Zamkudi - 32 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝમકુડી - પ્રકરણ 32

Featured Books
Categories
Share

ઝમકુડી - પ્રકરણ 32

ઝમકુડી ભાગ @ 32 ......

હીના હવે આગળ શુ કરવુ છે......લગ્ન કોર્ટમાં કરી ને પછી મંદિરમાં પણ કરીએ ને વીધી પુર્વક.....હીન્દુ લગ્ન વીધી થી જોડાઈએ તો આપણાં પ્રેમ નુ બંધન પણ અતુટ થયી જાય .....ને જો કોર્ટ માં ના કરીએ તો પણ ચાવશે .......ના સુકેતુ કાલ ઉઠી ને ઝમકુડી તારી લાઈફમાં પાછી આવી જાય તો હુ તો કયાય ની ના રહુ .......હીના શુ પાગલ જેવી વાતો કરે છે ,મારી પર થોડો તો ટ્રસ્ટ રાખ ......તુ એમ કેમ નથી વીચારતી કે તારા માટે થયી ને મેં અપ્સરા જેવી પત્ની ને તરછોડી ને હુ બાપ બનવાનો છુ એ જાણવા છતાં એ મે મારો નિર્ણય ના બદલયો ને તારી જીદગી માં. આવ્યો......... સુકેતુ તુ ઝમકુડી ને અપ્સરા કેમ કહે છે ,......એ અપ્સરા છે તો હું શું છુ ? હુ રૂપાળી નથી ને તુ તારી એ ગામડીયણ પત્ની ને મારી સાથે શેનો સરખાવે છે ? કયાં તારિ એ ગામડાની ગોરી ને કયા હુ વેલ એજ્યુકેટડ મોર્ડન સ્ત્રી ..........સોરી બાબા .....તુ જ મારી અપ્સરા છે.....બોલ હવે કયારનુ શુભ મુહુર્ત કઢાવુ લગ્નનુ ? સુકેતુ લગ્ન ની મોઘી સાડી આપણાં શોરુમ માં થી જ લયીશુ ને ? કેમકે આપણાં શોરુમ જેવી સાડી બનારસ માં કયાય ના મળે , હા એ વાત સાચી પણ પપ્પા હવે શોરુમ માં પગ પણ નહી મુકવા દે ,........ ઓહહ એવુ તો સુકેતુ તુ ઘરનો વારસદાર છે તારો હક છે કાયદેસર હક છે ,.....હા પણ હાલની પોઝિશન ને લયી ને કશુ કરવુ નથી ....હીના તુ હજી મારા પપ્પા ને ઓળખતી નથી બહુ સ્ટોર્ગ સ્વભાવ છે ,......ને હાલ એ મારી પર બહુ ગુસસે છે ,ને એમણે મારો હિસ્સો હાલ તો ઝમકુ ને આપી દીધો છે ,......શોપમાં રોજ ના ધંધા મા પણ ભાગીદારી આપે છે ને બિઝનેસ માં પાર્ટનર બનાવી છે , ......વ્હોટ ? તો આપણુ શુ ? હાલ તો જેમ ચાલે છે એમ જ ચાલવા દેવુ પડશે ,.......ને આપણે બન્ને એ કયી જોબ કરવી પડશે , છુટકો નથી .......ના ના સુકેતુ સાવ એવુ પણ નથી મારુ ફેમીલી યુરોપમાં વેલસેટ છે ને સારી એવી ઈન્કમ પણ છે ,....ને મારા એકાઉન્ટ પણ પડયા જ છે ને તોય હુ પપ્પા ને કહી ને બીજા પૈસા ટ્રાન્સફર કરાવી દયીશ ને આપણાં મેરેજ ની વાત પણ કરી લયીશ ......આમ તો હૂ યુરોપ થી અંહી તને શોધવા ને લગ્ન માટે જ આવી છું ,તયા યુરોપમાં એક પણ છોકરો મને લગ્ન માટે યોગ્ય ના લાગ્યો .......ને કોલેજ ટાઈમ નો આપણો ફસ્ટ લવ હુ કયી રીતે ભુલી શકુ ,.....તને એવી તો શુ ઉતાવળ હતી કે આટલી જલ્દીથી પરણી ગયો ને એ પણ એક ગામડા ની છોકરી સાથે ....બસ હવે મુક ને યાર એ વાત ,.......ચાલ લગ્ન ની શોપિંગ માટે જયીએ...... હા ચલ ને સુકેતુ હીના સાથે લગ્ન ના પાનેતર ની ખરીદી કરવા નીકળયા ને જયાં પોતાની શોપ છે તેની બાજુવાળા શોરુમ માં જાય છે .....હીના એ ઢગલો સાડીઓ જોઈ પણ પસંદ ના આવી ,એટલે તયા થી નીકળી ને બીજી શોપમાં જાય છે ને તયા પણ પસંદ નથી આવતી ,....હકીકતમાં હીના ને ઝમકુડી ના શોરુમ માં થી જ લગ્ન નુ પાનેતર લેવુ હતુ જેથી ઝમકુડી ને જલન થાય ને સુકેતુ નિ ને એના લગ્ન ની જાણ થાય .....શોપમાં થી બહાર નીકળી ને હીના પરાણે સુકેતુ ને એના જ શોરુમ માં ખેચી જાય છે ,ને સુકેતુ હીના સાથે શોરુમ માં આવે છે , મુનીમજી એ પુછયુ કેમ આવવુ થયુ નાના શેઠ ? કયી કામ હતુ ? મુનીમજી હુ કસ્ટમર બની ને ખરીદી કરવા આવ્યો છું ,......હીના ને એમ હતુ કે ઝમકુ ને ઈર્ષા થશે ....પણ ઝમકુડી એ તો એ બન્ને ના સામુ પણ ના જોયુ ને તયા થી ઉભી થયી ને કાઉન્ટર પર ની મેઈન ચેર પર જયી બેસે છે ....એ ખુરશી માં પહેલા સુકેતુ બેસતો હતો ને એ પદ ,ને સુકેતુ ની જગ્યા કિશનલાલ એ હવે ઝમકુ ને આપી દીધી હતી ,....સેલ્સગલ ખુશી હીના ને સાડીઓ બતાવા લાગી ને સુકેતુ પસંદ કરવા લાગ્યો ,....ઝમકુડી હીસાબ ના ચોપડા ચેક કરવામાં વ્યસ્ત થયી ગયી ,.....નચીકેત તુ બોલ ને મને તો કયી સમજાતુ નથી .....કયી સાડી લવુ આપણાં લગ્ન માટે ? મુનીમજી હીના ને સુકેતુ સામે જોઈ રહયા હતાં કે આ બન્ને જણ ઝમકુડી વહુ ને જલાવા માટે જ આવ્યા છે ,.......સાડીઓ નો ઢગલો કરયા પછી એક સાડી પસંદ કરી ને બ્લાઉઝ માટે ડીઝાઈનલ બ્લાઉઝ બનાવી આપવા માટે કહયુ ,તો ઝમકુડી એ મુનીમજી ને કહયુ ......કે મુનીમજી કહી દો કે હમણાં બ્લાઉઝ નુ કામ બંધ છે ,ને સાડી નુ બીલ બનાવો .....ને સુકેતુ સમજી ગયો કે હવે અંહી બહુ ઉભા રહેવા માં મજા નથી ....ને દોઢ લાખ ની બનારસી પાનેતર ની કિમંત ચુકવી બન્ને નીકળી ગયાં ,ને હીના ની મન ની મન માં રહી ગયી ,ઝમકુડી એ એની સામે જોયુ પણ નહી ને પાનેતર ના પૈસા એને એના એકાઉન્ટ માથી આપવા પડયા ,સુકેતુ ની પોઝિશન તો હાલ ખરાબ હતી , ને હીના ની હકીકત એ હતી કે યુરોપ મા કેટલાય છોકરા જોયા લગ્ન માટે જોયા તો બધાં એ હીના ને રિઝેકટ કરી હતી ,ને હીના સુકેતુ થી સાત વરસ મોટી હતી ,.......ને એના પપ્પા ની ઈન્ડિયા માં કોઈ ઈજજત જ નહોતી કે સમાજ માં થી કોઈ એને ઘર ની વહુ બનાવે , હીના ના પપ્પા રમેશ ભાઈ અંહી બિલ્ડર હતાં ,ને મોટી મોટી બંગ્લોજ ને ફલેટ ,શોપ ની સાઈટો હતી ને એના માટે એમણે ઘણી બેન્કમાં થી કરોડોની લોપ લીધી હતી ને ઈ.એમ.આઈ ચુકવી ના શકયા ને બેન્કો એ સાઈટો સીલ કરી દીધી ને બેન્કો માં થી નોટિસ ઓ આવવા લાગ્યાં ,ને ફ્રોટ નો કેશ થયો ને સમાજ માં ને શહેરમાં નામ ખરાબ થયા ,ઈજજત ગયી એટલે યુરોપ ભાગી ગયા ફેમીલી સાથે યુરોપમાં માં એમનાં ભાઈ નો હાર્ડવેર નો બિઝનેસ હતો તયા સેટ થયી ગયા ,........હીના ની મોટી બહેન ને રાજકોટમાં પરણાવી હતી ,..ને એક ભાઈ હતો એના લગ્ન પણ થયી ગયા હતાં.... ને હીના ની લગ્ન ની ઉમંર જતી રહી હતી ,એટલે એના પપ્પા એજ લગ્ન માટે દેશમાં મોકલી હતી ,હા હીના ને એમ પણ કહયુ હતુ કે સુકેતુ ને જો અંહી યુરોપ સેટ થવુ હોય તો બને અંહી યુરોપ આવી જજો ,..સુકેતુ ને હીના એ કોર્ટમાં જયી મેરેજ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું ને બીજા દિવસે અંબાજી માતા ના મંદિરમાં લગ્ન માટે પુજારી ને મુહૂર્ત જોઈ આપવાનૂ કહે છે ને લગ્ન ની સામગ્રી લાવવા ના પૈસા આપે છે ,......ગોર મહારાજ એમની ટીપ્પણી માં જોઈ ને કાલે સવારે દશ વાગયા નુ મુહૂર્ત જણાવે છે ને સમયસર તૈયાર થયી આવી જવાનુ કહે છે ,.....ઝમકુડી પંદર દિવસ જેવુ શોરુમ માં ગેરહાજર રહી હતી ,એબોર્શન ને સુકેતુ સાથે ના ઝગડા ના કારણે એટલે એ હીસાબ ચેક કરતી હતી ,ભલે એ ઓછુ ભણેલી હતી પણ ગણિત માં અવ્વલ હતી .......બે વાર હીસાબ કરયો ને પછી શોરુમ નો માલ ચેક કરયો પણ હીસાબ નહોતો મડતો ,....કરોડ રૂપિયા ની ભુલ આવતી હતી ,....એટલે ઝમકુડી મુનીમજી પાસે બેઠી ને ચોપડામાં બતાવ્યુ ને મુનીમજી એ પણ જોયુ તો ખરેખર એક કરોડ નો હીસાબ નહોતો મળતો ,મુનીમજી તો વરસો ના વિશ્વાસુ હતાં એટલે બીજા સ્ટાફમાં થી જ કોઈએ ગરબડ કરી છે .......મુનીમજી બોલ્યા શેઠાણી મે તો શેઠ નુ નમક ખાધુ છે હુ આવી ગદારી ના કરૂ ,......અરે મુનીમજી મે તમને કયા કયી કહયુ, તમે મારા બાપ બરાબર છો,હુ તો અસલી ગુનેગાર ને શોધવા માટે તમારી મદદ ની જરૂર છે બીજુ કયી નહી ,આજે તો હવે મારે ડ્ડરાઈવીગ સકુલ માં જવાનો સમય થયો હુ નીકળુ .....પણ કાલે હુ તમને બધા ની સામે કયી પુછુ ને કયી પણ કહુ તો પ્લીઝ ખોટું ના લગાડતા ....હા હુ સમજી ગયો શેઠાણી ,ને ઝમકુ હીસાબ ના ચાર લાખ પર્શ માં મુકી શોરુમ માં થી નીકળે છે ને ગાડી બહાર જ રાહ જોતી હોય છે એટલે ડ્ડરાઈવર સીટ માં બેસી ગાડી ચલાવે છે ,ઝમકુડી ની ધગશ ના કારણે એ બહુ જલદી થી શીખી રહી હતી ,......આ બાજુ હીના ને સૂકેતૂ લગ્ન ની તૈયારી કરી રહયાં હતાં....એક કલાક ની પ્રેકટીશ પછી ઝમકુડી ઘરે આવે છે ને વોશરૂમ માં જયી ફ્રેશ થયી બધાં સાથે જમવા બેસે છે ,.........કંચનબેન બોલ્યા કેટલે પહોંચ્યૂ ઝમકુ ગાડી શીખવાનુ ? ....ઘણુ ફાવી ગયુ છે મમ્મી .....સરસ...ને જમીને બધા મુખવાસ લયી હોલ ના સોફામાં બેસે છે ,....ને ઝમકુડી કહે છે પપ્પા આજે સુકેતુ હીના ને લયી ને શોપમાં સાડી લેવા આવ્યો હતો ,બહાર કાઢી મુકવો હતો ને ,તારીજ શોપ છે ને ,.....ના એવુ ના કરયુ પણ સાડી નુ બીલ લયી લીધુ માંગી ને ,અને બ્લાઉઝ માગયો તો મે ચોકખી ના પાડી દીધી ,શાબાશ બેટા ,સરસ કરયુ .....પપ્પા કાલે એ હીના સાથે લગ્ન કરવાનો છે ,આપડી શોપ માં લગ્ન નુ પાનેતર લેવા જ આવ્યો હતો ,....કંચનબેન બોલયા ....હાય..હાય એ નાલાયક ને લગીરે શરમ ના આવી ,ગધેડાને બીજી કોઈ શોપ જ ના મળી તે આપણી શોપ પર જ આવ્યો ? ને એને ખબર છે કે તયા ઝમકુડી છે ,....એ છતાં એ આવ્યો ? ઝમકુડી ના જીવન માં આગળ શુ મોડ આવશે એ જાણવા માટે વાચો ભાગ @33 ઝમકુડી ..
નયના બા વાઘેલા
્્્્્્્્્્્્્