Prem - Nafrat - 96 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૯૬

Featured Books
  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

  • કવિતાના પ્રકારો

    કવિતાના ઘણા પ્રકારો છે, જે મેટ્રિક્સ, શૈલી, અને વિષયવસ્તુના...

Categories
Share

પ્રેમ - નફરત - ૯૬

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૯૬

લખમલભાઇ પહેલી વખત બંગલા પર આવ્યા હતા. અને એમનું વર્તન આજે રચનાને અજીબ લાગી રહ્યું હતું. એ એમની કંપનીમાં એક કર્મચારી તરીકે જોડાઈ અને પછી એમના પરિવારની વહુ તરીકે એમના ઘરમાં પ્રવેશ મેળવ્યો એ પછી પણ એમનું વર્તન અને વ્યવહાર સારા જ રહ્યા હતા. એમણે હંમેશા એના વિચારને પ્રોત્સાહન જ આપ્યું હતું. આરવના ભાઇઓને નારાજ કરીને પણ ધંધામાં મારી વાતને સમર્થન આપ્યું હતું. ક્યારેય પરાઈ ગણી ન હતી. ક્યારેક એમના સારા વર્તન સામે પોતે એમને નુકસાન કરી રહી હોવાનો એક અફસોસ થતો હતો પણ પિતા રણજીતલાલના મોત માટે એ જવાબદાર હોવાથી એમના માટે દિલમાં સ્વજન જેવી લાગણી થતી ન હતી. એ પરિવારની વહુ તરીકેની માત્ર ઔપચારિકતા પૂરી કરી રહી હતી. આરવના ભાઈની પત્નીઓ પણ કદાચ એમના ડરને કારણે જ મારી સાથે ખરાબ વર્તન કરતાં અટકતી હતી. આજે લખમલભાઇનું એક નવું જ રૂપ જોવા મળ્યું હતું. પોતાના પિતા રણજીતલાલ હયાત હોત તો આ સંજોગોમાં એની આવી જ મદદ કરી હોત એવું લાગતું હતું.

રચના થોડીવાર સુધી સૂનમૂન બેસીને વિચારતી રહ્યા પછી બોલી:મા, લખમલભાઇ સારા જ માણસ રહ્યા છે પણ પોતાની બચતની મૂડી દાવ પર લગાવીને અમારી કંપની બચાવી રહ્યા છે એ વાત મને પચી રહી નથી...

બેટા, લખમલભાઇને એમનો દીકરો આરવ વહાલો તો હોય ને? એ કદાચ એમની વહુ માટે બહુ ભલું ઇચ્છતા ના હોય પણ પુત્રને મુસીબતમાં તો જોઈ જ ના શકે ને? અને એમને ક્યાં ખબર છે કે તું એમના ઘરમાં કયા આશયથી આવી છે. તું માત્ર તારી પુત્રવધૂની ભૂમિકા નિભાવી રહી છે. અસલમાં તારો આશય અલગ જ છે. હવે તને આ રૂપિયા આપ્યા છે ત્યારે તારે એ આપીને દેવું ચૂકતે કરી કંપની છોડાવી લેવી જોઈએ... મીતાબેન એને સમજાવતા બોલ્યા.

હા મા, અત્યારે તો એવું જ કરવું પડશે. હું આરવને જઈને વાત કરું છું... કહી રચના ઝડપથી નીકળી ગઈ.

મીતાબેન એકલા પડ્યા ત્યારે વિચારવા લાગ્યા:લખમલભાઇ પાસે રણજીતલાલની કઈ વાત ધ્યાનમાં આવી હશે? એમના જીવનનું કયું રહસ્ય એ ખોલવાના હશે? શું રણજીતલાલે કોઈ ભૂલ કરી હશે? એમણે લખમલભાઇ સાથે દગો કર્યો હશે? એમણે મને કંઇ કહ્યું નહીં હોય? ના-ના રણજીતલાલ એવા ન હતા. એ ભલા અને ઈમાનદાર હતા. એવું ના હોત તો રચનાને એમની સામે બદલો લેવામાં સાથ આપ્યો ના હોત. રચના રણજીતલાલના મોતનો બદલો પૂરો કરીને એમને કહેશે ત્યારે એમની આંખ ખૂલશે પણ બહુ મોડું થઈ ગયું હશે.

રચનાએ રસ્તામાં વિચારી લીધું કે આરવને આ રૂપિયા વિશે શું કહેવાનું છે.

રચનાને જોઈ આરવ ખુશી અને ચિંતાના બેવડા ભાવ સાથે બોલ્યો:રચના, બધું બરાબર છે ને?’ પછી એના હાથમાં એક નવી બેગ જોઈને આશ્ચર્યથી પૂછ્યું:‘…આ બેગ શેની છે? ક્યાંથી લાવી? કે તું ક્યાંક બહારગામ જઈ રહી છે.

બધું બરાબર છે અને સારા સમાચાર છે. તું જાતે જ બેગ ખોલીને જોઈ લે... રચનાએ રહસ્ય બનાવી રાખીને કહ્યું.

આરવે ઉત્સુકતા સાથે બેગ ખોલી અને ચલણી નોટોની થપ્પીઓ જોઈ ચોંકીને પૂછ્યું:રચના, આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા? અને શેના માટે છે?’

આરવ, ચોંકવાની કે ચિંતા કરવાની જરૂર નથી. હું બેન્કમાંથી લૂંટીને આવી નથી. આ તો એક ફાઇનાન્સ કંપની પાસેથી લાવી છું. ઊંચું વ્યાજ ચૂકવવું પડશે પણ અત્યારે આપણી કંપની કોઈના હાથમાં જતાં બચી જશે.

રચના... મને ખબર છે તું આ રૂપિયા ક્યાંથી લાવી છે... આરવ ગંભીર સ્વરે બોલ્યો.

રચનાના ચહેરા પર નવાઈ અને ડરના મિશ્ર ભાવ ઉપસી આવ્યા. આરવને કેવી રીતે ખબર પડી કે લખમલભાઇએ રૂપિયા આપ્યા છે. શું લખમલભાઇ મારી સાથે ડબલ ગેમ રમી રહ્યા છે?

ક્રમશ: