Bhaibandh in Gujarati Classic Stories by E₹.H_₹ books and stories PDF | ભાઈબંધ

Featured Books
Categories
Share

ભાઈબંધ

મારું નામ Prince
હું એવું વિચારું છું કે ઘણા લોકો મને જાણે છે, પછી ભલે આપણે કોઈપણ જગ્યાએ ભેગા થયા હોઈએ, એમાંથી કોઈ મને પસંદ કરતું હશે અને કોઈ નહીં પણ,પરંતુ જો તમે મારા ફેસબુક પર છો, તો હું એવું માનું છું કે તમે મને પસંદ કરો છો.મને એ જોવાનું ગમશે કે શું આપણે હજી પણ ફક્ત Likes અને GIF કરતાં વધુ સાથે વાતચીત કરી શકીએ અને ખરેખર એકબીજાને કંઈક લખી શકીએ. એટલે મેં એક પ્રયોગ કરવાનું નક્કી કર્યું છે જેનું નામ કંઈક આવું છે “મીઠા મધુરા સાથેની મુલાકાત”. વિચાર એવો છે એ ચેક કરવાનું કે કોણ ફોટો વગરની પોસ્ટ વાંચે છે,આપણે ટેકનોલોજીમાં એટલા ડૂબી ગયા છીએ કે સૌથી મહત્વની વસ્તુ ભૂલી ગયા છીએ : "સારી મિત્રતા." જો કોઈ પણ આ પોસ્ટ નહીં પણ વાંચે તો પણ એ એક સામાજિક પ્રયોગ હશે.પરંતુ તમે જો છેક સુધી વાંચી તો હું આપણા વિશે એક શબ્દ સાથેની કોમેન્ટ તમારા તરફથી ઇચ્છું છું. ઉદાહરણ તરીકે કોઈ જગ્યા, કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ પળ કે કંઈ પણ જે તમને સંબંધિત હોય અથવા મને એના દ્વારા ઓળખતા હોવ. અને પછી આ ફકરાને કોપી કરો, તમારી ટાઈમલાઈન પર પેસ્ટ કરો, ( શેર કરતા નહીં ) અને હું તમારી ટાઈમલાઈન પર જઈશ અને અને એક શબ્દ/શબ્દો લખીશ કે જેનાથી હું તમને ઓળખતો હોઈશ. જો તમારી પાસે આ ફકરાને કોપી કરવાનો સમય ન હોય તો મહેરબાની કરીને તમે કોઈ કોમેન્ટ પણ લખતા નહીં, કેમ કે તે આ પ્રયોગ ના નિયમને ભંગ કરશે.
મારું નામ બદલો અને તમારું લખો. ચાલો જોઈએ કે Matrubharti પર આ પોસ્ટને કોણ વાંચવાનો અને એ મુજબ જવાબ આપવાનો સમય કાઢે છે !!? હું તમારા જવાબની રાહ જોવું છું મિત્રો.કંઇ નહી તો કોમેન્ટમાં કંઇપણ લખશો જે ફાવે તે.હું તમારા પ્રત્યુતરની રાહમાં છું આભાર મિત્રો..
મને જે નામ થી ઓળખતા હો એ નામ કોમેન્ટ મા લખી શકો છો પરંતુ એક શર્ત 👆🏻પ્રથમ વાંચો પુરુ પછી કોપી કરો તમારી ટાઈમલાઈન પર 🙏🏻

*‘બે જણને જોઈએ કેટલું?’*

દિકરી ને જમાઇ લઈ ગયા
અને
દિકરાને વહુ લઈ ગઈ.
અંતે તો
આપણે બે જ રહ્યા.

એક છાપું,એક દૂધની થેલી ને
રોજ એક માટલું પાણી,
બઉ થ્યું.
ચા-ખાંડના ડબ્બા,
કોફીની ડબ્બી પણ
માંડ ખાલી થાય.

‘કોલગેટ’ દોઢ મહિનો ચાલે ને
મહિનો ચાલે એંશી ગ્રામ
લક્સની એક ગોટી.

સો ગ્રામ શેમ્પુ તો કાઢ્યું ન ખૂટે.
જમવામાં શાક હોય તો
દાળ વિના ચાલે
ને ફક્ત દાળ હોય
તોય ભયોભયો!

ખીચડી એટલે
બત્રીસ પકવાન ને
છાશ હોય પછી જોઈએ શું!
‘સો ફ્લાવર, ત્રણસો દૂધી,
અઢીસો બટાકા,
ચાર પણી ભાજી,
આદુ-લીંબુ-ધાણા’
થ્યું અઠવાડિયાનું શાક.
ત્રણ મણ ઘઉં વરસ દિ’ ચાલે ને
પાચ કિલો ચોખા
નાખ-નાખ થાય!
ન કોઈ ખાસ મળવા આવે
પછી મુખવાસનું શું કામ!

નાની તપેલી, નાની વાડકી,
નાની બે થાળી, આમ
આઠ-દસ વાસણો માંડ વપરાય
તે એક ‘વિમ’ બે દોઢ મહિને
માંડ ઘસાય.

વળી રોજ ધોવામાં હોય
ચાર કપડાં
તે કિલો ‘નિરમા’
મહિને કાઢ્યો ન ખૂટે!

કોપરેલની એક શીશી
એક મહિનો ચાલે ને
પફ-પાવડર તો
ગ્યાં ક્યારના ભૂલાઈ...?

પણ પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય,
આપો એટલાં ઓછા.
ઠસોઠસ હસાહસી ને ‘હોહા’ તો
લાવ લાવ થાય.

એટલે જ પ્રેમ અને સ્નેહ લઈને
બધાં
બે-ત્રણ વરસે ઊડીને આવે.
‘ઝટ્ટ આવશું, જરૂર આવશું’
કહી જાય.
તે પલકારામાં બે જણ
પાછાં હતાં એવાં થઇ જાય.

પછી પાછી
ઈ જ રટણ પડઘાય,
‘બે જણને જોઈએ કેટલું?’

દિકરીને જમાઇ લઈ ગયા
અને દિકરાને વહુ લઈ ગઈ.
અંતે તો આપણે બે જ રહ્યા.
💕💘💕
આજનુ સનાતન સત્ય. ...
ઘર ઘરની કહાણી. ..