એક ઓફિસમાં બધા કર્મચારીઓ ભેગા થયા અને ગપ્પાં મારતા હતા. કાયમનો એકજ વિષય હોય - બોસ કંઈ કામ કરતા નથી. આપણે હંમેશા કામ કરતા હોઈએ છીએ, અને બોસ ઓફિસમાં બેઠા હોય છે. *તેમાંથી મોટાભાગના લોકો જોતા હતા કે બોસ કંઈ કામ કરી રહ્યા નથી, પરંતુ ખામીઓ શોધે છે.* ઓફિસનો સમય શરૂ થઈ ગયો હતો પરંતુ કોઈ પણ કર્મચારીએ કામ શરૂ કર્યું ન હતું.
બોસ આ બધું જોઈ રહ્યા હતા. *તેઓ ઓફિસમાંથી બહાર આવ્યો અને અચાનક બોલ્યો - ચાલો આજે આપણે ભૂમિકાઓ બદલીએ. જે જુનિયર છે તેઓ સિનિયરની ભૂમિકા ભજવશે અને સિનિયરો જુનિયરની ભૂમિકા ભજવશે. ચાલો જોઈએ શું થાય છે?*
_*બધા જુનિયર કે જેઓ હંમેશા વિચારતા હતા કે સિનિયર કંઈ કરતા નથી, હવે તેઓએ જાણ્યું કે સિનિયરની ભૂમિકા નિર્ણાયક હતી. તેઓ ગ્રાહકોને જવાબ આપવાની જવાબદારી હતી. સિનિયરો ને ખબર પડી કે - જુનિયરોને સમયાંતરે પ્રેરણા અને માર્ગદર્શનની સતત જરૂર છે!*_
*મિત્રો, દર સપ્ટેમ્બર મહિનાના બીજા સોમવારને રાષ્ટ્રીય બોસ/કર્મચારી વિનિમય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કાર્ય અને અંગત જીવનના સંતુલનના કારણે દ્વારા દરેક વ્યક્તિના જીવનને કેવી રીતે બહેતર બનાવવું તે અંગે થોડો પરિપ્રેક્ષ્ય મેળવી શકે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તમારી જાતને એમની ભૂમિકામાં મૂકો, એમની જવાબદારીઓને સમજો.
*નફો!*
એક વેપારીને તેના ટેબલના ડાબા ડ્રોઅર પર ચૂકવવાના તમામ બિલો અને જમણી બાજુએ મળવાપાત્ર તમામ રકમના બિલ સાચવતા. તેમને આ રીતે હિસાબ જાળવવાની આદત હતી.
*તાજેતરમાં સ્નાતક થયેલો એકાઉન્ટન્ટ પુત્ર આ રીતે હિસાબ જાળવવાની પદ્ધતિ જોઈ તેના પિતા પર હસી પડ્યો અને બોલ્યો - જો તમે આ રીતે હિસાબ રાખશો તો તમને કેટલો નફો કે નુકસાન થાય છે એ તમને કેવી રીતે ખબર પડશે?*
*_તેના પિતાએ કહ્યું – બેટા, જ્યારે હું આ શહેરમાં આવ્યો ત્યારે મેં માત્ર જીન્સ અને ટી-શર્ટ પહેર્યા હતા અને ખિસ્સામાં રૂ.100/- હતા અને તેનાથી મેં મારો બિઝનેસ શરૂ કર્યો હતો. . આજે 30 વર્ષ પછી, તારો ભાઈ એન્જિનિયર છે, તારી બહેન ડૉક્ટર છે અને આજે તું એકાઉન્ટન્ટ થયો છે. આપણી પાસે રહેવા માટે ઘર છે અને ફરવા માટે ગાડી છે! આપણે કોઈ લોન ચુકવવાની નથી અને હું તમારા માંથી કોઈ પાસે પૈસાની માંગણી કરતો નથી!_*
*_તેથી, તું બધાનો એકસાથે સરવાળો કર અને રૂ. 100/- ને બાદ કરી તો બાકીનો બધો જ નફો છે!!_*
*મિત્રો, જીવનમાં વિચારો - હિસાબ કરો - નફો કેટલો છે તે જાણો અને ખુશ થાવ.
*લીમડાનું દાતણ *
ડાહ્યાભાઈ મુંબઈ થી અમદાવાદ એમના વેવાઈ ને ત્યાં આવેલા. બપોરનું જમવાનું વેવાઈ ના ઘરે હતું.આસન પાટલા ગોઠવાઈ ગયા.ડાહ્યાભાઈ અને વેવાઈ જમવા આસન પર બેઠા.લીલીબેન વેવાણે થાળી પીરસવાની ચાલુ કરી.પાટલા ઉપર થાળી,વાટકી ૨,ચમચી ૨,ગ્લાસ વિગેરે મુકાઈ ગયું.લાપસી,દૂધપાક,પૂરી, પરવર નું શાક,દાળ,ભાત,પાપડ,અથાણાં પીરસ્યા.સાથે થળીમાં લીમડા ના દસ દાતણ ની ઝૂડી પણ મૂકી.મનુભાઈ આ દસ દાતણ ની ઝૂડી જોઈ અચરજ પામ્યા.પરંતુ કશું બોલ્યા નહીં.ડાહ્યાભાઈ દાતણ ની ઝૂડી બાજુ પર મૂકી જમવાનું ચાલું કર્યું.જમીને હાથ ધોઈ સોફામાં બેઠા.મુખવાસ ખાધો.સમાજની વાતો કરી. પછી શાંતિ થી વેવાઈ ને પૂછ્યું,વેવાઈ આ જમવાની થાળી માં લીમડાના દસ દાતણ ની ઝૂડી મૂકવાનું શું કારણ?વેવાઈ એ વિસ્તાર થી જવાબ આપ્યો કે "ડાહ્યાલાલ હું એકવાર અમારા સાઢુભાઈ સુમતિલાલ ને ત્યાં ગયો હતો,હું એમના ત્યાં જમવા બેઠો તો મારી થાળીમાં બાવળ ના નવ દાતણ મૂક્યાં.એટલે મેં અહીં એક દાતણ વધારે એટલે દસ દાતણ ની ઝૂડી મૂકી".ડાહ્યાભાઈ ને આમાં રસ પડ્યો,તો તમે વેવાઈ તમારા સાઢુભાઈ ને પૂછ્યું નહિ કે આ નવ દાતણ શાના મૂક્યાં.વેવાઈ કહે,ડાહ્યાભાઈ મેં તો કંઈ પૂછ્યું નહિ.ડાહ્યાભાઈ ને તાલાવેલી થઈ કે સાલું આ તો અચરજ કહેવાય, આનું રહસ્ય તો જાણવું જ પડશે.
ડાહ્યાભાઈ અને વેવાઈ બંને સુમતિલાલ ના ઘરે ગયા.નવ દાતણ વિશે પૂછ્યું,સુમતિલાલ કહે હું મારા બનેવી બાબુલાલ ના ત્યાં જમવા ગયો હતો,ત્યાં આઠ દાતણ મૂક્યાં હતાં.તેથી મેં એક દાતણ વધારી નવ મૂક્યાં. ડાહ્યાભાઈ ને તાલાવેલી વધવા લાગી.આઠ દાતણ મૂક્યાં હતાં તે ઘેર,સાત દાતણ મૂક્યાં હતાં તે ઘરે, છ દાતણ મૂક્યાં હતાં ત્યાં,એમ પાંચ,ચાર,ત્રણ દાતણ મૂક્યાં હતાં તે તમામ ઘરે ગયા,પણ આનું રહસ્ય ઉકેલાય નહીં.છેલ્લે જેણે બે દાતણ થાળી માં મૂક્યાં હતા,તે રમણીકભાઇ ના ઘરે ગયા. તેમણે કહ્યું,"જુઓ ભાઈ હું એકવાર ગામડે ગયો હતો ,એક અમારા સગા વિધવા માજી રહે. સંતાન માં એક દીકરી ,તે પણ પરણાવી દીધેલી.માજી ઘરમાં એકલા બિચારા. હું એમના ઘરે જમવા બેઠો તો મારી થાળી માં એક દાતણ મૂક્યું, મેં તો કંઈ માજી ને દાતણ વિશે પૂછ્યું નહીં.ડાહ્યાલાલ ને હજુ રહસ્ય મળતું નથી. ડાહ્યાભાઈ પેલા વિધવા માજી નું સરનામું લઈ ને એમના ઘરે પહોંચ્યા.માજી એ આવકારો આપ્યો.માજી ના ખબર અંતર પૂછ્યા,અને પછી હળવેકથી માજીને પૂછ્યું,"માજી રમણીકભાઇ આપના ત્યાં એકવાર જમવા આવ્યા હતા,ત્યારે આપે સારી રીતે જમાડ્યા હતા,અને થાળીમાં એક લીમડાનું દાતણ મૂક્યું હતું,તો લીમડા નું દાતણ મૂકવાનું કારણ શું?"
માંજી એ કહ્યું,"જુવો ડાહ્યાલાલ, ભઈ હું ઘરમાં એકલી,દીકરી સાસરે રહે .તે દાડે રમણીકભાઇ આવ્યા ત્યારે શીરો,પૂરી,શાક,દાળભાત બનાયેલ,હવ દાળ વાટકી માં હલાવવા મારા ઘર માં ચમચી નહિ,એટલ મૈં લીમડા નું દાતણ દાળ હલાવવા મૂક્યું હતું........."
ડાહ્યાભાઈ ને લીમડા ના દાતણ નું રહસ્ય મળી ગયું,વેવાઈ ના ઘરે આવી,કહ્યું",વેવાઈ બધું આંધળે બહેરું કુટાય છે,માજી ના ઘર માં ચમચી નહોતી એટલે લીમડાનું દાતણ મૂકતા હતા,વેવાઈ દરેક રિવાજ જે તે સમય ની માંગ,સંજોગો ,જે તે સમાજની શક્તિ અનુસાર અને વ્યક્તિ ની સવલત અનુસાર
ઘડાયેલ હોય છે. એનું અનુકરણ ના હોય કે સ્પર્ધા પણ ના હોય,સમાજ માં આમને આમ જ ચાલતું આવે છે".
Take away : સમાજ ના સદીઓથી ચાલ્યા આવતા રિવાજો/રૂઢિઓ સમયની માંગ અનુસાર છે,આર્ટિકલ નો ઉદ્દેશ રિવાજો ના વિરુદ્ધ બિલકુલ નથી,આંધળા અનુકરણીય રિવાજો ઉપર માત્ર એક પ્રકાશ ફેંકયો છે,પાત્રો કાલ્પનિક છે.
આશિષ શાહ