Gurjareshwar Kumarpal - 33 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 33

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 33

૩૩

શ્યામલ મહાવતનો પ્રત્યુત્તર!

પ્રભાત થતાં સોલંકીસેનાએ જોયું તો શાકંભરીનું સૈન્ય પણ લડાઈ માટે તૈયાર જ ઊભેલું દીઠું! કૂચ વહેલી આદરીને પ્રભાતનાં પહેલાં કિરણો સાથે જ જુદ્ધને જગાડી દેવાની યોજનાની શાકંભરીને ખબર પડી ગઈ હતી. ભીમસિંહનું આહ્વાન એક હુંકાર સાથે ઊપડી લઈને, અર્ણોરાજે સાંભરની ગજસેનાને તરત આગળ વધવાનો હુકમ આપી દીધો હતો. દરેકને પોતાના વિજયની ખાતરી હતી. 

પ્રભાત થતાં તો શંખનાદથી, ઘંટાઘોષથી, રણશીંગડાથી, ઢોલ. ત્રાંસા ને તંબાળુથી આખું રણમેદાન જાગી ઊઠયું. હોકારા થવા માંડ્યા. સુભટોની રણબિરદાવલી સંભળાવવા લાગી. ચારણો, ભાટો ને કવિરાજો ઘૂમવા માંડ્યા. એકબીજાને જોદ્ધાઓ નામ દઈદઈને બોલવા મંડ્યા.

કુમારપાલ મહારાજનો ‘કલહપંચાનન’ સેંકડો ગજરાજની સેના વચ્ચે નાનાં પહાડ જેવો દેખાયો. એના ઉપર ત્યાગભટ્ટની જાણ પ્રમાણે ચૌલિંગ હતો, એટલે કુમારતિલક એને જોતા જ અધીરો થઇ ગયો. હવે એને ખાતરી થઇ ગઈ – વિજય એનો હતો. એણે અર્ણોરાજને કહ્યું: ‘મહારાજ! બીજીત્રીજી વાત હવે જવા દ્યો. આપણે એ દદ્રુવાળા ઉપર દેવમંગલને લેવા દ્યો. વિજય આપણો જ છે.’

અર્ણોરાજ ને ત્યાગભટ્ટ બંને આગળ વધ્યા. એની પાછળ મદ્ય પીધેલ, સૂંઢમા ગદાઓ ધારણ કરેલી, ભયંકર ઉલ્કાપાત સમી ગજસેના ઘોડાપૂર પાણીના રેલાની પેઠે ધસી રહી હતી. સામેથી તત્કાલ બાણોનો વરસાદ શરુ થયો. ભાલા દેખાવા માંડ્યા. તલવારો ચમકી. હોંકારા વધ્યા. હુંકાર થયા. બૂમાબૂમ થવા માંડી. આહ્વાન શરુ થયા. રીડિયા ઊપડ્યા. ચૂના, હરતાળ ને કંકુ, ગુલાલ, ધૂળનો વરસાદ શરુ થયો. પદાતિ, હયદળ ને ગજદળ સામે સામે આવી ગયાં. મહારાજ કુમારપાલે પોતે જ કલહપંચાનન ઉપર ઊભા થઈને જુદ્ધ શરુ કર્યાનો રણશંખ ફૂંક્યો. 

ચૌલુક્ય સૈન્ય આગળ ધપવા માટે ધસ્યું. જુદ્ધ જામતું ચાલ્યું. ભેળંભેળા થઇ ગઈ. એકબીજાની શોધ શરુ થઇ. ત્યાગભટ્ટ દેવમંગલને  કલહપંચાનન ઉપર જ લઇ જવા મથી રહ્યો. 

મહારાજનો દુર્ગ સમો કલહપંચાનન પણ રસ્તો મુકાવતો આગળ ધસ્યે જતો હતો. ત્યાગભટ્ટે એણે આવતો જોયો અને એણે પણ આગળ ધપાવ્યું. અર્ણોરાજે, એક જબરદસ્ત, સૈન્યસોંસરવી નીકળે એવી બૂમ પાડી: ‘આવ, આવ, ભિક્ષુક! દદ્રુપીડિત! આમ આવ, અલ્યા! હવે પાછો ન હઠતો!’

‘પાછો હવે કોણ હઠે છે, જંગડક! એ તો તું બે પળમાં જોશે!’ કુમારપાલનો ગજરાજ ધસી રહ્યો.

પણ એ જ વખતે મહારાજ કુમારપાલે ચારે તરફ સૈન્યના વ્યૂહને જોઈ લેવા એક દ્રષ્ટિ કરી ને એઓ ચોંકી ગયા. નડૂલનો કેલ્હણ હથિયાર ધારણ કરતો છતાં લડતો ન હોય તેમ એક પાંખ ઉપર ઊભો રહી ગયો હતો. આહીંથી એ સ્પષ્ટ દેખાતું હતું. વિક્રમની સેના એની પાસે જ હતી. ધીમેધીમે તે આગળ વધતો, શાકંભરી સૈન્યને ભેટવા જતો હોય તેમ એના જોદ્ધા એક પછી એક સરકી રહ્યા હતા! મહારાજે એ પણ જોયું. કોઈનું ધ્યાન આ વાત ઉપર અત્યારે હવે ખેંચવું એ આત્મવિશ્વાસ ગુમાવવા જેવું હતું. પણ આ બંનેની સામેનું શાકંભરીનું સેન આગળ ધસીને પોતાની ગજસેનાને વીંટળાઈ વળે એ શક્યતા નતી. ઉદયન ક્યાં છે એ જોવા એમણે દષ્ટિ કરી. મંત્રીશ્વરનો ગજરાજ એ જગ્યા ઉપર જ હતો. 

એટલામાં મહારાજે ગોવિંદરાજને પોતાના ડાબા પડખે દીઠો. એ ધારે તો રાહત આપી શકે. એટલું છતાં મહારાજે તો જુદ્ધને ટુંકાવવામા જ પોતાનો વિજય દીઠો. 

એ નિશ્ચયને વેગ આપનારો, પહાડમાં પડઘા પાડે તેવો, રણધીર બારોટનો હવા ધ્રુજાવતો શબ્દ કાને પડ્યો: ‘બાપ! કુમારનરિન્દો! હેવ મારા બાપ, તારે વિચાર કેવો? અવવાવાળા આવે, જાવાવાળા જાય, બે હાથે લેવાવાળાને હજારો હાથવાળો આપવા નીકળે, બાપ! ત્યારે તે લેખમાં કાંઈ હોય, તિહુપાલઉત્ત!’

અને રણધીરે ગાથા ઉપાડી:

‘એ ઇતિ ઘોડા એહ થલિ. એ ઇતિ નિસિઆ ખગ્ગ,

એત્થુ મુણિ સમ જાણિઅઈ, જા ન વિ-વાલઈ વગ્ગ!’

(આ એજ ઘોડાં છે, એ જ રણક્ષેત્ર છે. જો ઘોડાંની લગામ પાછાં હઠવામા નહિ ખેંચાય તો આબરૂ રહેશે.)

‘જીવિઉ કાસુ ન વલ્લહઉં, ઘણું પુણુ કાસુ ન ઈઠ્ઠું!

દોણિ વિ અવસર નિવડિઅઈં, તિણ સુમ ગણાઈ વિસિઢ્ઢુ.’

(જીવવું કોને વહાલું નથી? ધન કોને પ્રિય નથી? પણ તક આવ્યે એ બંને હોડમાં મુકે એ માણસ)

એટલામાં રાજભાટની રણબંકી બાની રોમરોમ ઊભા કરી દેતી સંભળાણી:

‘કુમારપાલ! મન ચિંત કરિ, ચિંતિઈં કિંપિ ન હોઈ,

જિણિ તુહુ રજ્જુ સમ્મપિઉ, ચિંત કરેસઈ સોઈ!’

(જેણે તને રાજ આપ્યું, બાપ, તને, એણે તારી ચિંતા, તારે શું? તલવારને ખોળે જે બેઠા બાપ, એ તો વળી આડાંઅવળાં જુએ? સીધો કલહને ભેટાડો તાજુડામાં નસીબ ને નાક મુકાણાં છે બાપ!)

‘કલહપંચાનનને સીધો ત્યાગભટ્ટના દેવમંગલ ઉપર જાવા દે, શ્યામલ! ભેટાડી દે!’ મહારાજે રણોત્સાહી અવાજે કહ્યું. 

હાથીની ડોકમાં પરોવેલા દોરડા ઉપર શ્યામલ પગ મૂકીને ઊભો જ થઇ ગયો. કલહપંચાનનને આગળ જવા તેણે હંકાર્યો. જુદ્ધ આકરું થતું ગયું.

એક ભાલાનો ઘા થાય, એટલે જ દૂર દેવમંગલ આવી ગયો હતો. કલહપંચાનનને જોતાં જ એણે બે ડગલાં પાછા લીધાં લાગ્યાં. તરત ત્યાગભટ્ટ ઊભો થઇ ગયો. તેણે હાથીના દાંત ઉપર ઊભા રહીને, એક એવો ભયંકર છાનો સિંહનાદ હવામાં વહેતો મૂક્યો કે એ કોઈએ સાંભળ્યો નહિ, પણ તમામ ગજરાજોના કાનમાં જાણે એના પડઘા પડી ગયા લાગ્યા! એ સિંહનાદે ગજમાત્રનાં ગાત્ર શિથિલ કરી નાખ્યાં. વજ્જરની છાતી સમો કલહપંચાનન આગળ ડગલું માંડવાને બદલે એક ડગલું પાછળ હટ્યો. એની ઊંચી થયેલી સૂંઢ ભયમાં ગોળ વળતી દેખાઈ. 

કુમારપાલે એ જોયું. તેણે ફરીને એક દ્રષ્ટિ સૈન્યમાં કરી. કેટલાંક ઊભા હતા અને જોતા હતા. કેટલાકને સામેની છાવણીમાં જતા એણે જોયા. ઉદયન ચારે તરફ ઘૂમીને અનેકને ઉત્તેજન આપતો આગળ ધસ્યો હતો, પણ કોઈને કાંઈ પડી ન હોય તેમ રણક્ષેત્રના કેટલાક ભાગ નિરુત્સાહી થઇ જતા હતા. આ ચેપ ફેલાય તો કુમારપાલને પરાજય ચોક્કસ જણાયો. તેણે તત્કાલ નિશ્ચયાત્મક દ્વન્દ્વયુદ્ધનો જ નિર્ણય કરી નાખ્યો. તેણે શ્યામલને કહ્યું. ‘શ્યામલ! કલહપંચાનનને ભેટાડી દે! ટક્કર થાય તેમ લઇ લે! આગળ જવા દે!’

પણ કલહપંચાનને એક ડગલું આગળ ન માંડ્યું.

કુમારપાલે કહ્યું: ‘શ્યામલ! શું તું પણ ફર્યો છે? તો બોલી દેજે! એમ હોય તો આઘો ખસી જ, હું બંને કામ કરી લઈશ!’

‘અરે! મારા પ્રભુ!’ શ્યામલે હાથ જોડ્યા. ‘એ શું બોલ્યા? પૃથ્વીમાં ત્રણ ફરતા નથી, મહારાજ! એક તો મહારાજ પોતે, બીજો આ ગજરાજ અને ત્રીજો મહારાજનો આ કિંકર. બાકી બધા ફરી ગયા છે. આપણે માટે ફરવાની હવે વાત નથી; પણ પ્રભુ! આપણે સાંભળતા નથી, છતાં આ તમામ ગજરાજો સિંહનાદ સાંભળી રહ્યા છે!’

‘હા... એમ છે? કલહપંચાનન પણ?’

‘હવામાં એ જ ઘૂમે છે – સિંહનાદ. ત્યાગભટ્ટ એ છોડે છે. એની પાસે એ અદ્ભુત કરામત છે. એટલે આ પણ એ સાંભળે છે. એના ગાત્ર એટલે શિથિલ થઇ ગયાં છે. સિંહની શંકાથી એ ડગલું આગળ ભરતો નથી. આ વાત છે પ્રભુ! આનો ઉપાય શો?’

‘એમ છે?’

પણ મહારાજે પ્રશ્ન કરતાં પહેલાં તો પોતાનું અમૂલ્ય ઉત્તરીય ચીરેચીરા કરીને, એનો ડૂચો બનાવી દીધો હતો. આડા પડીને એમણે પોતે જ તરત કલહપંચાનનના બંને કાન એનાથી પૂરી દીધા. શ્યામલ તો આ તાત્કાલિક ઉપાય જોઈ જ રહ્યો. અવાજ સાંભળવાની શક્તિ જ રહી નહિ. પછી તો અંકુશનો એક જરાક સ્પર્શ થતાં જેમ અગ્ગડનો હાથી ધસે તેમ એ તીરવેગે આગળ ધસી ગયો. 

‘અર્ણોરાજ! અલ્યા જંગડક! જાતને હવે સંભાળજે હો!’ કુમારપાલે પણ તત્કાલ ઊભા થઈને બાણોનો વરસાદ શરુ કરી દીધો હતો. મહારાજના હોદ્દામાં બેઠેલા રાજરક્ષકો તીર ફેંકી રહ્યા હતા. 

એટલામાં તો કલહપંચાનન ને દેવમંગલની સૂંઢોની ને દાંતની ઉપજત અંગ સ્વભાવ પ્રમાણે અવાજ સંભળાય એવી જુદ્ધમસ્તીની રસાકસી જામી ગઈ. ને એટલામાં જુદ્ધે પણ રંગ પકડ્યો. ત્યાં આસપાસ તીરોનો, ભાલાનો, તરવારોનો વરસાદ શરુ થઇ ગયો. સૂંઢની ઉપરનો ભાગ અને દાંત, - જોરની અવધિ કરવી હોય તેમ, એકબીજાને પાછા હઠાવવા માટે હાથીઓએ ટક્કર ઉપાડી. 

અમુક ભાગમાં ઉદાસીનતા છતાં દ્વન્દ્વજુદ્ધે રણક્ષેત્રનો દેખાવ પળ માત્રમાં બદલી નાખ્યો. ધૂળની ડમરી ઊડવા માંડી. એકબીજાને હોંકારા થવા માંડ્યા. કોઈ કોઈને ન ઓળખે એવું ધુમ્મસભર્યું વાતાવરણ ઊભું થઇ ગયું. હાથી, ઘોડા, પદાતિના ઘમાસાણથી સૂરજ પણ જાણે ઢંકાઈ ગયો હોય તેવું લાગવા માંડ્યું. કલહપંચાનનની પલખદંતી (સીધા દાંતવાળી) જાત ત્યાગભટ્ટના જાણવામાં હતી. તે સામે આવ્યો ને એણે ટક્કર લીધી એથી એને આશ્ચર્ય થઇ ગયું: સિંહનાદ અફળ ગયો કે શું?

એ વિશે એને નવાઈ લાગી, પણ છતાં એને હૈયે એક ધરપત હતી. એના માનવા પ્રમાણે ચૌલિંગ ત્યાં હતો. ચારે તરફ ધૂળની ડમરી, અવાજ, ધૂંધળું વાતાવરણ ને ઝાંખા સૂરજકિરણો, ચૂના કંકુ, ને હરતાળનો ઊડતો વરસાદ હતો, એટલે કલહપંચાનન ઉપર ચૌલિંગ નથી એ વાત હજી એના જાણવામાં આવી ન હતી. એણે તો સંકેત પ્રમાણે ત્યાં ચૌલિંગને જ ધાર્યો હતો. જેવી હાથીની ટક્કર થઇ કે તરત તે ઊભો થઇ ગયો. એને માત્ર ઠેકડો જ મારવાનો હતો. ચૌલિંગ એના પક્ષનો હતો. તેણે તલવાર હાથમાં લીધી. 

ચારે તરફથી મોટી રણગર્જના ઊઠી. સેંકડો સૈનિકો હાથીની આસપાસ લડતા, આખડતા, પડતા, ઊભા થતા દેખાયા. ત્યાં ઘમાસાણ મચી ગયું.

‘મહારાજ! મારી પાછળ જ ધસજો!’ તેણે અર્ણોરાજને કહ્યું અને આકાશમાં વીજળીનો ચમકારો થાય તેમ એક ઝબકારાની પેઠે કુમારપાલના હોદ્દામા કૂદી પડવા માટે તે આકાશમાં ઊડ્યો.