tv o ni yatrashsru thi aaj sudhi in Gujarati Science by SUNIL ANJARIA books and stories PDF | ટીવી ની યાત્રા શરૂથી આજ સુધી

Featured Books
Categories
Share

ટીવી ની યાત્રા શરૂથી આજ સુધી

ટીવી એટલે સહુથી પહેલાં શું યાદ આવે? પહેલાં તો લાકડાના, ત્રાંસા ચાર પાયાના સ્ટેન્ડ પર મુકેલી પેટી જેની આગળ વળાંક વાળો કાચનો સ્ક્રીન હોય, પાછળ બાઇસ્કોપ જેવી બોક્સ હોય, અગાશીમાં લાંબી દાંડીઓ ની પાઇપો વાળો એન્ટેના હોય જે પ્રસારણ સરખું ન આવે તો ફેરવ્યા કરવાનો.
પહેલાં તો લોકોને રેડિયો એમાં પણ ટ્રાન્ઝીસ્ટર હોય એટલે ભયો ભયો.
લોકોનાં ઘરોમાં ટીવી 1984 આસપાસ જ લોકપ્રિય થયેલું , ખરીદી શકાય એવું ને ઘરની શાન બનેલું. તેમાં પણ વખતે 3200 રૂ. આસપાસ આવતું બ્લેક વ્હાઇટ પિકચરનું ટીવી જ ખાસ હતું.
21 ઇંચ સ્ક્રીન ક્રાઉન ટીવી તે વખતે 7350 રૂ.માં મેં લીધું. જુલાઈ 85 માં તેના પર ઐતિહાસિક કપિલદેવની વર્લ્ડ કપ જીત જોયેલી. દર રવિવારે સાંજે છ વાગે હિન્દી ફિલ્મો. હમલોગ, એક કહાની, નુક્કડ, યહી હૈ જિંદગી વગેરે સિરિયલો. લોકો પોતાને ઘેર ટીવી ન હોય તો બાજુના ઘરમાં વિના સંકોચ બેસી જતા.
1993 માં સ્ટાર અને ઝી ની પ્રાઇવેટ ચેનલ શરૂ થઈ. શરૂમાં સ્ટાર પર તો આજે પણ સેન્સર થાય, સાથે બેસીને ન જોવાય એવા કાર્યક્રમો પણ આવતા.
કોઈ ચેનલ વાળાને મહિને 200- 250 માં સબ્સ્ક્રાઇબ કરો એટલે ઘરમાં વાયર જોઈ કરી જાય. રોજ રાતે ગોવિંદાની મૂવી, મ્યુઝિક, ભક્તિ વગેરેની ચેનલો મળતી. એવું ટીવી 2000 આસપાસ બંધ થયું, 2001 માં ઇલેક્ટ્રોનિક ટીવી આવ્યું. એમાં વળી નવી ટેકનોલોજી હતી કે ઇલેક્ટ્રોનિક કેમેરાનો વાયર ભરાવી તેના ફોટા રી પ્લે થાય. બે બાજુ સ્ટીરીયો જેવો વુફર સાઉન્ડ પણ મળી શકે. પણ 21 ઇંચ ત્રાંસી લંબાઈ નો સ્ક્રીન, પાછળ CRT ટ્યુબનું ભૂંગળું પણ નાનું. એનો સ્ટેટીક ચાર્જ એવો ભયંકર કે એમાં વિડિયો ગેમનો વાયર ભરાવતાં ઝટકો લાગે તો માણસ પાછો ફેંકાય. એમાં સાઉન્ડ આઉટપુટ બીજે જોડવો વગેરે વ્યવસ્થા હતી. રેઝોલ્યુશન ક્રાઉન કરતાં સારું.
2011 આસપાસ આવ્યાં ફ્લેટ LCD અને LED ટીવી. પાછળના ભૂંગળાંને આવજો કહ્યું. એમાં પણ દુનિયાથી મોડું એટલે કદાચ 2011 ઓકટોબર માં આવ્યું LED, સહેજ જૂની LCD ટેકનોલોજી કરતાં સારું કહેવાય એમ ડીલરોએ કહ્યું એટલે લોકોએ ખરીદ્યું. શું કામ વધુ સારું એ ખબર નહીં. એ 39 ઇંચનું,
કદાચ ઘેર વાયરથી ચેનલ આપતા લોકલ પ્રસારકને બદલે પેલા પાઇપોના એન્ટેનાને બદલે ધાબા પર ડીશો આવવા લાગેલી, લોકો તો ચેનલ વાળાને જ મહિને ભરી દેતા.
હવે 2016 આસપાસ ભીંત ભરી દેતું 50 ઇંચ નજીકનું ને ક્યારેક તો 75ઇંચ થી પણ મોટું ટીવી લોકપ્રિય થયેલું. એમાં ક્રોમકાસ્ટથી યુ ટ્યુબ, જૂની ફિલ્મો વગેરે જોઈએ, પેન ડ્રાઇવ પણ વપરાય, રેકોર્ડિંગ પણ થાય ને કાર્ડવાળું સેટ ટોપ બોક્સ DTH વાળા નું આવતું.. ક્યારેક એનું રિમોટ હેંગ થાય ત્યારે ટપલી દાવ પણ કરવાનો. ધાબે ગોળ, મોટાં તગારાં જેવી ડીશ વાળું. એ હજી છે.
હવે તો કાર્ડ વગરનું સેટ ટોપ બોકસ આવી ગયું છે.
ટીવી પણ સ્માર્ટ ટેકનોલોજી એટલે ડીશ વગર, એરટેલ કે ડીશ ટીવી જેવા પ્રસારક ના કોમ્પ્યુટર સાથે સંકળાયેલ. સ્વીચ ઓન કરો એટલે ઓપ્શન, નેટ ફ્લીકસ, યુ ટ્યુબ, ચેનલ, શું જોવું છે.
એમાં પણ LED જૂનું થઈ ગયું, હવે તો આવ્યું HD, UHD વગેરે ટેકનોલોજી વાળું. 3860 x 2140 પિક્સેલ નું. પિકચર વગર 3 ડી એ લગભગ એવું દેખાય!
હવે મોટાં 60 ઇંચ ઉપરનાં કર્વ વાળા સ્ક્રીનવાળાં ટીવી અદ્રશ્ય થઈ ગયાં.
આ વખતે જોયું ક્રિસ્ટલ UHD 4K ટીવી
એમાં કલર ઉત્પન્ન થાય છે અમુક ઇલેક્ટ્રોનિક ક્રિસ્ટલ થી. By default એ બધાં સ્માર્ટ ટીવી છે. હવે તો ડીશ એન્ટેના વાળું પણ પ્રાચીન થઈ ગયું. મોટા ટાવરમાં સોળ સત્તર માળ માં દરેક રહીશ ડીશ કેવી રીતે લગાવે?
એ ક્રિસ્ટલ ટીવીના સ્ક્રીન નજીક જઈ જુઓ તો હમણાં કાચમાંથી બહાર જતા રહેશો એવું લાગે ને! અરીસાથી પણ ક્લીઅર.
નવીનવી કેવી ટેકનોલોજીઓ આવી રહી છે! એને કદાચ ગતકડાં કહીએ પણ લોકોની સગવડ અને એનો હેતુ વધારે સરતો હશે તો જ ચાલે ને?
એ બધાં 42 ઇંચ થી લઇ 60 ઇંચ સુધીનાં લાગ્યાં. કદાચ હવે 72 ઇંચનાં બંધ થઈ ગયાં હશે કે ઓછાં વેચાતાં હશે.
ટીવીઓની આ યાત્રાનું વિવરણ ગમ્યું હશે.