આકાંક્ષા આરોહીના અમેરિકા ગયા બાદ શું થયું હતું તે સર્વે કહેવા માંગતી હતી પણ તે વિચારતી હતી કે તે આરોહી ને કઈં રીતે કહે.
આકાંક્ષાએ હસીને કહ્યું “હું તને કવનના નવા પુસ્તક વિષે કહું જે એક લવ સ્ટોરી છે.”
આરોહી વિચારી રહી હતી કે આકાંક્ષા તેને કેમ કવનની નવી વાર્તા વિષે કહેવા માંગે છે.
આકાંક્ષા એ વાતની શરૂઆત કરી અને થોડા જ સમય ની અંદર કવન અને આરોહીના જીવનમાં તે બંને મળ્યા અને અલગ થયા ત્યાં સુધીની પૂરી વાત કહી.વાત જેમ જેમ અંત તરફ જતી હતી તેમ તેમ આરોહી પોતાના આંશુઓ રોકી રહી હતી.આકાંક્ષા પણ જાણતી હતી કે આરોહી પોતાના આંશુઓ રોકી રહી છે તે છતાં પણ તેણે બોલવાનું ચાલુ રાખ્યું કારણકે તે ઇચ્છતી હતી કે આરોહી કોઈ જ સંકોચ વગર તેની સામે રડી ને પોતાની કસક પૂરી કરી દે.પણ તેવું બન્યું નહીં આરોહી એ તે વાત ના અંત સુધી આંશુઓ રોકી રાખ્યા.
બંને થોડીવાર ચૂપ હતા આરોહી ગળગળી થઈ ગઈ હતી તે જાણી ને કે પોતે ખોટું વિચાર્યું કવન તો હજીયે તેને જ પ્રેમ કરતો હતો.
આકાંક્ષા એ કહ્યું “મને આ વાર્તા ખુબ ગમી પણ તેમ છતાંય મને આ વાર્તામાં એક કસક અધૂરી રહી જતી હોય તેમ લાગે છે.જો આ વાર્તામાં નાયક અને નાયિકા બંને છેલ્લે મળી ગયા હોત તો વાર્તા ખુબજ સુંદર બની જાત.
આ વાત સાંભળીને આરોહી બોલી “કેટલીક વાર્તા સુંદર હોવી કુદરત ને મંજૂર નથી હોતું.”
આકાંક્ષા ઇચ્છતી તે જ હતી કે આરોહી કઇંક આવું જ કહે.
આકાંક્ષા એ કહ્યું “કુદરત ને જરૂર મંજૂર થશે તું એક વાર હા તો કહી જો.”
આરોહી સમજી ગઈ કે આકાંક્ષા પહેલેથી બધુજ જાણે છે.તેણે આકાંક્ષા ની સામે જોયું.
આકાંક્ષા એ તેની તરફ ફરીને હકારમાં મોં હલાવ્યું અને કહ્યું “હા, હું જાણું છું કે તું અને કવન એકબીજાને ખુબ પ્રેમ કરો છો અને આ પ્રેમકથા કવને તમારી બંનેની જ લખી છે.”
આરોહી આકાંક્ષાની આંખોમાં સ્થિર જોઈ રહી હતી એક અતૂટ નઝરે.
આકાંક્ષા એ તેની આંખોમાં આંખો પરોવીને કહ્યું “અને હું ઈચ્છું છું કે કવન મારી સાથે નહીં પણ તારી સાથે લગ્ન કરે.”
આરોહી એ રોકી રાખેલા આંશુઓ હવે વધુ રોકાવવા ના નહોતા.તે હવે વહેવા લાગ્યા અને સાથે સાથે આકાંક્ષા ના આંશુઓ પણ વહેવા લાગ્યા.બંને એક્બીજાની સામે જોઈ રહ્યા હતા એક લાગણીશીલ નઝરે અને ત્યાર બાદ બંને એકબીજાને ભેટી પડ્યા અને ખુબ રડવા લાગ્યા અત્યારે પણ બંને ના વિચારો જુદા હતા પણ છતાંય એકબીજાને મળતા હતા.આરોહી રડી રહી હતી કારણકે હવે બધુ યોગ્ય થવાનું હતું જેમ તે ઇચ્છતી હતી અને આકાંક્ષા રડી રહી હતી કારણકે તે એક સુંદર પ્રેમકહાની નો એક મહત્વનો ભાગ બની હતી,તેને જીવનમાં એક સુંદર કામ કર્યા ની લાગણી થઈ.પ્રેમ કરવો જરૂર અઘરું હશે પણ મારા મુજબ તેનાથી અઘરું છે બે પ્રેમ કરવા વાળા ને એક કરવા.
એક પ્રેમકહાની માં કેટલા માણસો નું યોગદાન હોય છે જો તે પ્રેમ કરવા વાળા સમજી જાય તો પ્રેમ કરવા વાળા પાત્રોની સાથે સાથે જે માણસોનું યોગદાન હોય છે તે પણ અમરબની જાય.
આરોહી અને આકાંક્ષા બંને રડતાં રડતાં શાંત થયા બાદ બંને ત્યાં જ બેઠા અને આરોહી એ આકાંક્ષા તરફ ફરીને કહ્યું
“ભગવાન બધાને તારા જેવી સમજશકિત દે.હું તારો ઉપકાર જિંદગી ભર નહિ ભૂલું.”
આકાંક્ષા હસીને અને ભાવુક સ્વરમાં બોલી “તું આવું કહીને મને શરમમાં મૂકી રહી છે આરોહી.”
અને ત્યારબાદ બંને નિખાલસ રીતે હસવા લાગ્યા.
તે જ દિવસે આરોહી તારિકા અને વિશ્વાસ ને મળી તે ઇચ્છતી હતી કે તે બંને ને મળીને આભાર વ્યક્ત કરે.
આરોહી તારિકા પાસે ગઈ ત્યારે તેણે તેના બે હાથ પકડ્યા અને કહ્યું
“તે કવનની તે સમયમાં મદદ કરી છે જે સમયમાં તે ખૂબ દુખી હતો.તારું હ્રદય ખરેખર ખુબ મોટું છે.”
તારિકા ચૂપ હતી,તે હસતી હતી પણ તેને આરોહીને કઈંજ કહેવું નહોતું કારણકે તે જાણતી હતી કે હવે બધુ યોગ્ય છે.
વિશ્વાસ તે સાંભળી રહ્યો હતો
આરોહી એ વિશ્વાસ ને કહ્યું “મને માફ કરજે વિશ્વાસ મે તે દિવસે સવારે ફોનમાં તને ઘણું ખરાબ કહી દીધું હતું.પણ હું ઈચ્છુ છું કે ભગવાન બધાને તારા જેવો મિત્ર દે.”
તે વિશ્વાસ ને ભેટી પડી.
સુંદર વાત હતી કે જે લોકો આ પ્રેમકહાની નો ભાગ બન્યા હતા તેમની આરોહી અને કવનને કદર હતી.
તો હવે બધુ જ યોગ્ય હતું આરતી બહેન પણ ખુબ ખુશ થયા જ્યારે આરોહી એ ઘરે જઈને તેમને બધીજ વાત કરી.કવનના માતા પિતા પણ ખુશ હતા.પણ કવનને હજી હોશ નહોતો આવ્યો.ડોક્ટરે કીધું હતું કે કવનને કાલ સવાર સુધીમાં હોશ આવી જશે.
ક્રમશ
વાર્તા ને અનહદ પ્રેમ આપવા બદલ આભાર....
આ વાર્તા આપને કેવી લાગી તે જરૂર થી જણાવશો. તથા આપના વોટ્સએપ,માતૃભારતી,ફેસબુક,ઈન્સ્ટાગ્રામ વગેરે માં શેર કરશો.
વાર્તા ના અમૂલ્ય પ્રતિભાવો જણાવશો
મો નંબર ૭૬૭૭૩૫૨૫૦
આપનો આભાર...