Criminal Case - 18 in Gujarati Detective stories by Urvi Bambhaniya books and stories PDF | ક્રિમિનલ કેસ - ભાગ 18

Featured Books
Categories
Share

ક્રિમિનલ કેસ - ભાગ 18

પર્વ અને બાકી બધાં ડિટેક્ટિવ રોયને મળવા મુંબઈ પહોંચ્યાં. ત્યાંજ તેમને ઇન્સ્પેક્ટર અજય પણ સાથે મળ્યાં.રોય એ બધાને આવકાર્યા અને બેસવા કહ્યું.

“મને ખબર છે તમે શું કારણ થી અહીંયા આવ્યા છો.”
આ સાંભળી બધાં ને એક જ વાત વિચારે આવ્યો કે ડિટેક્ટિવ રોયને કંઈ રીતે ખબર પડી હશે આપણા આવવાનું કારણ. બધા વિચારોમાં હતાં ત્યાજ ડિટેક્ટિવ રોયના અવાજ એ બધાના વિચારો પર બ્રેક લગાવ્યો.

“તમને બધાને એવું લાગે છે ને કે સત્યવાન ખૂની નથી?”

“હા!! પણ તમને કંઈ રીતે ખબર?”બધા એક જ સ્વરમાં બોલ્યાં.

“હું પણ એક ડિટેક્ટિવ છું. તમારા ચહેરા પર જ લખ્યું છે તમે શું કહેવા માંગો છો એ.”

“તો સર તમને શું લાગે છે? સત્યવાન ખૂની છે કે નઈ?” વિવાનએ પૂછ્યું.

“તમારા બધાની શંકા સાચી છે.સત્યવાન કાતીલ નથી અને એનું પણ આજે ખૂન થઈ ચૂક્યું છે.”

“શું...???”બધા આઘાતમાં બોલી ઉઠ્યા.

“હા,સત્યવાન નું પણ મર્ડર થયું છે.”

“સર, શું તમને કોઈ સાબૂત મળ્યું છે? અથવા તો એવી કોઈ કડી તો અમને પણ કહો.કદાચ અમે એમાં મદદ કરી શકીએ.કારણ અમે કોઈ પણ હાલતમાં આ કડી ઉકેલવા માંગીએ છીએ.”આચલ એ કહ્યું.

“હા એક કડી મળી છે પણ સમજમાં નથી આવતી.સારું થયું તમે આવ્યા.કદાચ કોઈ ઉકેલ મળી શકે.”

“શું કડી છે તે?”

“એક પહેલી છે.જેને સુલજાવવી પડશે. એજ કદાચ કાતીલ સુધી પહોચાડશે.

“શું પહેલી છે સર? જલ્દી કહો.”

જેલ તોડી,ભૂતકાળની એક કડી;
જે તું સમજે, તેનાથી વિપરીત ઘડી

પહેલી સંભાળતા જ બધા વિચારમાં પડ્યાં કે આ પહેલીનો મતલબ શું હોઈ શકે?બધા કેટકેટલા વિચાર કરી રહ્યાં હતાં પણ કોઈને કંઈ સમજાતું નહોતું.

“સર આ પહેલી તમને કેવી રીતે મળી છે?”

“એક માણસ મારી પર નજર રાખતો હતો.તેને જ આ પહેલી આપી હતી.અને આ પહેલી પણ તેને એ કાતિલએ આપવા માટે કહી હતી.”

“તો સર એવું પણ તો હોઈ શકેને કે એ કાતીલ આપણું ધ્યાન બીજે ભટકાવવા આ કરી રહ્યો હોઈ?”

“જરૂર હોય શકે.પણ સત્યવાનને પણ એના લોહી થી ઘડી આ શબ્દ લખ્યો હતો.”

“ઓહ....તો આપને પાછી કોશિષ કરવી જોવે.કંઇક સાબૂત તો મળી જ જશે.” થોડા સમય માટે બધા જ પોતાની રીતે શોધવા લાગ્યા.પણ કોઈ ને કાંઈ જ સમજાયું નહીં.ત્યાજ અચાનક આચલ એ પૂછ્યું સર આ ભૂતકાળ ની કડી એટલે આ ભૂતકાળ સાથે સંકળાયેલું છે અને જેલ તોડી એટલે સત્યવાન જે જેલમાંથી ફરાર હતો એ.આપને પહેલી લાઈન પરથી આવું જ સોચી શકીએ છીએ પણ બીજી જ લાઈન કહે છે કે આપણે જેવું સોચીએ છીએ તેવું નથી પણ તેનાથી કંઇક અલગ જ છે.બસ આ ઘડી શબ્દ નથી સમજતો.

“હા આચલ! તારી વાત સાચી છે કારણ જો આ કડી પહેલા જ સમજાઈ હોત તો કદાચ આજે સત્યવાન જીવિત આપણી સામે હોત. બસ હવે આ ઘડી શું છે એ સમજાઈ જાય.”

“સર કાતિલ એ બધાના ડાબા હાથ પર ક્રોસ(x) નું નિશાન કરીએ.એટલે એ હાથ જ્યાં આપણે ઘડિયાળ પહેરતા હોઈએ.”અભય બોલ્યો

“વાહ છોકરા!! દિમાગ તો સરસ લગાવ્યું.પણ હવે શોધવાનું એ છે કે એ ઘડિયાળ કંઈ હોઈ શકે.અને આ જોકર ના માસ્ક નું શું છે?” ઇન્સ્પેકટર અજયે પૂછ્યું

“રોય સર તમને યાદ છે.જ્યારે આપણે પહેલી વખત આવું જોકર નું માસ્ક સત્યવાન ના કેસમાં જોયું હતું ત્યારે આપણને જાણવા મળ્યું હતું કે આ માસ્ક સ્પેશિયલ ઓર્ડર મળે તો જ બનાવવામાં આવે છે.અને આપણને ખબર છે આ માસ્ક કોણ બનાવી શકે છે.આપને તેને મળવું જોવે અને પૂછવું જોવે કે કોણે ઓર્ડર આપ્યો હતો.તો આપણને ખબર પડી જશે કાતીલ કોણ છે એ.”આચલ એક આશા સાથે બોલી.

“મે તપાસ કરાવી છે. પણ જે માસ્ક બનાવ્યાં હતાં તેને ઓર્ડર આપવા આ કાળું ગયો હતો.”ડિટેક્ટિવ રોય એ કહ્યું.

“સર શું કાળું હાલ અહીંયા છે?” અભય એ પૂછ્યું

“હા,પણ કેમ? તારે એનું શું કામ છે?”અજય બોલ્યો.

“સર ફક્ત એક વાર એને અહીંયા બોલાવો.” ઇન્સ્પેકટર અજય એ રોય સામે જોયું. તેમણે હા માં ઈશારો કર્યો એટલે અજય બાજુના રૂમમાંથી કાળું ને લઈ આવ્યો.તેના આવતા જ અભય એ કાળું ને સવાલ પૂછ્યો.

“શું તમે અમને એ ઘડિયાળનો સ્કેચ બનાવડાવી શકો?”આ સંભાળતા જ બધા અભયની બુદ્ધિ પર આફરીન પોકારી ઉઠ્યા.બધા ના ચહેરા પર એક ચમક હતી.

“જી જરૂર” કાળું ની હા સંભાળ્યા બાદ બધા જ ખુશી થી ઝુમી ઉઠયા. બધાને જ હવે આશા હતી કે તેઓ કાતીલ ને જરૂર પકડશે.

***

પણ શું તેઓ સફળ થાશે? કે પછી આ કહાની લેશે કોઈ નવો મોડ?

જાણવા માટે વાંચતાં રહો....