Gumraah - 19 in Gujarati Short Stories by Nayana Viradiya books and stories PDF | ગુમરાહ - ભાગ 19

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ગુમરાહ - ભાગ 19

ગતાંકથી...

પૃથ્વીએ વિચાર કર્યો કે અંદર કોઈ હશે કે કેમ? જે ભેદભરેલા રૂમમાં પોતે હતો તેમાં ગમે તે ક્ષણે ગમે તે બની શકે. કદાચ અંદર કોઈ હોય અને ન પણ હોઈ શકે ! બહારથી કબાટ બંધ હતું એટલે અંદર કોઈ પુરાયેલું તો ન હોય પણ એ કબાટ જોવું તો ખરું જ .હિંમત એકઠી કરીને પૃથ્વી એ કબાટની ચાવી ફેરવી તે ખોલ્યું. પણ આ શું !!!કબાટ ખુલતા જ પૃથ્વી તેમાં શું જોયું?

હવે આગળ...

થોડીવાર તો પૃથ્વી સજ્જડ આંખે જોઈ જ રહ્યો. પોતાની આંખો ચોળીને તેને ફરી ફરીને કબાટની અંદર નજર કરી,તો પણ એનો એ જ દેખાવ .એનો એ જ એ દેખાવ શો હતો ?કબાટમાં એક માણસ માત્ર પેન્ટ અને મોજા એટલું જ પહેરેલી હાલતમાં પડેલો હતો. એ કોણ હતો? પૃથ્વી એ તેને બહાર કાઢ્યો. તેનો ચહેરો નિરખી નિરખીને જોતા જ તે વળી પાછો ચમક્યો. એ માણસનો ચહેરો અગાઉ મળી આવેલા પોલીસને મળતો જ હતો. થોડી જ ક્ષણ પહેલાં તો તે પોલીસમેનને પૃથ્વી બીજા રૂમમાં ડૉક્ટરની સારવાર નીચે મૂકી આવ્યો છે .ત્યારે તે અહીં ક્યાંથી ?જરાક વધુ મગજ કસતા પૃથ્વીને ચોક્કસ અટકળ કરી લીધી કે :સાચો પોલીસસિપાઈ તો આ માણસ છે. અને પેલો જરૂર કોઈ વેશધારી હોવો જોઈએ. પોતાની અટકળ ખરી છે કે ખોટી એની ચોકસાઈ હમણાં સહેલાઈથી થઈ શકે તેમ હતી. તે માણસને અહીં પડતો મૂકીને રૂમની બહાર ગયો અને ડોક્ટરની સારવાર નીચે જે રૂમમાં પોલીસમેને રાખેલો હતો તે તરફ દોડયો.

તે દર્દીના રૂમ માટે જતો હતો તે વખતે બારણા આગળ ઉભેલો રોમેશ બોલ્યો : "અરે ,અંદર ન જશો .ડૉક્ટર હમણાં જ બહાર ગયા છે અને કહેતા ગયા છે કે ,આ રૂમમાં કોઈએ જવા દેશો નહીં."

પૃથ્વી : " મને જવા માટે વાંધો હોય નહિ."
તે અંદર ઘુસ્યો પણ તેના જોવામાં આવ્યું કે ,પથારીમાં તે માણસ હતો જ નહિ .પરંતુ પોલીસમેનનો પોશાક, વાળના ગૂંચળા અને ખોટી મૂછો પડેલા હતા .એક બારી ખુલ્લી હતી. પૃથ્વી સમજી ગયો કે, આ બારી માંથી તે બદમાશ છટકી ગયો છે. ડૉક્ટર પણ કદાચ તેનો કોઈ લાગતો વળગતો હોવો જોઈએ‌. હવે અહીં કાંઈ તપાસ કરવામાં સાર હતો નહિ .એટલામાં પોલીસના સિપાઈની બૂમો સંભળાય - આ જ બૂમો સાચા પોલીસ સિપાઈની હતી કે જે ભાનમાં આવતો જતો હતો. પૃથ્વીએ તે રૂમમાં સિપાઈની સારવાર માટે કોઈ બીજા ડૉક્ટરને બોલાવી લાવવા રોમેશને મોકલ્યો.

પૃથ્વી હવે તે સિપાઈ પાસે ગયો, અને તેને વધુ ભાનમાં લાવવા માટે તેણે પાણી આપ્યું. પરંતુ જ્યારે તેને હોસકોશ આવ્યા ત્યારે તેણે પહેલા ખોટા સિપાઈ એ જે બયાન આપ્યું હતું તે જ નીચે મુજબ કહી સંભળાવ્યું : "હું રૂમની વચ્ચોવચ ઉભો રહ્યો હતો .બારણું તે વખતે ખુલ્લું હતું .એવામાં હું એકાએક બેહોશ થવા લાગ્યો, પણ થોડીવારમાં હું કંઈ પણ બૂમ પાડી શકું તે પહેલા પડી ગયો !" તે પછી શું બન્યું તેની તેને યાદદાસ્ત નહોતી .આ હકીકત નો સાર બનાવટી સિપાઈ એ કહ્યા મુજબ જ હતો. પૃથ્વીએ આ ઉપર થી એમ ધારી લીધું કે : ખાનસાહેબ, હું તથા આ સિપાઈ જે વખતે આ રૂમમાં હતા તે વખતે આ રૂમમાં કોઈ માણસ છુપાઈ રહ્યો હોવો જોઈએ. ખાનસાહેબ જે સિપાઈને ફરજ ઉપર રાખીને ગયા હતા , તેને બેહોશ કરનાર તે જ માણસ હોવો જોઈએ .વળી તે જ માણસે સિપાઈને આવી હાલતમાં નાખી તેના કપડાં પહેરી લીધા હશે .તેણે જ પેટી કોઈ છુપી રીતે ગુમ કરી હશે. આ સાચા પોલીસ સિપાઈને તેણે કબાટમાં પૂરી દઈ, તેને પોતે જ તેનો વેશ કરી બેહોશ થવાનો ઢોંગ કર્યો હશે .આમ કરવાનું કારણ રૂમમાંથી પોતાને કોઈ પણ રીતે બહાર લઈ જવામાં આવે ,એ હોવું જોઈએ. પૃથ્વી પોલીસમેનને ખાસ કરીને જરાય ઓળખતો નહોતો એટલે તેને છેતરવા માટે પહેલાં વેશધારીએ આબાદ યુક્તિ રચી હતી. કદાચ બીજો કોઈ પોલીસમેન આ જગ્યાએ આવ્યો હતો જરૂર તે બદમાશ પકડાઈ જાત.

ઉપર મુજબ અનુમાન ગોઠવીને પૃથ્વી વિચારવા લાગ્યો કે હવે ઢોંગીને શી રીતે પકડવો? તેણે વારંવાર પહેલું કબાટ તપાસ્યું તેમાં કોઈ સુપરસ્ત હોય, એવું તે શોધી શક્યો નહીં દરેક ઈંટ ઉપર બની શકે તેટલા ટકોરા તેણે લગાવી જોયા પણ તે ઈંટો તદ્દન નક્કર હતી. તેણે સ્ટવ આગળ તપાસ કરી ત્યાં પણ શક નો ઉકેલ આવે તેવું કાંઈ ચિહ્ન જણાયું નહીં .એવામાં ઇન્સ્પેક્ટર ખાનસાહેબ આવી પહોંચ્યો.
ખાન સાહેબને જોઈ પૃથ્વી નિરાશ થયો; કારણ કે પોતાને શોધ કરવા જે તક મળી હતી, તેમાં પોતે એકલો જ સફળ થાય એ તેને બહુ ગમતું હતું. તેને એવી ઈચ્છા હતી એક ન્યુઝ પેપરવાળા એ આ રહસ્ય ખોલ્યુ એમ આમ જનતા કહે ત્યારે જ પોતાની શાબાશી.

"કેમ શું થયું ?મને ફોન કરીને કેમ બોલાવ્યો ?" ઇન્સ્પેક્ટર એ પૂછ્યું.
"અહીં મોટી ધમાલ થઈ પડી છે! બદમાશ ટોળીનો કોઈ માણસ અથવા તો તે પોતે જ હાથતાળી આપીને નાસી ગયો."
ખાન સાહેબે અચરજથી પૂછ્યું : "અને પેટી?"

પૃથ્વી : " તે પણ ગૂમ."
"ક્યાં ?"

"તેની ખબર નથી. પણ ઇન્સ્પેક્ટર ,આપણે વાત કરીએ તે પહેલાં મને ખુલાસો જોઈએ છે." પૃથ્વી એ પૂછ્યું.

"શું છે બોલ!"

પૃથ્વી : "એ જ કે હું તમને જે કહું તે બીજા ન્યુઝ પેપર વાળાને તમારે ન કહેવું."

"એ તો અમારા કાયદા વિરુદ્ધ થયું. એવી ગોઠવણ તો ન જ થઈ શકે. અમારે મન તો બધા જ ન્યુઝ પેપર વાળા સરખા છે."

"ઠીક ત્યારે સાહેબ ! અમારો પણ એવો કાયદો છે કે, અમારા પેપરમાં પ્રગટ થનારી હકીકત બીજા કોઈને કહી શકાય નહીં ."આમ કહીને પૃથ્વીએ સલામ કરી ચાલવા માંડ્યું.
આ યુવાન અને ચબરાક ન્યુઝ પેપર વાળા ની વાત સાંભળી ઇન્સ્પેક્ટર ખાન વિચારમાં પડ્યો. પૃથ્વી રૂમના બારણા માંથી બહાર નીકળવા જાય એટલામાં ખાન સાહેબે કહ્યું :

"અરે! જરાક ઉભો તો રહે?"

"નહિં .મારી સાથે સમજૂતી કરો તો જરાક શું ઘણો બધો વખત ઉભો રહીશ."
"પણ મારાથી....."

"મારી સાથે સમજૂતી કરો." પોતાની હંમેશની ઢબે પૃથ્વીએ એકની એક વાત રજૂ કરી.

ફરીથી ઇન્સ્પેક્ટર ખાંડ વિચારમાં પડ્યો. પૃથ્વી એ હસતા હસતા કહ્યું : "સાહેબ ,મારા કહેવા મુજબ કબુલ હોય તો બધી જ હકીકત કહીશ અને અર્ધી વિગત જોઈતી હોય તો તમારો સિપાહી અહીં મોજુદ છે."

આખરે ઇન્સ્પેક્ટરને પોતાની હઠ મૂકવી પડી. તેણે પૃથ્વીને કહ્યું : "ચાલ ચાલ ,ડાહ્યો થઈને બધું કહી દે .તારા કહેવા મુજબ બીજા છાપાવાળાઓને આ રહસ્ય નહીં કહું."
પૃથ્વીનો ચહેરો ખુશાલી થી લાલ થઈ ગયો. તેણે ઇન્સ્પેક્ટર ખાન ને બધી વિગત કઈ સંભળાવી, તે સમયે તે સાથે પોતે કરેલા અનુમાનો પણ તેણે જણાવ્યા.

ઇન્સ્પેક્ટર ખાને પૃથ્વીની બધી હકીકત સાંભળી લીધા પછી અભિપ્રાય આપ્યો કે :

"આ બધું ખૂબ જ રહસ્યમય જેવું લાગે છે .મને જણાવવામાં આવ્યું છે તેમ, કેટલાક રાજ્યોમાં પણ આ ટોળીએ રમખાણ મચાવ્યું છે આમ છતાં આપણે ત્યાં નું રમખાણ તેઓની સરખામણીમાં નાના દરજ્જાનું છે."

પૃથ્વી : " તેઓને આપણે કોઈપણ ઉપાયે પકડવા જ જોઈએ .તેમને સખતમાં સખત સજા કરવી જોઈએ. મને તો તેમની ચાલાકી જોઈ ભારે અચરજ ઉપજે છે ! જુઓ ! પહેલા બદમાશ સિપાઈનો વેશ કેટલી બાહોશીથી લીધો હતો? એવો સફાઈ બંધ વેશ બદલવા માટે તેમણે કેટલાક મહિનાઓની તાલીમ લેવી પડી હશે?"

ઇન્સ્પેક્ટર : " એ લોકોની છુપો વેશ કરવાની રીત જ અમને અકળાવનારી થઈ પડી છે. અમારા ખાતામાં જ્યારે કોઈ સિપાહી સફાઈ બંધ વેશ પલટે છે ત્યારે તેમને મશ્કરીમાં બીજાઓ હંમેશ કહે છે કે આ 'સિક્કા વાળો' છે .તેનો હેતુ એ જ કે ,તે વેશ બહુ સારી રીતે બદલી શકે છે."
શું ઇન્સ્પેક્ટર અને પૃથ્વી આ રહસ્ય ઉકેલી શકશે?
જાણવા માટે વાંચો આગળ નો ભાગ......
ક્રમશઃ.....