Gumraah - 11 in Gujarati Short Stories by Nayana Viradiya books and stories PDF | ગુમરાહ - ભાગ 11

Featured Books
Categories
Share

ગુમરાહ - ભાગ 11



ગતાંકથી...

સર આકાશ ખુરાનાની આ એક નવી શોધ હતી. તેઓ હંમેશાં તેને માટે ગર્વ ધરાવતા અને આ બાબત તેઓએ કોઈને જણાવી નહોતી. તેઓ કહેતા કે આ એક અજાયબી જેવી જ શોધ છે. આ એવી જાતનું યંત્ર છે કે હવાને બહાર તેમજ અંદર આવવા જવા દીધા વિના એ બંધ ઓરડામાંથી ચોખ્ખી હવા મેળવી શકાય. અને જ્યારે સર આકાશ ખુરાનાને હવાની જરૂર જણાતી ત્યારે આ યંત્ર ચાલુ કરતા આથી બારી ખોલવાની તેમને કદી જરૂર પડતી નહીં. જુઓ હું તે ચાલુ કરું છું."

હવે આગળ....

મિસ.શાલીનીએ સ્વીચ ચાલુ કરી એટલે મશીનના પંખાઓ ચાલુ થયા અને ઠંડી હવા તે ઓરડામાં ફેલાઈ ગઈ .પૃથ્વીએ મશીન તરફ જોઈને કહ્યું: "આ હવા બહારની તાજી હવા જેવી જ છે."
" મેં તેથી જ કહ્યું કે ,આ બારી કે બીજી બારીઓ ખોલવાની સર આકાશ ખુરાના ને ખુરાના ને જરૂર પડતી જ નહોતી."
"ત્યારે શું તમે એમ માનો છો કે, બહારનો કોઈ માણસ આ પાછલી બારી થી આવેલો અને તેમને મૃતક ઉપર હુમલો કરેલો?"
"હા."
"જો એમ હોય ,તો ડોક્ટર તરત જ જબરદસ્તીની કે એવી કોઈ બીજી નિશાનીઓ શોધી કાઢી હોત.*

"એવી ઘણી રીતો છે;" મિસ.શાલિની સમજાવતી હોય તેવી રીતે કહેવા લાગી :"કે જેથી એક માણસનું મૃત્યુ જરીક પણ શંકા થાય નહીં એવી રીતે કરી શકાય છે. તમે સાયન્ટીસ્ટ સાથે મળ્યા નથી .આકાશ ખુરાનાએ પોતે સાબિત કરી આપ્યું હતું કે દોરડા વિનાનો એક જબરો ઈલેક્ટ્રીક પ્રવાહ પાંચ મીટરના અંતરેથી એવી રીતે મોકલી શકાય છે કે જે ઓછામાં ઓછા એક ડઝન માણસોને આબાદ રીતે મારી નાખે અને તેમ છતાં કોઈને તેમના મૃત્યુનું કારણ શંકા ઉપજાવનારું લાગે નહીં!"

"તમે શું કહેવા માગો છો તે હું સમજી શકું છું ,મિસ શાલીની પૃથ્વી એ ગંભીરતાથી જવાબ દીધો. સર આકાશ ખુરાના જેવો જ ઈલેક્ટ્રીક બાબતોમાં હોંશિયાર એવો તેમનો કોઈ શત્રુ રાતના સમયે, બગીચામાં પડતી આ બારી થી સર આકાશખુરાના ને ખબર ન પડે તેમ અંદર દાખલ થયો હશે અને પછી તમે કહો છો તેમ કોઈ ભેદી રીતથી તેણે સર આકાશ ખુરાના ના પ્રાણ લીધા હશે કેમ એમ જ ને?"
"હા."
"પણ મને ગૂંચવણ એ થાય છે કે ટેબલ આગળ બેઠેલા માણસને ખબર પડ્યા વિના આવીને બારી ખોલીને બહારથી કોઈને આવું બની શકે એમ નથી અને તેથી જ મને તમારું ધારણ અયોગ્ય લાગે છે."
મિસ શાલીની ડોકું ધુણાવતી ધુણાવતી બોલી : " એ બધું બની શકે. કોઈ પહેલાથી જ અહીં સંતાઈ રહ્યું હશે અને તે પછી લાગ જોઈને તેણે ઇલેક્ટ્રીક પ્રવાહ વડે સર આકાશ ખુરાના નું ખૂન કર્યું હશે એવું હું ખાતરીથી માનું છું. મરનારના ઘણા દુશ્મનો હતાં કેમેસ્ટ્રીની દુનિયામાં તો એવા ઘણા અદેખા હતા તેમની શોધો લૂંટવા માટે ઘણી કોશિશો થઈ હતી ,પણ તેમની સાવચેતી થી દુશ્મનો ફાવ્યા નહીં."
"ત્યારે," પૃથ્વી એ સવાલ કર્યો, "સર આકાશ ખુરાના ની કોઈ શોધ સાથે આ ખૂનનો સંબંધ હોઈ શકે ? અને એમ હોય તો ખૂની કાંઈ કાગળિયા વગેરે લઈ ગયો હોવો જોઈએ."
મિસ શાલીની ને જવાબ આપ્યો : "જો મારું ધારેલું સાચું હોય તો ખૂની કદાચ કંઈક કાગળિયા લઈ ગયો હશે ખરો- જો કે મેં સર આકાશ ખુરાનાનું ટેબલ તપાસ્યું નથી"
પૃથ્વી એ જ ક્ષણે આખા રૂમમાં નજર ફેરવી જોઈ. સર આકાશ ખુરાના ના ના ટેબલ ઉપર તેની નજર જતા તે એકાએક ચમક્યો .એક પુસ્તકની વચમાં સફેદ પુંઠાના એક ચક્કરનો અડધો ભાગ બહાર દેખાતો હતો. વળી પાછું ભેદી ચક્કર? તેના પોતાના પપ્પાના રૂમમાં થી મળેલા ચકરડા જેવું જ તે હતું. તે ચકરડાથી તેણે નવાઈ ઉપજી નહોતી, પણ તેની આસપાસના સંજોગોથી તેને ભારે જ અચરજ થયું હતું એ ચકરડાને બરોબર જોવા માટે, મિસ શાલીનીને શક ન જાય તેવી રીતે પૃથ્વી એ સવાલ કર્યો :"ત્યારે સર આકાશ ખુરાના ના કાગળિયા તમે જુઓ તો ?તમારી મરજી હોય તો હું તેમાં તમને બધી મદદ કરીશ."
મિસ શાલીનીને આ સૂચન વ્યાજબી લાગ્યું હોય તેમ જણાયુ.તે મરનારના ટેબલ પાસે ગઈ અને કાગળિયા એક પછી એક તપાસવા લાગી. પૃથ્વીએ તેની પાસે ઉભા રહી બધું જોયા કર્યું. આખરે મીસ શાલીનીએ તે ચોપડી ઉઠાવી અને ચકરડું તેના પાનામાંથી ટેબલ પર સરકી પડ્યું શાલીને તે લીધું અને તેને તે કંઈ નવાઈ ભરેલું ન લાગવાથી કચરાની ટોપલીમાં ફેંકી દીધું .ચોપડીમાં જ્યાં ચકરડું પડેલું હતું ત્યાં ભૂરું કુંડાળાં જેવું પડી ગયું હતું તે પૃથ્વી એ જોઈ લીધું. મિસ શાલીની બીજા કાગળિયા તપાસતી હતી ત્યારે પૃથ્વીએ બિલકુલ ચુપકીદી રીતે ધીમેથી એ ચક્કર કચરાની ટોપલીમાંથી લઈને પોતાના ખિસ્સામાં સરકાવી દીધું. એ જ વખતે ટેબલ ઉપરની બીજી એક વસ્તુ જોતા પૃથ્વીથી એક ધીમી ચીસ પડાઈ ગઈ !

"કેમ શું થયું ? "મિસ સાલીનીએ પૂછ્યું.
"હું તમારી માફી માગું છું. પૃથ્વી એ ધીમેથી કહ્યું : "મારી ચીસથી તમે ડરશો નહીં માફ કરશો. બાબત નજીવી હતી." તેણે એક સરનામાવાળું કવર ઉપાડી કહ્યું : "આ કવર ઉપરના વિચિત્ર અક્ષર વાળા કેટલાક કવર હું એકઠા કરું છું .તેમાં આ એકનો વધારો થવાથી હું જરાક વધારે ખુશ થઈ ગયો. અને તેથી અચાનક તીણી ચીસ મારા મોઢામાંથી નીકળી ગઈ. હું એ કવર રાખું તો તમને કાંઈ વાંધો છે ?"
"ના રે, આ કવર જ ચોકીદાર ગઈ રાત્રે સર આકાશ ખુરાના પાસે લાવ્યો હતો. તમે લખનારને ઓળખો છો?"

"ના રે ,જરાક પણ નહીં."
પૃથ્વીએ કવર ખીસ્સામાં મૂકી દીધું .અને એકદમ વાતનો વિષય બદલી નાખ્યો; આથી એ કવર વાળો બનાવ મિસ શાલીનીના મગજમાંથી ભુસાઈ ગયો. એ પછી બહારથી શાંત દેખાતો પણ અંદરખાને ઘણા જ વિચારોમાં ગૂંચવાયેલો પૃથ્વી ,પોતાનાથી બનતું કરવા મિસ શાલીનીને કહીને સર આકાશ ખુરાના ને ત્યાંથી બહાર નીકળ્યો. કવરના અક્ષરો અને ચકરડું એ બંને ક્યાંથી આવ્યા ? તે બનાવો પોતાના પપ્પાના ને ખૂનને શી રીતે હતા? શું બંને ખૂનમાં એક જ ખૂનીનો હાથ હશે ?ખૂની કોણ ? જે સરખા બનાવો બન્યા છે તે શું અચાનક જ એક સરખા બન્યા હશે કે જાણીબુઝીને કોઈ એક જ રીતે રજૂ કર્યા હશે ? આ પ્રમાણે તર્ક ને વિચારમાં પૃથ્વી રસ્તામાંથી પસાર થતો હતો.

જે કમનસીબ સંજોગોમાં સર આકાશ ખુરાના નું મૃત્યુ થયું, તે સંબંધમાં મિસ શાલીની સાથે કેટલીક વાતો કરી પૃથ્વી પોતાના ઘરે આવ્યો. સાંજના પાંચ વાગે તે 'લોક સેવક'ની ઓફિસમાં કામે ચઢી ગયો. ઓફિસમાં જતા જ મિસ શાલીની પાસેથી જે હકીકત તેમના જાણવામાં આવી હતી તે સઘળી મનમાં ગોઠવી તેનો રસ ભર્યો સવિસ્તાર અહેવાલ લખી કાઢવા તે બેઠો.

આ અહેવાલમાં ચક્કર તથા પરબીડિયાની વાતને તેણે પડતી મૂકી. તે બાબત પોતાના ખાસ અંગત ઉપયોગ માટે તેને રહેવા દીધી. આ વસ્તુઓ પોતાના કામકાજમાં વધુ અજવાળું પાડવામાં મદદગાર થઈ પડશે એમણે પોતાના મનમાં નક્કી કર્યું. પૃથ્વી જ્યારે ઓફિસમાં ગયો ત્યારે લાલચરણ બહાર ગયો હતો. જ્યારે પૃથ્વી પોતાનું લખાણ પૂરું કરી રહ્યો હતો ત્યારે તે પાછો ફર્યો. 'લોક સેવક'ની ઓફિસમાં પૃથ્વીએ લાલચરણની બાજુમાં જ બેસવાનું શરૂ કર્યું હતું. તે બંનેના ટેબલ વચ્ચે એક આડો પડદો હોવાથી પૃથ્વી ત્યાં હોવાનું જાણ્યા વગર લાલચરણ પોતાની જગ્યાએ બેસી શકે તેમ હતું. આ પ્રસંગે પણ તેમ જ બન્યું અને જેવો પૃથ્વી પોતાનો લખાણ પૂરું કરી રહ્યો હતો તેણે લાલચરણને નીચે મુજબ બોલતા સાંભળ્યો.

"છટ છટ ! હું નકામો ડરી રહ્યો છું ચક્રનો સ્વપ્ને પણ કોને ખ્યાલ આવી શકે એમ છે ?"
કઠોર અવાજે આ શબ્દો બોલવામાં આવ્યા હતા; અને દેખીતી રીતે બોલનાર દિલાસો મેળવવા પ્રયત્ન કરતો હતો. પૃથ્વી અચાનક ચમક્યો તેણે લાલચરણનો અવાજ ઓળખ્યો .તેના શબ્દો એ તેના મન ઉપર ઊંડી અસર કરી.

લાલચરણ નો આ વાત થી શું મતલબ હશે એ જાણવા માટે વાંચો આગળ નો ભાગ.....