Gumraah - 18 in Gujarati Short Stories by Nayana Viradiya books and stories PDF | ગુમરાહ - ભાગ 18

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ગુમરાહ - ભાગ 18



ગતાંકથી.....

કેટલીક ક્ષણ ચિંતા અને ધ્રાસકામાં વીતી ગઈ .ઇન્સ્પેક્ટર ખાન ભાનમાં આવ્યો. તેનું માથું પહેલા સિપાઈએ પોતાના ખોળામાં રાખ્યું હતું. ખાન રૂમમાં એક અજીબ માણસની જેમ નજર ફેંકતો બોલ્યો : "એણે મને ફેંકી દીધો!"
શું બનાવ બન્યો હશે તે જાણવા પૃથ્વી અધિરો થયો.

"એ બદમાશ ક્યાં ગયો ?"ઇન્સ્પેક્ટર એ પૂછ્યું.

"બે સિપાઈઓ તેની પાછળ દોડયા છે ."સિપાઈએ કહ્યું: અમે તેને પકડવા પ્રયત્ન કર્યો પણ અમને માર મારીને તે નાસી ગયો .પણ આપની આ હાલત કેવી રીતે થઈ?"

હવે આગળ....

"હું આ યુવક સાથે વાત કરતો હતો ."પૃથ્વી તરફ આંગળી કરી ઇન્સ્પેક્ટર ખાને કહ્યું ::"એ વાત તેણે છુપાઈ ને સાંભળી હોવી જોઈએ એમ હું ધારું છું. કારણ કે જ્યારે હું નીચે આવ્યો ત્યારે જાણે કે મારી સાથે હાથ મેળવવા માંગતો હોય તેમ તેને પોતાનો હાથ લંબાવ્યો. અને મેં તેનો હાથ ઝાલ્યો પણ હું તેને બેડી પહેરાવું ત્યાર પહેલાં એક વિચિત્ર પ્રકારની અસર મારા ઉપર થઈ. તેણે મને એ હાલતમાં જમીન પર સુવડાવી દઈ મારો કોટ,ટોપી અને ખોટી દાઢી કાઢી લીધા. હું માનું છું કે તેણે પોતે પહેરી લીધા હશે."

" ત્યારે મારી સાથે વાત કરનાર તમે જ હતા કે?" પૃથ્વીએ પૂછ્યું.

"હા, હું જ ખરેખર તમારી સાથે વાત કરતો હતો .પણ મને તેણે જમીન પર નાંખી દીધા પછી હું બેશુદ્ધ થઈ ગયો હતો."
થોડીવારે ટટ્ટાર ઊભા થતાં ઇન્સ્પેક્ટર એ પૂછ્યું : "આ બનાવ વિશે તમે તમારા ન્યુઝ પેપરમાં કંઈ લખવા માંગો છો કે ?"
પૃથ્વી: "હા જી. કોઈનું પણ નામ લખ્યા વગરનું હું સંપૂર્ણ બયાન લખવા માંગુ છું ;તમારે ચિંતા રાખવાનું કાંઈ કારણ નથી,
ઇન્સ્પેક્ટર સાહેબ, તમારા પર જે કાંઈ વીત્યું છે તે બાબત હું કાંઈ વધુ લખવા માગતો નથી."

ઇન્સ્પેક્ટર એ કહ્યું : " હું એ બદમાશને છોડવાનો નથી."

"હાલ તો એ છૂટો જ છે." પૃથ્વી એ હસીને કહ્યું.
ઇન્સ્પેક્ટર એ પોતાના હોઠ પીસ્યા અને બબડ્યો : "તમે શું અહીં રહેવાના છો ?"

"હા ,એક -બે દિવસ."
"હવે કંઈ જ લાભ નથી. 'સિક્કા વાળો 'પાછો આવશે એમ શું તમે ધારો છો?"

પૃથ્વી : "કદાચ આવે પણ ખરો કે ન પણ આવે; છતાં આ પેટી હજુ અહીં છે ,એટલે મને તેમાંથી ઘણું જાણવા જેવું મળશે."
ઇન્સ્પેક્ટર એ જવાબ દીધો : "તો ભલે આપણે ફરી પાછા મળીશું. હાલ તુરત તો હું બીજા કામે જાઉં છું. મને નથી લાગતું કે બદમાશ અત્યારે પાછો ફરે .એમ કહી ખાન અને તેના સાથી તે મકાનમાંથી વિદાય થયા.

પૃથ્વીએ બારણામાંથી જોયું તો કોઈ બે માણસો જેઓ બદમાશોના બીજા રહેઠાણની ,જ્યાં તેઓ રહેતા હોવાની શંકા રાખવામાં આવતી હતી તેની તપાસ રાખતા હતા. તેની સાથે ખાન વાતોમાં ગૂંથાયો .થોડી જ વારમાં તેઓ જુદી જુદી દિશામાં જતા રહ્યા.

પૃથ્વી એ પોતાના રૂમમાં જઈ બનેલી વિગત નો અહેવાલ પોતાના પેપર માટે લખવાનું શરૂ કર્યું. તે પૂરું કરી તે પરબીડિયામાં પેક કરી નીચે જઈ સંદીપને કે જે હજુ સુધી ત્યાં જ હતો તેને આપ્યું ને ઓફિસે લઈ જવા કહ્યું.

પૃથ્વી ધારતો હતો કે આ બનાવનું આવું સવિસ્તાર વર્ણન બીજા કોઈ પેપરમાં આવવાની સંભાવના નથી અને તેથી પોતાના પેપરના તે દિવસના અંકની હજારો નકલો વેચાઈ જશે.

જોકે સિક્કા વાળો ઘણો જ લુચ્ચો હતો, તો પણ તેની હિંમત અને બુદ્ધિ એવા હતા કે તેણે માટે ઘણું મોટું લખાણ લખી શકાય તેમ જ લોકો તેને રસભેર વાંચે. તેને લગતો વિષય એવો હતો કે ,અનુભવી ચીમનલાલ જરૂર કહે કે તે જોરદાર લખાણ છે .પૃથ્વીએ બનતી હોશિયારીથી ખૂબીદાર શૈલીમાં લખાણ લખ્યું હતું અને ચીમનલાલ તેને શાબાશી આપે તેવી આશા રાખી હતી.

ચીમનલાલ તરફથી પોતાને આજના બનાવના લખાણને માટે અભિનંદન મળશે એ વિચારો કરતાં કરતાં હવે કંઈક વધુ તપાસ કરવાની મતલબથી નીચલા માળના રૂમમાં જવાનું પૃથ્વીએ વિચાર કર્યો. તે જાણતો હતો કે ત્યાં જે અમલદાર ઉભો રાખ્યો છે તે મને અંદર જવા દેશે; કેમકે ખાન સાથે હું બહાર નીકળ્યો હતો. તે રૂમ પાસે ગયો પણ તેનું બારણું બંધ હતું. તેને હસવું આવ્યું. અને લાગ્યું કે કોન્સ્ટેબલ પોતાને મળેલી તકનો લાભ ઊંઘવા માટે લેતો હશે. સિપાઈ દાદા ની ઊંઘવાની આ ટેવ વિશે પોતાના પેપરમાં ઠીક રમુજ લખાણ કરી શકાશે. એમ ખુશી થતા પૃથ્વીએ બારણાને જોરથી ધક્કો માર્યો પણ તે ખુલ્યા નહીં.

કદાચ તે હોટલે ચા પીવા ગયો હશે અને તેથી બારણાને ચાવીથી લોક કરી દીધું હશે. એમ ધારી લઈને તે થોડીક વાર સુધી ઊભો રહ્યો. વળી પાછો તેને વિચાર આવ્યો કે ,અંદરથી કદાચ બંધ કર્યા હશે તો ?તેને બારણા ની ચાવીના કાણા માંથી અંદરના ભાગમાં નજર કરી તો તેને દેખાયું કે સિપાઈ અંદરના ભાગમાં ચતો પાટ પડેલો છે અને ઓરડામાં જે પેટી મૂકેલી હતી તે નથી. શું કાંઈ રહસ્યમય બનાવ બન્યો હશે ?તેણે "સિપાઈ દાદા, સિપાઈ દાદા," એમ બુમો પાડવા માંડી. બારણા ખૂબ જ જોરથી ખખડાવ્યા પણ કોઈ કંઈ બોલ્યું નહીં. હવે બારણા બહારથી ખોલી નાખવા સિવાય છૂટકો નથી એમ જોઈને તે રોમેશ પાસેથી સ્ક્રુ ખોલવાનુ હથિયાર લેવા પાછો ફર્યો. બારણાનો ખખડાટ અને પૃથ્વીની બૂમો સાંભળીને રોમેશ નું ધ્યાન પોતાની ઓરડીમાંથી પૃથ્વી તરફ ખેંચાયું હતું .તે તપાસ કરવા માટે જ આવતો હતો ત્યાં પૃથ્વી તેની પાસે સ્ક્રુ ખોલવાનું હથિયાર માગ્યું.

રમેશ બોલ્યો : "પણ છે શું તે તો કહો?"

પોતાની આદત મુજબ પૃથ્વીને પોતાની જ વાત પૂછી. ઝાઝી રકઝક પડતી મૂકી રોમેશ સ્ક્રુ ખોલવાનું હથિયાર લઈ આવ્યો. બારણું ખોલીને પૃથ્વી રૂમમાં દાખલ થયો. તપાસ કરતાં માલુમ પડ્યું કે 'સિપાઈ દાદો 'બેભાન હતો ! તેને કોણે બેહોશ કર્યો હશે ? પેટી કોણે ગુમ કરી હશે ? પૃથ્વીએ પાણી મંગાવી તેના મોઢા ઉપર છાંટ્યું પણ તેભાનમાં આવ્યો નહીં. રોમેશને પૃથ્વીએ ડૉક્ટરને બોલાવવા મોકલ્યો .સારા નસીબ એક ડૉક્ટર નજદીકમાં જ રહેતો હતો. તેને તે તરત જ બોલાવી લાવ્યો. સિપાઈને એક બીજા રૂમમાં લઈ જવામાં આવ્યો. ડૉક્ટરે તેની તપાસ કરીને દવાને ઈન્જેકશન આપતા તેને ભાન આવ્યું. તે વાતચીત કરવા લાયક બન્યો એટલે પૃથ્વીએ તેને પૂછપરછ કરવા માંડી. સિપાઈ બહુ કહી શક્યો નહીં. " હું ત્યાં ખૂણા તરફ મોઢું રાખીને ઉભો હતો એટલામાં કોઈએ મને બેભાન બનાવ્યો. હું ઉભો તો ત્યારે બારણા ખુલ્લાં હતા તથા રૂમની વચ્ચોવચો જ પેટી પડેલી હતી."

સિપાઈ પાસેથી વધુ હકીકત ન મળવાથી પૃથ્વી નિરાશ થયો. તેને લાગ્યું કે ઇન્સ્પેક્ટર ખાન ને બોલાવવો જોઈએ. સિપાઈને ડોક્ટરની સારવાર નીચે મૂકીને તેણે ઇન્સ્પેક્ટરને ફોનથી ખબર આપી. પછી પાછા ફરી પેલા ભેદી રૂમમાં આ ચોંકાવનારા બનાવો બનતા હતા ત્યાં ભેદ ખોલવાની કોશિશ કરવા માટે ગયો. જે ગુંચવણ ભરેલી ઘટનાઓ બન્યે જતી હતી , તેથી તેના અચરજનો પાર ન રહ્યો. પોલીસનો સિપાઈ જે બેવડું ધ્યાન રાખીને રૂમની વચ્ચોવચ પેટી તપાસતો હતો તે રૂમમાં જ કંઈક ભેદ છુપાયેલ હશે એમાં કોઈ શંકા નહોતી .પૃથ્વીએ ગણતરી કરી કે : ઇન્સ્પેક્ટર ખાનને આ જગ્યાએ આવી પહોંચતા ઓછામાં ઓછો અડધો કલાક લાગશે .તે અડધા કલાક દરમિયાન તે ભેદ અને રહસ્ય ખુલ્લો કરવા પોતાનાથી બનતી કોશિશ કરવા તથા 'લોક સેવક' માટે એક ચોંકાવનારૂ સુંદર લખાણ લખવા ધારતો હતો.

બારણા ની અંદર ખાનેથી પૂરી તપાસ કરવા છતાં પણ સાધારણ રીતે બંધ કરેલું જણાયું. એમાં કાંઈ નવું નહોતું. અત્યારે તે અંદરથી વાસ્યુ કોણે તથા પેટી કોણ ઉઠાવી ગયું હશે? મકાનની અંદરના બારી જેવા એવી જાતની હતી કે -આ ભેદ માટે વળી વધારે અજાયબી ઊપજે તે મધ્યમ આકારની હતી. તેની ઉપર અને નીચે આંકડીઓ હતી. વળી તેની ઉપર થોડીક ધૂળ પણ ચોંટેલી હતી. જેથી તે લગભગ એકાદ અઠવાડિયાથી બંધ હશે અને કોઈએ ખોલી નહીં હોય એમ ચોખ્ખું જણાતું હતું; આથી તે દિવસે તે બારી કોઈએ ખોલી હોય એમ માની શકાય નહિં . પૃથ્વીએ આ કારણથી બારીની તપાસ પાછળ વધુ સમય ન ગુમાવ્યો. બારીની પાસેના ખૂણામાં એક સ્ટવ પડેલો હતો. ત્યાં આગળ એક કબાટ પણ હતું .જે તરફ પોલીસની પીઠ હતી. આ કબાટમાંથી કદાચ કોઈ માણસ બહાર આવ્યો હોય, એ બનવા જોગ હતું .કબાટના બારણા માં એક ચાવી હતી અને તેના વડે કબાટનું બારણું અટકાવેલું હતું. પૃથ્વીએ વિચાર કર્યો કે અંદર કોઈ હશે કે કેમ? જે ભેદભરેલા રૂમમાં પોતે હતો તેમાં ગમે તે ક્ષણે ગમે તે બની શકે. કદાચ અંદર કોઈ હોય અને ન પણ હોઈ શકે ! બહારથી કબાટ બંધ હતું એટલે અંદર કોઈ પુરાયેલું તો ન હોય પણ એ કબાટ જોવું તો ખરું જ .હિંમત એકઠી કરીને પૃથ્વી એ કબાટની ચાવી ફેરવી તે ખોલ્યું. પણ આ શું !!!કબાટ ખુલતા જ પૃથ્વી તેમાં શું જોયું?

કબાટ ના રહસ્યને જાણવા માટે વાંચો આગળ નો ભાગ....
ક્રમશઃ.....