Guhilot dynasty and Maharana Pratap in Indian history - 106 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 106

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 106

(૧૦૬) જગન્નાથ કછવાહા

ગુપ્તચરે આપેલા સમાચારથી બાદશાહ અકબરના ભવાં તંગ થઈ ગયા. બીજો કોઇ સૂબો હોત અને એણે જો દુશ્મનની આવી પ્રશંસા કરી હોત તો એની ગરદન ઉડાવી દેત, હાથી તળે પગડાવી દેત પરંતુ આ તો સિપેહસાલાર રહીમ ખાનખાનાઁન હતો. પાછો લોકપ્રિય કવિ હતો. ભાઇ હતો. હવે રાજપૂતાનાની ધરતી પર રહીમખાનને ન રહેવા દેવાયું.

જહાઁપનાહે આપને શીઘ્ર પ્રસ્થાન કરી, પોતાની તહેનાતમાં હાજર થવાનો હુકમ કર્યો છે.

રહીમખાન હસ્યા. આ પરિણામ વાંછિત હતું.

હવે અજમેરનો સૂબો કોને બનાવવો? જ્યાં સુધી મેવાડમાં મહારાણા પ્રતાપ હતા ત્યાં સુધી અજમેરની સૂબાગીરી સાવધાનીથી સોંપવામાં આવતી.

જગન્નાથ કછવાહા હલ્દીઘાટીના યુદ્ધમાં જઈ આવ્યો હતો.  તે આંબેરના  રાજા ભારમલનો નાનો દીકરો હતો અને રાજા માનસિંહનો લઘુ બંધુ હતો. સ્વયં બહાદુર રાજપૂત હતો

“જગન્નાથ, પદના ગૌરવને લાંછિત થવા ન દેશો.” શહેનશાહે ટકોર કરી.

“ભાઇ, રજપૂતીશાન અને વફાદારીને હંમેશા યાદ રાખજે.” બેગમ જોધાબાઇ બોલ્યા.

જગન્નાથ કછવાહા પોરસાયો. કદાચ મહારાણાને નમાવવાનું શ્રેય મારા નસીબે જ લખાયું હશે. હું ભરપૂર કોશિશ કરીશ. એ મેવાડી સિંહને નમાવવાની.

“મેવાડને મોગલસત્તામાં ભેળવીને જ જંપીશ.” જગન્નાથે પોતાનો નિર્ધાર જાહેર કર્યો. એની સાથે સૈયદ રાજુ હતા. વળી પોતે મેવાડની ભૂમિથી વાકેફ હતો. એક મોટી વિશાળ સેના સાથે તે રાજપૂતાના ઉઅપ્ડ્યો. ઉપસેનાપતિ હતા જાફર બેગ. એક દિવસ હતો ૫ મી ડીસેંબર ૧૫૮૪.

શાહીસેના અજમેર થઈ માંડલગઢ પહોંચી.

“હવે રાજપૂતાનાના સંકડા માર્ગોમાં આટલી વિશાળ સેના લઈ જવાની જરૂર નથી. શાહીસેનાનો થોડો ભાગ મારી સાથે આવશે. અને અહીંથી સેના સૈયદ રાજુ સંભાળશે.”

જગન્નાથ કછવાહા આગળ વધ્યો.

મેવાડની કેટલીક આંતરિક હકીકતોથી પણ જગન્નાથ કછવાહા વાકેફ હતો. મોટાભાઇથે રિસાયેલો સાગર બાદશાહ પાસે ગયો. આ સાગર પાસેથી જગન્નાથને ઘણી હકીકતો જાણવા મળી. એ હવે એ જ્ઞાનનો ઉપયોગ કરવા માંગતો હતો.

મહારાણા પણ બદલાયેલી પરિસ્થિતીથી વાકેફ હતા. એમણે જગન્નાથ કછવાહાને પર્વતીય ક્ષેત્રમાં યુદ્ધ આપવાનો નિર્ધાર કરી લીધો.

“કાલુસિંહ હવેનું યુદ્ધ બળ કરતાં કળથી જીતવાનું છે. દોડધામ અંગે જંગલોમાં છૂપાયેલા ગીચ સ્થળોનો ઉપયોગ કરવો પડશે.

આ બાજુ એક પર્વતીય ઘાટીમાં થઈને ખૂબ જ સાવધાનીથી જગન્નાથ આગળ વધ્યો. ત્યારે થોડા જ અંતરે પ્રતાપ તેમની સેના સાથે નજર ચૂકાવીને માંડલગઢ તરફ આગળ વધ્યા.

ગુપ્તચરો મારફતે સૈયદ રાજુને ખબર પડી કે, મહારાણા પ્રતાપ માંડલગઢ પર ચઢી આવે છે તે સજ્જ થઈને આગળ ધસ્યો પરંતુ પ્રતાપસિંહે જુદા રસ્તે ચિત્તોડગઢ તરફ પ્રયાણ કર્યું. પ્રતાપે રસ્તામાં જે જે પ્રદેશો જીત્યા હતા તે તે પ્રદેશો સૈયદ રાજુની સેનાએ ફરી જીતી લીધા અને સેના પાછી પ્રતાપ વિના જ માંડલગઢ પાછી ફરી.

બરાબર આ જ સમયે મેવાડની ઉત્તરીય સીમા જે મોગલોને આધીન હતી ત્યાં પ્રતાપની સેનાએ લૂંટફાટ મચાવી.

આવી પરિસ્થિતિમં જગન્નાથ કછવાહા કોઇ નિર્ણય લઈ શક્યા નહિ. ઇ.સ.૧૫૮૫ ની સાલ આવી. અકબરને લાહોર ખાતે પિત્રાઇના મૃત્યુથી તુરંત રવાના થવું પડ્યું.

જતાં જતાં બાદશાહે જગન્નાથને પ્રતાપના વધતા જતા ઉપદ્રવને કડક હાથે દાબી દેવાનો આદેશ હતો.

ચોમાસુ હોવાને કારણે તેને માંડલગઢમાં ભરાઇ રહેવું પડ્યું. પરંતુ જેવું ચોમાસુ પૂરો થયું કે, સ્વયં મહારાણાની રાજધાની ચાવંડ પર જ મોટું આક્રમણ લઈ જવાની યોજના કરી. આ વખતે પણ જગન્નાથને કસાયેલા યુદ્ધવીરો આપવામાં આવ્યા હતા. વજીર જમીલ, સૈયદ રાજુ, સૈફુલ્લાહ, જાનમહંમદ, મહંમદખાન અને શેરબિહારી જેવા બાઁકા રણવીરો હોવાથી પોતાની જીત માટે એને શંકા ન હતી. ઘેરો એવો સખત હતો કે, પ્રતાપ છટકી જાય એ લગભગ અશકમ હતું.

પરંતુ આ શું?

જ્યારે જગન્નાથ કછવાહા ચાવંડ પહોંચ્યો ત્યારે મહારાણા પ્રતાપ જ હતા. પંખી ઉડી ગયું હતું. ક્રોધથી સળગી ઉઠેલ જગન્નાથે મહારાણા પ્રતાપના નિવાસસ્થાનને લૂંટ્યું અને તોડી નાખ્યું. એ ડુંગરપુર પહોંચ્યો અને ત્યાં લૂંટ ચલાવી. પછી પાછો ફર્યો માંડલગઢ.

જગન્નાથ કછવાહા વિચારવા લાગ્યો. મહારાણા પ્રતાપ કઈ માટીની બનેલી મૂર્તિ છે. મારો અનુભવ, આટલા બધાં અનુભવી અને કુશળ સિપેહસાલારોની બુદ્ધિ, સજ્જડ ચક્રવ્યૂહ છતાં તે છટકી ગયા મોગલ દરબારમાં હવે પોતાની ભયંકર નાલેશી થશે એ ડરે એના ગુસ્સામાં ઓર વધારો થયો.

રાજપૂતાનામાં જગન્નાથ બે વર્ષ રહ્યો પ્રતાપના ઘમંડને નાથવા માટે પરંતુ નાના નાના વિજયો અને બિચારી પ્રજાની ખૂનખરાબી સિવાય એના હાથમાં કાંઇ ન આવ્યું.

એને નવાઇ લાગી કે, મેવાડના જંગલોમાં ભીલપ્રજા મોતને ભેટતી પરંતુ પ્રતાપ વિશે રજમાટા માહિતી આપતી ન હતી.

આ બાજુ અબુલફઝલ જગન્નાથ કછવાહા વિષે કડક ટીકા કરવા લાગ્યા.

“જગન્નાથ કછવાહા આળસુ છે. એનામાં આ મોટી ખોડ છે નહિ તો મહારાણો ચાવંડમાંથી કેવી રીતે છટકી શકે?”

રાજપૂત છાવણી પાસે આનો કોઇ જવાબ ન હતો.

છેવટે બાદશાહ અકબરને ખાત્રી થઈ ગઈ કે, રાજપૂતો, રાજપૂત સેનાપતિઓને મહારાણા પ્રતાપ માટે કુણી લાગણી છે. તેઓ સ્વતંત્રતાની એકમાત્ર જ્યોતને બુઝાવવા માંગતા નથી અને હું રાજપૂતોની મૈત્રી ગુમાવવા માંગતો નથી.

જગન્નાથ કછવાહા બાદશાહે પાછો બોલાવી લીધો.

આમ મહારાણા પ્રતાપ સામે છેલ્લો ઝનૂની સેનાપતિ હાર પામી પાછો ગયો.

આંતરપ્રાંતીય પરિસ્થિતિ રાજપૂતોની મનોઇચ્છા અને બાદશાહની ઢળતી ઉંમર તથા મહારાણા પ્રતાપની અબ્દુલ રહીમ ખાનખાનાન પ્રતિ દર્શાવતી ઉદારતા આ પરિબળોને લીધે મોગલ સામ્રાજ્ય ચાવંડને, મેવાડ અને મહારાણા પ્રતાપને  છંછેડવાનુ લગભગ છોડી દીધું.