Zamkudi - 23 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝમકુડી - પ્રકરણ 23

Featured Books
Categories
Share

ઝમકુડી - પ્રકરણ 23

ઝમકુડી @ 23..

સુકેતુ ના લીધે કંચનબેન નુ બીપી વધી ગયુ ....ડોકટર બોલાવા પડયા ને દવા થી એ ભાનમાં આવ્યા સમીર ને આશા સાસુ ને બેડરૂમમાં માં મુકી આવ્યા....બધા ડાઈનીંગ ટેબલ માં ચા નાસ્તા માટે બેઠાં ....કિશનલાલ નો ગુસ્સો સાત માં આશમાને પહોંચ્યો હતો પણ કંચનગૌરી ની તબિયત બગડી એટલે ચુપ રહયા ને નાસ્તો કરતાં એટલુ જ બોલ્યા કે જો સુકેતુ તુ હવે બાપ બનવા નો છે હવે તારી જવાબદારી યો સમજ.......ને આ મારી લાસ્ટ વોર્નીગ છે કે એ તારી મિત્ર હોય કે જે પણ હોય આ જ પછી તુ એને ફોન નહી કરે .........જો ઝમકુડી ની કમ્પલેન આવી તો પછી તને હુ ઘરમાં થી કાઢી મુકીશ.....સુકેતુ ચુપ જ રહયો ને ફટાફટ ચા પી ને ફ્રેશ થવા એના બેડરૂમ માં ગયો ,ઝમકુડી તૈયાર થયી સાસુ સાથે બેઠી .......સમીર ને આશા એમની શોપ પર જવા નીકળ્યા ને કિશનલાલ પણ પોતાના ડ્ડરાઈવર સાથે એમની શોપ પર જવા નીકળે છે ........ઝમકુડી કંચનબેન ને માથા માં માલીશ કરે છે ......ને કહે છે મમ્મી જી તમે ટેન્શન ના લેશો ,તમારુ બીપી વધી જાય છે ,.......પણ બેટા મે સુકેતુ ને આવો બેદરકાર નહોતો ધારયો......તુ એને બહુ ગમતી હતી એટલે તો તારી સાથે લગ્ન કરાવ્યા છે .....ને હવે એ બીજી સ્ત્રી પાછળ આમ ભાગે એ યોગ્ય નથી ,બેટા તુ ચિંતા ના કરતી રાત્રે હુ એને સમજાવીશ.....ના મમ્મી જી કયી નથી કેવૂ .....જવા દો ખોટું તમારૂ બીપી વધારશે એ .......ને સુકેતુ નીચે આવી કહયુ ચાલ ઝમકુ ને બન્ને પોતાના શોરુમ માં જવા નીકળે છે ,........મુનીમજી રાહ જોઈ ને બેઠા હતાં ,કસ્ટમર પણ ઘણાં બેઠા હતા ને સેલ્સગલ ખુશી .....સાડીઓ નો ઢગલો કરી ને બેઠી હતી ,........પણ ઝમકુડી વીના કસ્ટમર ને ખરીદી કરવા ની મજા જ ના આવે એટલે કયાર.ના ઝમકુડી ની રાહ જોઈ બેઠા હતાં ....ઝમકુડી ગ્રાહક ની પસંદ સાડી પોતાના પર પહેરી ને બતાવતી ને કહેતી જુઓ બહેન આ પહેરયા પછી આનો લુક જ એકદમ સુદર લાગે ,.....ને કસ્ટમર ઝમકુડી ની મીઠી વાણી ને સાડી પહેરવાની સ્ટાઇલ જોઈને ક્સટમર ખુશ થયી જતુ .....ને સાડીઓ પછી બ્લાઉઝ ની ડીજાઈન બતાવી ને એ ઓડર પણ લયી લેતી ,.....કિશનલાલ ઝમકુડી ની મહેનત ને જોઈને બ્લાઉઝ ના પૈસા એના એકાઉન્ટ માં જ નાખતા .....ડીજાઈનર બ્લાઉઝ ઝમકુડી ત્રણ થી ચાર હજાર મા સેલ કરતી ......ને એના કારણે જ શોરુમ સારો ચાલતો હતો ,....આજે પણ કસ્ટમર ચાર લાખ ની ખરીદી કરી ,રામુકાકા બધાં માટે આઈસ્ક્રીમ લયી આવો .........ઝમકુડી કસટમર માં બીજી હતી તયા સુધી સુકેતુ એ ફોન માં હીના સાથે વાત કરી લીધી ,........ ઝમકુડી એ જોયુ કે સુકેતુ થોડી થોડી વાર ફોન લયી બહાર જતો ને કલાકે પાછો આવતો ,ઝમકુડી સમજી ગયી કે પપ્પા જી ના લડવા થી સુકેતુ ને કોઈ અસર થયી નથી .......ને ઝમકુડી એ પણ વોર્નીગ આપી હતી પણ સુકેતુ ને કોઈ ફરક પડતો નહોતો .....સાજે હીસાબ પતાવી શોરુમ બન્દ કરી ને ગાડી લયી ને ઘરે જવા નીકળ્યો ,ઓહ તો હવે ? ને ઝમકુડી ગુસસે થયી સુકેતુ ના હાથમાં થી ફોન ઝુંટવી લે છે ને હીના ને કહે છે ,......ઓ સુકેતુ વાળી હુ ઝમકુ બોલુ છુ ,સુકેતુ ની પત્ની ઓકે,......ને આમ શરમ નથી આવતી આખો દિવશ મારા ઘણી ને ફોન કરે છે તને લગીરેય લાજ નથી આવતી ,નવરી છે કોઈ કામધંધો નથી તે પારકા પુરુષ ને ફસાવા ના ધંધા કરે છે ,જો આજ પછી ફોન આવ્યો તો સમજી લે જે ........એમ કહી ઝમકુડી એ ફોન સુકેતુ ના ખોળામાં ફેકયો ,....ઝમકુડી આ તે શુ કરયુ ? હીના સાથે આવી રીતખ વાત કરી ,તુ સમજે છે શુ ............,તમારી પત્ની બીજુ શુ ...? શરમ મને નયી તમને ને પેલી રાડ ને આવવી જોઈએ ,.....ઝમકુડી સુકેતુ હાથ ઉપાડે છે ,.......ને ગામડા ની ઝમકુડી સુકેતુ નો હાથ પકડી ને ઝાટકી નાખે છે ,....હુ હીના નથી તારી પત્ની છુ ઓકે .....આજે ઉઠાવ્યો એ ઉઠાવ્યો પણ આજ પછી જો હાથ ઉપાડયો તો હુ સહન નહી કરુ ઓકે.....હુ ગામડા ની છુ પણ ગમાર નથી ,મને મારા મા બાપે સારા સંસ્કાર આપ્યા છે એટલે આજ સુધી સહન કરયુ કેટલાય દિવસો થી જોઈ રહી છુ તુ આખો દિવસ ફોનમાં બીજી રહે છે ,.....ધંધામાં ધ્યાન નથી આપતાં ને હુ આખો દિવસ મહેનત કરૂ છુ .......ઘર આવ્યા તયા સુધી બને ઝગડતા જ હતા ,ઝમકુડી કંચનબેન નુ બીપી વધી જાય એટલે ચુપ રહી ,.....સુકેતુ ને હીના એ આજે પણ ફોન કરી ને બોલાવ્યો હતો ,હીના એ કહયુ હતુ કે .....મારા થી પગ નથી મુકાતો નીચે ,હોસ્પિટલ કોણ લયી જશે ,આમ ગાડીમાં વાત ચાલુ હતી ને ઝમકુડી એ ફોન ઝુટવી લીધો હતો ,.......રાત્રે બધાં સાથે જમવા બેઠા ને સુકેતુ મને ભુખ નથી એમ કહી ઉપર બેડરૂમમાં જતો રહયો ,.....જમતાં જમતાં કિશનલાલ એ પુછયુ કેવુ રહયુ આજે ,....્ધંધો તો પપ્પા જી સરસ જ હતો ,ને સુકેતુ ? એ તો વારેઘડીએ ફોન લયી બહાર નીકળી જતા ને કલાકે આવતા.... ને ગાડીમાં ઘરે આવતાં ફોન આવ્યો હતો પેલી નો પણ મે હાથમાં થી ફોન ઝુટવી ને પેલી ને ધમકાવી નાખી તો સુકેતુ એ મારી પર હાથ ઉપાડયો ,.....એની આટલી હીમંત? સાલા નાલાયક ને આજે સરખો કરી નાખુ .......ના ના પપ્પા જી રહેવા દો .....હુ કોશિશ કરીશ સમજાવાની માની જાય તો ,....કંચનબેન બોલ્યા ,પણ ઝમકુ એ સીધી રીતે નહી માને ....માં નુ બીપી વધી ગયુ તો ય રોયા એ રાડ જોડે વાતો કરી જ ને .....કહુ છુ સમીર ના પપ્પા જો આ ના સુધરે તો એનો કયી ઈલાજ કરવો પડશે , વહુ મા બનવાની છે એ ખુશી ને સાઈડમાં મુકી ને બીજી જોડે વળગ્યો છે ......કોલેજમાં ભણતો હતો તયારે ઠીક પણ અ એનુ અત્યારે શુ છે ,......મિત્રો પુરુષ ને રાખ ને ભાઈ પારકી સ્ત્રી ઓ તો કાઈ મિત્ર હોતી હશે ,સાલા ગધેડાને અપ્સરા જેવી વહુ લાવી આપી છે તોય બીજે કયા જોવાનું હોય ,......ઝમકુડી ના જીવન માં શુ થશે એ જાણવા માટે વાચો ભાગ @ 24
નયના બા વાધેલા .....