Greencard - 1 in Gujarati Detective stories by MITHIL GOVANI books and stories PDF | ગ્રીનકાર્ડ - ભાગ 1

Featured Books
  • Reborn to be Loved - 2

    Ch 2 - Psycho शीधांश पीछले भाग में आपने पढ़ा…ये है हमारे शीध...

  • बन्धन प्यार का - 27

    बहू बैठो।हिना बैठ गयी थी।सास अंदर किचन में चली गयी थी।तब नरे...

  • कुआँ

    धोखा तहुर बहुत खुश हुआ था अपने निकाह पर। उसने सुना था अपनी ब...

  • डॉक्टर ने दिया नया जीवन

    डॉक्टर ने दिया नया जीवनएक डॉक्टर बहुत ही होशियार थे ।उनके बा...

  • आई कैन सी यू - 34

    अब तक हम ने पढ़ा की लूसी और रोवन उनके पुराने घर गए थे। वहां...

Categories
Share

ગ્રીનકાર્ડ - ભાગ 1

અમદાવાદના એરપોર્ટ પર ચહલપહલ હતી. સોફિયા ન્યૂયોર્ક ની ફ્લાઈટની રાહ જોઈ રહી હતી. ફ્લાઈટ બોર્ડિંગ એનાઉન્સમેન્ટ થાય એટલે હું ફ્લાઈટમાં જવા નીકળું એટલી વારમાં સોફિયાના નામની  એનાઉન્સમેન્ટ થયું જેમ તેને ચેક-ઈન કાઉન્ટર પર રિપોર્ટિંગ કરવાનું જણાવ્મા આવી રહ્યું હતું. પોતાના નામની એનાઉન્સમેન્ટ  સાંભળી સોફિયા ચેક-ઈન કાઉન્ટર પહોંચે છે. તેવી જ ગુજરાત ક્રાઇમ બ્રાન્ચના ઓફિસરસબઇન્સ્પેક્ટર પાટીલ  તેની અટકાયત કરી લે છે.  અને  લેડી કોન્સ્ટેબલે તેને પકડી ને પોલીસ જીપમાં બેસાડી દે છે સોફિયા તેનો વિરોધ કરે છે પણ તેનું કઈ ચાલતું નથી. તે પૂછે છે કે શા માટે રીતે તેની અટકાયત કરવામાં આવી છે. જવાબમાં પાટીલ  કહે છે. ચિરાગ મહેતા નું  ખુન કરવા માટે તમારી ધરપકડ કરવામાં આવી છે.  એ ખુનના પહેલા સસ્પેક્ટ તમે છો કારણ એની લાશ હોટેલના જે રૂમમાંથી મળી છે. તે રૂમમા તમે ચેક-ઈન કરેલું . એ રૂમ તમારા  નામે બુક હતો અને તમે એ રૂમના ગેસ્ટ હતા. સોફિયા પોલીસ સાથે જવા નીકળે છે. સાથે જ પોતાના અમેરિકાના સોલિસિટર મિ.માર્ટિન  ને કોલ કરી અહીં ઇન્ડિયામાં રહેલા તેમની ફર્મના એડવોકેટ ને પોલીસ સ્ટેશન પહોંચવા માટે કહેવાનું કહે છે. જવાબમાં સોલિસિટર માર્ટિન તેને ચિંતા નહિ કરવા કહે છે અને પોતાની ફર્મ નો એડવોકેટ મિ. બાટલીવાલાને  અડધી કલાકમાં જ અમદાવાદ પોલીસ સ્ટેશન પહોંચી જશે  તેવી ખાતરી આપે છે.    થોડીજ વારમાં પાટીલ સોફિયા ને લઇ ને પોલીસ સ્ટેશને આવી પહોંચે છે.  આ તરફ ઇન્સ્પેક્ટર રાણા હોટેલ સિટી-ઇન ની રૂમમાં રહેલ ચિરાગની લાશનું નિરીક્ષણ કરી રહ્યો હોય છે. ક્લાક પહેલા જ તેને કન્ટ્રોલ રૂમમાં થી ફોન આવતા તે ઘટનાસ્થળ  હોટેલ સિટી -ઈન પર પહોંચ્યો હોય છે. સિટી-ઈન  હોટેલ એ હશેરની થ્રી સ્ટાર રેપ્યુટેડ હોટેલ હોય છે. ત્યાંથી તેના રૂમ નંબર 215માં ટ્રાવેલ એજન્ટ ચિરાગ મહેતા મૃત હાલતમાં મળી આવે છે તેના માથામાંથી લોહી નીકળી રહ્યુ હોય છે. રૂમ જેના નામે બુક થઇ હોય છે એ ગેસ્ટ સોફિયા જે અમેરિકન સિટીઝન હોય છે.તે થોડી વાર પહેલા જ ચેક આઉટ કરી ને એરપોર્ટ જવા નીકળી હોય છે.  રાણાની પુછપરછમાં મેનેજર ગુપ્તા જણાવે છે કે ચિરાગ મહેતા એક ટ્રાવેલ એજેન્ટ હોય છે. તેણે હોટેલ સિટી-ઈન સાથે ટાઇ અપ કરેલું હોય છે . તે પોતાના ક્લાઈન્ટ માટે સિટી-ઈન બુકિંગ કરી આપતો હોવાથી સિટી-ઈંન નો મોટાભાગનો સ્ટાફ તેને ઓળખતો હોય છે.  ચિરાગ ઘણી વાર તેને ક્લાઈન્ટ ને મળવા હોટેલના રૂમમાં આવતો તેથી કોઈ એને રોક્યો નહિ હોય અને તે તે પોતાની ક્લાઈન્ટ સોફિયા ની રૂમમા પહોંચ્યો હશે. પણ સાહેબ  આ વખતે ચિરાગ ના સમાનધ સોફિયા સાથે ક્લાઈન્ટ કરતા જુદા હોય તેવું મને લાગતું હતું. સોફિયા છેલ્લા દાસ દિવસથી આ હોટેલમાં રોકાઈ હતી પરંતુ છેલ્લા ચાર દિવસથી  ચિરાગ સોફિયાના રૂમમાં દિવસના પાંચ છ કલાક રોકાતો. બંને વચ્ચે ક્લાઈન્ટ અને એજેન્ટ સિવાય નો સંબંધ પણ વિકસ્યો હોય તેવું લાગતું હતું.  સોફિયા વિષે પૂછતાં ગુપ્તા કહે છે કે સોફિયા તો કલાક પહેલા જ ચેક આઉટ કરીને એરપોર્ટ જવા નીકળી ગઈ હોય છે આથી રાણા સબઇન્સ્પેક્ટર પાટીલ અને એક લેડી કોન્સ્ટેબલે ને લઇ તેની અટકાયત કરવા જવા ને એરપોર્ટ ઑથોરિટી ને જાણ કરવા કહે છે. આમ સબઇન્સ્પેક્ટર પાટીલ સોફિયા ની અટકાયત કરી ને પોલીસ સ્ટેશન પહોંચે છે. અને રાણા તે સમયે ફોરેન્સિક ની ટિમ સાથે ચિરાગ ની લાશને પોસમોર્ટમ માટે મોકલે છે અને લાશની આસપાસ રહેલી સસ્પેકટેડ વસ્તુઓ નું ફોરેન્સિક પાસે કલેકશન કરાવે છે. ચિરાગના માથા પાસે રહેલી નટરાજ ની પિત્તળ ની  મૂર્તિ  ઉઠાવે છે  કે જે મર્ડર વેપન હોય છે. પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી પાટીલ સોફિયા ને સામે રહેલી ખુરશી પર બેસવા કહે છે સોફિયા સામે  રહેલી ખુરસી પર બેસી જાય છે. પાટીલની પૂછપરછ માં તે પોતે કોઈ જ જવાબ નહિ આપે તેવું કહે છે તે પોતાના વકીલની હાજરી સિવાય કોઈ જ સ્ટેટમેન્ટ આપવા માંગતી નથી આથી પાટીલ એડવોકેટ બાટલીવાલા ની રાહ જોવા મજબુર થાય છે. તે જાણતો હોય છે આ અમેરિકન સિટીઝન છે તે તેના પર કાયદ ની ઉપરવટ થઇ ને કામ નહિ કરી શકે. તેથી તે એડવોકેટ બાટલીવાલા અને ઇન્સ્પેક્ટર રાણાની રાહ જુએ છે. બીજી   તરફ  ઇન્સ્પેક્ટર રાણા હોટેલના સ્ટાફની પૂછપરછ શરુ કરે છે  તે સૌથી પહેલા હોટેલના વેઈટર રમેશને બોલાવે છે જેને સૌથી પહેલા ચિરાગનો મૃતદેહ જોયો હોય છે એંણે જ હોટેલ મેનેજર ગુપ્તાને જાણ કરી હોય છે. રાણાને તે જણાવે છે આજે સવારે સોફિયા મેડમ જયારે ચેક આઉટ કરીને જવાન હોય છે ત્યારે હું જ તેમના રૂમનું ચેકોટ કરવા માટે ગયો હતો. મેં રૂમ ચેક કરી ને બિલિંગ માટે રિસેપ્શન કાઉન્ટર પર પ્રોસેસ પણ પતાવી દીધી હોય છે. જયારે હું તેમનો લગેજ લઈ રૂમ ની બહાર હોટેલ ફોયરમાં છોડવા જવા માટે તેમના રૂમમાં ગયો તો તેમને મારે વોશ રૂમ જવું પડશે.તો તું મારો લગેજ લઇ રિસેપ્શન પર વેઈટ કર હુ ત્યાં  થોડી જ વારમાં એવું છું તેથી હું રિસેપ્શન પર તેમનો લગેજ રાખીને મારે એકબીજું દાસ મિનિટે નું કામ હતું તે પતાવવા ગયો. પણ મને આવતા થોડી વધારે વાર લાગી જયારે હું મારુ કામ પતાવી અડધી કલાકમાં પાછો આવ્યો ત્યારે મેં રિસેપ્શન પર પૂછતાં માદામ નીચે આવી પોતાનો લગેજ લઇ ચલાય ગયા હતા. હું તે પછી દસેક મિનિટમાં રૂમના ક્લિનનીંગ માટે ગયો કારણ કલાક પછી બીજા ગેસ્ટ નું તે રૂમમા ચેક ઈન હતું. પણ હું જેવો રૂમમા દાખલ થયો ત્યારે મેં ચિરાગભાઈ ને જમીન પર પડેલા જોયા અને તેના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું. અને તેઓ મૃત્યુ પામ્યા હોય તેવું લાગતું હતું તેથી મેં તરત જ ગુપ્તા સાહેબ ને જાણ કરી અને તેઓ આવી ને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી. રિસેપનીસ્ટ ને પૂછતાં તેણે કહ્યું તેણે ચિરાગ ને તેનો મૃતદેહ મળ્યો તેની અડધો કલાક પહેલા ઉપર જતા જોયો હતો. તે ઘણી વાર હોટેલમાં આવતો હતો અને તે હોટેલમાં ઘન ગેસ્ટ નું બુકિંગ કરાવતો તેથી મને એમ કે તે તેના બીજા  કોઈ ક્લાઈન્ટ ને મળવા આવેલો છે. અને સોફિયા મેડમ ચેક આઉટ કરી જય રહ્યા છે તેથી  મેં તેમને ચિરાગભાઈ વિષે કાંઈ ન પૂછ્યું. ઇન્સપેકર રાણાએ બધી ફોર્માલિટીઝ પતાવી ત્યાંથી પોલીસ સ્ટેશન જવા નીકળે છે. ત્યાં રહેલો કોન્સ્ટેબલ ચિરાગના મૃતદેહને ફોરેન્સિક લૅબમાં મોકલાવી દે છે. અનેત્યાં રહેલ ફોરેન્સિક એક્સપોર્ટ ભેગા કરેલા પુરાવા અને ફિંગરપ્રિન્ટસ વગેરે લઇ ને ફોરેન્સિક લેબમાં ટેસ્ટ માટે લઇ  જાય છે. પોલીસ સ્ટેશન પહોંચી ઇન્સ્પેક્ટર રાણા પાટીલને બોલાવી સોફિયા ને તેની ચેમ્બરમાં મોકલાવ કહે છે. સોફિયા રાણાની ચૅમ્બરમાં આવે છે. રાણા તેને ચિરાગ વિષે પૂછે છું તો સોફિયા પોતાનો એડવોકેટ હામાન આવે છે તેન આવ્યા પછી જ હું મારુ સ્ટેટમેન્ટ આપીશ ઇન્સ્પેક્ટર રાણા તેને ચેરમાં બેસવા કહે છે અને એડવોકેટ મિ. બાટલીવાલની રાહ જુએ છે. અને પાટીલને બોલાવી ને ચિરાગના મોત વિષે તેની પત્ની  અદિતિ મહેતા ને જાણ કરવા  અને પોલિસ સ્ટેશન બોલાવવા સૂચના આપે છે. રાણા ની સૂચના સાંભળી સોફિયા એકદમ ચોંકે છે  

રાણાની વાત સાંભળી સોફિયા શા માટે ચોંકે છે ? સોફિયા એ જ ચિરાગની હત્યા કરી હોય છે કે બીજા કોઈએ જાણવા વાંચતા રહો - ગ્રીનકાર્ડ