Dhabkaar - Ek navi sharuaat - 8 in Gujarati Love Stories by Nidhi Satasiya books and stories PDF | ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 8

Featured Books
Categories
Share

ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 8

સાન્વી સવારે વહેલી જ ઉઠી જાય છે અને સમર્થ અને જીયા વિશે વિચાર કરવા લાગે છે. તે આજે પણ ઘરના ગાર્ડન મા બેસીને સમર્થ ની રાહ જોઈ રહી હતી , કે ક્યારે સમર્થ આવે અને ક્યારે તે જીયા વિશે જાણે ! તે પોતાના વિચારોમા એટલી ગરકાવ હતી કે સમર્થ આવી ગયો અને તેને ખયાલ પણ ના રહ્યો.

" હાય સાન્વી."

સમર્થ સાનવીની પાસે આવતા બોલ્યો તો સાન્વી એકદમ થી ચોંકી ગ‌ઈ. તેણે સમર્થ તરફ નજર કરી , રોજ કરતા સમર્થ આજે વધારે જ સોહામણો લાગી રહ્યો હતો. બ્લેક શર્ટ વિથ ગ્રે પેન્ટ એન્ડ ગ્રે બ્લેઝર મા તે કોઈ હિરો થી ઓછો નહોતો લાગી રહ્યો , ઊપરથી તેણે આંખો પર ચશ્મા પહેરેલા હતાં અને ખૂબ જ સ્ટાઈલ થી ઊભો હતો. પણ સમર્થ બીજા કોઈને પ્રેમ કરે છે એ વાત યાદ આવતા જ સાન્વીએ સમર્થ પરથી પોતાની નજર હટાવી લીધી.

" હાઈ , બેસ ને. હુ તારા માટે કોફી લઈ આવું. " સાન્વીએ કહ્યું અને ઊભી થ‌ઈ પણ સમર્થ તેનો હાથ પકડી તેને રોકતા બોલ્યો,

" બહાર કોઈ કેફેમા જ‌ઈને કોફી પીઈએ. "

" ઓકે , હુ કપડાં ચેન્જ કરી આવું. " સાન્વીએ તરત જ હાથ છોડાવતા કહ્યું અને ભાગીને ઘરની અંદર જતી રહી. સમર્થ પણ તેની પાછળ પાછળ ઘરની અંદર આવ્યો અને સાન્વીના પેરેન્ટ્સ ને પગે લાગી તેમની સાથે વાત કરવા લાગ્યો.

થોડી જ વારમા સાન્વી તૈયાર થ‌ઈ નીચે આવી અને સમર્થ તેને જોતા જ તેની સુંદરતા મા ખોવાઈ ગયો. સાન્વીએ બ્લેક કલર નો બોડીકોન ડ્રેસ પહેર્યો હતો અને વાળને આગળ થી થોડી હેયર સ્ટાઈલ લઈ પાછળ ખુલ્લા જ મુકી દીધા હતા. મેકઅપ ના નામે માત્ર લીપ્સટીક કરી હતી અને આંખો પર કાજલ‌. પગમા લોંગ શુઝ પહેર્યા હતા અને ડ્રેસને મેચિંગ જ પર્સ લઈ તે સમર્થ સામે આવી ઉભી રહી અને બોલી ,

" જ‌ઈએ."

" હા. " સમર્થે કહ્યું અને બંને સાન્વીના પેરેન્ટ્સ ને બાય કહી કોફી શોપ જવા નીકળી ગયા. એ વાત થી અજાણ કે કોઈ આદમી સતત સમર્થ નો પીછો કરી રહ્યો હતો અને હવે તે સમર્થ નો પીછો કરતા સાન્વી ના ઘરે પણ પહોંચી ગયો હતો અને હવે કોફી શોપ સુધી પણ એ બંનેની પાછળ જ હતો.

સાન્વી અને સમર્થ બંને કોફી શોપ આવ્યા અને સમર્થે પોતાના માટે કોફી અને સાન્વી માટે કોલ્ડ કોફી ઓર્ડર કરી. તે આદમી કે જે સમર્થ અને સાન્વીની પાછળ હતો તે સમર્થ અને સાન્વીની પાછળ ના કોફી ટેબલ પર ગોઠવાયો અને પરીન ને વિડિયો કોલ લગાવી દીધો....


" સમર્થ એક વાત પુછુ ?"

" હા , પુછને !" સમર્થે કોફી પિતા પિતા જ જવાબ આપ્યો.

" અત્યારે જીયા ક્યા છે ? તુ હજી પણ એના ટચ મા છે ?" સાન્વીએ પુછ્યું તો તે જીયાને જોવા લાગ્યો અને બોલ્યો ,

" જીયાના લગ્ન થ‌ઈ ગયા છે. "

" શુ ?" સાન્વી આશ્ચર્ય હતી.

" હા.... "‌ સમર્થ ખામોશ થ‌ઈ ગયો અને ફરી પોતાના ભૂતકાળમાં જતો રહ્યો.
















સમર્થ અને જીયાની દોસ્તી થયે આજે બે અઠવાડિયા જેટલો સમય થ‌ઈ ગયો હતો , અને હવે જીયાના કારણે બધાં સમર્થ સાથે પણ દોસ્તી કરવા લાગ્યા હતાં. પણ સમર્થ તો સમર્થ હતો તે પોતે જાતે જ બધાં થી દૂરી બનાવી રાખતો પણ જીયાને એ મંજુર નહોતુ...

" સમર્થ , બધાં આજે કલ્બ મા જવાના છે. તુ આવીશ મારી સાથે મારો પાર્ટનર બનીને !" સમર્થ કે જે પોતાની ચોપડી મા ખોવાયેલો હતો તેની પાસે બેસતા જીયાએ કહ્યું તો સમર્થ જીણી આંખ કરી તેને જોવા લાગ્યો.

" આમ લુક ના દે ચાલ ને યાર... તને તો ખબર છે ને તારી સિવાય આ કોલેજમાં મારો કોઈ દોસ્ત નથી... પ્લીઝ.. " જીયાએ માસુમ ફેસ બનાવતા કહ્યુ જેથી સમર્થ માની જાય , પણ સત્ય તો એ હતું કે સમર્થ સિવાય જીયાએ લગભગ બધાં સાથે દોસ્તી કરી લીધી હતી... પણ સમર્થ સાથે માત્ર નામ પુરતી જ દોસ્તી કરી હતી એ પણ શરત ના ચક્કરમાં.

" એક મહિના ની દોસ્તી છે , એને વધુ ના ખેંચ... " સમર્થે ભાવહીન ચહેરે કહ્યું અને ફરી ચોપડીમાં ખોવાઈ ગયો.

" એક મીનીટ , તારે એક મહિના માટે દોસ્તી નિભાવવી હોય તો નિભાવજે... પણ હુ આપણી દોસ્તી લાઈફ ટાઇમ નિભાવીશ , સમજ્યો! અને હા , આજે તુ મારી સાથે પાર્ટી મા આવીશ જ.... અને જો તુ ના આવ્યો તો.... "

" તો ! તો શુ કરી લ‌ઈશ ? " સમર્થે આંખ ચડાવી પુછ્યું.

" તો હુ... હુ તારી સાથે દોસ્તી તોડી નાખીશ. "

" તો તોડી નાખને ! મારે તો એ જ જોઈએ છે... " કહેતા સમર્થ ઉભો થયો અને જતો રહ્યો... જાણે એને કંઈ ફરક જ ના પડ્યો હતો. જીયા મોઢું ખોલીને બસ સમર્થ ને જતા જોઈ રહી અને મનોમન નક્કી કરી લીધું કે તે સમર્થ ને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ બનાવી ને જ રહેશે.‌.. તેણે ભલે સમર્થ સાથે દોસ્તી શરત માટે કરી હતી... પણ તે જેમ જેમ સમર્થ ને જાણતી ગ‌ઈ તેમ તેમ સમર્થ માટે તેના દિલમા ફિલિંગ જાગવા લાગી હતી , કદાચ હવે તેને સમર્થ પસંદ પણ આવવા લાગ્યો હતો... તે સમર્થ ને જાણવા માંગતી હતી , સમર્થ ને સમજવા માંગતી હતી અને હંમેશાં સમર્થ સાથે રહેવા માંગતી હતી... તે સમર્થ ને જતા જોઈ રહી અને તરત જ ભાગી ને તેની પાછળ પાછળ જવા લાગી....


" અરે , સમર્થ ઊભો તો રહે... મારી વાત તો સાંભળ... " કહેતા જીયા સમર્થની પાછળ ભાગી પણ ત્યાં સમર્થ કોલેજની બહાર જતો રહ્યો હતો અને જીયા ઊદાસ થ‌ઈ તેને જતા જોઈ રહી...


" જીયા, આમ ઉદાસ થવાથી કંઈ જ નહી મળે તારે સમર્થ ની દોસ્તી મેળવવા કોઈ સોલીડ પ્લાન બનાવવો પડશે... પણ શુ ?" જીયા વિચારવા લાગી કે અચાનકથી તેની આંખો ચમકી અને ખુશ થ‌ઈ બોલી , " યસ , મળી ગયો પ્લાન.... સમર્થ આજે રાત્રે કલ્બ મા પણ આવશે અને મારી સાથે ડાન્સ પણ કરશે.... પણ એ માટે મારે બે ત્રણ છોકરા શોધવા પડશે... પણ કોને શોધું ? કોણ છે જે મારી મદદ કરવા તૈયાર થશે ?.... " જીયા ફરી વિચારવા લાગી કે તેની નજર પોતાના જ ક્લાસના બે ત્રણ છોકરા પર પડી જે જીયાના ફ્રેન્ડ હતા અને તે ખુશ થ‌ઈ તેમની તરફ જતી રહી...




જીયા એ કલ્બ મા સમર્થને બોલાવવા પ્લાન તો બનાવી લીધો હતો પણ સાથે સાથે તેને ડર પણ લાગી રહ્યો હતો કે શુ સમર્થ આવશે ? રાત ના દસ વાગી ગયા હતા અને જીયા કલ્બ ની બહાર જ ઉભી હતી. તેણે અત્યારે પાર્ટી વિયર પહેર્યું હતું અને તે ખૂબ જ હોટ અને બોલ્ડ લાગી રહી હતી. તેણે ડાર્ક બ્લુ કલરનો સ્ટ્રેપલેસ ડ્રેસ પહેર્યો હતો અને વાળને ખુલ્લા જ સ્ટાઇલ કર્યા હતા. ડ્રેસને મેચિંગ સેન્ડલ અને પર્સ લઈ તે પોતાના દોસ્તોની રાહ જોઈ રહી હતી કે તેને પોતાના દોસ્ત દેખાયા અને તેના ચહેરા પર ખુશી છવાઈ ગ‌ઈ....






વધુ આવતા અંકે...


પરીન જીયા અને સમર્થ નો ભૂતકાળ જાણી શકશે ?
સમર્થ અને સાન્વીનો સંબંધ જોડાશે ?
જીયા અને સમર્થ વચ્ચે શુ થયું હશે ?
જીયાએ સમર્થ ને પાર્ટી મા બોલાવવા શુ પ્લાન બનાવ્યો હશે ?


જાણવા માટે જોડાયેલા રહો...