ઘણી મહેનત કર્યા બાદ મે બારમા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી .પરીક્ષા આપી ને હું તો નિશ્ચિંત થઈ ગયો હવે હું ઉનાળા ની રજાઓ ની મજા માણવામાં વ્યસ્ત થઈ ગયો પણ મન માં હમેંશા પરીક્ષા ના પરિણામ ની ચિંતા રહેતી કારણ કે પેપર માં સુ લખ્યું હતું એ તો મને જ ખબર હતી . ત્યાર બાદ ગામ માં લગ્ન ગાળો સારું થયો .પણ મે તો મેડિકલ માં પ્રવેશ મેળવવા માટે નીટ ની પરીક્ષા ની તૈયારી સારું કરી દીધી હતી .સાથે સાથે લગ્ન ગાળા ની મજા પણ માણી લીધી હવે થયું એવું કે પરીક્ષા નો ફોર્મ ભરવાના સારું થયા પણ કેટલીક વિકટ પરિસ્થતિ માં બદલે મારું ફોર્મ જ ના ભરાયું મને ખૂબ જ દુઃખ થયું અને મારું ડાક્ટર બનવાનું સપનું તૂટી ગયું હવે મે નિટ ની પરીક્ષા ની તૈયારી બંધ કરી નાખી હવે હું ભવિષ્ય માં કામ લાગે તેવી સરકારી પુસ્તક વાંચવા લાગ્યો. મને યાદ છે કે મે મહિના ની પાચ તારીખે બોર્ડ ની પરીક્ષા નું પરિણામ આવનું હતું મારા માં માં પરિણામ ને લઈ ને થોડો ડર હતો પણ આશા હતી કે હું જરૂર પાસ થઇ .હું તો વહેલી સવારે જાગ્યો પરિણામ આઠ વાગયા પછી વેબસાઈટ પર જાહેર થવા નું હતું હું મારા દોસ્ત ની પાસે રિસિપ નંબર લઈ ને ગયો મે વેબસાઈટ પર નંબર દાખલ કર્યો પણ સર્વર ડાઉન હોવાના કારણે પરિણામ નહોતું દેખાતું મને હવે ચિંત થવા લાગી મારા ધબકારા વધવા લાગ્યુ . પણ આખરે પરિણામ આવ્યું અને હું 60 ટકા સાથે પાસ થયો તેની સાથે મે ગુજકેટ ની પરીક્ષામાં પણ પાસ થયો તેમાં મારા 62 માર્કસ આવ્યા મારી ખુશી નો કોઈ પર નહોતો . મે તરત જઈને આ વાત મારા પપ્પા ને જણાવી આ વાત સાંભળીને તેમની ખુશી નો પણ પર ના રહ્યો .તેમને મને નવો ફોન સાંજે ગિફ્ટ માં આપ્યો .આજે મારા ઘર માં ખુશી નો માહોલ હતો બધા જ સગા વ્હાલા મારા આ પરિણામ થી ખુશ હતા. પરિણામ ના પાચ દિવસ પછી પરિણામ ની ખરી નકલ પણ આવી ગઈ તે મેળવી ને હું સીધો સમાજ કલ્યાણ અને આવક તથા જાતિ ના દાખલા મેળવવા ની ત્યારે લાગી ગયો. પણ આ વખતે મારી કિસ્મત મને સાથ નહોતી આપતી જે વ્યકિત મને આ કામ કરી આપવાનો હતો તેને મને આ ના પાડી દીધી હવે મારે રૂબરૂ જઈને જ આ કામ કરવા જવાનું હતું. મારે સમાજ કલ્યાણ ના દાખલા માટે ગયો ત્યારે સમાજ કલ્યાણ અધિકારી તેમની ફરજ પર નહોતા .આમ મારે સમાજ કલ્યાણ નો પ્રમાણપત્ર મેળવવા જ અઠવાડિયું નીકળી ગયું.આવી જ પરિસ્થિતિ જાતિ ના પ્રમાણપત્ર માટે થઈ .એવા માં કૉલેજ માં પ્રવેશ કાર્યક્રમ સારું થયો તેની છેલ્લી તારીખ પંદર હતી .પણ મારે હજી પ્રમાણપત્રો નહોતા આવ્યા તેથી મને પ્રવેશ ની ચિંતા થવા લાગી .પણ ભગવાન ના ચમત્કાર થી મારા પ્રમાણપત્ર 14 તારીખે આવી ગયા .હું સીધો પંદર તારીખે ઓનલાઇન વાળા ની દુકાને પહોંચ્યો ત્યાં જઈને જોયું તો ભીડ વધારે હતી મને ચિંતા થવા લાગી કારણ કે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો .પણ મારા નસીબ થી મે પશુચિકિત્સા અને ડેરી ટેકનોલોજી ના ફોર્મ ભર્યા .હવે મારા જીવ ને ઠંડક વળી. પણ મુશ્કેલી ની ખરો તબ્બકો હવે સારું થવાનો હતો. મારું સપનું હતું કે હવે હું પશુચિકિત્સા માં પ્રવેશ મેળવી પણ તેના ઉચા મેરીટ ના કારણે. મને તેમાં પ્રવેશ ન મળ્યો.