Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 97 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 97

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 97

(૯૭) શાહબાઝખાન બંગાળાના માર્ગે

ઇ.સ. ૧૫૮૦ સાલ હતી. અસહ્ય ગરમી વર્ષાવતો મે માસ ચાલતો હતો, શાહબાઝખાને લગભગ સમગ્ર મેવાડપર વિજય પ્રાપ્ત કર્યો હતો. હવે રાણા પ્રતાપનો ઉપદ્રવ પણ શમી ગયો હતો. સમાચાર હતા કે, તેઓ અરવલ્લીની પહાડીઓમાં છેક સરહદે આબુ તરફ ચાલ્યા ગયા હતા. આથી બાદશાહ શાહબાઝખાન પર પ્રસન્ન હતા.

“કીકો રાણો પકડાઈ જાત તો સોનામાં સુગંધ ભળત” આ અસંતોષ તો બાદશાહના અંતરમાં હતોજ. તેને પ્રગટવા દેવા માંગતા ન હતા. તેઓએ શત્રુપક્ષના જોમને, જુસ્સાને ખતમ કરવા રાજધાનીમાં વિજય મહોત્સવનું આયોજન કર્યું.

એક સુયોગ્ય સેનાપતિ તરીકે શાહબાઝખાનનું સમ્માન કર્યું. બાદશાહે આ સમારંભ રચી એક કાંકરે બે પક્ષી માર્યા હતા.

બાદશાહે બધા ધર્મોના સારરૂપે “દીને-ઇલાહી” ની સ્થાપના કરી હતી. આ પંથમાં શેખ મુબારકના પુત્ર, બાદશાહના મિત્ર અને દરબારના પ્રસિદ્ધ ઇતિહાસકાર અબુલ-ફઝલ જોડાયા હતા. પરંતુ રાજા ભગવાનદાસે, રાજા ટોડરમલે, રાજા માનસિંહે એમાં જોડાવાની સ્પષ્ટ ના પાડી.

“દીને-ઇલાહી” માં સ્પષ્ટ ઘોષણા હતી. “ખુદા સિવાય બીજા કોઇ ખુદા નથી અને અકબર બાદશાહ ખુદા ના દૂત છે.” બાદશાહે હવે શાહબાઝખાનની પ્રતિભાને ઉપસાવીને પોતાના રાજપૂત સેનાપતિઓને ઝાંખા પાડવાનો દાવ ગોઠવ્યો. મેવાડ વિજયના દરબારમાં ખૂબ વખાણ થયા. શાહબાઝખાનની કાબેલિયતને પુરસ્કારોથી નવાજવામાં આવી. શાહબાઝખાન જ્યાં પરત ફરી મેવાડમાં પાછો ઠરીઠામ થાય ત્યાં તો બાદશાહનું ફરમાન આવ્યું, “શાહબાઝખાન, મોગલ-દરબારમાં જેમ બને તેમ જલ્દી ઉપસ્થિત થાય.” આ મુજબ તેઓ ૧૮ જૂન, ૧૫૮૦ માં વળી ખાન મોગલ-દરબારમાં હાજર થયા.

શહેનશાહ અકબર ગંભીર જણાતા હતા. મોગલસેનાના અનુભવી અને પ્રસિદ્ધ સેનાનાયકો મૌન ધારણ કરીને બેઠા હતા. સૌના હૈયામાં કોઇ ગંભીર બનાવની આશંકા હતી.

“સેના નાયકો, સલ્તનત પર મુસીબતના વાદળો ધસી આવ્યા છે. વર્ષો પહેલાં અફઘાનો માટેના આશ્રય સ્થાન બંગાળાને તથા દાઉદખાનને આપણે જડમૂળમાંથી ઉખેડી નાખ્યો હતો. એ સબક આજે બંગાળા ભૂલી ગયું લાગે છે. આપણાં ગુપ્તચરો બંગાળ, બિહાર અને અફઘાનીસ્તાનમાં ઉભરાઈ રહેલા બગાવતના સમાચારો લાવ્યા છે. પરંતુ આમતો મોગલસેના બળવાને કચડી નાખવા સમર્થ છે. મંત્રણાગ્રહમાં માત્ર બેજ જણા હતા. શાહબાઝખાન અને રાજા માનસિંહ. “શાહબાઝખાન, તમારી જરૂર હવે બંગાળામાં પડશે. ત્યાં જઈને બળવાખોરોને ભયંકર શિક્ષા કરો. એટલી સખત સજા કરો કે, પ્રજામાંથી ફરી કોઇ બગાવત કરવાની હિંમત કરી ન શકે, સજા જાહેરમાં પ્રજા સમક્ષ કરો. શાહબાઝખાન કુર્નિશ બજાવી ચાલતો થયો.

“રાજા માનસિંહ તમે મારી સેનાના કુશળ વ્યુહ રચનાકાર સેનાપતિ છો. તમારે મારી સાથે અફઘાનીસ્તાન, કાબુલમાં આવવાનું છે. આ જગ્યાજ એવી છે. જ્યાં ભયંકર યુદ્ધ થશે અને તમારી જરૂર પડશે. બંગાળ-બિહારમાં મહંમદ બંકિમની બેવફાઈએ હદ કરી. એ ભાઈ હવે દુશ્મન બની બેઠો છે. આ બંને પ્રાંતોના બળવાખોરો કાયમ રાજ્ય વિરૂદ્ધ કાવતરાં કર્યે જ જાય છે. એને ભયંકર સજાની જરૂર છે. બીજે દિવસે, બંને દિશાઓમાં જતી સેનાઓને બાદશાહે સંબોધી અને અંતે કહ્યું, “તમન ખબર છે, ઇન્સાફ માટે મેં મારા માણસોને પણ હાથીના પગ તળે છુંદાવી માર્યા છે. મારા પ્રિય સાથીઓ, તમારા સ્થાને, તમારે લાંબા સમય સુધી રહેવું પડશે. પણ અંતે કામિયાબીતો આપણીજ છે.”

મોટી સેના સાથે અકબર બાદશાહે કાબુલપર ચઢાઈ કરી. અશ્કરી, મહંમદ હાફિઝ જીવ બચાવવા પહાડીઓમાં નાસી ગયો.

બાદશાહે કાબુલમાંજ પોતાનું રહેઠાણ બનાવ્યું, સતત ત્રણ વર્ષ સુધી બાદશાહ ત્યાં રહ્યાં. દરમિયાન રાજા માનસિંહે યુદ્ધોમાં અનેક કીર્તિમાન સ્થાપિત કર્યા.

અને રાજપૂતાના, શાંતિની ગોદમાં આરામ કરતું રહ્યું. મહારાણા પ્રતાપની,ચાવંડમાં શાસક તરીકેની પ્રતિમા વિક્સી રહી હતી... 