Marriage Love - 2 in Gujarati Short Stories by Dt. Alka Thakkar books and stories PDF | મેરેજ લવ - ભાગ 2

Featured Books
Categories
Share

મેરેજ લવ - ભાગ 2

આર્યાને થાય છે આ તે કેવી શરત ? મેરેજ માટે કોન્ટ્રાક્ટ કરવાનો? યાર આપણી રિયલ જિંદગી છે કંઈ ઢીંગલા ઢીંગલીની રમત થોડી છે ..... લગ્ન માટે વળી એવી શરતો હોતી હશે કે થોડોક ટાઈમ સાથે રહેવાનું ફાવે તો ઠીક છે નહીં તો પોત પોતાના રસ્તે, અરે આ ભારત છે આપણું ભારત જ્યાં સંસ્કૃતિ પૂજાય છે સંસ્કાર પૂજાય છે , જ્યાં હિન્દુ શાસ્ત્રોમાં જીવનના 16 સંસ્કાર બતાવવામાં આવ્યા છે અને એ 16 સંસ્કાર માં નો એક સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર. લોકોના જીવનનું મૂલ્ય સચવાઈ રહે એના માટે ઋષિમુનિઓએ લગ્ન સંસ્થા નો મજબૂત પાયો નાખ્યો અને એના પર સંસ્કારની, ગુહસ્થ જીવનની સુંદર ઈમારત ચણી.

દાંપત્યજીવનમાં પતિ પત્ની એકબીજાને સમજીને રહે , પતિ બહાર જઈ વિત્ત - પૈસા કમાઈને લાવે- ઘર પરિવાર નો નિર્વાહ કરવાની જવાબદારી નિભાવે જ્યારે પત્ની એ વિત્ત નો ઉપયોગ કુટુંબના ભરણ પોષણ માટે કરે, બાળકોને સાચવે , વડીલોની સેવા કરે સ્વાદિષ્ટ રસોઈ બનાવી બધાના મન સંતૃપ્ત કરે અને છતાં પતિએ કમાઈને લાવેલ ધનમાંથી કરકસર કરી થોડું બચાવે જેથી કરી ઘરમાં કંઈ તકલીફ આવે તો કામ લાગે.

અને અયાન તું જે વાત કરે છે એ પશ્ચિમના સંસ્કારો છે આપણા નહીં. આપણે પશ્ચિમી સંસ્કૃતિ પાછળ એટલા ઘેલા થયા છીએ કે સારા નરસા ની સમજ પણ ભૂલી ગયા છીએ. પશ્ચિમની દુનિયાની ઝાક ઝમાળ ભલે આંખોને આંજી દે તેવી હોય , પણ આપણી સંસ્કૃતિ એ કોહીનુર છે એ ન ભૂલવું જોઈએ.

તુ જે કોન્ટ્રાક્ટ મેરેજ ની વાત કરે છે ને .. એને પશ્ચિમ દેશના લોકોએ ખુબ સુંદર નામ આપ્યું છે' લિવ ઈન રિલેશનશિપ' મતલબ કે જ્યાં સુધી બે વ્યક્તિને એકબીજા સાથે અનુકૂળ આવે ત્યાં સુધી સાથે રહેવાનું ન ફાવે તો છુટા પડી જવાનું , પણ એ એ લોકોની સંસ્કૃતિ છે અયાન ,કારણ કે એમની સંસ્કૃતિ આપણા જેવી મહાન નથી. એમના દેશમાં આટલા મહાન સંસ્કાર આપવા માટે , મહાન સંસ્કૃતિ બનાવવા માટે આપણા જેમ મહાન ઋષિમુનિઓ નથી મળ્યા એમને. અને તેમ છતાં પશ્ચિમના પણ ઘણા લોકો હવે લગ્ન સંસ્થાને અપનાવવા લાગ્યા છે.

વેઇટ સ્ટોપ... સ્ટોપ...આર્યા.. પ્લીઝ આ લેક્ચર બાજી બંધ કર. આ બધી મને ખબર છે. આપણા દેશની, આપણી સંસ્કૃતિની મહાનતા હું સારી રીતે જાણું સમજુ છું. પણ હું તને જે વાત કરું છું એ અલગ મેટર છે, પ્લીઝ સમજવાની કોશિશ કર. હું તને લિવ ઈન રિલેશનશિપ માટે નથી કહેતો , હું બા -કાયદા તારી સાથે લગ્ન કરીશ અને રિતી રિવાજો પ્રમાણે કરીશ બટ યુ નો મને તારા માટે લવ જેવી કોઈ ફીલિંગ્સ નથી તો પછી પ્રેમ વગર એકબીજા સાથે આખી જિંદગી કાઢવાનો શું મતલબ ?? એન્ડ બાય ધ વે તારા કહેવા પ્રમાણે તને મારા માટે ફીલિંગ્સ છે અને તું તો મારી સાથે લગ્ન કરવા માંગે છે તો હું તારું ગમતું તો કરવાનું કહું છું, અને મારા પપ્પાનું વેણ પણ સચવાઈ જશે, એમનું ગમતું પણ થઈ જશે ભલે મારું મન મારીને....

અને બની શકે કે આવનાર એ સમયમાં આપણે જ્યારે એકબીજાને સમય આપીશું ત્યારે કદાચ મારી તારા માટેની ફીલિંગ્સ બદલાઈ જાય તો.... તો હું તારી સાથે રહેવા તૈયાર છું.

ઓ મિસ્ટર.... પ્રોમિસ ? જો મારી સાથે મેરેજ કરવાનું તું મને સામેથી કહે છે. મારા તરફથી કોઈ ફોર્સ નથી ઇવન મને તારા માટે ફીલિંગ્સ છે છતાં પણ મારા તરફથી છેલ્લો ચાન્સ છે, તુ ચાહે તો મેદાન છોડીને આઈ મીન લગ્નનો મંડપ છોડીને જઈ શકે છે , બટ આફ્ટર ધેટ ડુ એન્ડ ડાઈ આઈ ડુ વોટએવર આઈ વોન્ટ... ઓકે ?? જસ્ટ રિમેમ્બર....

અરે યાર તારો આ બધો માથાનો દુખાવો આઈ મીન તુજે કહે છે બધું જ મને મંજૂર છે, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું બસ તું યાર આ કોન્ટ્રાક્ટ માટે એક વાર હા કહી દે (આ સંસ્કારી છોગુ હા પાડે એવું લાગતું નથી મનાવવું મુશ્કેલ છે અયાન બટ ટ્રાય યોર બેસ્ટ અયાન બ્રેવો.. )

( એકવાર લગ્ન તો થઈ જવા દે પછી જોઉં છું તું કેવી રીતે મારા પ્રેમ પાસમાંથી છટકી શકે છે. અરે કોન્ટ્રાક્ટ તો કોન્ટ્રાક્ટ એ બહાને મને મારી જિંદગી મળી રહી છે, ડોન્ટ વેસ્ટ ટાઇમ આર્યા હા કહી જ દેવા દે પછી જોયું જશે એટલો પ્રેમ આપીશ ને કે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ બધું ભૂલી જશે તને તો હું મારો બનાવીને જ રહીશ.....)
ઓહો શું વિચારમાં પડી ગઈ જલ્દી જવાબ આપને કે પછી ડરી ગઈ ?? ખુલ્લી ચેલેન્જ છે મારા તરફથી બોલ છે તૈયાર ?? અયાને હાથ લંબાવ્યો..

આર્યા તંદ્વામાંથી બહાર નીકળતા... અયાન ના હાથમાં હાથ મુકતા ઓકે ડન.. ચેલેન્જ એક્સેપ્ટેડ .. હું તૈયાર છું... આઈ લાઈક ચેલેન્જીસ...

ક્રમશ