જીવનમાં કેટલીક વાર કેટલાક એવા નિર્ણય કરવા પડતા હોય છે. જે વિષય પર ના આપણી પાસે પુરતું જ્ઞાન હોય છે, ના તો સમજ હોય છે. કેટલીક વાર લોકો નસીબને આધાર માની મેદાને ઉતરી જતા હોય છે, તો કેટલીક વાર લોકો નસીબને જ દોષ આપી રણ છોડી ભાગી જતા હોય છે. એક પ્રશ્ન હંમેશા આપણી સામે આવી ઉભો રહેતો હોય છે.’સાચુ શું અને ખોટું શું?’ કોને આધાર રાખી સાચા ખોટાનો નિર્ણય થાય છે?
આમ તો, સાચા ખોટાનો નિર્ણય કોઈ કરી શકતું નથી. હા લોકો વાત સાંભળી પોતાની અનુકળતા પર નિર્ણયને સાચા કે ખોટાની મોહર જરૂર લગાવતા હોય છે. હવે આ સાચા ખોટા વિષય પર વાત કરતા પહેલા તેની વ્યાખ્યા પર આપણે નજર કરીએ તો, મારા પ્રમાણે જીવનમાં દરેક નિર્ણયો પહેલા તેના પરિણામોની જાણ હોતી નથી. કેટલીક વાર પ્રશ્ન કે જવાબના ગર્ભમાં છૂપાયેલું હોય છે સાચા ખોટાનું સત્ય! આ સત્યનું ભાન તો ત્યારે જ થાય છે, જ્યારે આપણે નિર્ણય પર અમલ કરીએ. તો મહત્વનો પ્રશ્ન એ થાય છે કે ‘સાચુ શું અને ખોટું શું?’. આપણા નિર્ણય બાદ આપણા મનમાં શાંતિ અને ખુશીની ભાવના થાય છે. મારા મત અનુંસાર એ સાચો નિર્ણય. અને જે નિર્ણય કર્યા બાદ તેના પર પસ્તાવો થાય મનમાં નિર્ણયને લઈ અસહજતા ઉભી થાય. મારા મત અનુસાર એ ખોટો નિર્ણય છે.
જીવનમાં કેટલાક એવા નિર્ણય હોય છે જે શાંતિથી વિચારણા પૂરવ લેવાયેલા હોવા છતા પણ સાચા સાબિત થતા નથી. જ્યારે કેટલાક નિર્ણયો લેવાય બાદ ખોટા હોવાનું ભાન થતું હોય છે. સમય અને સંજોગનું ચક્ર કેટલાક માટે સાચા ખોટાની પારખા સમય પહેલા કરાવી આપતું હોય છે, તો કેટલાક ના જીવનમાં સમય વિત્યા બાદ સાચા ખોટાના પારખા થતા હોય છે. પણ પહેલું કહેવાયને ‘અનુભવ એ જ મોટો શિક્ષક છે’ એ જ રીતે સમયના સિખવેલા પાઠથી અનુભવ લઈ આગળના જીવન ધ્યાન આપવું એજ જીવન છે.
કેટલીક વાર એવુ બનતું હોય છે વ્યક્તિને નિર્ણય ખોટા હોવાની જાણ હોવા છતા નિર્ણય કરવો પડતો હોય છે. જ્યારે કેટલીક વાર સાચા નિર્ણયથી જાણતા પણ અજાણ બનવું પડતું હોય છે. વ્યક્તિના જીવનમાં આ જ એક એવો કપરો સમય હોય છે, જ્યાં વ્યક્તિ સાથે જોડાયેલા સંબંધના પારખા થતા હોય છે. કેમ કે કેટલીક વાર વ્યક્તિ સાથેના સંબંધ તેના પ્રભુત્વ પર નહીં તેના નસિબના જોરથી લેવાયેલા અજાણ્યા સાચા નિર્ણયો સાથે હોય છે.
તો કહેવામાં આવ્યું છે ‘દૂધનો દાજ્યો છાસ પણ ફૂંકી ફૂંકીને પીવે’ આ કહેવાતને સમજવાનો પ્રયત્ન કરીએ તો, અર્થ એવો બને છે કે જ્યારે એક વાર ખોટો નિર્ણય લીધાની ભાન થય ચૂકી હોય ત્યારે બીજી વખત નિર્ણય કરતા પહેલા સો વખત વિચાર આવે. આજ કહેવત થી સાચા ખોટાને વધુ સજવાનો પ્રયાસ કરીએ તો સાચા ખોટા અંતર કોઈ ગુરુ નથી શિખવી શકતા. જાત અનુભવ સાચા ખોટાના પારખા શિખવાડે છે.
આમ તો સાચા ખોટામાં લાંબુ કોઈ અંતર નથી હોતું. જ્યારે નિર્ણય ખોટો થઈ જતો હોય ને ત્યારે લોકો વચ્ચેના અંતરમાં જરૂરથી વધારો કરે છે. જ્યારે આ જીવનનું સત્ય છે સાચુ હંમેશા કડવું છે પછી ભલે સ્વીકારવા માટે હોય કે બોલવા માટે હોય.
તો બીજી બાજુ ખોટાની લાંબી ઉંમર નથી હોતી. બોલાયેલું ખોટું કે ખોટા નિર્ણયની મીઠા કાંઈક અલગ હોય છે. જે સમય સુંધી તેની હક્કીકતના દરવાજા નથી ખુલતા....
સમય, સંજોગ, નસીબ સાચા ખોટાની ભાન આપે છે, જ્યારે સંગત, ઉંમરના અનુભવ, લોકોની ફિતરત, સમાજના વણ લખ્યા નિયમો સાચા ખોટાની અનુકુળતા પ્રમાણે મોહર મારે છે..