મનુષ્ય પળ પળ આશા ઓના વિષ થી પીડાય છે .
કશું કરી નથી શકતો .
માત્ર મનને અને પોતાની જાતને સાંત્વના આપે છે.
કે ,
કાલે બધું ઠીક થઈ જાશે.
પણ ન તો એ કાલ આવે છે.
કે , ન તો એની ઉમ્મીદ પૂરી થાય છે.
થાકી હારી ને પાછો ખોટી આશા લઈ ને જીવે છે.
એની આશા ઓ એના દુઃખ નું કારણ બની જાય છે .
અને એ દુઃખ માંથી મનુષ્ય ક્યારેય બહાર નથી આવતો .
માત્ર ચિંતા અને નિરાશા માં ઘેરાયેલો રહે છે.
સમય જતાં જો તેનું નિરાકરણ ના આવે તો તે દુઃખ પણ તેના ,
મૃત્યું નું કારણ બને છે.
જીવન માં આશા ઓ દરિયા જેવી છે .
જે કદી ખૂટતી નથી .
અને માણસ નું મન એની ગહેરાઈ જેવું જે કેવું છે .
ક્યારેય કોઈ માપી નથી શકતું .
કોને કઈ વસ્તુ ની જરૂરિયાત છે .
તે ક્યારેય ખબર જ નથી પડતી .
વધારે પડતો મોહ એ લોભ ને જન્મ આપે છે .
લોભ વધતા વ્યક્તિ ની ઈચ્છા ઓ વધે છે .
ઈચ્છા ઓ પૂરી કરવા વ્યક્તિ ખરાબ કર્મ કરે છે .
ખરાબ કર્મ વધતા પાપ નો વધારો થાય છે .
પાપ વધતા વ્યક્તિ નું પતન થાય છે .
આ હું નહિ પર સ્વયં ભગવદ ગીતા કહે છે .
તો શું આ અંધકાર રૂપી જીવન માં સુખ નું કોઈ સ્થાન કે કારણ નથી ?
છે જ ને અવશ્ય છે .
જે કોઈ પણ સિક્કા ની બે બાજુ હોય છે .
તેવી જ રીતે આ જીવન ની પણ બે બાજુ હોય છે .
ઈચ્છા અને સંતોષ .
ઈચ્છા પર નિયંત્રણ કરવાનું જો કોઈ સાધન છે .
તો એ છે . સંતોષ
કારણ કે જ્યાં સંતોષ આવી જાય ત્યાં ઈચ્છા પોતાની મેળે સમાપ્ત થઇ જાય છે .
અને આમ પણ આપણા ગુજરાતી માં પણ કહેવત છે કે "સંતોષી નર સદા સુખી "
સંતોષી માનવી ને ક્યાંય સુખ ગોતવા નથી જવું પડતું .
એને જે પણ મળે એ તેમાં સંતોષ માની લે છે .
તેને ઈચ્છા ઓ હેરાન નથી કરી શકતી .
જો જીવતા જ ઈચ્છા ઓ સમાપ્ત થઇ જાય તો તેને મોક્ષ જેવું અનુભવ થાય છે .
અને મર્યા પછી પણ જો ઈચ્છા ઓ બાકી રહે તો તે બંધન છે .
જયારે ખબર જ છે કે કઈ ભેગું નથી આવાનું તો શેનો લોભ અને શેનો મોહ .
આવું કહેનાર કથાકાર પણ લાખો ભેગા કરીને જાય છે .
અને તમને એમ લાગે છે કે એની કથા થી તમારા પૂર્વજો ની આત્મા ને શાંતિ મળે છે .
આ માત્ર દેખાડો છે .
કથા જરૂરી છે .
હું કોઈ ની નિંદા પણ નથી કરી શકતો .
હા પણ સત્ય એ સત્ય છે .
જયારે તમને બધું મુકવા માટે કહેનાર ને સંતોષ નથી આપને તો ક્યાંથી જ હોય .
હા પણ ઈચ્છા ઓ પણ લગામ જરૂર મૂકી શકાય .
ઈચ્છા રાખવી જરૂરી છે .
પરંતુ ત્યાં સુંધી જ જ્યાં સુંધી એ બીમારી ના બની જાય .
અને જો એ બીમારી બની જાય તો પછી સંતોષ રૂપી ગોળી ઓ પણ લેવાનું શરુ કરી દયો .
અઘરું છે પણ અશંભવ નથી .
તો સુખ આપમેળે તમને ગોતતું આવશે .
આ લેખ તમને કેવો લાગ્યો તેનો અભિપ્રાય જરૂર થી આપજો .