલેલી. આ અલગ ખાલિસ્તાનની ચળ દેશમાં રહેતા શીખો કરતા કેનેડા, યુ કે, યુએસએ જેવા વિદેશોમાં વસતા શીખોની પૂંઠમાં વધુઆવતી હતી. હવે અત્યારે દેશમાં રહેતા અલગાવવાદી શીખોની પૂંઠ તો સાફ થઈ ગઈ છે લગભગ પણ હજુ ય કેનેડામાં વસતા શીખોનીએ ચળ હજુ ભાંગી નથી. મારા ઘણા મિત્રો સંબંધીઓ કેનેડા રહે છે. એટલે ઘણી બધી વાતો જાણવા મળી જાય છે. કેનેડાના અમુકગુરુદ્વારાઓમાં શીખ ત્રાસવાદી સંત જરનૈલસિંહ ભીન્દરન્વાલેનાં ફોટા મૂકેલા છે, કે જેના લીધે દુખદ એવું ઓપરેશન બ્લ્યુ સ્ટાર નાછૂટકેકરવું પડેલું. કેનેડામાં વસતા મોટાભાગના શીખોને અલગ ખાલીસ્તાનની ખંજવાળ ચાલું જ છે અને એ ખંજવાળને હાલના કેનેડાનાવડાપ્રધાન બળતણ પૂરું પાડે છે તેના પુરાવા પાકે પાયે છે માટે આપણા વડાપ્રધાને એમને પાઠ ભણાવવા એમનું સ્વાગત નોર્મલ પ્રોટોકોલપ્રમાણે કર્યું જે અસ્વાભાવિક લાગ્યું. આવો પાઠ બીજાઓને ભણાવવાનું વચન પ્રજાને આપ્યા પછી એ વચન નિભાવ્યું નથી તે પણહકીકત છે.

નવી પેઢીને ખાલીસ્તાન ચળવળ શું હતી તે બહુ ખબર હોય નહિ. અને હવે તો વિકિપીડિયામાં પણ ખોટી માહિતી છપાવા માંડી છે. અનેપત્રકારો એમનો પત્રકારિત્વનો ધર્મ ભૂલવા માંડ્યા છે ત્યારે અમારે મફતમાં કલમ ઉપાડવી પડે છે.

આ અલગ ખાલિસ્તાન માટેની ચળવળ શું હતી કે છે?

૩૦ સપ્ટેમ્બર ૧૯૮૧ની વહેલી સવારે જમ્મુથી દિલ્હી જવા ઉપડેલું ૧૧૧ મુસાફરો સાથેનું એક વિમાન લાહોર તરફ ધસી રહ્યું હતું વગરપરમિશને… થોડીવારમાં લાહોર એરપોર્ટ પર લેન્ડ પણ થયું, કહેવામાં આવ્યું કે પાંચ શીખોએ તેને હાઈજેક કર્યું છે. આ પાંચે ઉગ્રવાદીશીખો, અલગ ખાલીસ્તાન નામનો પ્રદેશ ભારત દેશમાં જોઈતો હતો તેની જે ચળવળ ચાલતી હતી તેના સક્રિય સભ્યો હતા. ભારતસરકારે જે એમના સાથીઓને જેલમાં નાખેલા તેમને આ બહાને છોડાવવા હતા. ખેર પાકિસ્તાન સરકાર તરત રેપીડ એકશનમાં આવીગઈ. પાકિસ્તાન આર્મીના સ્પેશલ સર્વિસ ગ્રુપના કમાન્ડો સફાઈ કામદારો રૂપે વિમાનમાં ધસી ગયા અને કિરપાણ ધારી પાંચે શીખોનેઝબ્બે કરી મુસાફરોને છોડાવી લીધા. આ પાંચ ઉગ્રવાદીઓ હતા, તેજીન્દરસિંઘ, સતનામ, ગજેન્દરસિંઘ, કરણસિંઘ કીની, જસ્મીરસિંઘજિમા… ભારત સરકારે પાકિસ્તાન સરકારનો આભાર માન્યો.

ખાલીસ્તાન માટેની ચળવળ શરુ થઈ ત્યારથી ભારત સરકાર એમાં પાકિસ્તાનનો હાથ છે તેવું કહેતું આવ્યું છે. શીખ અલગાવવાદીઓનેપાકિસ્તાનનું પીઠબળ છે તેવો આક્ષેપ કાયમ ભારત કરતું. પાકિસ્તાનમાં શીખોના ઘણા બધા ધાર્મિક સ્થળો, ગુરુદ્વારા અને સમાધિઓછે. દર વર્ષે ભારતમાંથી સેંકડો શીખો તેની મુલાકાત લેતા જ હોય છે તે સ્વાભાવિક છે પણ ખાલીસ્તાન મુવમેન્ટ શરુ કરનારા ધિલ્લોન, ગજેન્દરસિંઘ અને જગજીતસિંઘ એવા ધાર્મિક સ્થળોની મુલાકાતના બહાને પાકિસ્તાનના નેતાઓને પણ મળતા હતા. ૧૯૭૭ના માર્શલ લોપછી જનરલ ઝીલા ઉલ હક, શીખ યાત્રાળુઓની બહુ સારી પરોણાગત કરતા હતા. આ શીખ યાત્રાળુઓ સાથે પ્રમુખના નિવાસ સ્થાનેમીટીંગો કરતા અને વળાવતી વખતે એમના હાથમાં થોડી પત્રિકાઓ પકડાવતા. એમનો આ વહેવાર ભારત સરકારને ગમતો નહોતો. ઓપરેશન બ્લ્યુ સ્ટાર પછી ધિલ્લોનને ભારતમાં પ્રવેશબંધી હતી. તે અમેરિકન નાગરિક બની ગયો હતો અને અવારનવાર પાકિસ્તાનનીમુલાકાત લેતો અને તેના પાકિસ્તાન નિવાસ દરમ્યાન ત્યાના નેતાઓની પરોણાગત માણ્યા કરતો તેને ભારત વિરોધી કૃત્ય ગણવામાંઆવતું હતું. ખાલીસ્તાન ચળવળ પુરજોશમાં ચાલતી હતી ત્યારે ભારત સરકારનો દાવો હતો કે શીખ ઉગ્રવાદીઓને પાકિસ્તાન ટ્રેનીગસાથે હથિયારો પણ પુરા પાડે છે, આર્થીક સહાય પણ કરે છે.

Kwantlen University Canada ના ડૉ શીન્દર પુરેવાલે ખાલીસ્તાન મુવમેન્ટ વિષે એક રીસર્ચ પેપર લખેલું, એમાં તેઓ લખે છે શીખમુવમેન્ટ ૧૯૬૦મા શરુ થઈ ત્યારે એની વિભાવના હોમરુલ મુવમેન્ટ પુરતી હતી પછી ૧૯૭૮થી એમાં ત્રાસવાદ ઉમેરાણો અલગ ખાલીસ્તાનમાંગણી સાથે, ૧૯૯૪ થી અત્યાર સુધી દુઃખ અને ફરિયાદનું રાજકારણ.

ખાલીસ્તાન પ્રશ્નમાં ભારત પાકિસ્તાનને ઢસડતું રહ્યું અને પાકિસ્તાન તેને નકારતું રહ્યું. મુખ્ય શીખ સંગઠનો જેવા કે ઓલ ઇન્ડિયા શીખસ્ટુડન્ટ ફેડરેશન, બબ્બર ખાલસા, વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશન, ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન, આ બધા યુકે, યુએસએ, કેનેડા અનેબીજા દેશોમાં વસેલાં ધનાઢ્ય શીખો પાસેથી આર્થીક મદદ મેળવતા હતા. ૨૦૦૭મા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ(PTI) એક રીપોર્ટ બહારપાડેલો. એમાં જણાવ્યા મુજબ ખાલીસ્તાન મુવમેન્ટમાં યુએસ સરકારનો પણ હાથ હતો. એમાં કહ્યા મુજબ ૧૯૭૧માં રીચાર્ડ નીક્શનેજનરલ યાહ્યાખાનને ભારતીય પંજાબમાં અલગાવવાદી મુવમેન્ટને બળ આપવા કોવર્ટ એક્શન પ્લાન અમલમાં મુકવા જણાવેલું. પીટીઆઈના આ રીપોર્ટમાં ભારતની RAW ના ઓફિસર બી. રમણનાં પુસ્તક ‘The Kaoboys of R&W માં રહેલી માહિતીનો ઉપયોગકરાયો છે. રીચાર્ડ નીક્શનનાં હસ્તક્ષેપ પછી જગજીતસિંઘ ચૌહાણ યુકે જઈ હોમરુલ ચળવળને ખાલીસ્તાન નામ આપી પાકિસ્તાનનાજનરલ યાહ્યાખાનને મળવા જાય છે, યાહ્યાખાન તેમને કોઈ પવિત્ર વસ્તુ માદળિયાં જેવું હશે, આપે છે જેથી આ મુવમેન્ટ સફળ થાય. રમણ એમના પુસ્તકમાં જણાવે છે કે ચૌહાણ યાહ્યાખાનને મળ્યા પછી યુએસ જઈ અમેરિકન પત્રકારોને મળી ભારત સરકારમાનવાધિકારનો ભંગ કરી રહી છે તેવું જણાવી યુએસ સરકારના અધિકારીઓને પણ મળે છે આ મીટીંગનું પ્રમુખ સ્થાન હેન્રી કિસિંજરસંભાળતા હોય છે.

જનરલ ઝિયાને તકલીફ એ થઈ કે ખાલીસ્તાન મુવમેન્ટ ચલાવાનારોએ ખાલીસ્તાનનો નકશો બહાર પાડ્યો એમાં પાકિસ્તાન પંજાબનેપણ આવરી લીધેલું. ઝીયાએ શીખ ઉગ્રવાદીઓ પર કડક નજર રાખવાની સુચના આપી દીધી. ૧૯૮૮માં ISI નાં વડા જનરલ હમીદ ગુલેબેનઝીર ભુટ્ટોને ખાલીસ્તાન મુવમેન્ટને સપોર્ટ કરવા પત્તા ઉતારવાનું કહ્યું પણ બેનઝીરે પત્તા ફેંકાવી દીધા હતા ઉતરવા નહોતા દીધા.

૧૭૦૯ થી ૧૮૪૯ સુધી શીખ એમ્પાયરનો દબદબો હતો. એની રાજધાની લાહોરમાં હતી. ઐતિહાસિક શીખ સામ્રાજ્યના મોટાભાગનાહિસ્સા આજે પાકિસ્તાનમાં છે. લાહોર, મુલ્તાન, પેશાવર, પાક હસ્તક કાશ્મીર, પાક પંજાબ, ખાય્બર પખ્તુન્ખવા વગેરે મહત્વના ભાગોહાલ પાકિસ્તાનમાં છે. મહારાજા રણજીતસિંહ જે શીખ સામ્રાજ્ય સંભાળતા હતા અને તેમની ગાદી લાહોરમાં હતી તે તથા ભારતનું પંજાબઆ તમામ ખાલીસ્તાન મુવમેન્ટ ચલાવનારાઓને જોઈતું હતું. એમનો આ ઈરાદો ઝીયા ઉલ હક ભાપી ગયા પછી કદાચ શીખઅલગાવવાદીઓને પાકિસ્તાને મદદ કરવાનું બંધ કરી દીધું હોવું જોઈએ. કહેવાય છે બેનઝીર ભુટ્ટોએ શીખ ઉગ્રવાદીઓની બધીમાહિતી મૈત્રી વધારવા રાજીવ ગાંધીને આપી દીધેલી. ઓપરેશન બ્લ્યુ સ્ટાર પછી રાજીવ ગાંધીએ ૧૯૮૮મા ઓપરેશન બ્લેક થંડર કરેલું. તે વખતે ૨૦૦ ઉગ્રવાદીઓ શરણે થયેલા અને ૪૨ માર્યા ગયેલા. તે ઓપરેશન પંજાબ પોલીસ વડા કુંવરપાલસિંઘ ગીલની રાહબરીહેઠળ થયેલું. ઓપરેશન બ્લ્યુસ્ટાર વખતે કરાયેલી ભૂલો તે વખતે નિવારવામાં આવેલી. આ ઓપરેશનનાં હીરો કોણ હતા? પહેલી વારકોઈ આઈપીએસ ઓફિસરને આર્મીનો મેડલ કીર્તિ ચક્ર મળેલો તે અજીત દોવલ હતા. શીખ જેવા ફિગર અને જેસ્ચર નહિ ધરાવતાઅજીત દોવલ મહિનાઓ સુધી દાઢી વધારી શીખ બની ઉગ્રવાદીઓના હમદર્દ બની એમની સાથે ગોલ્ડન ટેમ્પલમાં રહેલાં. અજીતદોવલની રજકણ જેવડી ભૂલ થઈ હોત તો મિલીટન્ટ એમના દેહને લોટ ચાળવાની ચારણી જેવો બનાવી દેત એમાં કોઈ નવાઈ નહિ.

આ ખાલિસ્તાની ચળવળ શું કોઈ એક પરિબળને લીધે ચાલુ થઈ હશે?

ભારતમાં સરેરાશ દોઢ કરોડ શીખો હશે. એમાંના મોટાભાગના લગભગ પંજાબમાં ૬૧ ટકા બીજા નંબરની બહુમતિ હિંદુઓ સાથે રહે છે. આઝાદી પછી પંજાબ સંકોડાતું રહ્યું છે. ભાષા પ્રમાણે આલગ રાજ્યો બનવા લાગ્યા એમ પંજાબના પણ ભાગ થઈ થઈને નાનું બનતુંગયું. ગુજરાત પહેલા મુંબઈ રાજ્ય સાથે સંલગ્ન હતું. બૃહદ મુંબઈ રાજ્ય કહેવાતું જેના મુખ્યમંત્રી મોરારજી દેસાઈ રહી ચુકેલા હતા. એમોટા મુંબઈ રાજ્યમાંથી ગુજરાત માટે અલગ ગુજરાતની માંગ કરવામાં આવી ત્યારે મોરારજી કહેતા મારી લાશ પરથી ગુજરાત લેજો. ઇન્દુચાચા મતલબ ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ મહાગુજરાતની લડાઈ ચાલેલી. ઇન્દુચાચા સામે જવાહરલાલ નહેરુ ચૂંટણીમાંઉભા રહે તો પણ હારી જાય એવું કહેવાતું. છેવટે ૧૯૬૦માં ગુજરાતી ભાષા પ્રમાણે ગુજરાત અલગ રાજ્ય બન્યું. આબુ ગયું રાજસ્થાનમાંએનું સાટું વાળવા મોરારજીએ ડાંગ જિલ્લો બનાવી સાપુતારાના સુંદર ડુંગરો ગુજરાતને અપાવ્યા. લાશ પરથી ગુજરાત લેજો વાતમોરારજી ભૂલી ગયા, પણ ઘર એમનું મુંબઈમાં રહ્યું કાયમ માટે.

પંજાબમાંથી પણ ટુકડા થવા લાગેલા. હિન્દીભાષી એક ટુકડો હરિયાણા બન્યો તો ઉત્તરમાં રહેલો અમુક પહાડી પ્રદેશ ભેગો થઈનેહિમાચલ પ્રદેશ બન્યો. આજે પણ રાજસ્થાન, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં શીખોની સારી એવી વસ્તી છે. એક સમયે પાકિસ્તાનનાખાસા બધા પ્રાંત, ઉત્તરમાં છેક કાશ્મીર સુધી ને નીચે રાજસ્થાન સુધી શીખ સામ્રાજ્યનો પરછમ લહેરાતો હતો તે નાનું ને નાનું બનતું જાયછે. કેન્દ્ર સરકારની સત્તામાં કાપ અને રાજ્ય સરકાર પાસે વધુ સત્તા મતલબ પાવરની માંગ સાથે શીખોનાં અલગ રાજ્યની માંગણી શરુથઈ એમાં આર્યસમાજી હિંદુઓ સાથેનો ધાર્મિક, સૈદ્ધાંતિક સામાજિક વિખવાદનો પણ મહત્વનો ભાગ હતો. બધા શીખો ભારત વિરોધીનહોતા અને છે પણ નહિ અને હોય પણ નહિ. ગુજરાતીઓએ એમની આગવી આઇડેન્ટિટી માટે મહાગુજરાતની ચળવળ ચલાવી અનેઅલગ ગુજરાત માંગ્યું અને મળ્યું એમાં ભારત વિરોધ ક્યા હતો? બસ શીખોનું પણ એવું જ હતું.

૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનનો પરાજય અને બાંગ્લાદેશ રૂપી પૂર્વ પાકિસ્તાન છુટું પડી ગયું તે પરાજયનો અપરાધબોધ પાકિસ્તાનનેબરોબર પીડતો હતો. આ તેજોવધ ભૂલાય તેવો નહોતો. તો તે યુદ્ધ સમયે પાકિસ્તાનની મદદે પોતાનો સાતમો નૌકા કાફલો રવાનાકરવાના ઓર્ડરને સ્થગિત કરવો પડ્યો તે તેજોવધ અમેરિકાના પ્રમુખ નીક્શન પણ ભૂલે તેમ નહોતા. લોખંડી વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએયુદ્ધ વખતે રશિયા ભારત પડખે રહે તેવા લશ્કરી કરાર કરીને અમેરિકન પ્રમુખને જબરી શિકસ્ત આપી હતી. ૧૯૭૧ના યુદ્ધ વખતેઅમેરિકા પાકિસ્તાનને મદદ કરે તો રશિયા ભારતના પડખે તરત ચડે. એ પરાજયનો બદલો ગમે તે રીતે વાળ્યા કરવો તે પાકિસ્તાનનીમકસદ હતી. ગામ હોય ત્યાં ઉકરડો તો હોવાનો જ. એટલે થોડા અલગાવવાદી શીખો શોધી તેમને અલગ ખાલીસ્તાન નામનો દેશબનાવવાના અને તેમાં રાજ કરવાના રંગીન સપના બતાવવામાં પાકિસ્તાન અમેરિકાને બહુ વાર લાગે નહિ.

પંજાબ પ્રાંત સદીઓ સુધી હિંદુ રાજાઓના હાથ નીચે રહ્યો, ૫૦૦ વર્ષ મુસ્લિમ શાસકોના હાથ નીચે અને બહુ ટૂંકા સમય માટે મહારાજારણજીતસિંહ(૧૭૭૯-૧૮૩૯) નીચે રહ્યો. લાહોર એમની રાજધાની હતી. મહારાજા રણજીતસિંહ છેક ઈરાન સુધી આંટો મારી આવેલાઅને નાદીરશાહની લુંટનો બદલો વાળી આવેલા. કોહીનુર હીરો તે ઈરાનથી પાછો લઇ આવેલા. કોઇથી નહિ હારનારા અને ડરનારાઅફઘાનીઓના પાયજામાં મહારાજા રણજીતસિંહ અને એમના સેનાપતિ હરિસંહનું નામ સાંભળી પલળી જતાં. પેલા પ્રખ્યાત ગીત મેરે દેશકી ધરતી સોના ઉગલેમાં રંગ હરા હરિસિંહ નલવેસે ગવાય છે તે આ હરિસિંહ મહારાજા રણજીતસિંહનાં સેનાપતિ હતા. ૧૯૩૯મામહારાજા રણજીતસિંહનું અવસાન થયું પછી એમના વારસદારો સાવ નબળા અને કાવાદાવામાં ભરપુર હતા. અંગ્રેજો સાથે બે યુદ્ધ થયાપછી ૨૯ માર્ચ ૧૮૪૯મા શીખ સામ્રાજ્યનું પતન થયું. પંજાબમાં કોલોનિયલ એરા વખતે પશ્ચિમમાં શીખોને મુસ્લિમ બહુમતિ સાથે રહેવાનુંઆવ્યું, પૂર્વમાં હિંદુ બહુમતિ સાથે અને મધ્યમાં એમની બહુમતિ રહી. બ્રિટીશ રાજ વખતે શીખો લશ્કરમાં ભરતી થવામાં અવ્વલ રહેવામાંડ્યા. પહેલા વિશ્વયુદ્ધ વખતે ભારતના બ્રિટીશ લશ્કરમાં ત્રીજા ભાગના શીખો હતા. મૂળે શીખ ધર્મ હિંદુ ધર્મમાંથી વિકસેલો હતો એટલેહિંદુઓ સાથે વિખવાદનો કોઈ જુનો ઈતિહાસ હતો નહિ ઉલટાનું મુસ્લિમો સાથે સુમેળ ઓછો હોય તે સ્વાભાવિક હતું.

અત્યારે આપણે પાઘડીધારી, દાઢીધારી, હાથમાં કડા પહેરેલા કરડા શીખો જોઈએ છીએ તે શું પહેલેથી એવા હતા? નાં જરાય એવાનહોતા. ૧૪૬૯મા ગુરુ નાનકે પંથ સ્થાપ્યો ત્યારે શીખો મોટા ભાગે નીચલા માધ્યમ વર્ગના ખાસ તો વેપારી, ખેડૂતો ને મોટાભાગે જાટકોમમાંથી વધુ આવેલા હતા. ૨૦૦ વર્ષ પછી છેલ્લા ગુરુ ગોવિંદસિંહે શીખ પ્રજામાં આમૂલ પરિવર્તન લાવી દીધું. ખાલસા પંથની સ્થાપનાકરી, ગુરુ પ્રથા બંધ કરી, પાંચ ‘ક’ ધારણ કરવાના, કેશ, કિરપાણ, કંગ, કછ, અને હાથે કડું.. નામની પાછળ સિંહ લગાવવાનું ગુરુએશરુ કરાવ્યું. ગુરુ ગોવિંદસિંહનું ખુદનું નામ ગોવિંદરાય હતું. એક સીધીસાદી કોમને લડાયક બનાવી દેવામાં એક મહાન ગુરુનો હાથ હતો. અને કોઈ લડાયક કોમને બાયલી બનાવવી હોય તો પણ મહાન ગુરુઓ કરી શકે.

૧૯મી સદીના અંત ભાગમાં હિંદુ અને શીખ ધર્મમાં પુનરુત્થાન સમય શરુ થયો ને બે કોમ વચ્ચે વિરોધની લાઈન વધુ શાર્પ થવા લાગી. એક બાજુ આર્યસમાજનું જોર વધવા માંડ્યું તો બીજી બાજુ સિંઘસભા મુવમેન્ટ શરુ થઈ. ૧૯૨૦મા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીનીરચના ઓર્થોડોક્સ શીખો દ્વારા થઈ તો ૧૯૨૫મા અંગ્રેજોએ Sikh Gurudwaras and Shrines Act of 1925 બનાવી તમામગુરુદ્વારા અને પવિત્ર સ્થળોનો વહીવટ SGPC ને સોપી દીધો. એમાં ચુંટણી થતી પણ અકાલીદળનો કંટ્રોલ રહેતો. અકાલીદળ હવેમહત્વની રાજકીય પાર્ટી બની ચુકી હતી. અકાલીદળ એકલા શીખો નહિ પણ બધા પંજાબીઓનું પ્રતિનિધિત્વ કરે છે તેવો ટ્રાય SGPC પણ કરતું. પરંતુ આ બધાને કોઈ સેપરેટ રાજ્ય નહિ પણ સેપરેટ ઓળખ જોઈતી હતી. સેપરેટ પ્રતિનિધત્વ જોઈતું હતું. ૧૯૨૧મા શીખોમાટે અલગ મતદારમંડળ અંગ્રેજોએ પાસ કરી દીધું હતું.

‘આપણે ભાગલા પાડો રાજ કરો’, અંગ્રેજોની નીતિ કહીએ છીએ પણ અંગ્રેજો એ શીખ્યા ક્યાંથી? બ્રિટીશ રાજમાં સૂર્ય કદી આથમતોનહોતો. આખી દુનિયામાં ઠેર ઠેર બ્રિટીશ રાજ કરતા હતા. કદી સાંભળ્યું એના કોઈ જનરલે કે વાઇસરોય બળવો કરી સ્વતંત્ર રાજપચાવી બેસી ગયા હોય? હજુ ય ભલે સ્વતંત્ર હોય પણ ઓસ્ટ્રેલીયા અને કેનેડા બ્રિટીશ રાજ કહેવાય. આપણે તો રાજા નબળો પડે તેનીરાહ જોતા હોય તેના સેનાપતિઓ અને સૂબાઓ, તરત પોતાને સ્વતંત્ર રાજા ઘોષિત કરી દે. શિવાજીના વારસદાર નબળા પડ્યા તો પેશ્વારાજા બની બેઠા ને પેશ્વા નબળા પડ્યા તો એમના સેનાપતિઓ સિંધિયા, હોલકર અને ગાયકવાડ મહારાજાઓ બની બેઠા કોઈ પેશ્વા કેછત્રપતિને વફાદાર રહ્યું? આ દેશમાં બધાને રાજાની પદવી જોઈતી હોય તો અંગ્રેજ જ ફાવે ને? ભાગલા પાડો આપણી પોતાની માનસિકતાજ છે અને રાજ કરો તે અંગ્રેજોની માનસિકતા છે.

જિન્નાહને મુસ્લિમ રાજ જોઈતું હતું તો કોંગ્રેસને હિંદુ બહુમતવાળું સેક્યુલર રાજ જોઈતું હતું એમાં શીખો વચમાં સપડાઈ ગયા, એમનું શું? એમણે આઝાદ પંજાબની વિભાવના ઉભી કરી તે પણ અલગ શીખ રાજ્ય તરીકે નહિ પણ કોઈ કોમનું પ્રભુત્વ નહિ, ૪૦ ટકા હિંદુ, ૪૦ટકા મુસ્લિમ હોય, ૨૦ ટકા શીખ હોય. પંજાબી કલ્ચરનું પ્રભુત્વ હોય બસ. બ્રિટીશને તે અવ્યવહારુ લાગ્યું અને ભારતના નેતાઓએ તેપ્લાન રીજેક્ટ કર્યો. અકાલી દળે શીખ ઈકોનોમી, ધર્મ, અને સાંસ્કૃતિક હકનાં રક્ષણ માટે માર્ચ ૧૯૪૬માં અલગ શીખ રાષ્ટ્રની જાહેરાતકરેલી પણ કોંગ્રેસના નેતાઓએ સ્વતંત્ર ભારતમાં શીખોને સ્પેશલ દરજ્જો મળશે તેવું વચન આપ્યા પછી તે માંગણી પડતી મુકેલી. આમઅકાલીદલની અલગ શીખ રાષ્ટ્રની માંગણી આઝાદી વખતની ૧૯૪૬ થી આઝાદી પહેલાથી જ હતી. આમાં ઇન્દીરાજીનો કોઈ હાથનહોતો કે જ્ઞાની જૈલસિંહનો કોઈ હાથ નહોતો. આઝાદી પહેલા આ લોકોનું રાજકારણમાં શું વજૂદ હતું? ભાગલા પડ્યા પછીપાકિસ્તાનમાં રહેલાં શીખો પણ પંજાબમાં આવી ગયા. જુદે જુદે ફેલાયેલી લઘુમતી કરતા હવે ભૌગોલિક રીતે નાના એરિયામાં એમનીબહુમતિ થઈ. હવે તેઓ એમની ભાષા, કલ્ચર, ધર્મ, રીતિરિવાજને વધુ સારી રીતે સંભાળી શકે એવા થયા એટલે પંજાબ શીખો માટેપવિત્ર હોમલેન્ડની વિભાવના જે કાલ્પનિક વધુ હતી તે વાસ્તવિક પ્રોજેક્ટ તરીકે વધુ નજર આવવા માંડ્યો.

ભાગલા પછી ભાષાનો પ્રશ્ન મહત્વનો ભાગ ભજવવા માંડેલો. ગાંધીજીની સલાહથી હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો મળ્યો, ઉર્દૂને પછડાટમળી એમાં. મોટાભાગની પ્રાંતીય ભાષાઓને બંધારણમાં કાયદેસરની ગણવામાં આવી. ઉત્તર ભારતમાં મોટોભાગે લોકો હિન્દી બોલતાએટલે તેને ઓફિસિયલ લેન્ગવેજનો દરજ્જો મળ્યો તો અંગ્રેજી સરકારી કામકાજમાં વપરાતી. પંજાબી, ઉર્દુ અને સિંધીને સ્વતંત્ર ભારતમાંએટલું મહત્વ મળ્યું નહિ. પંદરમી સદીમાં શરુ થયેલ શીખ સમુદાય એક ધાર્મિક ઉપાસકમંડળમાંથી અઢારમી સદીમાં એથનિકકોમ્યુનીટીમાં રૂપાંતરિત થઈ છેક લેટ વીસમી સદીમાં શીખ રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યો. ખેતી આ દેશની જીવાદોરી છે. પણ દરેક સરકારોખેતી પ્રત્યે દુર્લક્ષ સેવતી હોય છે. ભાખરા નાંગલ બંધને લીધે પંજાબ, હરિયાણા લીલાછમ ભલે બન્યા પણ ખેડૂતોને બહુ નફો મળતોહોતો નથી. પંજાબની રાજ્ય સરકારો ખેતીને મહત્વ આપતી તો કેન્દ્ર સરકારો ઉદ્યોગોને. પંજાબ હરિયાણા વચ્ચે પાણીની વહેચણી માટેપણ ડખા થતા. મૂળે અકાલીદળની રાજકીય મહત્વાકાંક્ષા અતિશય હતી. અકાલીદળને ધીમે ધીમે સ્વતંત્ર શીખ રાષ્ટ્ર તરફ ધસવું હતું. ૧૯૫૫મા પંજાબી સુબા નામનું જબરદસ્ત કેમ્પેન ચલાવેલું તેમાં ૨૬૦૦૦ શીખોની ધરપકડ કરવામાં આવેલી. ૧૯૬૦-૬૧મા કેન્દ્ર સરકારસાથે સમાધાન માટે વાટાઘાટોનાં પરિણામે પાર્ટીનું સંચાલન માસ્ટર તારાસિંહનાં હાથમાંથી સંત ફતેહસિંહનાં હાથમાં આવ્યું. પછી પંજાબીસ્પિકિંગ સ્ટેટની માંગણી આવી, પછી ૫૬ ટકા શીખ બહુમતીવાળા રાજ્યની માંગણી આવી. જવાહરલાલ નહેરુના અવસાન પછી ૫૪ટકા શીખો અને ૪૪ ટકા હિંદુ બહુમતિ વાળું પંજાબ બનાવવામાં આવ્યું અને હરિયાણા, હિમાચલ અલગ થયા.

અકાલીઓ તેમ છતાં પોતાની સરકાર બનાવી શકતા નહોતા. કારણ શીખોનાં મત ખુદ અકાલીદળ, કોંગ્રેસ અને સામ્યવાદી પાર્ટી વચ્ચેવહેચાયેલા હતા. છેવટે એમને ચાન્સ મળી ગયો. ઈન્દિરાજી ઈમરજન્સી પછી ઉથલી પડ્યા અને જનતાપાર્ટીનાં સહયોગ વડેઅકાલીઓએ ૧૯૭૭મા સરકાર બનાવી. તે પહેલા ૧૯૭૩મા આનંદપુર સાહેબ ઠરાવ રજુ કરવામાં આવ્યો હતો, એમાં શીખોને વધુનેવધુ સ્વાયત્તા મળે તેવા મુસદ્દા ઘડવામાં આવેલા. ચંદીગઢ હરિયાણા પંજાબ બંનેની રાજધાની હતી તેને બદલે ખાલી પંજાબને આપીદેવામાં આવે, શીખોની બહુમતિ હોય આસપાસના રાજ્યોમાં તેવા એરિયા ફરી પાછા પંજાબમાં સમાવી નવી બોર્ડર બનાવવી, આખાભારતના ગુરુદ્વારા SGPC અન્ડર કરવા, પંજાબ બહાર જે શીખો રહેતા હોય તેમણે લઘુમતી તરીકે વિશિષ્ટ હક આપવા વગેરે વગેરે.

ટૂંકમાં ગુપ્ત રીતે પાકિસ્તાનની દોરવણી હેઠળ જાતજાતના બહાના કાઢી અલગ પંજાબ અલગ રાષ્ટ્ર માટે શીખોના મગજ ફેરવી નાખવાઅને રાજકીય રોટલા શેકવા તે અકાલીદળની ચાલબાજી રહેતી. આનંદપુર સાહેબ ઠરાવને ધર્મયુદ્ધ તરીકે ૧૯૮૧મા જાહેર કરવામાંઆવ્યો અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ બીજી ૪૫ માંગણીઓ કેન્દ્ર સરકાર આગળ રજુ કરી દીધી અને Sikhs are nation નામનું સૂત્ર આપ્યું. એમાં નદીઓના પાણીની વહેચણી અને શીખ પર્સનલ લો પણ આવી જાય. શીખ એઝ એ સેપરેટ નેશન, અમૃતસરપવિત્ર શહેર અને ખાલીસ્તાન સ્લોગન હવે હિન્દુઓને પણ કઠવા લાગે તે સ્વાભાવિક છે.

૧૯૭૭મા અકાલીદળનું જનતા પાર્ટી સાથે ગઠબંધન અને SGPC પર પુરો કાબુ, હવે એમને નાથવા ઇન્દિરાજીએ એક બહુ મોટી ભૂલકરી જે સ્વાભાવિક રાજકારણમાં નેતાઓ કરતા જ હોય છે તે હતી સંત જરનૈલસિંઘ ભીન્દારાનવાલેને હંગામી સપોર્ટ. ભીન્દારાનવાલે એકસામાન્ય પ્રિચર ધાર્મિક પ્રચારક, કથાકાર જેવો હતો જેના નામ આગળ સંત લાગતું. તે પણ બહુ મોટી માયા નીકળ્યો શરૂમાં કોંગ્રેસનોસાથ લીધો રાજકીય આર્થીક મદદ લઇ તરત અકાલીઓના ખોળામાં બેસી ગયો અને ત્યાં એમનું પણ શોષણ કરવા માંડ્યો. ધીમે ધીમેએના ભય અને આતંક આગળ અકાલીદળ અને SGPC ઘૂંટણીએ પડી ગયા. આમ ખાલીસ્તાન અલગ શીખોનો દેશ ચળવળના મૂળઊંડા અને જુના હતા અને કારણો અનેક હશે.

ખાલીસ્તાન એટલે એક અલગ શીખોનું રાજ કે દેશ હોવો જોઈએ તેના બીજ આઝાદી પહેલા અકાલીદળ રોપી ચૂક્યું હતું. સંજોગોનાજાતજાતના ખાતર-પાણી મળતા તે હવે પાંગરીને છોડ બની ચૂક્યો હતો. આ છોડને નાથવા વધુ મોટો થતો અટકાવવા ઈન્દિરાજી અનેતેમના સાથી મિત્રોએ ભીન્દારાનવાલે ને સાથ સહકાર આપી બહુ મોટી ભૂલ કરી હતી. ૧૯૭૭માં જનતા પાર્ટીના સહયોગમાં ગાદીનશીનથયા પછી અકાલીદળ આ છોડને વધુને વધુ ખાતર પાણી આપે તે સ્વાભાવિક હતું. એને કંટ્રોલમાં રાખવા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધકકમિટીની ૧૯૭૯મા થનારી ચુંટણીમાં અકાલીદળનું પ્રભુત્વ ઓછું થાય તેવા માણસો જીતીને આવે તે જરૂરી હતું માટે ઈન્દિરાજી આણીમંડળીએ ભીન્દારણવાલે ને આર્થિક સહયોગ પણ આપ્યો. અહિ પાસા ઊંધા પડ્યા. ભીન્દારાનવાલે પોતે મહાન શીખ લીડર બનવામાંગતો જબરો મહત્વાકાંક્ષા ધરાવતો જુનવાણી તદ્દન ઓર્થોડોક્સ ધાર્મિક લીડર હતો. એને ૧૯૭૮માં એણે ગોલ્ડન ટેમ્પલમાંથી ભડકાઉભાષણ કરી ફતવો બહાર પાડી ટોળાને ઉશ્કેરી નિરંકારીઓ પર હિંસક હુમલા કરેલા, નિરંકારી બાબા ગુરુબચનસિંઘનું મર્ડર કરવામાંઆવેલું, ત્યાંથી શીખ હિંસક ત્રાસવાદની શરૂઆત થઈ.

ભીન્દારાન્વાલેએ ઓલ ઇન્ડિયા શીખ સ્ટુડન્ટ ફેડરેશન(AISSF) જોડે સાંઠગાંઠ કરી લીધી. આ AISSFની રચના અકાલીદળે આઝાદીપહેલા ૧૯૪૩મા કરેલી અને તે ભાગલા વખતે અલગ શીખ રાજ, પંજાબી સુબા વગેરે લડતમાં અકાલીઓ માટે પાવર સપ્લાય હતું. હવેકહેતા નહિ AISSF ની રચનામાં ઈન્દિરાજી અને કોંગ્રેસનો હાથ છે. અકાલીઓને ધમાલ કરવી હોય ત્યારે AISSF કામ લાગતું. ભાગલાપડ્યા ત્યારે પંજાબનો મોટાભાગનો ઔદ્યોગિક ઝોન પાકિસ્તાનમાં જતો રહેલો. ભારતમાં ખેતીવાડી વાળું પંજાબ બચેલું. અમૃતસર, ગુરુદાસ્પુર અને માજ્હા વિસ્તારના મોટાભાગના મિલીટન્ટ યુવાનો ખેતી કરતા ફેમિલીના હતા. ભીન્દારાન્વાલેએ આવા યુવાનોનીલીડરશીપ હાથમાં લઇ લીધી. આ AISSF ને પરદેશમાંથી પણ ખૂબ પૈસા મળતા. ૧૯૮૧મા આ ગ્રુપના ૩ લાખ મેમ્બર હતા એ ઉપરથીતેની સક્રિયતા ખયાલ આવશે.

મીડિયાની ભડવાગીરી ત્યારે પણ ચાલુ હતી. હિંદુ-શીખો વચ્ચે કોમી તણાવ વધતો જતો હતો. આર્યસમાજિ નેતા લાલ જગતનારાયણનુંમર્ડર કરવામાં આવ્યું સપ્ટેમ્બર ૧૯૮૧મા અને હિંદુ શીખ વચ્ચે તોફાન થયું અને કેન્દ્ર સરકાર ભડકી. ભીન્દારાનવાલે પર તેનો આરોપલાગ્યો. અકાલીદળનાં હરચંદસિંઘ લોન્ગોવાલે ભીન્દરાનવાલે સાથે ગઠબંધન કરી કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો તેમાં ૩૦,૦૦૦લોકોએ ધરપકડ વહોરી, જોકે તરત છોડી મુકવામાં આવેલા. ૧૯૮૨મા એશિયન ગેઈમ દિલ્હીમાં યોજાએલી. પહેલીવાર આવોરમતોત્સવ ઈન્દિરાજી ખેંચી લાવેલા તે સમયે અકાલીદળે શાંતિપૂર્ણ ડેમોન્સ્ટ્રેશન કરશે તેવું જણાવ્યું. પણ સરકાર એવું કરવા દે ખરી? એવું જોખમ લે ખરી? શીખોના મિજાજ જોતા એશિયન ગેઈમ્સની પત્તર ઝીંકાઈ જાય કે નહિ? મ્યુનિક ઓલોમ્પિક જેવો હત્યાકાંડ કરીબીજા દેશો આગળ મોઢું બતાવવા લાયક રહેવા દે ખરા? સરકારે આ વખતે કડક થવું પડ્યું. બસ પછી તો દોર ચાલ્યો પંજાબમાંઅવિરત હિંસાનો. હિન્દુઓને જયા જુઓ ત્યાં ઠાર મારો. બસમાંથી ઉતારી સળગાવી દો. રેલ્વે સ્ટેશનો, બસ સ્ટેશનો, માર્કેટમાં જ્યાંસગવડ મળે બોમ્બ ફેંકો, મોટરસાયકલ પર બે જણા આવે અચાનક હત્યાકાંડ કરી જતાં રહે. હિંદુ નેતાઓને મારો, શીખ નેતાઓઅકાલીદળ કે ભીન્દરન્વાલેનાં વિરોધી હોય તો ઠાર મારો. અકાલીદળનાં નેતાઓ સંત જરનૈલસિંઘ આગળ બકરી, શિરોમણી ગૃરુદ્વારાપ્રબંધક કમિટીના સભ્યો પણ તેની આગળ બકરી. એ પોતે હવે ગોલ્ડન ટેમ્પલમાં જ રહેવા લાગ્યો અને ત્યાંથી પંજાબમાં મોતનું તાંડવચલાવવા લાગેલો. ૧૯૮૩મા પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું.

અમેરિકા-પાકિસ્તાનનાં આશીર્વાદ, વિદેશી શીખોના ડોલર્સ, પાઉન્ડ, ISIની તાલીમ, વધારામાં ભારતીય આર્મીના રીટાયર ઉસ્તાદો પણતાલીમ આપતા આ બધું ભેગું મળી શીખ ત્રાસવાદીઓ સફળતાથી હત્યાકાંડ પર હત્યાકાંડ કરે રાખતા હતા. સંત મંદિરમાં બેઠા બેઠાશેતાનને શરમાવતા હતા. એક તો મંદિરમાં પોલીસથી ઘૂસાય નહિ. ચામડાની વસ્તુ ના લઇ જવાય તેવા બહાના. અર્મીથી ઘૂસાય નહિ. ધાર્મિક લાગણી દુભાઈ જાય અને તેવી બદમાશ લાગણીઓ લઇ મંદિરમાં બેઠા બેઠા ત્રાસવાદ ચલાવી શકાય. મંદિર દ્વારે DGP નીલાશ આઠ આઠ કલાક પડી રહી ત્યારે ઇન્દિરાજીને લાગ્યું કે હવે આ નસ્તર પર મોટો ચીરો મુકવો પડશે છરી મુકવી પડશે. એના માટેભીન્દારાનવાલેને પકડવો પડશે અને તેણે પકડવા મંદિર પર રીતસર એટેક કરવો પડશે.

૧૯૮૨ થી ભીન્દારાનવાલે ગોલ્ડન ટેમ્પલના અંદર આવેલા ગેસ્ટ હાઉસ ગુરુ નાનક નિવાસમાં ૨૦૦ હથિયારબંધ ત્રાસવાદીઓ સાથે રહેવાઆવી ગયેલો. તેની સાથે મદદમાં રીટાયર મેજર જનરલ શાબેગસિંઘ પણ હતા. પહેલા તો ઇન્દિરાજીએ લેફ્ટનન્ટ જનરલ એસ. કે. સિન્હાજે હવે પછી આર્મી ચીફ બનવાના હતા તેમને પૂછ્યું પણ એમણે ભારે પગલા લેવા હિમાયત કરી નહિ. બીજા ઉપાય કરવા સૂચવ્યું. ઇન્દિરાજીએ કેટલાક નિર્ણાયક પગલા લીધા, સિન્હા સાહેબનું પત્તું કાપવું પડ્યું, અરુણ શ્રીધર વૈદ્યને આર્મી ચીફ બનાવ્યા, જનરલસુંદરજીને વાઈસ ચીફ બનાવ્યા, અને ઓપરેશન બ્લ્યુ સ્ટારનો તખ્તો ઘડી કાઢ્યો.

૧ જુને જનરલ સુંદરજી અને કુલદીપસિંઘ બ્રારની આગેવાની હેઠળ ઓપરેશન શરુ થયું. શરૂમાં બીએસએફ અને સીઆરપી એ હલ્લોબોલાવ્યો. બીજી જુને કાશ્મીર, રાજસ્થાન પાકિસ્તાન બોર્ડર સીલ કરી દેવામાં આવી. આર્મીની સાત ડીવીઝનો પંજાબના ગામડાઓમાંઉતારી દેવાઈ. પ્રેસ મીડિયા પર ટોટલી પ્રતિબંધ, રેલ, રોડ, રસ્તા અને એર સર્વિસ પણ બંધ એન આર આઈ અને બીજા વિદેશીઓ પરપંજાબમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો. જનરલ ગૌરીશંકરને પંજાબ ગવર્નરનાં સલાહકાર નિયુક્ત કરાયા. ત્રીજી જુને આર્મી અનેપેરામીલીટરીની દેખરેખમાં પુરૂ પંજાબ કરફ્યુમાં જકડાયું. ચોથી જુને આર્મીએ હુમલો શરુ કર્યો. મેજર જનરલ શાબેગસિંઘ મંદિરમાંથીડીફેન્સ કરતા હતા જે હવે ખુદ ત્રાસવાદી બનું ચૂકયા હતા તેમને ખાળવામાં આવ્યા. સીઝફાયર કરી SGPC નાં માજી વડાગુરુચરણસિંઘ તોહરાને ભીન્દરાનવાલે પાસે સમાધાન માટે મંત્રણા કરવા મોકલાયા. પણ તે લીલા તોરણે વિલા મોઢે પાછા આવ્યા. પાંચમી જુને ફરી હુમલો શરુ થયો. બીએસએફ, સીઆરપીએફ, ૧૦ ગાર્ડસ, એક પેરા કમાન્ડો, સ્પેસીઅલ ફ્રન્ટીયર ફોર્સ, ૨૬ મદ્રાસઅને ૯ કુમાઉ બટાલિયન, ૧૨ બિહાર રેજીમેન્ટ, ૯ ગરવાલ રાઈફલ, ૭ ગરવાલ રાઈફલ, ૧૫ કુમાઉ રેજીમેન્ટ આ બધી ટુકડીઓ જનરલબ્રાર, બ્રિગેડીયર એ. કે. દીવાનની રાહબરી હેઠળ એમના પ્લાન મુજબ મચી પડી હતી. છઠ્ઠી જુને વિજયંત ટેંક બોલાવવી પડેલી ત્યારે દસતારીખ સુધી પુરો કાબુ આવેલો.

બહુ દુઃખદાયક ઘટનાનું હ્રદયદ્રાવક વર્ણન કરવું નથી. પણ મિત્રો સમજાય છે કેટલી ભયાનક તૈયારીઓ હશે દેશને તોડવાની, દેશમાંકોહરામ મચાવવાની, દેશમાં તબાહી મચાવવાની ત્રાસવાદીઓની? એક મીની યુદ્ધ જ કેન્દ્ર સરકારને પોતાના જ બગડેલા ભાઈઓ વિરુદ્ધખેલવું પડ્યું હતું. એક બાપને પોતાના જ બગડેલા બેટાને ઠમઠોરવા કેટલી જહેમત કરવી પડેલી?

૫૦૦ શીખ ત્રાસવાદીઓ માર્યા ગયેલા અને મીલીટરીનાં ૮૩ બહાદુરોએ જાણ ગુમાવેલા અને ૨૩૬ ઘાયલ હતા. બિનસત્તાવાર આંકડોઘણો મોટો છે. એ જમાનામાં બીબીસીનો માર્ક તુલી રેડીઓ પર બહુ ફેમસ હતો એના કહેવા મુજબ સિવિલિયન શીખોએ અમૃતસર તરફકુચ કરેલી તેમને રોકવા ટેન્કો સામે ધરવી પડેલી. રાજીવ ગાંધી એકવાર ક્યાંક મીલીટરીનાં ૭૦૦ બહાદુરો માર્યા ગયેલા તેવું બોલી ગયાહતા.

ખેર પરિણામ સ્વરૂપ

૫૦૦૦ શીખ સૈનિકોએ લશ્કરમાં બળવો કરેલો પણ એમને દબાવી દેવા પડે તે સ્વાભાવિક છે. ૩૧ ઓકટોબર ૧૯૮૪ના રોજ પોતાના જબે કાયર નામર્દ શીખ બોડીગાર્ડ દ્વારા ભારતના એકમાત્ર મર્દ વડાંપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી. પરિણામ સ્વરૂપશીખો વિરુદ્ધ તોફાનો થયા અને એમાં બેથી ત્રણ હજાર નિર્દોષ શીખો વગર વાંકે માર્યા ગયા. ૧૮૮૫મા એર ઇન્ડિયા ફ્લાઈટ નં-૧૮૨ત્રણસો યાત્રી સહીત શીખ ત્રાસવાદીઓ દ્વારા ઉડાવી દેવાયું. ઓપરેશન બ્લ્યુ સ્ટાર વખતે જે આર્મી ચીફ હતા તે જનરલ અરુણ શ્રીધરવૈદ્યની પુનામાં ૧૯૮૬મા હત્યા કરવામાં આવી હતી તેના આરોપીઓ હરજીન્દરસિંઘ જિન્દા અને સુખદેવસિંઘ સુખાને ૭ ઓકટોબર૧૯૯૨મા ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા. સરકાર દ્વારા ગોલ્ડન ટેમ્પલનું સમારકામ કરવામાં આવ્યું.

શીખ ત્રાસવાદીઓ હજુ મંદિરનો ઉપયોગ છુપાઈ જવા કરતા હતા. ૩૦ એપ્રિલ ૧૯૮૬મા ઓપરેશન બ્લેક થંડર-૧ બીએસએફના ૭૦૦જવાનોએ કરેલું એમાં ૩૦૦ શીખ મિલીટન્ટ પકડાયેલા. ઓપરેશન બ્લેક થંડર-૨, ૯ મે ૧૯૮૮મા કરવામાં આવેલું તે પંજાબ પોલીસ વડાકંવરપાલસિંઘની આગેવાની હેઠળ થયેલું. તે વખતે ૨૦૦ મિલીટન્ટ શરણે થયેલા તે વખતે અજીત દોવલ આઈપીએસ ઓફિસર હતાઅને શીખ બની મંદિરમાં ત્રાસવાદીઓ સાથે એમના હમદર્દ બનીને રહેલાં. એમની જાસુસી રંગ લાવેલી. ઓપરેશન વુડરોઝ ૧૯૮૪ થી૧૯૯૨ સુધી ચાલેલું. પંજાબ ચંદીગઢ ડીસ્ટર્બડ એરિયા એક્ટ ૧૯૮૩ લગાવી આર્મીને બેમર્યાદ સત્તાઓ આપવામાં આવેલી. શીખમિલિટન્ટ હત્યાઓ કરી શેરડીના ખેતરોમાં સંતાઈ જતાં, ફોર્સ બહારથી હુમલા કરે ફાવે નહિ. ખેતરોમાં જીપ કે બીજા વાહન જાય નહિ. ગીલ સાહેબે આઈડિયા માર્યો. ટ્રેકટર પર બુલેટપ્રૂફ કેબીનો બનાવડાવી, હવે ટ્રેકટર તો આરામથી ખેતરમાં ફરી શકે. હજારો યુવાન શીખમિલીટન્ટ માર્યા ગયા. બાકીના પાકિસ્તાન ભેગા થઈ ગયા. ગીલ સાહેબને ગુપ્ત ફંડ આપવામાં આવેલું. કોંગ્રેસના મુખ્ય મંત્રી બીયંતસિંઘઅને ગીલ સાહેબની જોડીએ સપાટો બોલાવી દીધો. એમાં જોકે પાછળથી બીયંતસિંઘની એમની કાર બોમ્બ વડે ઉડાવી હત્યા કરી દેવાઈહતી.

અલગ ખાલિસ્તાનના બીજ અકાલીદળે આઝાદી પહેલા રોપેલા હતા. કોંગ્રેસે એના મુખ્ય મંત્રી અને પ્રાઈમ મિનિસ્ટર બેની જાન ગુમાવીહતી. જે થોડો સમય કોંગ્રેસે ભીન્દારાનવાલેને સાથ આપ્યો તેમાં હેતુ અકાલીદળની ખાલિસ્તાની પ્રવૃત્તિઓ નાથવા પુરતો હતો. એકખાસ વાત કહું, “ ઓપરેશન બ્લ્યુ સ્ટાર પછી ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા સલાહકારોએ ઇન્દિરાજીને એમના શીખ બોડીગાર્ડહટાવી લેવાનું સૂચવ્યું હતું, સુરક્ષા સલાહકારોને શીખ સેન્ટિમેન્ટની ખબર હતી, દગો થવાનો સો ટકા સંભવ હતો. પણ ઇન્દિરાજીએએનો ઇન્કાર કર્યો, આ મર્દ વડાંપ્રધાને કહ્યું હું શીખ બોડીગાર્ડ હટાવી લઉં તો એનો ખોટો મેસેજ મારા દેશ બાંધવોમા જાય કે મને શીખોપ્રત્યે નફરત છે. શીખ પ્રજામાં પણ ખોટો મેસેજ જાય. માટે એમણે ધરાર શીખ બોડીગાર્ડ બદલવાની ના પાડી દીધી.” અને ના થવાનું થયું. શીખ બોડીગાર્ડની ધાર્મિક લાગણીઓ છંછેડી ઉશ્કેરી દેવામાં આવેલા. બોડીગાર્ડ સબ ઇન્સ્પેકટર બિયંતસિંઘ ઇન્દીરાજીનો માનીતો હતોતે દસ વર્ષથી એમની સાથે હતો જ્યારે સતવંતસિંઘ પાંચ મહિના પહેલા આવેલો. બિયંતસિંઘ પહેલી ત્રણ ગોળીઓ રિવોલ્વર વડે મારેછે, ઈન્દિરાજી નીચે પડી ગયા પછી સતવંતસિંઘ સ્ટર્લીંગ સબમશીનગનમાંથી ૩૦ રાઉન્ડ છોડે છે. બિયંતસિંઘને તો ઇન્ડો-તિબેટીયનબોર્ડર પોલીસના બે જવાનો ત્યાં ઠાર મારે છે અને સતવંત પકડાઈ જાય છે તેને કેહરસિંઘ સાથે ૧૯૮૯માં લટકાવી દેવામાં આવે છે.

જે વડાંપ્રધાન પોતાના શીખ બોડીગાર્ડ હટાવી લેવાની ના પાડે છે અને એમાં શહીદ થાય છે તેમના પર ખાલીસ્તાન બાબતે અનાપશનાપઆક્ષેપો કરતા પહેલા આજના ટુચ્ચા ટુણીયાદ પત્રકારોએ એમની માનસિક સારવાર કરાવી લેવી જોઈએ.

હજુ કેનેડા અને યુકે, યુએસમાં રહેલાં શીખોની પૂંઠમાં ખાલીસ્તાનનો કીડો સળવળે છે. એમને ક્યા જાતે કશું કરવું છે? પૈસા આપી પારકાછોકરાં વધેરવાની વાત છે. હજુ કેનેડા અને યુએસનાં કેટલાક ગુરુદ્વારામાં મહાન ત્રાસવાદી સંત જરનૈલસિંઘનાં શહીદ તરીકેના ફોટામુકેલા છે. કેનેડાના હાલના વડાપ્રધાન ખાલીસ્તાનનાં ટેકેદાર શીખોમાં ચહિતા બની પાઘડી પહેરી મહાલવામાં ગર્વ અનુભવે છે. હાલનીભારત સરકારે એમના ભારત ખાતેના પ્રવાસ વખતે બહુ ભાવ આપ્યો નહિ તેના પડઘા કેનેડામાં પડ્યા છે. એમનું વધારે પડતુંલિબરલીઝમ કેનેડાના અમુક નાગરિકોને પણ ગમતું નથી. તેવા લોકો એમને સ્ત્રૈણ, ટ્રાની જેવા વિશેષણો વડે નવાઝે છે પણ આપણે એવુંના કહીએ, આપણા તે સંસ્કાર નથી.

મિત્રો મારો પ્રયાસ ખાલી હકીકતો ઉજાગર કરવાનો હોય છે. હું કોઈ પણક્ષાપક્ષીના રાજકારણમાં પડ્યો નથી. ઓપરેશન બ્લ્યુ સ્ટારવખતે દિલધડક સમાચારો જાણવા અમે રેડીઓ ઉપર બેસી રહેતા હતા.

લેખક: ભૂપેન્દ્રસિંહ રાઓલ, સાઉથ એબિન્ગટન, પેન્સિલવેનિયા, યુએસએ.