પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થઈ જાય પછી તેનું કોઈ નિવારણ નથી હોતું."
શિયાળાની સવાર ની ગુલાબી ઠંડી મા એક સ્ત્રી પોતાના ઘરના બગીચામાં આમતેમ આટા મારી રહી હતી. તેના ચહેરા પર અઢળક ખુશી છવાયેલી હતી. વારંવાર તે મેઇન ગેટ તરફ નજર કરી રહી હતી. જાણે કોઈના આવવાની રાહ જોઈ રહી હોય. ચીકનકારી વર્ક કરેલો સફેદ ડ્રેસ અને તેના પર મીરર વર્ક થી શુશોભિત લાલ દુપટ્ટો તેની સુંદરતા માં વધારો કરી રહ્યા હતા.
ઝીણી ઝીણી અણીયાળી આંખો પર આછુ આછુ કાજલ , કપાળ પર લાલ બિંદી અને ગુલાબ થી પણ નાજુક એવા હોઠ પર ગુલાબી કલર ની આછી લિપ્સટીક અને નાકમાં નાનકડી નથ સાથે તેણે વાળને ગુંથીને એક સાઇડ લટકાવેલા હતા. તેણે પોતાની નજર ફરી રસ્તા પર કરી પણ કોઈ ના દેખાતા તે મોઢું લટકાવી ગાર્ડન મા જ ગોઠવેલા ટી ટેબલ પર આવીને બેસી અને ત્યાં રાખેલું ન્યુઝપેપર હાથમાં લઈને તેને આમતેમ ફેરવવાં લાગી કે તેના કાન માં ગાડીનો અવાજ સંભળાયો અને તેના ઉદાસ ચહેરા પર ખુશી છવાઇ ગઈ.
તે તરત જ પોતાની જગ્યાએથી ઉભી થઈ અને ખુશ થઈ મેઇન ગેટ તરફ જોવા લાગી. જ્યાં એક શખ્શ કાર પાર્ક કરીને તેની તરફ આવી રહ્યો હતો. વ્હાઇટ શર્ટ , બ્લુ ડેનિમ જીન્સ પર બ્લેક ગોગલ્સ અને જેલ થી સેટ કરેલા તેના વાળ , હળવી બીય્રડ અને ચહેરા પર એક આકર્ષક. સાન્વી તે શખ્શ ને ત્યાં સુધી નિહાળતી રહી જ્યાં સુધી એ તેની પાસે ન આવી ગયો.
" ગુડ મોર્નિંગ , સાન્વી." તે વ્યક્તિએ સાન્વીને ખૂબ જ પ્રેમ થી કહ્યું.
" ગુડ મોર્નિંગ સમર્થ; તું બેસ અહીં હુ તારા માટે કોફી બનાવી લાવું." સાન્વીએ સમર્થને ગાર્ડન મા જ ટી ટેબલ પાસે બેસાડતા કહ્યું અને પોતે અંદર જતી રહી. થોડી જ વારમા તે બે કપ કોફી બનાવી બહાર આવી અને સમર્થને કોફી આપી તે પોતે પણ સમર્થની બાજુમાં બેસીને કોફી પીવા લાગી.
" સાન્વી !" સમર્થે પોતાનો કોફી કપ ટેબલ પર મુકતા કહ્યું.
" હમમ " સાન્વી કોફી પીતા પીતા જ આટલું બોલી.
" સાન્વી... " સમર્થ કંઈ કહેવા માંગતો હતો પણ તે થોડો નર્વસ હતો.
" સમર્થ , સાન્વી ની આગળ પણ કંઈ બોલતો હોય તો ! જેમકે , સાન્વી આઈ લવ યુ. સાન્વી , આઈ મીસ યુ. સાન્વી , તુ મને મળવા આવીશ?. સાન્વી , ચાલ આજે આપણે બંને શોપિંગ પર જઈએ વગેરે વગેરે... ઘણું બધું છે પુછવા અને કહેવા માટે પણ તુ આ સાન્વી પર આવીને જ કેમ અટકી જાય છે." સાન્વીએ પણ કોફી કપ ટેબલ પર મુકી ને સમર્થ ને કહ્યું.
" તને ખબર તો છે કે , એ બધું મારાથી નહીં થાય." સમર્થ બોલ્યો.
" હા, હા ખબર છે કે એ બધું તારાથી નહી થાય પણ તુ મારી સાથે થોડો કમ્ફર્ટ તો થઈ જ શકે છે ને ! યાર , થોડા દિવસમાં આપણા લગ્ન છે અને તુ હજુ પણ મારી સાથે કમ્ફર્ટ નથી થયો. હુ જાણુ છુ કે આપણા લગ્ન પેરેન્ટ્સ ના દબાવ ના કારણે થઈ રહ્યા છે પણ હવે તો આપણી પાસે કોઈ બીજો ઓપ્શન જ નથી ને ! એકબીજા સિવાય. તો પછી તુ મારી સાથે વાત કરતી વખતે આમ નર્વસ કેમ થઈ જાય છે ?" સાન્વીએ પુછ્યું.
" આઈ ડોન્ટ નૉ ! એ બધું મને નથી ખબર. પણ આ બધું ખૂબ જ જલ્દી થઈ રહ્યું છે. આઈ મીન હજુ બે અઠવાડિયા પહેલાં જ આપણે મળ્યા અને એક અઠવાડિયા ની અંદર અંદર આપણી સગાઇ પણ થઈ ગઈ અને હવે તો એ લોકો (બંનેના પેરેન્ટ્સ ) આપણા લગ્નની તારીખ પણ જોવરાવી રહ્યા છે. તને નથી લાગતું કે આ બધું ખૂબ જ જલ્દી થઈ રહ્યું છે ? મારા માટે તો છે જ ! યાર , તને સમજવા મારે થોડો સમય જોઈતો હતો પણ..." સમર્થ ફરી અટવાઈ ગયો.
સાન્વી એ તેનો હાથ પોતાના હાથમાં લીધો અને તેની આંખોમા આંખો નાખી બોલી , " સમર્થ , મારા સવાલો નો જવાબ આપીશ ?"
સમર્થે હા માં માથું હલાવ્યું.
સાન્વી :- " તુ લગ્ન માટે રાજી કેમ થયો ?"
સમર્થ:- " હુ મમ્મી પપ્પાને ના નહોતો કહી શકતો."
સાન્વી:- " તુ જ્યારે મને જોવા આવ્યો ત્યારે હુ તને ગમી હતી કે પછી એમ જ હા કહી દીધી ?"
સમર્થ :- " તને સરખી જોઈ જ નહોતી, કારણ કે મમ્મી પપ્પાએ કહ્યું હતું કે જો હુ તને પસંદ નહી કરું અથવા તો કોઈ કારણોસર હું તને પસંદ ના આવ્યો તો એ મારા લગ્ન મમ્મીની ફ્રેન્ડની દિકરી સાથે કરાવી દેશે , જે મને જરાય નથી પસંદ. એટલે મે તરત જ તને હા કહી દીધી. "
સાન્વી :- " એટલે હુ પણ તને પસંદ નથી એમને !"
સમર્થ :- " ના , ના સાન્વી એવું નથી. તુ પસંદ તો છો પણ પ્રેમ નથી અને મારે હંમેશા થી લવ મેરેજ જ કરવા હતાં. "
સાન્વી :- " તારી કોઈ ગર્લફ્રેન્ડ છે ? એટલે કે તુ કોઈ બીજા ને પ્રેમ કરે છે ?"
સાન્વીએ પુછ્યું તો સમર્થ ખામોશ થઈ ગયો તેના માનસ પટલ પર અનેકો યાદો છવાઈ ગઈ.
" સમર્થ , આઈ લવ યુ." એક છોકરી પહાડની ટોચ પર ઉભી હતી અને વારંવાર સમર્થ નુ નામ લઈ પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહી હતી. સમર્થે તે છોકરીને પાછળ થી પોતાની બાહોમાં ભરી અને ધીમે થી તેના કાનમા બોલ્યો ,
" આઈ લવ યુ ટુ માય પ્રિન્સેસ."
" સમર્થ પ્લીઝ , આ પ્રિન્સેસ , ડાર્લિંગ, જાનુ એવા બધાં શબ્દો તુ મારા માટે ન વાપર. મારુ નામ જીયા છે જીયા તો તુ મને જીયા કહી ને જ બોલાવ." જીયા સમર્થના આલિંગન થી દૂર થઈ સમર્થ ને હળવા ગુસ્સે કહેવા લાગી.
" ઓકે સોરી , બસ આજ પછી નહી કહું." સમર્થે પોતાના બંને કાન પકડતા કહ્યું.
બદલામાં જીયા સમર્થના ગળે લાગી ગઈ.
સાન્વી:- " સમર્થ , ક્યાં ખોવાયો ?"
સાન્વીના ટોકવાથી સમર્થ ભાનમા આવ્યો અને સાન્વીને જોવા લાગ્યો કે સાન્વીએ ફરીથી પુછ્યું ,
" સમર્થ , તે જવાબ ના આપ્યો ; શું તુ સાચે જ બીજા કોઈને પસંદ કરે છે ?"
સમર્થ :- " ના , હુ કોઈને પસંદ નથી કરતો. ના તો મારી કોઈ ગર્લફ્રેન્ડ છે કે ના પહેલા કોઈ હતી. મારો આજ અને કાલ બંને તુ જ છો. ના તો તારા પહેલા કોઈ છોકરી મારા માટે મહત્વની હતી કે ના તારા પછી કોઈ હશે."
સમર્થ નો જવાબ સાંભળી સાન્વીના ચહેરા પર ખુશી છવાઈ ગઈ અને આંખોમા અનેરી ચમક આવી ગઈ જે સમર્થ સાફ સાફ જોઈ રહ્યો હતો. સમર્થ થોડીવાર સાન્વીને જોઈ રહ્યો અને પછી બોલ્યો ,
" સાન્વી , શોપિંગ માટે જઈએ પછી લેટ થઈ જશે."
સાન્વી :- "અરે, હા ચાલ જઈએ. હુ મમ્મી ને જણાવી આવું. "
સાન્વી તેની મમ્મીને જણાવીને સમર્થ સાથે શોપિંગ માટે જતી રહી.
__________
કોણ હશે જીયા ?
સાન્વી જીયા વિશે જાણી શકશે ?
સાન્વી અને સમર્થ એક થઈ શકશે ?
જાણવા માટે જોડાયેલા રહો....