આ સાંભળીને આરોહીની પગ નીચે થી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ થઈ ગઈ.જાણે તે એક ટોચ પર ઊભી હોય અને પાછળથી કોઈએ અચાનક જ જોરથી તેને ધક્કો માર્યો હોય તેવી હાલત તેની અત્યારે થઈ ગઈ.તે હમણાં વિચારી રહી હતી કે કવન આવશે તો તેની સાથે વાત કરીને જે પણ સમસ્યા થઈ હતી તેને ઠીક કરી દેશે પણ અહિયાં તો કઇંક નવીજ સમસ્યા આવી પડી હતી.
તારિકા અને આકાંક્ષાને પણ આ સાંભળીને ધ્રાસકો પડ્યો તે પણ તેટલા જ દુખી હતા.જેટલી દુખી આરોહી હતી.જીવનમાં કોનું દુખ કેટલું મોટું છે તેં અંદાજો લગભગ કોઈ લગાવી શકતું નથી.મે ફક્ત તે દર્શાવ્યું કે તેમની પણ ક્વન પ્રત્યે તેટલીજ લાગણી હતી જેટલી આરોહી ને કવન પ્રત્યે હતી.
તે તરત જ હોસ્પિટલ ગયા.કવન આઇસીયુ માં હતો.તેને પગમાં અને હાથ પર બહુ ગંભીર ઇજા થઈ હતી.લોહી પણ ખુબ વહી ગયું હતું.તે બેહોશ હતો.
આરોહી અને કવનના મમ્મી ત્યાં બેસી ને રડી રહ્યા હતા.તેના પિતા હજી આવ્યા નહોતા.તારિકા અને આકાંક્ષા ની આંખ માં પણ આંશુ હતા પણ છતાંય તે હિંમતથી કામ લઈ રહ્યા હતા. તારિકા અને આકાંક્ષા હવે જાણી ગયા હતા કે આ તે જ આરોહી છે જેને કવન ખુબ પ્રેમ કરે છે.
ડૉક્ટર બાહર આવ્યા અને તેમણે વિશ્વાસ ને ખૂબ ગંભીરતાથી કહ્યું “લોહી ખુબ વહી ગયું છે તેના પગ અને હાથ પર ભારે ઇજા થઈ છે.અમે ઓપરેશન શરૂ કરી દઈએ છીએ.પણ તેને લોહીની ખુબ જરૂર પડશે.શું તમારા માંથી કોઈને ઓ નેગેટિવ બ્લડગ્રુપ છે?”
આકાંક્ષા એ કહ્યું “હા મારુ બ્લડગ્રુપ ઓ નેગેટિવ છે.”
“તો ઠીક છે.આપ જરૂરી ટેસ્ટ કરવી લો, જરૂર પડે તો તમારે પેશન્ટ ને લોહી આપવું પડશે.”
આટલું બોલીને ડૉક્ટર ઝડપથી જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ તેમને પાછળ ફરીને પૂછ્યું.
“તમે પેશન્ટ ના શું લાગો છો?”
“હું તેની ફિયાન્સી છું.”
“ઠીક છે આપ મારી સાથે આવો” ડૉક્ટર આટલું બોલીને પાછા પોતાની કેબિન તરફ ફર્યા અને ત્યારબાદ આકાંક્ષા તેમની પાછળ ગઈ.
હું તેની ફિયાન્સી છું આ વાક્ય ત્યાં બેઠેલા બધા માટે એકદમ સરળ વાક્ય હતું શિવાય કે આરોહી.આકાંક્ષા આ વાક્ય બોલીને ચાલી ગઈ હતી.તે મનમાં વિચારતી હતી કે આ વાક્ય કદાચ મારે અત્યારે નહોતું બોલવાનું.કેમ નહોતું બોલવાનું તેનો જવાબ તે પણ શોધી રહી હતી, તે અત્યારે કવનને લઈને ચિંતાતુર હતી એટલે તે લાંબુ વિચારવા અસક્ષમ હતી.તેણે તે વિષે વિચારવાનું છોળી દીધું.
કેટલાક ક્ષણ જીવનમાં એવા પણ આવે છે જ્યારે આપણે સામે રહેલા સવાલોના જવાબ ને સ્વીકારવા સક્ષમ નથી હોતા કારણકે આપણે બીજા દૂર રહેલા સવાલોમાં ભયંકર રીતે અટવાયેલા હોઈએ છીએ.
આ વાક્ય સાંભળીને વિશ્વાસ અને તારિકા બંનેએ આરોહીની સામે જોયું. આરોહીને લાગ્યું કે કદાચ તેણે કઇંક ખોટું સાંભળી લીધું છે.કવનની મમ્મી હવે ચૂપ હતા. આરોહી એ વિશ્વાસની સામે જોયું અને તેને ફરીથી પ્રશ્ન કર્યો. “શું કવનની સગાઈ થઈ ગઈ છે?”
વિશ્વાસે તેની આંખમાં આંખ પરોવીને જવાબ આપ્યો. “હા, તેની સગાઈ થઈ ગઈ છે”
તે એકવાર માટે ભૂલી ગયો હતો કે તેની પછી શું શું થઈ શકે છે કવનની મમ્મી અને તારિકા આરોહીને જોઈ રહ્યા હતા વિશ્વાસ ની પણ આંખો આરોહી પર સ્થિર હતી અને આરોહી,
આરોહીનું મોઢું ભાવવિહીન હતું.તેની આંખમાં આંશુ નહોતા છતાંય લાગતું હતું કે તેનો ચહેરો અને તેની આંખો રડ્યા વગર પણ દુખ છલકાવી રહ્યું છે.
જ્યારે જીવનમાંથી કસક નીકળી જાય ત્યારે માણસે પોતાનું દુખ હલકું કરવા માટે આંશુઓ નો સહારો નથી લેવો પડતો.
તે વિશ્વાસ નો જવાબ સાંભળ્યા બાદ એક શબ્દ પણ ના બોલી.તે ત્યાંથી ચાલવા લાગી.તેનું મન વિચાર શૂન્ય હતું તે કયાં જઈ રહી હતી તેની તેને પોતાને નહોતી ખબર બસ તેને એટલી ખબર હતી કે તે અત્યારે ઘરે નહીં જાય.
વિશ્વાસ અને તારિકા એ એક વખત વિચાર્યું કે તે બંને મળીને તેને રોકી લે પણ તેવું બન્યું નહીં.વિચારવામાં અને વિચારો પર અમલ કરવામાં કેટલો ફરક છે તે બંને એ આજે જાણ્યું.
આકાંક્ષા એ રિપોર્ટ કરાવ્યા જે બધા જ સારા હતા.તે પોતાનું લોહી કવનને આપી રહી હતી.તે એક રૂમમાં સૂતી હતી અને તેની બાજુના બેડ પર થોડે જ દૂર કવન હતો.તે બેહોશ હતો. માત્ર તેનું મુખ જ દેખાતું હતું અને બાકીનું પૂરું શરીર એક સફેદ પાતળા કાપળથી ઢાંકેલું હતું.આકાંક્ષા એ કવનની સામે જોયું તેના મોં ઉપર થોડા ગંભીર ખરોચના નિશાન હતા.જેને નાની નાની મલમ પટ્ટીઓ થી ઢાંકેલા હતા.તે ચહેરો આકાંક્ષા ને ખુબ સુંદર અને દયામણો લાગતો હતો.તેને એકાએક આરોહીનો ખ્યાલ આવ્યો.તે વિચારી રહી હતી કે શું તે કવન અને આરોહીની વચ્ચે તો નથી આવી ગઈ ને અને ત્યાર બાદ તેણે કવન તરફ જોયું અને તેને આરોહીનો રડતો ચહેરો યાદ આવ્યો.આજ સુધી ક્યારેક તેને મનના એક ખૂણે તો લાગતું હતું કે કવન મૂર્ખામી કરી રહ્યો છે તે જાણતો પણ નથી કે આરોહી તેના વિષે શું વિચારે છે છતાંય તે તેને ખુબ પ્રેમ કરે છે.પણ આજે જ્યારે તેણે બહાર આરોહીને રડતી જોઈ ત્યારે તેને લાગ્યું કે કદાચ તે પોતે જ મૂર્ખ હતી કારણકે પ્રેમમાં કશું સ્વીકારવાની જરૂર નથી હોતી ,પ્રેમમાં તો માત્ર અનુભવવાની જરૂર હોય છે.
આરોહી રિવરફ્રન્ટની એક બેસવાની જગ્યા પર નદી તરફ મોં રાખીને બેઠી હતી.આકાશ ઘનઘોર વાદળોથી છવાયેલું હતું,ઝરમર ઝરમર વરસાદ શરૂ થવાની તૈયારી હતી.પાછળથી કેટલાક કોલેજ ના છોકરાઓ ચિચિયારીઓ પાડતા જઈ રહ્યા હતા.આરોહી ને મોં પર થપાટો મારતા ઠંડા પવનના આવજો શિવાય કઈંજ સંભળાતું નહોતું અથવા એમ કહી શકાય કે તે સાંભળવા નહોતી માંગતી.
ક્રમશ
વાર્તા ને અનહદ પ્રેમ આપવા બદલ આભાર....
આ વાર્તા આપને કેવી લાગી તે જરૂર થી જણાવશો. તથા આપના વોટ્સએપ,માતૃભારતી,ફેસબુક,ઈન્સ્ટાગ્રામ વગેરે માં શેર કરશો.
વાર્તા ના અમૂલ્ય પ્રતિભાવો જણાવશો
મો નંબર ૭૬૭૭૩૫૨૫૦
આપનો આભાર...