Greencard - 2 in Gujarati Detective stories by MITHIL GOVANI books and stories PDF | ગ્રીનકાર્ડ - ભાગ 2

Featured Books
Categories
Share

ગ્રીનકાર્ડ - ભાગ 2

એડવોકેટ મી.બાટલીવાલા  પોલીસ સ્ટેશન આવી પહોંચે છે પાટીલ તેમને ઇન્સ્પેક્ટર રાણા ની ચૅમ્બરમાં મોકલે છે. એડવોકેટ પોતાની ઓળખ સોફિયાને આપે છે. અને તેનું અભિવાદન કરે છે ઇન્સ્પેક્ટર રાણા સાથે તેની ઓળખાણ તો હોય જ છ. રાણા અને મિ.બાટલીવાલા એક બીજા નું અભિવાદન કરે છે. રાણા બાટલીવાલા ને  હોટેલમાં બનેલી ઘટના વિષે કહે છે અને સોફિયાને સમજાવી કો-ઓપરેટ કરવા સમજાવા કહે છે. બાટલીવાળા સોફિયાને તે જ્યારથી ઇન્ડિયા આવી હોય છે ત્યારથી તેની સાથે જે બન્યું હોય તે જણાવે તેથી તેની નિર્દોષતા સાબિત કરી શકાય. સોફિયા પોતાની વાત કહેવાનું શરુ કરે છે પોતે  આજથી વિસ દિવસ પહેલા ઇન્ડિયા આવી હતી તેણે પોતાનું ઇન્ડિયામાં ટૂર નું બુકિંગ ચિરાગની એજન્સી પાસે કરાવ્યું હતું. સોફિયા એંગ્લોઈંડિયન હતી. તેના પિતા બ્રિટિશર હતા અને તેની માતા ગુજરાતી હતી.અને નું લવમેરેજ હતું. સોફિયા ને ભગવાન કૃષ્ણમાં બહુ ભરોસો હતો તે કૃષ્ણભક્ત હતી. તે ઇન્ડિયા કૃષ્ણ ભગવાનના તીર્થસ્થળો ની યાત્રા કરવા માટે આવી હતી. તેણે પોતાની યાત્રાની શરૂઆત કૃષણની નગરી દ્વારિકા થી કરવી હતી. તેથી તે પ્રથમ અમદાવાદ આવી હતી અને અમદાવાદ થી દ્વારિકા અને સૌરાષ્ટ્રના અન્ય ધાર્મિક સ્થળ પર જવા માટે મેં ચિરાગની  એજંસી ની સર્વિસ લીધી હતી. હું જયારે અમદાવાથી દ્વારિકા જવાની હતી તેમાં મને જે કાર અને હોટેલની વાત ચિરાગના સ્ટાફ  સાથે થઇ હતી તેના અલગ સર્વિસ  પ્રોવાયડ કરવાની વાત આવતા હું તેની એજંસી ની ઓફિસે મળવા ગઈ હતી. ત્યાં મારી જયેશ નામના વ્યક્તિ સાથે માથાકૂટ ચાલતી હતી. એટલામાં જ ચિરાગ ત્યાં આવે છે. અને જયેશ ને પૂછે છે કે શું પ્રોબ્લેમ છે જયેશ તેને આખી વાત જણાવે છે કે જે કાર આ મેડમ ને આપવાની હતી. તેમાં ઇસ્યુ આવતા અન્ય  કાર  આપીએ છીએ પણ તેઓ એ કાર સ્વીકારવા તૈયાર નથી.  ચિરાગ મને એક દિવસ રાહ જોવા વિનંતી કરે છે અને કહે તમને જે કાર અને હોટેલ એ  લેવલ ની બીજી કાર  આપને ગોઠવી આપીશ. હું તેની સાથે એગ્રી થઇ ગઈ હતી. પછી ચિરાગે મને ત્યાં ક્યાં સ્થળોએ કઈ રીતે ફરવા જઈ  શકશો અને કયું સ્થળ અચૂક જોશો વગેરે માહિતી આપી હતી. હું ચિરાગ થી ઈમ્પ્રેસ થઇ ગઈ હતી. તેને મને એક દિવસ અમદાવાદ પણ જોઈ લો તેવું કહી અમદાવાદના હેરિટેજ પ્લેસીસ અને અન્ય ફરવાલાયક જગ્યા ની માહિતી આપી અને કહ્યું આપ આજે અને કાલે અહીં ફરી લો હું તમને પરમ દિવસે તમારી બુક કરેલી કાર અરેન્જ કરી આપીશ પછી તમે દ્વારિકા અને સૌરાષ્ટ્ર  ફરવા જઈ શકશો. હું તે દિવસે સાંજે જયારે હેરિટેજ હોઉસ જોઈ ને હોટેલ પર પછી ફરી રહી ત્યારે હું થોડી વાર માટે આમતેમ ફરી રહી હતી ત્યારે એક બે   માણસો મારી છેડતી અને મશ્કરી કરી રહ્યા હતા ત્યારે  અચાનક થી ચિરાગ ત્યાં આવી ચડે છે અને મને બચાવે છે. હું તેનો આભાર માનું છું અને  ભેટી પડું છું મને ગુજરાતીમાં બોલતી સાંભળી તે આશ્ચર્ય પામે છે હું તેને કહું છું કે હું અડધી ગુજરાતી છું મારી માતા ગુજરાતી છે.  પછી અમારા બને વચ્ચે થોડી વાતચીત થાય છે અને તે મને હોટેલ પર છોડી દે છે તે સમયે હું સિટી-ઇનમાં નહિ પરંતુ કોર્ટ મરીયોર્ટ માં રોકાઈ હતી. બીજે દિવસે હું ચિરાગ ને બપોર પછી તેની ઓફિસમાં મળવા ગઈ હતી. અને તેને મારી સાથે સૌરાષ્ટ્ર ની ટૂર પર સાથે આવવા રિકવેસ્ટ કરી હતીઆ અને કહ્યું કે જો તે મારી સાથે હશે તો મને કોઈ તકલીફ નહિ પડે. તેણે  સાથે આવવા આનાકાની કરી પણ પછી બે કલાક ફરી તેણે મને ફોન કરી જણાવ્યું કે હું તારી સાથે આવવા તૈયાર છું એ સમયે મને ખબર નહોતી કે એ મને છેતરવા માટે નું  પગલું પહેલું ભરી રહ્યો હતો.અમે બને બીજે દિવસે સવારે દ્વારિકા જવા નીકળી ગયા અને પછી ત્યાં થી આખું સૌરાષ્ટ્ર ફર્યા.  અમે બંને ધીમે ધીમે એકબીજા ની નજીક આવી રહ્યા હતા. હું ધીરે ધીરે ચિરાગના પ્રેમમાં પડી રહી હતી. પણ ચિરાગના  મનમાં કંઈક જુદી જ રમત ચાલી રહી હતી તે મારા પ્રેમમાં પાડીને મારી સાથે મેરેજ કરી અમેરિકન નાગરિક બની ગ્રીનકાર્ડ હોલ્ડેર થવાના સપના જોઈ રહ્યો હતો. તેનું મારી સાથે આવવા માટે ગણતરી કરી ને એક એક પગલું ભર્યું હતું. દ્વારિકા થી અમે સોમનાથ અને ભાલકા તીર્થ પહોંચ્યા હતા. ત્યાં થી દીવ અને સાસણ પણ ગયા હતા દીવમાં એક સાંજે બીચ પર મેં તેની સમક્ષ પ્રેમનો એકરાર કર્યો હતો.અને તે સમયે મેં તેને કહ્યું હું તને હૃદયના ઊંડાણથી પ્રેમ કરું છું. જો તું જીવનભર સાથ નિભાવી શકે તેમ હોય તો જ મારા પ્રેમ નો સ્વીકાર કરજે  કારણ હું એક વખત પ્રેમમાં ચોટ ખાઈ ચુકી છું. મારુ હમણાં જ મારા બોયફ્રેન્ડ થી બ્રેકઅપ થાય છે હું ભલે અમેરિકન હોવ પણ આજે પણ મારી ગુજરાતી માતાના સંસ્કાર મારામાં છે હું અમેરિકન જેવા પ્રેમના મુક્ત વિચાર ધરાવતી નથી માટે બહુ સમજી વિચારી ને પ્રેમ નો સ્વીકાર કરજે  હું તારા જવાબ ની રાહ જોવા તૈયાર છું તેણે મારી પાસે એક અઠવાડિયા નો સમય માંગ્યો હતો .મેં તે મંજુર રાખ્યો હતો. આમ અમે સૌરાષ્ટ્ર ની ટૂર પતાવી ને આઠ દિવસમાં અમદાવાદ પાછા ફર્યા હતા. ચિરાગના કહેવાથી જ હું હોટેલ સિટી-ઈંન માં રોકાઈ હતી. હવે હું ચિરાગ નો જવાબ લેવા દસ દિવસ અમદાવાદમાં જ રોકવાની હતી. અને ત્યાર પછી મથુરા અને વૃંદાવન ની યાત્રાએ જવાની હતી. અમદાવાદ આવ્યા ના ત્રીજે  દિવસે જ ચિરાગે મારા પ્રેમ ના સ્વીકારનો એકરાર  કર્યો હતો. પછીથી હું અને ચિરાગ લગભગ દિવસનો મોટાભાગ નો સમય સાથે જ વિતાવતા હતા. આજથી બે દિવસ પહેલા એટલે કે પરમ દિવસે ચિરાગ હોટેલમાં મારા રૂમમા હતો અને હું બાથરૂમમાં ફ્રેશ થવા ગઈ હતી ત્યારે તેના ફોન ની રિંગ વાગી હતી. હું બાથરૂમાં થી પાછી ફરતી હતી મેં તેને કોઈ સાથે દબાયેલા અવાજે વાત કરતા સાંભળ્યો અને હું બાથરૂમાં દરવાજે જ  લપાઈને ઉભી રહી ગઈ તે કોઈને કહેતો હતો કે સોફિયા મારા પ્રેમમાં પુરી રીતે પાગલ થઇ ગઈ છે હવે તેને પગથિયું બનાવી તેની સાથે મેરેજ કરી ને અમેરિકન સિટિઝનશીપ મળી જાય પછી તેને ડિવોર્સ આપી દઈશ અને કાયમ ને માટે અમેરિકા માં સેટ થઇ જઈશ. આ સોફિયા એવી જ અમેરિકન છે કે જેની આપણને તલાશ હતી હું બહુ જ જલ્દી થી તેની સાથે મેરેજ કરી ને અમેરિકા ભેગો થઇ જઈશ. અને સમય આવ્યે સોફિયાને ડિવોર્સ આપી સ્વતંત્ર થઇ જઈશ.  તેની વાત સાંભળી મને આઘાત લાગ્યો પણ  હું મને કઈ જ ખબર નથી તે રીતે બાથરૂમમાં થી બહાર આવી  અને મારુ વર્તન સામાન્ય જ રાખ્યું. લગભગ કલાક પછી તે હોટેલ થી નીકળ્યો. પછી મેં થોડીવારમાં  તેણ સ્ટાફ ના જયેશ ને કોલ કરી ને આજની ન્યુયોર્ક ફ્લાઈટ ની ટિકિટ કોઈ પણ કિંમતે  બુક કરવાનું કહ્યું અને તરત જ કન્ફીર્મશન આપવાનું કહ્યું લગભગ અડધો કલાકમાં જયેશે ફ્લાઈટના બુકિંગ નું કન્ફોર્મ કરયુ  અને મેં ચિરાગ ને વોટ્સએપ પર મેસેજ કરી દીધો આપ એ જોઈ શકો છો કહી સોફિયા એ મેસેજ રાણા  અને બાટલીવાલા ને બતાવ્યો . જે આ પ્રમાણે હતો. I am going to newyork day after tomorrow morning flight so we can’t meet  tomorrow પણ આ મેસેજ વિશાલે ગઈ કાલે જોયેલો તમે મેસેજ સીન ટાઇમ જોઈ શકો છો તે ગઈ કાલ સવાર નો બતાવે છે. તે ગઈ કાલે મને સાંજે મળવા આવેલો પણ મેં તેને બહુ સમય ન આપ્યો અને મારે ઇમર્જનસી કામ આવતા જવું પડે છે  જણાવ્યું  હું એની સાથે કોઈ વાત કરવા માંગતી નથી એવું તેને લાગતા તે પણ તે સમયે હોટેલ પર થી જતો રહેલો . ગઈ કાલે રાત્રે મને લાગ્યું કે મારે ચિરાગ જણાવી દેવું જોઈએ કે હું શા માટે જઈ રહી છું તેથી મેં તેને વોટ્સએપ પર મેસેજ કરીને હું તેને શા માટે જાઉં છું તે જણાવેલું એ  તે મેસેજ પણ જોઈ શકો છો Chirag I know you have cheated me. When I was in the bathroom yesterday. Then I heard the conversation you had with anyone about me. So I decided I will leave you and not tell you anything but my soul was stung by leaving without telling you so I am telling you don't try to meet me in future bye bye forever  ગઈ કાલે કરેલા આ મેસેજ ના જવાબમાં તે મને આજે સવારે  મળવા આવેલો પણ હું તેને ત્યાંજ છોડી ને નીકળી ગઈ હતી. મેં તેને કહ્યું જો તું મને રોકવાનો  પ્રયત્ન કરીશ તો મારે નાછૂટકે સિક્યુરિટી ને બોલાવીને કહેવું પડશે જો તું કોઈ તમાશો ન ઈચ્છતો હોય્ તો મને જવા દે એટલું કહેતા જ વિશાલ ખસી ગયો હતો અને હું એરપોર્ટ જવા માટે નીકળી ગઈ હતી વિશાલ જયારે મને મળવા આવેલો ત્યારે મેં ઓલરેડી ચેક આઉટ ની પ્રોસેસ પતાવી દીધી હતી મને વોશરૂમમાં જવું પડતા હું ત્યાં રોકાઈ હતી મારો સમાન તો રિસેપ્શન પર પહોંચી ગયો હતો. હું રૂમમાં થી નીકળી ગઈ અને વિશાલ ત્યાં જ સ્તબ્ધ ઉભો હતો પછી શું થયું તેની મને ખબર નથી.  આ બધી વાતચીત ચાલુ હતી ત્યારે ચિરાગ ની  પત્ની અદિતિ આવી પહોંચે છે પાટીલ અંદર આવીને રાણા ને અદિતિના આગમન ની જાણ કરે છે રાણા પાટીલ ને અદિતિને બાજુ ના રૂમમાં બેસાડવાની સૂચના આપે છે અને પોતે ત્યાં થોડી જ વારમાં આવે છે એવું કહે છે  રાણા બાટલીવાલા ને સોફિયાની જામીન માટે જરૂરી કાગળ તૈયાર કરવાનું કહી અદિતિને મળવા બાજુના રૂમમાં જાય છે

અદિતિ પોલીસ ને શું જણાવે છે જો સોફિયા એ ચિરાગ ની હત્યા નથી કરી તો કોણ છે હત્યા કરનાર જણાવ વાંચતા રહો ગ્રીનકાર્ડ