Kasak - 50 in Gujarati Love Stories by Kuldeep Sompura books and stories PDF | કસક - 50

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કસક - 50

થોડીવાર બાદ ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો.આ જગ્યા એ તે અનેકો વાર આવી ગઈ હતી પણ તેને તેમાંથી તે વખતનું જ યાદ હતું જે વખત તે અહિયાં કવન સાથે આવી હતી એક વખત આવા વરસાદમાં જ તે બંને ભીંજાતા ભીંજાતા આગળ ચાલી રહ્યા હતા અને એક આવી જ જગ્યા એ જેવી જગ્યા એ તે અત્યારે બેઠી હતી તેમ એકબીજા ની પાસે બેસી ગયા હતા.

તેને ધીમે ધીમે અહિયાં કવન સાથે વિતાવેલ દરેક ક્ષણ યાદ આવી.તે વિચારતી હતી કે તેને કવન સાથે આટલો બધો પ્રેમ ક્યારે થયો.તે તો આજ સુધી તેનાથી ખુબ દૂર હતી,તો પછી આજે કેમ તે તેના પાસે આવી ને પણ તેનાથી દૂર થઈ ગઈ.જો તે મને ખુબ પ્રેમ કરતો હતો તો પછી તેણે મને આટલા વર્ષમાં એક ફોન કરવાની પણ કોશિષ ના કરી?,શું તેનો પ્રેમ માત્ર તે ચિઠ્ઠી સુધીજ સીમિત હતો?

જ્યારે આપણે જીવનમાં આવી રહેલી સમસ્યાઓ કે પછી ચિંતાઓથી થાકેલા હોઈએ ત્યારે આપણે એક જગ્યા પર બેસીને વિચારીએ છીએ કે હવે આપણે જીવનની બધી જ સમસ્યાઓનું સમાધાન કરીને જ ઊભા થઈશું પણ જીવન કઈં JEE ની પરીક્ષા નું પ્રશ્નપત્ર તો નથી કે આપણને પહેલેથી જ ખબર હોય કે ત્રણ કલાક ના સમયમાં દરેક પ્રશ્નના જવાબ નું નિરાકરણ કેવી રીતે લાવવું.કેટલીક વખત આપણે બધીજ સમસ્યાઓ ના સમાધાન વગર પણ ઊભા થવું પડે છે.કારણકે જીવનરૂપી પ્રશ્નપત્ર ના જવાબો કેટલીકવાર સમય ઉપર આધાર રાખે છે.

આરોહી ઘણા લાંબા સમય સુધી એકજ જગ્યા પર બેસી રહી અને પોતાના દુખ અંગેનું સમાધાન શોધવાના નિષ્ફળ પ્રયાસ કરવા લાગી.અંધારું થઈ ગયું હતું અને વરસાદ પણ હવે બંધ થઈ ગયો હતો.

તે ગુસ્સે થઈને ઊભી થઈ કારણકે જ્યારે લાંબા સમય સુધી બેઠા બાદ પણ આપણને પોતાના પ્રશ્નો ના જવાબો નથી મળતા ત્યારે આપણને ગુસ્સો ફ્રી માં મળે છે.

આરોહી જ્યારે ઘરે ગઈ ત્યારે આરતી બહેન જમવાનું બનાવતા હતા.આરોહી તેમને મળ્યા વગર જ પોતાના રૂમમાં ચાલી ગઈ.આરતી બહેનને થયું કે જરૂર ત્યાં જે પણ થયું તે આરોહીની વિરુદ્ધ માં હશે.પણ ત્યાં શું બન્યું હશે?,તેવો પ્રશ્ન પણ તેમના મનમાં હતો.આરોહી તે દિવસે બહાર જમવા પણ ના આવી અને સૂઈ ગઈ.બીજા દિવસે તે સવારે ઉઠી ત્યારે તે થોડા સમય માટે ભૂલી ગઈ હતી કે કાલના દિવસમાં શું બન્યું હતું પણ જેમ જેમ દિવસ જતો ગયો તેને યાદ આવવા લાગ્યું.તે ઉદાસ હતી ચહેરાથી નહીં પણ મનથી,કેટલીક ઉદાસી મનની ઉદાસી હોય છે.તે આરતી બહેન સાથે જરૂરિયાત મુજબ વાત કરતી હતી.આરતી બહેને પણ તેને જાણી જોઈને ના પૂછ્યું કે કાલ શું થયું હતું પણ તેમણે મનમાં તે પ્રશ્નના જવાબ જરૂર શોધી લીધા જે કદાચ યોગ્ય હતા કે પછી નહતા.

બે દિવસ આમ જ વીતી ગયા.આરોહીનું મન શાંત હોવા છતાં પણ તે શાંત ના હતું.આરોહી તે દિવસે સાંજે તે ગાર્ડનમાં ગઈ જે ગાર્ડનમાં કવન અને તે બંને મળતા હતા.આરોહી તો તે ગાર્ડનમાં વર્ષો પછી આવી રહી હતી.તે ગાર્ડનની દરેક જગ્યા ધ્યાનથી જોઈ રહી હતી.કેટલાક ઝાડ લાંબા થઈ ગયા હતા તો કેટલાક ઝાડ જે પહેલા હતા તે હતા જ નહીં,ગાર્ડનમાં ચાલવા માટેનો માર્ગ થોડો અસ્તવ્યસ્ત થઈ ગયો હતો અને એકબાજુ રહેલી ગાર્ડનની હદ દર્શાવતી દીવાલ તૂટી ગઈ હતી.આરોહી આગળ ચાલી રહી હતી અને તે જગ્યા આવી જયાં કવન અને આરોહી બેડમિન્ટન રમતા હતા.આરોહી મનો મન હસવા લાગી.તે સામે દૂર રહેલા ઘાસ ના ટેકરા પાસે જવા માંગતી હતી જ્યાંથી સૂરજ આથમતો દેખાતો હતો.જયાં તે અમેરિકા જતી વખતે કવનને છેલ્લી વખત મળી હતી.તે આગળ ચાલી તે જગ્યા પર કોઈ છોકરી પહેલાથી બેઠેલી હતી.તે નજીક ગઈ તે બીજી પણ કોઈ જગ્યા એ બેસી શકતી હતી પણ તે ત્યાં જ બેસવા માંગતી હતી.તે નજીક આવી તે છોકરીનો ચહેરો જાણીતો હતો.આરોહી વિચારી રહી હતી કે મે તેને કયાં જોઈ હતી પણ બે એક સેકન્ડમાં તો તેણે તેનો ચહેરો ઓળખી લીધો. તે આકાંક્ષા હતી.આરોહી વિચારી રહી હતી કે તેનો ચહેરો હું કેવીરીતે ભૂલી શકું.પણ તે શિવાય તેના મનમાં કેટલાક બીજા વિચારો હતા.જેમ કે તે અહિયાં કેમ આવી હતી?,તેને કોણે કીધું હતું કે હું અહિયાં જરૂર આવીશ?

આરોહીનું તેને જોઈને આટલી નજીકથી પાછું વળી જવું તે આરોહી તે શરમમાં મૂકે તેમ હતું.તે તેની બાજુની જગ્યામાં જઈને બેસી ગઈ.આરોહીએ બેસતા પહેલા તેની સામે જોઈને એક નાનકળુ સ્મિત આપ્યું. જેમ આકાંક્ષા ને અપેક્ષા હતી તેમ આકાંક્ષા એ પણ તેની સામે જોઈને એક સુંદર નાનું સ્મિત આપ્યું.જો કે બંનેના હસવાના કારણો જુદા જુદા હતા.આરોહી એટલે હસી હતી કે તે તેની સામે ના હસી ને કે ત્યાં કઇંક વિચિત્ર વર્તન કરીને આકાંક્ષા ને કોઈ ખોટો સંકેત નહોતી દેવા માંગતી.જ્યારે આકાંક્ષા હસી હતી કારણકે તે પોતે સાચી પડી,તે જાણતી હતી કે આરોહી અહિયાં જરૂર આવશે અને તે આવી.

તે બંને એક લાંબા સમય સુધી ચૂપ બેસી રહ્યા અને વિચારતા રહ્યા,બંને ના વિચારો અલગ અલગ હતા પણ છતાંય તે કોઈ એક જગ્યાએ મળતા હતા.દુનિયામાં કેટલાય વિચારો અલગ અલગ હોવા છતાં પણ એક બીજાને મળતા હોય છે.તેવી જ રીતે જેમ કોઈ બે નદી જુદી જુદી જગ્યાએથી નીકળીને એક સમુદ્ર ને મળે છે.

આકાંક્ષા આરોહી સાથે વાત કરવા માંગતી હતી.આકાંક્ષા એ વાતની શરૂઆત કરતાં કહ્યું.

“કવનને હવે ઠીક છે.”

આ સાંભળીને આરોહી ખુશ થઈ તેના મોં ઉપર એક આછું સ્મિત આવી ગયું જે એક બે ક્ષણ માટે હતું કારણકે બે ક્ષણ બાદ તેને યાદ આવ્યું કે તે આકાંક્ષા પાસે બેઠી હતી.

આકાંક્ષા ફરી બોલી તેના અવાજમાં ઉત્સાહ હતો “કાલે તેને હોશ આવતા જ રજા આપી દેશે.”

આરોહી ફરી ચૂપ હતી.તેણે માત્ર તેની તરફ હસી ને સામે જોયું અને પોતાનું મોં હલાવ્યું.

ક્રમશ

વાર્તા ને અનહદ પ્રેમ આપવા બદલ આભાર.... આ વાર્તા આપને કેવી લાગી તે જરૂર થી જણાવશો. તથા આપના વોટ્સએપ,માતૃભારતી,ફેસબુક,ઈન્સ્ટાગ્રામ વગેરે માં શેર કરશો. વાર્તા ના અમૂલ્ય પ્રતિભાવો જણાવશો મો નંબર ૭૬૭૭૩૫૨૫૦ આપનો આભાર...