જે વ્યક્તિ તમને તમારા ભૂતકાળ સાથે ન સ્વિકારે ,, એની સાથે તમારુંં ભવિષ્ય શક્ય જ નથી ! તો શુ સમર્થ નો ભૂતકાળ જાણીને પણ સાન્વી સમર્થ સાથે લગ્ન કરશે કે કેમ ?
સમર્થ અને સાન્વી કેફેમાં આવ્યા. ત્યાં આવીને સમર્થે પોતાના માટે કોફી અને સાન્વી માટે કોલ્ડ કોફી ઓર્ડર કરી. બંને જ ચૂપ હતાં. એક તો નવો નવો સંબંધ હતો , તેમાય સમર્થ આ સંબંધને લઈને શ્યોર નહોતો. સમર્થ એટલા માટે ચૂપ હતો કે તેને સાન્વી સાથે વાત શુ કરવી! એ જ નહોતું સમજાતું; અને સાન્વી બોલી બોલીને કેટલું બોલે ! જો સામે વાળો વ્યક્તિ જ આપણી સાથે વાત કરવામાં કમ્ફર્ટ ના હોય , આપણી સાથે વાત કરવું તેને પસંદ ના હોય તો, ખુબજ વાતોડિયા લોકો પણ શાંત બેઠા હોય છે.
વાતોડિયા લોકો ઇચ્છતા હોય છે કે કોઈ તેમની વાતોને બસ સાંભળ્યા જ કરે , અને સમર્થ સાન્વીની વાતો ને સાંભળતો પણ ખરો! પણ એવો રીસ્પોન્સ નહોતો આપતો જેવો સાન્વી ઇચ્છતી હતી અને એટલે જ તે ચૂપ થઈને બેઠી હતી. બંને જ પોતપોતાની કોફી એન્જોય કરી રહ્યા હતાં કે કેફેમાં એક યંગ છોકરાઓનુ ગૃપ દાખલ થયું, અને દાખલ થતાની સાથે જ આખા કેફેમાં શોર મચાવી દીધો.
તે યંગસ્ટર્સ ના ગૃપમાં ચારથી પાંચ છોકરાઓ અને બે ત્રણ છોકરીઓ પણ હતી. તે બધાં જ લગભગ અઢાર ઓગણીસ વર્ષના હતા. તેઓ એટલો બધો શોર કરી રહ્યા હતાં કે કેફેમાં હાજર બધાં લોકોનું ધ્યાન તેમની તરફ જ હતું. સમર્થ અને સાન્વી પણ એ બધાં ને જ જોઈ રહ્યા હતા.
ત્યાં જ એ યંગસ્ટર્સ ના ગૃપમાં એક છોકરી ગુલાબ લઈ તેજ ગૃપના એક છોકરાને ઘુંટણે બેસીને પ્રપોઝ કરી રહી હતી. પણ એ જોઈ સમર્થ ફરી એકવાર જીયાી યાદોમાં સપડાઇ પડ્યો.
એ વેલેન્ટાઇન ડે હતો અને જીયાએ સમર્થ માટે એ દિવસે થોડી ખાસ તૈયારીઓ કરી હતી. સમર્થ કોલેજ આવ્યો અને આવીને તરત જ પોતાના મિત્રો ને શોધવા લાગ્યા. કોલેજમાં વેલેન્ટાઇન વીક સેલિબ્રેટ થઈ રહ્યો હતો એટલે ભણવાનો તો કોઈ સવાલ જ નહોતો , માટે સમર્થ પોતાના મિત્રોને શોધતો શોધતો કેન્ટિનમાં પહોંચ્યો...
પણ ત્યાં પહોંચતા જતે કેન્ટિનને આશ્ચર્ય થી જોવા લાગ્યો , કારણ કે કેન્ટિનને લાલ ફુગ્ગા અને લાલ ગુલાબ વડે ખુબ જ સારી રીતે ડેકોરેટ કરવામાં આવ્યું હતું. સમર્થે આસપાસ નજર કરી અને પોતાના મિત્રોને શોધીને તે તેમની પાસે જતો રહ્યો. કોલેજમાં સમર્થના કુલ મળીને છ જ મિત્રો હતાં , જેમાં સૌ ખાસ મિત્ર હતી જીયા. સમર્થની નજર જીયા પર ગઈ. જે આજે ખુબજ સુંદર લાગી રહી હતી. રેડ એન્ડ બ્લેક કોમ્બિનેશન માં તેણે એક શોર્ટ ડ્રેસ પહેર્યો હતો જે એના ગોરા રંગ પર ખુબ જ સારો લાગી રહ્યો હતો. સમર્થે જીયાને જોઈ સ્માઈલ પાસ ટરી અને પછી પોતાના બિજા મિત્રો સાથે વાતો કરવા વાગ્યો કે અચાનક થી જીયા તેની સામે ઘુંટણ પર બેસી ગઈ અને તેને પોતાના દિલના હાલત જણાવી દીધા.
" સમર્થ , છેલ્લા એક વર્ષ થી મારા દિલની દરેક ધડકન બસ તારા જ નામે ધડકી રહી છે. મને નથી ખબર આ કેવી રીતે થયું? પણ હવે તુ મારા જીવવાનું એકમાત્ર કારણ બની ગયો છે. શુ તુ તારુ આખું જીવન મારી સાથે પસાર કરીશ ? મારો હમસફર બનીને ; મારી જીંદગી બની ને ; મારો પતિ બની ને ; સમર્થ આઈ લવ યુ ! શુ તુ મારી સાથે લગ્ન કરીશ ?"
જીયાએ સમર્થને ડાયરેક્ટ લગ્ન માટે જ પ્રપોઝ કરી લીધું. સમર્થ પણ જીયા ને અંદરો અંદર પ્રેમ કરતો અને આજે જ્યારે જીયા એ સામે ચાલીને પોતાના પ્રેમ નો એકરાર કર્યો હતો ત્યારે સમર્થ તેને ના ન કહી શક્યો અને એ બંનેના જીવનમાં પ્રેમ ની શરૂઆત થઈ ગઈ.
" હાઉ ક્યુટ.... " કેફેમાં પ્રપોઝલ જોઈ સાન્વી પોતાના બંને હાથ પોતાના ગાલ પર રાખતા બોલી અને ફરી એકવાર સાન્વીના અવાજ થી સમર્થ જીયાની યાદો માથી બહાર આવ્યો.
" સમર્થ , આઈ વિશ કે આપણો સંબંધ પણ આમ જ ચાલુ થયો હોત !" સાન્વી ખોવાયેલા અંદાજે બોલી.
પણ સમર્થ ને હવે ગુસ્સો આવી ગયો હતો.
" આઈ થીંક આપણે જવું જોઇએ , તુ કાર પાસે જા હુ બીલ પે કરીને આવું." ઠાવકાઈ થી કહીને સમર્થ ઉભો થઈ બીલ ચુકવવા જતો રહ્યો પણ સાન્વી સમર્થના બિહેવિયર થી ડઘાઇ ગઈ અને સમર્થના વર્તન વિશે વિચારવા લાગી.
સમર્થ અને સાન્વી બંને હવે સમર્થના ઘરે જઈ રહ્યા હતાં , જ્યાં સમર્થ ના મમ્મીએ સોની ને બોલાવ્યા હતા. સાન્વી માટે ઘરેણા બનાવવા , તેઓ ઈચ્છતા હતા કે સાન્વી તેની પસંદ પ્રમાણે ઘરેણા ની ડિઝાઇન નક્કી કરે અને એટલે શોપિંગ પછી સમર્થ સાન્વીને પોતાના ઘરે લઈ આવ્યો. ગાડી મા પણ બંને વચ્ચે ખામોશી પ્રસરી રહી , સાન્વી ને સમર્થ જોડે વાત કરવી હતી પણ સમર્થનુ બગડેલું મુડ જોઈ અને સમર્થ ને ચૂપ જોઈ એ પણ ચૂપ જ રહી.
એ બંને સમર્થના ઘરે આવ્યા અને સમર્થ કામનુ બહાનું કરીને બહાર જતો રહ્યો અને સાન્વી પોતાના ઇન લો સાથે બેસીને વાત કરવા લાગી પણ તેનું ધ્યાન સમર્થના વિચારોમાં જ ભગ્ન હતું.
________*________
સાંજ નો સમય,
દિલ્હી AIIMS હોસ્પિટલ.
જીયાને નોર્મલ રૂમમા શિફ્ટ કરી દેવાઈ હતી. દવાના કારણે તે હજુ પણ બેહોશ હતી પરંતુ પરીન તેની પાસે જ હતો. સવારે જ્યારે એ બંને ઘરેથી નિકળ્યા અને અચાનકથી એક્સિડન્ટ થવાથી જીયાની જે હાલત થઈ હતી , તે પછી પરીન ખૂબ જ ડરી ગયો હતો. તેને લાગ્યું કે તે જીયાને ખોઈ દેશે. પરંતુ ભગવાનની દયા થી જીયા બચી ગઈ હતી અને સુરક્ષિત પણ હતી. પરીન છેલ્લા સાત કલાક થી તેની પાસે જ બેઠો હતો અને તેને ખૂબ જ પ્રેમથી જોઈ રહ્યો હતો. તેણે જીયાનો હાથ પકડ્યો અને ગળગળો થઈ બોલ્યો,
" આઈ એમ સોરી જીયા, મારી ભૂલના કારણે આપણુ એક્સિડન્ટ થયું અને તારી આ હાલત થઈ. હુ ખૂબ જ શરમિંદા છું. બની શકે તો મને માફ કરજે." પરીનને હતું કે જો તે ગાડી ચલાવતી વખતે સાવધાન રહ્યો હોત તો કદાચ તેમનું એક્સિડન્ટ ન થાત અને એટલે જ તે પોતાને જીયાની હાલતનો કસુરવાર સમજી રહ્યો હતો. પરીનના આંખમાં એક ઠંડુ આંસુ ઉભરી આવ્યું અને જીયાના હાથ પર પડ્યું.
બરાબર એ જ સમયે જીયાની આંગળીઓમા હરકત થઈ. કદાચ તેને હોશ આવી રહ્યો હતો. પરત તરત જ ઉભો થયો અને ડોક્ટર ને બોલાવવા જતો રહ્યો.
થોડી જ વારમા ડોક્ટર જીયાના રૂમમા આવ્યા અને જીયાનુ ચેકઅપ કર્યું, જીયા ભાનમા આવી ચુકી હતી પણ આજુબાજુ અજાયબી બનીને બધું નિહાળી રહી હતી અને તરત જ બોલી , " ડોક્ટર , હુ અહીં કેવી રીતે આવી ? અને સમર્થ ! સમર્થ ક્યા જતો રહ્યો ? પ્લીઝ ડોક્ટર સમર્થને બોલાવી દો ને ! મને ડર લાગે છે. પપ્પાને ખબર પડશે કે હુ હોસ્પિટલ માં છું તો પપ્પા તો મને મારી જ નાંખશે! એક સમર્થ જ મને બચાવી શકશે; પ્લીઝ ડોક્ટર તમે એને બોલાવી દો ને ! એ મારી સાથે જ હતો. " જીયાના વર્તનથી ડોક્ટર અને પરીન બંને શૉક્ડ હતા કે આ સમર્થ કોણ છે ? અને જીયા પરીનના બદલે સમર્થ ને કેમ શોધે છે ?
વધુ આવતા અંકે.......
જીયા શુ કામ સમર્થ ને શોધી રહી છે ?
પરીન સમર્થ વિશે જાણી શકશે ?
સાન્વી સમર્થના વર્તન વિશે પત્તો લગાવશે ?
સમર્થ શુ કરશે ?
જાણવા માટે જોડાયેલા રહો , આભાર 🙏🏻