ગતાંકથી....
પછી તે એકદમ રોમેશ પાસે ગયો અને તેની પાસેથી એક મજબૂત દોરી, બે ખીલા અને હથોડી લઈ આવ્યો. રૂમમાં તે પાછો આવ્યો. પહેલા ખીલાની એક બાજુએ હથોડીની મદદથી એક નવો ખીલો નાખ્યો, અને તે પછી બીજી બાજુએ બીજો ખીલો નાખ્યો .એક ખીલામાં તેણે દોરી બાંધી અને તે બાદ વચ્ચેનો ખીલો દબાવ્યો ;કબાટ ફૂલ ખુલી ગયું એટલે દોરીને સરકાવીને બીજી બાજુના ખીલા સાથે મજબૂત પણે બાંધી દીધી. આ રીતે તેને કબાટનું પાટિયું કામ ચલાઉ જ ખુલ્લું રાખ્યું.
હવે આગળ....
તે હવે કબાટના બાકોરા દ્વારા અંદર જવા વિચારતો હતો. તેવામાં ઇન્સ્પેક્ટર ખાન આવી પહોંચ્યા. ખાન બબડતો બબડતો આવતો હતો : "મને તો એ લોકોની કાંઈ નિશાની-" પણ તેની નજર કબાટમાં પડેલા બાકોરા તરફ અને તે બાદ પૃથ્વી તરફ ગઈ એટલે તે અટકી ગયો અને પૃથ્વીને પૂછવા લાગ્યો : " કેમ, કંઈ નવું શોધી કાઢ્યું લાગે છે; ખરું ને ?"
પૃથ્વી: " હા ,જુઓ ને ! મેં એ બદમાશોના આવવા જવાનો રસ્તો શોધી કાઢ્યો છે. હવે આપણે અંદર દાખલ થઈએ."
ઇન્સ્પેક્ટર ખાન : "પણ તે એ શોધ કરી શી રીતે ?"
પૃથ્વી : "એ બધું પછીથી કહીશ પણ હમણાં તો ચાલો, મારી સાથે વાતોમાં વખત ગુમાવવામાં કોઈ સાર નથી."
હુકમ કરવા ટેવાયેલ પોલીસ અધિકારીને અત્યારે આ બુદ્ધિમાન યુવકને તાબે થવા સિવાય છૂટકો ન હતો .તે તેની સાથે જવા તૈયાર થયો.
પૃથ્વીએ કહ્યું : " ઉભા રહો. હું હજી તૈયાર થયો નથી. અંદર ગયા પછી આપણું શું થશે તેની તમને ખબર છે ? જીવન મરણનો સવાલ છે ! અંદર બદમાશો આપણને પકડીને મારી નાખે .માટે હું આટલી શોધનો અહેવાલ મારા પેપર માટે લખીને મોકલાવું તે પછી આપણે અંદર જઈએ."
ખાન : " પણ તે બધું પછીથી ન થાય ? "
પૃથ્વી :મરી ગયા પછી કે ? "
પૃથ્વીએ પોતાના ખિસ્સામાંથી રિપોર્ટ બુક અને પેન કાઢ્યા અને લખવા માંડ્યું.ઈન્સ્પેક્ટર ખાન તે બધું જોઈ જ રહ્યો. પૃથ્વી એ પંદર મિનિટમાં ના સમયમાં પોતાનું વર્ક ખાનના હાથમાં મૂક્યું અને સિપાઈ સાથે 'લોકસેવક'ની ઓફિસમાં ચીમનલાલ ને આપી આવવા જણાવ્યું.
ઇન્સ્પેક્ટર ખાન સમય બગાડવા માગતો નહોતો, એટલે તેણે વિહ્સલ વગાડી સિપાઈને બોલાવ્યો અને પૃથ્વીના કહેવા પ્રમાણે તેને હુકમ ફરમાવી વિદાય કર્યો.
આ પછી તેઓ કબાટ માં થઈ દરવાજામાં થઈને બાકોરાની અંદર ઘૂસ્યા .શરૂઆતમાં અંધારું લાગ્યું. આસપાસ બે દિવાલો હોય એમ લાગ્યું .રસ્તો માત્ર એક જ માણસ પસાર થઈ શકે એટલો જ પહોળો
હતો. પૃથ્વી આગળ અને ઇન્સ્પેક્ટર પાછળ એમ તેઓ દિવાલને અથડાતા ધીમે ધીમે આગળ વધ્યા. થોડીક વાર પછી ઝાંખુ અજવાળું દેખાયું; અને તેઓ હવે બધું પહોળી જગ્યામાં જઈ પહોંચ્યા. એક મકાન નીચેના ભોંયરામાં તેઓ આવ્યા હોય તેમ જણાયું. આસપાસ દિવાલો હતી. અને એક દીવાલમાં બે ત્રણ બાકોરા હતા; કે જેના દ્વારા હવા અને પ્રકાશ આવતા હતા. આસપાસ નજર કરતા એક નિસરણી દેખાણી .પૃથ્વી ઝડપથી નિસરણીના એક પગથિયા ઉપર જઈ ઉભો રહ્યો. ઇન્સ્પેક્ટર ખાને પણ ઝડપથી નિસરણી પાસે પહોંચવા ની તજવીજ કરી ;પણ પૃથ્વીની ચપળતા આગળ તે ફાવ્યો નહિ .નિસરણીના પગથિયાં એક એક પૃથ્વી ચડ્યો પછી જેવો તે ઉપર આવ્યો કે તરત જ એક ગોળ બાકોરમાંથી બહાર નજર કરી તો તેની તેના અચરજ વચ્ચે તેને સર આકાશ ખુરાના નો બગીચો દેખાયો. બહારના ભાગમાં એ બાકોરાની આસપાસ લોખંડના સળિયા ભરી લીધેલા હતા. પૃથ્વી તે બાકોરામાંથી બહાર કૂદી પડ્યો .ઇન્સ્પેક્ટર ખાન પણ તેની પાછળ આવ્યો .ખાને બહાર નીકળી પૃથ્વીનું કાંડુ પકડી કાંઈ કહેવા પ્રયત્ન કર્યો તેવામાં સામેથી મિસ. શાલીની આવીને ઊભી રહી. પૃથ્વીને જોવાથી મિસ શાલીનીને કંઈ આશ્ચર્યની લાગણી ઉપજી હોય એમ જણાયું નહિ. ઇન્સ્પેક્ટર ખાન આગળ આવ્યો અને ટોપી ઉતારી સલામ કરતા બોલ્યો : " તમારા મકાનમાં અમે આવી ચડ્યા તે માટે માફ કરજો. હું સિક્રેટ પોલીસ ખાતા નો ઇન્સ્પેક્ટર છું અને એક ભોયરાની તપાસ કરતા અચાનક અમે આ બગીચામાં બહાર નીકળ્યા છીએ .આ કોનું મકાન છે?
જવાબ આપતા પહેલા મિસ. શાલીનીએ પૃથ્વી તરફ નજર કરી. અગાઉ એક વખત મુલાકાત થયેલી એ વાત તેને યાદ આવી હોય તેમ તે ટગર ટગર જોઈ રહી,પરંતુ તેની સાથે વાત ન કરતા ઇન્સ્પેક્ટરને કહ્યું : " આ મકાન તો પ્રખ્યાત સાયન્ટીસ્ટ સર આકાશ ખુરાનું છે."
ઇન્સ્પેક્ટર : " ઓહો !તેઓ તો હમણાં જ થોડાક દિવસ પહેલા જ મૃત્યુ પામ્યા છે ,ખરું ને!"
"હા,જી" મિસ.શાલીનીએ કહ્યું.
"ત્યારે અમે હવે અહીં વધુ વખત રોકાઈશું નહીં. આ ભોંયરા નો એક રસ્તો અહીં ખુલ્યો છે એ એક અકસ્માત જ છે. અમે નહોતું ધાર્યું કે અમે આ મકાનમાં આવી ચઢીશું. અને હું ધારું છું કે તમને પણ આ ભોંયરાની ખબર નહિં હોય."
" ના ,અમે આ બાકોરાને ગટરનું બાકરું ધારતા હતા. આથી કોઈ તો એમાં પડી જાય નહિ તે માટે અમે તેની આસપાસ લોખંડના સળિયા મુકાવી દીધેલા છે."
ઇન્સ્પેક્ટર : " ઘણું જ સારું કામ કર્યું છે. એકવાર ફરીથી અમે તમારી માફી માંગીને જે રસ્તેથી આવ્યા છીએ તે જ રસ્તે થી પાછા જઈશું."
આમ કહીને ઇન્સ્પેક્ટર ભોંયરામાં ઊતરવા લાગ્યો. પૃથ્વી એ ટોપી ઊંચકીને મિસ.શાલીનીને નમન કર્યું ,અને ઇન્સ્પેક્ટર ની પાછળ ભોંયરામાં ઊતરવા માંડ્યું. તેને
ખૂબ જ આશ્ચર્ય થયું કે : "મિસ.શાલીની પોતાને ઓળખતી હોવા છતાં પણ તેણે ઓળખાણનો દેખાવ બિલકુલ કેમ કયૉ નહિ?"
ભોંયરામાં નિસરણી ઊતરી રહ્યા પછી ઇન્સ્પેક્ટરે કહ્યું :
" આપણે જે શોધીએ છીએ તે તો મળ્યું જ નહિ.બદમાશ લોકોમાંનો કોઈ માણસ કે રહસ્યમય પેટી, એ બે માંથી કાંઈ મળ્યું નહિ ! ? "
પૃથ્વીએ જવાબ દીધો : " હું પણ એ જ વિચાર કરું છું. એ લોકો આ ભોંયરામાં જ બીજે ક્યાંય હશે, પણ તેમનો પતો આપણને એકદમ લાગવો મુશ્કેલ છે.આ કારણે આપણે ભોંયરામાં જ વધુ તપાસ કરીએ તો ઠીક, ઇન્સ્પેક્ટર સાહેબ !"
ઈન્સ્પેક્ટર ખાને કહ્યું : "હવે આ કામમાં અત્યારે મને બહુ રોકાવાની ફૂરસદ નથી. મારે એક બીજા જરૂરી 'કેસ'ની તપાસ માટે જવાનું છે.
પણ આવતી કાલે આપણે વધુ તપાસ કરીશું. દરમિયાન આ મકાનમાં બારણાં પાસે તથા રૂમ પાસે હું પહેલો રખાવીશ.ભોંયરા દ્વારા કોઈપણ બહાર આવનારને તુરંત પહએરએગઈર પકડી લેશે."
પૃથ્વી: " બરાબર છે. તપાસ રાખવી જ જોઈએ. હું પણ હવે રજા લઈશ. આવતીકાલે સવારથી જ હું અહીં આવીશ.તમે પણ આવશો ને ?"
"હા ! જરૂર, જરૂર ."ખાને જવાબ આપ્યો.
બંને જણ ભોંયરામાંથી બહાર આવ્યા અને પરસ્પર હાથ મેળવી છૂટા પડ્યા.
પણ હવે જ આ બંને વચ્ચે ઉંદર બિલાડીની રમત શરૂ થઈ.પૃથ્વીએ ઈન્સ્પેક્ટર એમ ધારવા કહ્યું કે પોતે હવે પ્રેસમાં જ જવાનો છે,પણ આમ તે ખરેખર મિસ. શાલીનીને ત્યાં મળવા માટે ગયો. ઇન્સ્પેક્ટર ખાનને બીજા કેસની વાત કરેલી પણ તેને એવું કાંઈ રોકાણ હતું જ નહિ .પૃથ્વીએ જો રસ્તામાં જતા જતા પોતાની પાછળ નજર કરી હોત તો તેને ખબર પડ્યું હોત કે ઇન્સ્પેક્ટર ખાન તેની પાછળ જ ચોરી છુપીથી ચાલ્યો આવતો હતો.
પૃથ્વી સર આકાશ ખુરાના નામ મકાનમાં ગયો એટલે ઇન્સ્પેક્ટર પોતાના મનમાં બબડ્યો : " કેવો ઉસ્તાદ છે ! ઓફિસે નહિ જતાં સર આકાશ ખુરાનાના મકાનમાં જવાની તેને શું જરૂર ? આ તો એમ લાગે છે કે જો તેના ઉપર બરાબર દેખરેખ રખાય નહિ તો તે મને અને મારા ખાતાને ચપટીમાં ઉડાવી દઈ મૂર્ખ બનાવી જાય. હું એના ઉપર અને તેના પેપર ઉપર બરાબર નજર રાખીશ ."ત્યાં બબડયા બાદ સર આકાશ ખુરાનાના મકાન નજીક બેઠો, અને પૃથ્વી ક્યારે પાછો ફરે તેની રાહ જોવા લાગ્યો. પૃથ્વીને તો બિલકુલ શક નહોતો કે ,ઇન્સ્પેક્ટરે તેની પાછળ આવ્યો છે. તે મિસ.શાલીનીને મળ્યો અને તેની સાથે વાતચીત કરવા લાગ્યો.
હવે આગળ શું થશે એ જાણવા માટે વાંચો આગળ નો ભાગ....
ક્રમશઃ......