બફાયા વગરના કઠોળ :
ઓફિસમાં લંચ વખતે ક્રિશા અને તેની સાથેના કર્મચારીઓ સાથે જમવા બેઠા. રોજની આદત પ્રમાણે સૌ-સૌ પોતાનું ટીફીન ખોલીને બેસી જાય છે. પછી બધા વારાફરતી ચમચીથી એકબીજાના ટીફીનમાંથી શાક પોતાના ટીફીનમાં લઇ લે ને પછી જમવાની શરૂઆત કરે. આજે પણ તેઓએ એ રીતે જ ટીફીનની આપ-લે કરી. પછી જમવાનું ચાલુ કર્યુ.
ક્રિશાના ટીફીનમાં નાની સોયાબીનની વડીનું શાક હતું અને બીજા એક ભાઇ હતા તેમના ટીફીનમાં મોટી સાયોબીનની વડીનું શાક હતું. ભરતભાઇ કાબૂલી ચણા લાવ્યા હતા. તે એકલા રહેતા હતા એટલે જાતે જ ટીફીન બનાવીને લાવતા. તેમણે બધાને પૂછ્યું કે, શાક સારું છે ને? કાચું તો નથી ને? બધાએ સામૂહિક ‘‘ના. શકા તો બરાબર છે.’’ પછી ક્રિશા એ પૂછયું કે,‘‘કેમ આવું પૂછ્યું?’’ પછી વાતની રામાયણ શરૂ થઇ.
ભરતભાઇ : અરે, મે આજે દસ સીટી વગાડી તો પણ મને કાબૂલી ચણા થોડા કાચાં લાગ્યા. એટલે બીજા ચર સીટી વગાડી. એટલે તમને બધાને પૂછ્યું.
હું : અરે દસ સીટી તો વગાડાતી હશે!! હું જયારે પણ કઠોળ બનાવું ત્યારે ચાર-પાંચ સીટીમાં તો કઠોળ બફાય જાય છે. (બધાએ તેની વાતમાં હામી ભરી.)
ભરતભાઇ : સાચી વાત. પણ હું સારી કવોલીટીના કઠોળ લાવું છું તો પણ જલદી થતા નથી.
નિતીનભાઇ : અરે ભરતભાઇ, તમે કૂકરમાં પાણી ઓછું નાખતા હશો એટલે કઠોળ બફાતા નહિ હોય.
ધર્મેશભાઇ : હા સાચી વાત અને બીજું કે મારી પત્ની જયારે કઠોળ બનાવે ત્યારે તેને બીજું કોઇ કામ હોય તો મને સીટીની ગણતરી કરવા ઉભો રાખે. કદાચ બની શકી કે તમે નાહવા ગયા હોય ત્યારે બાજુવાળાના કૂકરની સીટીની ગણતરી કરતા ના હોય!!!! (બધા ખડખડાટ હસવા લાગ્યા.)
ભરતભાઇ : અરે એવું નઇ થયું. હું કૂકર ગેસ પર મૂકું પછી ત્યાંથી હલતો જ નથી.
નિતીનભાઇ : તો પછી કઠોળ બફાતા કેમ નહિ હોય?
(પછી તો બધા વારાફરતી તેમને ટીફીનના ડબ્બાનું ઉદાહરણ આપી પાણીનું માપ બતાવવા લાગ્યા. પછી શીખવાડવા લાગ્યા કે આટલા મુઠ્ઠી કઠોળ અને આટલા ગ્લાસ પાણી લેજો. છેલ્લે ભરતભાઇ કંટાળી જાય છે અને બધા જે વિચારો તેમની સામે મૂકે છે તે તેઓ ધ્યાનથી સાંભળે છે.)
ભરતભાઇ : કઠોળમાં પાણી તો બરાબર જ નાખું છું. કેમ કે, જયારે કૂકર ખોલું છું ત્યારે પાણી તો હોય છે. ખાલી થઇ જાય તો તો વાંધો કે પાણી હું ઓછો નાખતો હોઇશ. પણ પાણીનું લેવલ પણ બરાબર છે.
ધર્મેન્દ્રભાઇ : તો તમારે પાણી બરાબર નઇ આવતું હોય તો જ આવું શકય બને.
ક્રિશા : બને શકે.
(બધા વિચારમાં પડી જાય છે કે આખરે તેનો હલ શું લાવવો????)
ક્રિશા : એક એક કામ કરો. કાલે ઓફિસમાં તમે કૂકર અને કઠોળ લેતાં આવજો. અમે તમને કઠોળ કેટલા લેવાના અને પાણી કેટલું લેવાનું એ તમારી સામે જ બતાવી આપશું.... બરાબર ને? (બધા મજાકના મૂડમાં આવી જાય છે.)
ધર્મેન્દ્રભાઇ : હા બરાબર. એટલે તમને વધારે સ્પટષ્તાથી ખ્યાલ આવશે. (એમ કહી તે નીતિનભાઇને ઇશારો કરે છે.)
નીતિનભાઇ : હા ભરતભાઇ, કાલે તો તમે કૂકર અને કઠોળ લેતાં જ આવજો. (પછી તો બધા એવા ખડખડાટ હસવા લાગે છે કે આજુબાજુ બધા તેમને જોવે છે.)
ભરતભાઇને લાગે છે કે આ લોકો હવે મજાકના મૂડમાં છે તો લાવ હું પણ તેમને પકડમાં લઇ લઉં.
ભરતભાઇ : તમારી વાત સાચી. પણ મારે કૂકર ઉંચકીને લાવવું એના કરતાં મારી પાસે એક સરળ ઉપાય છે. નીતિનભાઇ, ધર્મેન્દ્રભાઇ અને ક્રિશા : શું બોલો ?
ભરતભાઇ : કાલે હું તમને ત્રણેયને સવારે ૭.૩૦ વાગ્યે વોટ્સએપ પર વીડીયો કોલ કરીશ. જયાં સુધી જમવાનું ચાલે ત્યાં સુધી તમે વીડીયો કોલ ચાલુ રાખજો. માત્ર કલાક જ નો સમય લઇશ તમારા ત્રણેયનો. એટલે તમે ત્રણેય મને કેટલું કઠોળ અને પાણી લેવાનું તે બતાવી દેજો અને કદાચ હું થોડો બીજા કામમાં હોવ તો તમે કૂકરની સીટી પણ ઘણી લેજો. ઓ.કે?????????????
(નીતિનભાઇ, ધર્મેન્દ્રભાઇ અને ક્રિશા તો એકબીજાની સામે જ જોવા લાગે છે. પછી બધા છટકાવાના બહાના આપે છે.)
નીતિનભાઇ : હું ૭.૩૦ એ તો નાહવા બેઠો હોવ છું એટલે કેવી રીતે વાત થાય!!!!
ધર્મેન્દ્રભાઇ : હું તો ૯ વાગ્યે ઉઠું છું એટલે મારે તો વીડીયો કોલ ના થાય.
ક્રિશા : ના ભાઇ ના... વીડીયો કોલ કરું તો તો મારું નેટ જ પૂરું થઇ જાય. પછી આખો દિવસ શું કરવાનું મારે!!!
ભરતભાઇ : તમારા ત્રણેયની રજુઆત મે સાંભળી લીધી. હવે સાંભળો. કઠોળ પર પ્રયોગ હું કરતો રહીશ. કદાચ મારે ત્યાં પાણીનો ઇશ્યુ હોય એટલે જલદી બફાતા ન હોય. પણ હવે કઠોળનું પ્રકરણ ના પતે ત્યાં સુધી તમારે ત્રણેયે ટીફીનમાં મારા માટે કઠોળ લઇને આવવાનું. હું તમને ત્રણેયને ત્યાં એક-એક કિલો કઠોળ મોકલી આપીશ. બસ ખુશ બધા!!!!!!!!!!
(પછી તો બધા ખડખડાટ હસવા લાગે છે. આખરે ભરતભાઇનો કઠોળ બનાવવાની મગજમારીનો કાયમી નિકાલ આવી ગયો.)
- પાયલ ચાવડા પાલોદરા