મને એક સરકારી સ્કૂલમાં જોબ બે હજારની સાલમાં મળી,ત્યારે હું એમ.એડ.કરતી હતી.પણ સદનસીબે ફોર્મ ભર્યું અને જોબ મળી ગઈ. મારી જોબ એવા ગામમાં મળી હતી કે કોઈ બસની સગવડ ન હતી, ના કોઈ રોડની પણ વ્યવસ્થા કાચો રોડ હતો આવવું હોય કે જવું હોય તો ત્રણ કિલોમીટર ચાલવું પડે ત્યારે રોડ પર કોઈ સાધન મળે ભાગ્યેજ સઘડો મળી શકે. મને જોબ મળી અને હું હાજર થવા ગઈ પહેલા દિવસે મેં બાળકોને જોયો તો એ મને જોઈને ખૂબ જ ખુશ હતા. મને યાદ છે કે મેં બધા બાળકોના ચહેરા તરફ જોયું તો બધા બાળકો એક નજરે મારી સામું જોઈ રહ્યા હતા મને પણ સમજાતું નહોતું કે આ નાના બાળકોને કેવી રીતે અભ્યાસ કરાવી શકીશ કારણ કે મેં કોલેજ પૂરી કરી હતી. ક્યારે મેં નાના બાળકો માટેનું શિક્ષણ વિશેની ટ્રેનિંગ લીધી નહોતી . હંમેશા ધોરણ 11 અને 12 માં લેસન આપેલા હતા છતાં મારા માટે પડકાર હતો કે હું ધોરણ 1 થી 5 ની સ્કુલ હતી એમને હું કેવી રીતે અભ્યાસ કરાવી શકીશ પરંતુ ગવર્મેન્ટ જોબ હતી એટલે મેં સ્વીકારી લીધી.
મારી સ્કૂલનો હાજર થયા પછી પ્રથમ દિવસ જવાનું હતું હું અમદાવાદ રહેતી હતી એટલે સવારે વહેલી છ વાગે નીકળી જતી અને ત્યાં હું 09:00 વાગે રોડ ઉપર ઉતરી જતી અને ત્યાંથી મારે ચાલીને ગામમાં જવાનું હતું ત્રણ કિલોમીટર હતું ,કોઈ વિકલ્પ તો મળે એમ ન હતો, જ્યારે હું ચાલતા- ચાલતા નીકળી ત્યારે ખૂબ ડર લાગતો હતો કારણ કે ચારે બાજુ ઝાડી અને મોટા વૃક્ષ જ હતા,જંગલ જેવું લાગતું હતું પરંતુ અંદરથી મન કઠણ કરીને હું જઈ રહી હતી ,કારણ કે હાલ મારે ત્યાં રહેવાય એવું હતું નહીં કારણકે મારે અભ્યાસ પણ ચાલુ હતો એ વખતે સ્કૂલ નો ટાઈમ 10 થી ચાર હતો હું 9:00 વાગે ચાલુ ત્યારે કલાકે પહોંચતી હતી કારણ કે એટલું ઝડપથી ચાલી પણ શકાતું નહોતું. મારા માટે અંતરિયાળ વિસ્તારનું નાનકડા ગામમાં જોબ કરવી એક પડકાર હતો હજુ પણ મને યાદ આવે છે કે જ્યારે હું એ પ્રથમ દિવસે ચાલતી હતી ત્યારે મને એમ લાગતું હતું કે ખરેખર આ વિસ્તારમાં હું રહી શકીશ કે કેમ? આ નાના બાળકોને મારુ શિક્ષિત તરીકેની ફરજ છે એ પૂરી કરીશ કે કેમ? કારણ કે ડર સાથે ત્યાં રહેવાનું હતું. જ્યારે હું પ્રથમ દિવસે સ્કૂલમાં પગ મુક્યો ત્યારે બધા જ બાળકો મને જોઈને એમ જ બોલ્યા !!આવ્યા બેન ?હવે તો તમે અહીંયા જ રહેશો ને! અમને રોજ ભણાવશો ને !એમના એટલા બધા પ્રશ્નો હતા કે એમના પ્રશ્નો જોઈને મને ખૂબ જ અચરજ પણ લાગ્યું હતું બધા જ બાળકો ખુબ ખુશ હતા મેં આચાર્યના રૂમમાં જઈને સહી કરી અને પછી મને બે ધોરણ આપવામાં આવ્યા કારણ કે એ વખતે ધોરણ પાંચ હતા અને સ્ટાફ પણ પૂરતો ન હતો. અમે ત્રણ શિક્ષક હતા મને બે ધોરણ આપવામાં આવ્યા .હું ત્રીજુ અને ચોથું ધોરણ મારી પાસે હતું. જ્યારે મેં વર્ગમાં પ્રવેશ કર્યો ત્યારે એ વખતે ટેબલ પણ હતું નહિ, સામાન્ય ખુરશી હતી રૂમ પણ એવો કે ખાડા વાળો રૂમ હતો ઉપર નળિયા હતા ગરમી પણ ખૂબ લાગતી હતી, કારણ કે એ વખતે હું હાજર થઈ ત્યારે ગામમાં લાઈટ પણ ન હતી. બધા જ બાળકોની ગરમીથી રેબ જેબ થઈ રહ્યા હતા પણ કંઈ બોલતા ન હતા. પણ મેદાનમાં એક ઝાડ હતું તેની નીચે લઈ ગઈ. મને પણ ખૂબ જ ગરમી લાગતી હતી સાડીમાં રહેવાતું પણ ન હતું પરંતુ કહેવું કોને ! બધું જ મારા માટે નવું હતું. બાળકોને જોયા હોય તો નાહ્યા -ધોયા વિનાના હતા એમને નજીક જવું પણ ઓછું ગમતું હતું પરંતુ હું એક શિક્ષક તરીકેની ફરજ બજાવા માટે આવી હતી એટલે બધા બાળકો જોડે પ્રશ્ન કર્યા, એમાં એક ત્રીજા ધોરણમાં ભણતી છોકરી ભાવના એ મારી જોડે આવીને કહેવા લાગી બેન તમને માથું દુખે છે? દબાવી આપુ. તમને પગ દુખે છે ,ખરેખર એની પ્રેમાળ ભાષામાં એટલો બધો પ્રેમ જોયો મને ખરેખર ખૂબ જ ખુશી થઈ પહેલી વાર નિખાલસ પ્રેમ જોયો એ પોતાના ઘરેથી ચા લઈ આવી. નાના બાળકોને અંદર કેટલી બધી ભાવના છે પહેલા દિવસે મેં ખૂબ જ જેમ તેમ કરીને પસાર કર્યો બસ તો આવતી નહોતી એટલે પાછું ફરીથી અમારા એક સ્ટાફમાં બેન હતા. એમના એકટીવા પર હું રોડ પર આવી અને ત્યાંથી ફરતાં સાધન બદલતા અમદાવાદ આવી ખૂબ જ રાત પર વિચાર કર્યો કે ખરેખર આ ગામમાં હું ટકી શકીશ કે નહીં કારણકે ગામમાં કોઈ સગવડ ન હતી. અને મારી પ્રથમ દિવસ તો સસ્મરણોમાં જ વીતી ગયો કારણકે આખો દિવસ નાના બાળકો છોડે પ્રશ્નોના જવાબોથી અનેક પ્રશ્નો મારા મગજમાં ગુંજયા કરતા હતા બધા જ બાળકો એક જ સવાલ કરતા હતા બેન તમે હવે કાયમ આવશો ને? તમે અમને ભણાવશો ને?
મે મારી જોબ સ્વીકાર્યા પછી નક્કી કર્યું કે અપડાઉન થઈ શકે તેમ નથી એટલે મેં ગામ જ રહેવાનું નક્કી કર્યું ગામમાં બધાના ઘર ખૂબ જ નાના અને માટીના હતા ફક્ત એક એવું ઘર હતું જેના મેઢા ઉપર મેં રહેવાનું નક્કી કર્યું જેમાં કોઈ સગવડ ન હતી ઉપર નળિયા હતા અને કોઈ કબાટ કે કોઈ ટોયલેટની પણ સુવિધા ન હતી. મારા માટે પડકાર હતો કારણકે બધી સુવિધામાં રહીને ત્યાં કોઈ પણ સુવિધા ભોગવા વિના રહેવાનું છતાં પણ મેં એ પડકારને જીતી લીધો એ જ ઘરમાં હું રહેવા લાગી ઘણી વખત સાપ પણ આવે ત્યાં લોકો ડરે નહિ પણ મને ખૂબ બીક લાગતી,પણ મે મારા કર્મથી જોબ સ્વીકારી હતી એટલે બાળકોને સમજાવવા માટે સ્વચ્છતા તરફ લઈ જવા માટે બાળકોના વાલીઓ સાથે સંપર્ક શરૂ કર્યો અને વાલીઓને ધીમે ધીમે સમજાવવા લાગ્યા.સ્વચ્છતા તરફ ભાર મૂક્યો પ્રથમ વખત ૨૬ જાન્યુઆરી 2001 ઉજવવાનું નક્કી કર્યું એ વખતે અમારી શાળામાં વીજળી આવી અને પ્રથમ વખત 26મી જાન્યુઆરી જોઈને ફાળો એકઠો કરીને થોડીક સુવિધાઓ સ્કૂલમાં ઊભી કરવી અને મેં એ વખતે ₹6,000 ફાળો ભેગો કર્યો હતો. હા એ વખતે યાદ છે કે ધરતીકંપ આવ્યો હતો ગામના લોકો અભણ અને અણ સમજુ હતા જ્યારે ધરતીકંનો આંચકો આવે ત્યારે હું પણ મેદાનમાં જ હતી એ વખતે બધા જ લોકો કહેવા લાગ્યા કે વીજળીના કારણે આખા ગામમાં કરંટ આવ્યો છે પરંતુ કોઈ એવું સમજતા ન હોતા કે અહીંયા ધરતીકંપ આવ્યો છે. એ સમય પણ કેટલો અઘરો હતો છતાં પણ અમે એ ધરતીકંપમાં જ આંચકા આવે જતા હતા અને અને 26 મી જાન્યુઆરી પૂરી કરી હતી.
સરકાર શ્રી ના આદેશ મુજબ પ્રવેશ મેળવતા બાળકોનું નામાંકન કરવાનું હતું એટલે અમારી શાળામાં અમે ત્રણ શિક્ષકોએ મળીને પ્રવેશોત્સવ ઉજવવાનું કર્યું અને બધા બાળકોને દાખલ કરવાનો વિચાર્યું કારણ કે નાની શાળા હતી પાંચ ધોરણ હતા અને પ્રવેશોત્સવમાં એ વખતે ઘણા બધા બાળકો દાખલ થયા .ધીમે ધીમે છઠ્ઠું ધોરણ ,સાતમું ધોરણ દાખલ કર્યું. મારી શાળા એક થી સાત ધોરણની થઈ ગઈ હતી અને સ્ટાફ પણ ધીમે ધીમે વધ્યો અને કુલ સાતનો સ્ટાફ થયો બાળકોમાં પણ સમજણ આવી ગઈ પરંતુ એ વખતે જે પડકારો હતા એ ભુલાય એમ નથી મારી નવી જોબમાં દરેક વાલીને સમજાવવા એમને સહી કરતા પણ આવડે નહીં. કોઈ પણ વસ્તુ સમજાવીએ તો સમજે નહીં બાળકોને નિયમિત શાળા પણ ના મોકલે. નવડાવીને મો કોકે નહીં ,વસ્તુ પેન્સિલ ,રબર, નોટબુક પણ આપે નહીં ફક્ત મધ્યાન ભોજન ચાલુ એટલે જમવા માટે જ મોકલતા હોય એવું લાગે. બાળકોને ધીમે ધીમે શાળામાં પણ મજા આવવા લાગી કારણ કે અમે ઈતર પ્રવૃત્તિ ચાલુ કરી, બાળમેળો ચાલુ કર્યો, અભિનય ગીત ચાલુ કર્યા અને બાળકોને રસ પડે રૂચી પડે એ રીતે અમે શરૂઆત કરી. આ અંતરિયાળ વિસ્તારમાં જ્યાં કોઈ પણ જોબ લેવા માટે તૈયાર નહોતું એ આજે જોબ માટે જગ્યા શોધે છે કારણ કે આજે એ જ ગામમાં વિકાસ શરૂ થયો છે જે ગામમાં પાણી નહોતું આવતું ,એક જ સીઝનની ખેતી હતી. કોઈ પ્રોજેક્ટ નહોતા ,મજૂરી મળતી નથી એ ગામની આજુબાજુ નવા પ્રોજેક્ટ શરૂ થયા .નર્મદા કેનાલ શરૂ થઈ અને weekend home બનવા લાગ્યા. અને જમીનોના ભાવ આસમાને ચડી ગયા એટલે આજે એ ગામમાં હવે બાળકો શિક્ષણમાં રસ રુચિ ધરાવતા પણ થયા છે.બસ તો હાલ પણ આવતી નથી પણ દરેકના ઘરે સાધન છે. પરંતુ જોબના જે શરૂઆતના ગાળો જે પાંચ છ વર્ષ અમે વિતાવ્યા એમાં ઘણું બધું અમારે સહન કરવું પડ્યું.
આજે એજ ગામમાં મારે ત્રેવીસ વર્ષ થયા ઘણો ફર્ક જોવા મળે .આજે ધોરણ આઠની સ્કૂલ અને બાળકો પણ સમજુ અને સ્વચ્છ બનીને આવે છે.
પણ શરૂઆત માં નવી જોબ માં એજ વિસ્તારમાં કોઈ સગવડ વગર છ વર્ષ જેટલા વિતાવ્યા.ના કોઈ દુકાન, ના કોઈ દવાખાનું.ચાલીને જવાનું અભણ વાલી દરેક પડકારો નો સામનો કરી આજે અમારી સ્કૂલ વિકાસના પંથે છે.
મને મારી જોબનો ખૂબ સંતોષ છે કે એવા વિસ્તારમાં મને મારા શિક્ષક તરીકે ફરજ બજાવવાની તક મળી કે જેમને અમારી ખાસ જરૂર હતી.હાલ પણ લોકોનો પ્રેમ ખૂબ મળી રહ્યો છે. હું ચૌદ વર્ષ કોઈ સગવડ વિનાના ઘરમાં રહી.ટોયલેટ પણ નહિ.પણ નીકળી ગયા.લોકો જોડે ખૂબ આનંદ અને ખુશી મળી.હવે હું અમદાવાદ થી અપડાઉન કરું છું. સમય બદલાયો ભરતી થઈ અને નવી બહેનો ગાડી લઈને આવે છે એની જોડે મારું પણ કામ થઈ ગયું હવે હું અમદાવાદમાં રહીને ત્યાંજ જોબ કરું છું પરંતુ હું મારા કર્મને હંમેશા ન્યાય આપીશ તેવા જ પ્રયત્નો કરતી રહીશ.